Friday, August 30, 2013

મોડીરાત્રે નર્મદા નદીમાં ત્રણ પ્રચંડ ધડાકા, સુનામી જેવી લહેરો ઊઠી

 


- ફફડાટઃ મોડી રાત્રે નર્મદા નદીમાં પ્રચંડ ત્રણ ધડાકા થતાં લોકોમાં ગભરાટ એસડીએમ, ફાયરબ્રિગેડ અને ઇન્ડસ્ટ્રીઝ સેફ્ટીના અધિકારીઓ દોડી ગયા
- નર્મદામાં ગેસલાઇન ફાટતાં ભાડભૂત ધ્રુજી ઊઠયું
- મકાનો ધ્રુજી ઉઠતાં અફરા તફરી અને ભયનો માહોલ
- ગેસની પાઇપલાઇનમાં ભંગાણને કારણે ધડાકા થયાં હોવાનું અનુમાન


ભરૂચ તાલુકાના ભાડભૂત નજીક નર્મદા નદીના તળમાંથી પસાર થતી ગેસ પાઇપલાઇનમાં એક સાથે ત્રણ પ્રચંડ ધડાકા થવાની રવિવારે મોડી રાતે બનેલી ઘટનાથી ગામમાં અફરાતફરીનો માહોલ સર્જા‍યો હતો. દહેજ જીઆઇડીસીમાં આવેલાં છ ઉદ્યોગો માટેનો ગેસ પુરવઠો હજીરા ખાતેથી પાઇપલાઇન મારફતે આવે છે. ગેસની પાઇપલાઇન ભાડભૂત ગામથી અડધો કિ.મી.ના અંતરે નદીના તળમાં થઇને પસાર થાય છે. રવિવારે રાતે ૧૧ કલાકે ભાડભૂત પાસે નદીમાં પરપોટા સાથે અવાજ આવવાની શરૂઆત થઇ હતી.
આ અહેવાલની વધુ વિગતો વાંચવા આગળ ક્લિક કરો...

 visit for;http://bit.ly/17s5sl7

No comments:

Post a Comment