Wednesday, August 28, 2013

ઓરલ સેક્સ કરાવવા માંગતા હતા આસારામ, છોકરીનો આરોપ

યુપીના શાહજહાંપુરમાં રહેતી છોકરીએ વિવાદાસ્પદ સંત આસારામની સામે જાતીય શોષણ કરવાનો પ્રયાસ કરવાનો આરોપ મુક્યો છે. રાજસ્થાન પોલીસે તા. 30મી ઓગસ્ટ સુધીમાં જોધપુર પોલીસ સમક્ષ પૂછપરછ માટે હાજર થવા સમન્સ પાઠવ્યું છે. આસારામના પુત્ર નારાયણ સાંઈએ રાજકોટમાં સત્સંગ દરમિયાન આરોપ મુકનારી છોકરીને માનસિક રીતે અસ્થિર ઠેરવી હતી. 
વિવાદોની વચ્ચે આસારામ સુરત પહોંચ્યા છે. અહીં તેમનો સત્સંગ કાર્યક્રમ છે. આ વિવાદમાં રોજબરોજ નવા ખુલાસા અને ઘટ્ટસ્ફોટ કર્યો છે. આવો જ એક ખુલાસો હિન્દી ચેનલ 'આજતક'એ કર્યો છે. જે મુજબ આસારામે છોકરીને મુખમૈથુન કરવા માટે કહ્યું હતું. 
તપાસ સાથે સંકળાયેલા સૂત્રોના ટાંકતા 'આજતક' દ્વારા જણાવવામાં આવ્યું છે કે, આસારામે છોકરીના કપડા ઉતાર્યા હતા, જોકે છોકરીના કમરથી નીચેના કપડા ઉતાર્યા ન હતા. આસારમે જ્યારે તેણીના કપડા ઉતાર્યા ત્યારે કોઈને આ અંગે કશું ન કહેવા કહ્યું હતું. આસારામે છોકરીને ઓરલ સેક્સ (મુખ મૈથુન) કરવા માટે કહ્યું હતું, પરંતુ તેણી માની ન હતી.
Read More At -  http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment