Friday, November 29, 2013

બુલેટ રાજા'નું સ્પેશ્યિલ સ્ક્રિનિંગ, સૈફ-સોનાક્ષી ગેરહાજર

તિગ્માંશુ ધૂલિયાની ફિલ્મ 'બુલેટ રાજા'નું ગુરૂવારના રોજ સ્પેશ્યિલ સ્ક્રિનિંગ યોજવામાં આવ્યું હતું. આ સ્ક્રિનિંગમાં ફિલ્મના ડિરેક્ટર હાજર રહ્યાં હતાં. નવાઈની વાત એ છે કે ફિલ્મના સ્ક્રિનિંગમાં ફિલ્મની મેઈન સ્ટાર કાસ્ટ સૈફ અલી ખાન અને સોનાક્ષી સિંહા જ હાજર રહ્યાં નહોતાં.
 
સોનાક્ષી બિન્દ્રા અને ગોલ્ડી બહલ આ સ્ક્રિનિંગમાં હાજર રહ્યાં હતા. તો 'બિગ બોસ'માંથી હાલમાંથી જ બહાર નીકળેલી એલી અવરામ પણ સ્ક્રિનિંગમાં જોવા મળી હતી. 
 
તસવીરોમાં કરો નજર 'બુલેટ રાજા'નું સ્ક્રિનિંગ..

આફ્રિકન સિંહો પર ભારે પડ્યો જૂનૈદ, પાકિસ્તાને રચ્યો ઈતિહાસ

સંકટ સમયમાંથી પસાર થઈ રહેલી પાકિસ્તાની ટીમ માટે દક્ષિણ આફ્રિકા પ્રવાસ રાહત ભરેલો સાબિત થયો છે. પાકિસ્તાને બીજી વનડેમાં દક્ષિણ આફ્રિકાને રોમાંચક બનેલી મેચમાં એક રને પરાજય આપીને ઈતિહાસ રચ્યો છે. પાકિસ્તાને પ્રથમ વખત દક્ષિણ આફ્રિકા સામે કોઈ દ્વિપક્ષીય શ્રેણી જીતી છે. 
 
વરસાદના કારણે ત્રણ મેચોની વનડે શ્રેણીની બીજી મેચ 45 ઓવરની કરી દેવામાં આવી હતી. આ મેચમાં એક સમયે દક્ષિણ આફ્રિકા જીતની નજીક પહોંચી ગયું હતું. પરંતુ બોલરોએ દમદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકન ટીમને હરાવીને શ્રેણીમાં નિર્ણાયક સરસાઈ મેળવી લીધી છે.
 
શ્રેણીની અંતિમ મેચ 30 નવેમ્બરના રોજ રમાવાની છે.
 
દક્ષિણ આફ્રિકા સામે એક રને મળેલા વિજયનો હીરો રહ્યો ઓપનર અહમદ શાહઝાદ અને 24 વર્ષીય સ્પીડ સ્ટાર જૂનૈદ ખાન. શાહઝાદે શાનદાર સદી ફટકારી ત્યાં જૂનૈદે અંતિમ ઓવરમાં પોતાના યોર્કર બોલ વડે ટીમને વિજય અપાવ્યો હતો.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, કેવી રીતે પાકિસ્તાને દક્ષિણ આફ્રિકાના સિંહોને તેમની જ ધરતી પર માત આપી.....

ચીન સામે ભારત ઘૂંટણીયેઃ અરુણાચલના બદલામાં અક્સાઈ ચીન સોંપવા તૈયાર?

ચીન સાથેના સંબંધોને લઈ ભારતીય વિદેશ મંત્રાલય જે પ્રકારનું વલણ દાખવી રહી છે, તેને જોતા એવા સવાલો ઉઠી રહ્યા છે કે શું ભારત ચીન સામે ઘૂંટણીયે પડવા તૈયાર થઈ ગયું છે ? કારણ કે અરૂણાચ
લ પ્રદેશના મુદ્દે ભારત ચીનના દબાણ સામે ભારત ઝૂકી રહ્યુ છે.
અંગ્રેજી ટેબ્લોઈડ ‘મેલ ટૂડે’માં પ્રકાશિત થયેલા અહેવાલમાં જણાવાયુ છે કે ભારતીય વિદેશ મંત્રાલય અરૂણાચલ પ્રદેશને ભારતીય ભૂમિભાગ રૂપે ચીનની માન્યતા અપાવવા માટે એટલું અધીરૂં બન્યુ છે કે તેના બદલામાં અક્સાઈ ચીન પરથી ભારત પોતાનો દાવો છોડવા તૈયાર હોવાના સંકેતો આપ્યા છે. એટલે કે જો ચીન અરૂણચલ પ્રદેશ પરથી પોતાનો દાવો છોડી દે, તો ભારત અક્સાઈ ચીન પર પણ આવું કરવા તૈયાર છે, જો કે આ ફોર્મ્યૂલા હજુ વિદેશ મંત્રાલયા ટેબલ પર જ છે. સરકારના ટોચના મંત્રીઓએ આ અંગે હજુ સુધી કોઈ ચર્ચા કરી નથી.
આગળ વાંચોઃ વર્ષોથી ચાલી રહ્યો છે બંન્ને દેશો વચ્ચે સરહદ વિવાદ, અત્યાર સુધીની વાતચીતો રહી છે નિષ્ફળ

ગોવા જવા તેજપાલ રવાના, પોલીસ કરશે ધરપકડ?

તરૂણ તેજપાલ બપોરની ફ્લાઈટમાં ગોવા જવા રવાના થયા હતા. તે સમયે તેમના પત્ની ગીતમ બત્રા, એક પુત્રી, ભાઈ મિન્ટી તેજપાલ સાથે આવ્યા હતા. આ ફ્લાઈટ બપોરે અઢી કલાકે દિલ્હીથી રવાના થઈ હતી અને સાંજે પાંચેક વાગ્યા આસપાસ ગોવા પહોંચશે. દિલ્હી એરપોર્ટ પર પત્રકારોને જોઈને તરૂણ તેજપાલ શરૂઆતમાં ગિન્નાયા હતા. પછી સ્વસ્થતા ધારણ કરી હતી અને કહ્યું હતું કે, તેમને સમન્સ મળ્યા છે અને ગોવા જઈ રહ્યાં છે. તેજપાલ અને તેના પરિવારજનોના ચહેરા પર તણાવ સ્પષ્ટ જોઈ શકાતો હતો. બપોરે અઢી વાગ્યા સુધી ધરપકડ ન કરવાની ગોવા પોલીસે રાહત આપી હતી. ગોવા પોલીસે દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચને સાથે રાખીને શુક્રવારે સવારે તેજપાલના ઘર પર રેડ કરી હતી. 
 
તરૂણ તેજપાલના વકીલોએ શુક્રવારે સવારે ગોવા મેજીસ્ટ્રેટ કોર્ટ સમક્ષ વચગાળાના જામીન માટે અરજી કરી હતી. આ અરજીને મંજૂર કરવામાં આવી હતી અને બપોરે અઢી વાગ્યા સુધી તેજપાલની ધરપકડ ન કરવા ગોવા પોલીસને નિર્દેશ આપવામાં આવ્યો છે. 
 
શુક્રવારે સવારે દિલ્હી પોલીસ સાથે ગોવા પોલીસે દિલ્હીના લિન્કરોડ તથા જંગપુરા એક્સટેનશન સ્થિત ઘરો પર રેડ કરી હતી. પરંતુ કશું મળ્યું ન હતું. પોલીસે લગભગ પોણા બે કલાક સુધી ઘરની તપાસ કરી હતી, પરંતુ ત્યાંથી તેજપાલના સગડ મળ્યા ન હતા. 
 
પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે, તેજપાલના પરિવારજનો તપાસમાં સહયોગ નથી આપી રહ્યાં. તેઓ તેજપાલ અંગે કોઈ માહિતી નથી આપી રહ્યાં. પોલીસને એવી માહિતી મળી છે કે, સામાન્ય પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરનાર તરૂણ તેજપાલ હિમાચલ પ્રદેશ તથા ઉત્તરાખંડમાં પણ સંપત્તિઓ ધરાવે છે. તેજપાલ હિમાચલ ફરાર થઈ ગયો છે. 
 
શું થયું ગુરૂવારની સવારે, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો

સાપુતારામાં મોતની ચિચિયારીઃ કાર ખીણમાં ખાબકતાં પાંચના મોત

વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના સનોરા ગામમાં રહેતા સનારા પરિવારના લોકો ગઈકાલે સાંજના સમયે શીરડીથી દર્શન કરી પરત ફરતાં હતા ત્યારે સાપુતારા ટાઉનનો ઢાળ ઉતરતી વખતે ચાલકે સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવતા ગાડી ખાઈમાં પજી જવાથી ઘટના સ્થળે પાંચના મોત નિપજ્યા હતા. જ્યારે માસુમ બાળકી તથા એક મહિલા સહિત ચાર લોકોને ગંભીર હાલતમાં સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયા હતાં.

વડોદરાના જભોઈ તાલુકાના સનોર ગામમાં રહેતા  દસેક લોકો ટવેલા ગાડીમાં બેસીને શીરડી થાતે દર્શન કરવા માટે ગયા હતાં. શીરડી ખાતે સાઈંબાબાના દર્શન કરી ગઈકાલે સાંજના સમયે ટવેરા ગાડીમાં બેસીને પરત વડોદરા તરફ ફરતા હતા ત્યારે સાપુતારા ટાઉનના ઢાળ ઉતરતી વખતે ગાડી ચાલકે કાબુ ગુમાવતાં ગાડી સુરક્ષા દિવાલને ભેદીને ખાઈમાં પડી ગઈ હતી.

સાપુતારાના રોડ પર સર્જાયેલા ગમખ્વાર અકસ્માતની દર્દનાક તસવીરો અને અહેવાલ વાંચવા ફોટો સાઈડ સ્ક્રોલ કરતાં જાવ...

નરેન્દ્ર મોદી માટે સરકારે મોબાઇલ જ ફાળવ્યો નથી

દેશભરમાં લોકસંપર્ક હોવા છતાં સત્તાવાર મોબાઇલ નથી
નરેન્દ્ર મોદી માટે સરકારે મોબાઇલ જ ફાળવ્યો નથી
આરટીઆઈની અરજીના જવાબમાં મળેલી માહિ‌તી


ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર બન્યા બાદ દેશભરમાં જનસંપર્ક વધારી દેનાર નરેન્દ્ર મોદૂના નામે ગુજરાત સરકારના રેકર્ડ ઉપર એકપણ મોબાઇલ બોલતો નથી. માનવામાં ન આવે તેવી આ વાત હકીકત છે અને ખુદ સામાન્ય વહીવટ વિભાગ દ્વારા લેખિતમાં કહેવામાં આવ્યું છે.

કચ્છ લડાયક મંચના અધ્યક્ષ રમેશ જોશીએ આરટીઆઇ હેઠળ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ ૨૦૦૧થી અત્યારસુધીમાં સરકારી મોબાઇલના વપરાશ અને તેના બિલની વિગતો માંગી હતી.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

Thursday, November 28, 2013

બિગ બોસઃ અરમાન રડ્યો, કુશાલે પીવું પડ્યું ગંદુ પાણી!

ટીઆરપી કે લિયે કુછ ભી કરેગા...! 'બિગ બોસ' ન થાય એટલું ઓછું...! દર્શકોનો રસ જળવાઈ રહે તે માટે થઈને કંઈ ને કંઈ ગતકડાં કરે છે. 
 
આ અઠવાડિયે 'બિગ બોસ'એ લક્ઝરી બજેટમાં 'કભી હા કભી ના' ટાસ્ક આપવામાં આવી હોય છે. આ ટાસ્ક હેઠળ ઘરના સભ્યોને બે ટીમમાં વહેંચી દેવામાં આવ્યા હોય છે. હુકૂમત ટીમ અને વિરોધ ટીમ. હુકૂમત ટીમમાં સોફિયા, એન્ડી, સંગ્રામ, એજાઝ અને સોફિયા છે, તો વિરોધી ટીમમાં અરમાન, ગૌહર, કામ્યા અને કુશાલ છે. 
 
આ ટાસ્ક હેઠળ હુકૂમત ટીમે વિરોધી ટીમને અલગ અલગ કાર્યો આપશે, જે તેમણે કરવાના રહેશે. જો વિરોધી ટીમ કાર્ય કરવાની ના પાડે તો હુકૂમત ટીમને પોઈન્ટ્સ મળે. 
 
સૌ પહેલાં હુકૂમત ટીમ અરમાનને તડકામાં શિર્ષાસન અડધો કલાક સુધી કરવાનું કહે છે. જોકે, વિરોધી ટીમે આટલા ટાઈમ સુધી શિર્ષાસન કરવાની ના પાડી દીધી. અંતે સમય ઘટાડીને 12 મિનિટનો કરવામાં આવ્યો હતો. જોકે, અરમાન આ ટાસ્ક કરવામાં નિષ્ફળ જાય છે. 
 
પછી કુશાલને હેવન(કૂતરા)ના બાઉલમાં જે પાણી હોય તે પીવાનું કહેવામાં આવે છે. વિરોધી ટીમ આ વાતને અમાનવીય ગણાવે છે. જોકે, કુશાલ પાણી પીવા તૈયાર થઈ જાય છે અને તે પાણી પણ પી જાય છે. 
 
કુશાલ બાદ કામ્યાને 10 મિનિટની અંદર પાંચ કાચા કારેલા ખાવાનું કહેવામાં આવે છે. કારેલા ખાતા સમયે તેણે મંકી સૂટ પહેરવાનો હોય છે. જોકે, કામ્યા માત્ર બે જ કારેલા ખાઈ શકે છે. 
 
ત્યારબાદ કુશાલ અને અરમાનને પુશ-અપ પોઝિશનમાં 10 મિનિટ સુધી બેલેન્સ રાખવાનું કહેવામાં આવે છે. જોકે, બે મિનિટ બાદ અરમાન નીચે પડી જાય છે. તેને હાથમાં વાગ્યું હોય છે. અરમાન ટાસ્કમાં નિષ્ફળ ગયો હોવાથી રડવા લાગે છે. 
 
ટાસ્ક દરમિયાન હુકૂમત અને વિરોધી ટીમ વચ્ચે ઉગ્ર દલીલો થાય છે. બંને ટીમો પોતાની વાત સાચી ઠરાવવાનો પ્રયાસ કરે છે.
 
તસવીરોમાં જુઓ ટાસ્ક દરમિયાન ઘરના સભ્યોએ શું કર્યું..

મેદાનમાં જીતવાના ઝનૂનમાં આ રીતે ખેલાડીઓએ કરી હદો પાર

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડીઝને ટેસ્ટ અને વનડે શ્રેણીમાં કચડી નાંખ્યું. રોહિત શર્મા ટેસ્ટ મેચનો હીરો રહ્યો તો વનડેમાં વિરાટ કોહલી છવાઈ ગયો. આ દરમિયાન પ્રશંસકો તે ખેલાડીઓને ભૂલી ગયા જેઓ જીતમાં સપોર્ટિંગ રોલમાં રહ્યા.
 
ક્રિકેટની રમત આસાન નતી જેટલં સ્ટેડિયમમાં કે પછી ખુરશીઓમાં કે સોફા પર બેસીને જોતા લાગે છે. ખેલાડી પોતાનો જીવ રેડીને આ રમતમાં પોતાની ટીમને જીત અપાવવા માટે કટિબદ્ધ હોય છે.
 
વેસ્ટ ઈન્ડીઝ અને ટીમ ઈન્ડિયા વચ્ચેની શ્રેણીમાં જીત ભલે યજમાનની રહી હોય પરંતુ પ્રવાસી ટીમના ખેલાડીઓએ પણ પોતાનો દમ લગાવ્યો હતો. અમે આપને દેખાડી રહ્યા છીએ આ શ્રેણીની પસંદગીની 8 તસવીરો, જેમાં તમે જોઈ શકો છો કે જીતવા માટે ખેલાડીઓ કેવી રીતે તત્પર હોય છે.
 
પીડા અને દર્દ હોવા છતાં ખેલાડીઓ પાછા પડતા નથી. આ શ્રેણીમાં ખેલાડીઓ વચ્ચે તકરાર કે પછી ઝઘડો ના થયો પરંતુ તેમણે યોગ્ય સ્પિરિટથી પોતાની ટીમને વિજય અપાવવાનો પ્રયા કર્યો.
 
આગળ ક્લિક કરો અને જુઓ, મેદાન પર કેવી રીતે ખેલાડીઓએ દેખાડ્યો દમ..

સુરતઃ કોલેજ ગર્લ સાથે ડોક્ટર કઢંગી હાલતમાં ઝડપાયો અને.

સિવિલ કેમ્પસમાં છાંયડો સંસ્થા પાછળના પાર્કિંગમાં કારની ઓથ હેઠળ યુવતી અને ઈન્ટર્ન તબીબે તમામ મર્યાદા ઓળંગી હતી,
- રવિવારના રોજ સાંજે ૪વાગ્યે સુમસામ માહોલમાં એકબીજાના બાહોપાશમાં ખોવાયેલા પ્રેમીપંખીડાના રંગમાં સિક્યુરિટીએ ભંગ પાડ્યો અને...

- દંડો બતાવી સિક્યુરીટીએ મારવા કરતા યુવાને પોતાની ઓળખ ઈન્ટર્ન તબીબ તરીકે આપી હતી. વોર્નિંગ આપી છોડાયો તો એક્ટિવા મોપેડ પર આવેલી યુવતી જતી હતી.


રવિવારની સાંજે સૂમસામ વાતાવરણમાં સિવિલ હોસ્પિટલ કેમ્પસના પાકિગમાં કારની ઓથ હેઠળ કોલેજ ગર્લ જેવી જણાતી એક યુવતી સાથે એક યુવાન પ્રેમાલાપમાં ખોવાઈ ગયા હતાં. એક મેડિકલ ઓફિસરનુ ધ્યાન જતાં તેમણે સિક્યુરિટી ગાર્ડને જાણ કરતા હોસ્પિટલ સંકુલમાં આવી હરકતોથી ઈન્ચાર્જ સિક્યુરિટી ઓફિસર તુરંત દોડી જઈ દંડો દેખાડતા ગભરાયેલા યુવાને પોતાની ઓળખ ઈન્ટર્ન તબીબ તરીકે આપી સાથે તેની ગર્લફ્રેન્ડ હોવાનુ કહેતા તેમને વોર્નિંગ આપીને છોડી દેવાયા હતા બન્યું એવું કે, ઢળતી બપોરના ચાર વાગ્યાના સુમારે રવિવાર હોઈ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં લોકોની પાંખી અવરજવર હતી ત્યારે એક સ્વરૂપવાન યુવતી સફેદ કલરના એક્ટિવા મોપેડ પર આવી હતી. તે પ્રથમ રિક્ષા પાકિગવાળી જગ્યા પર ઉભી રહી આમતેમ જોતી આગળ વધી હતી અને છાંયડા સંસ્થા પાછળના ભાગે ઉભી રહી હતી.

આ કપલે કેવી રીતે કર્યો પ્રેમાલાપ અને યુવતીને કેમ ભાગવું પડ્યું એક્ટિવા લઈને આ વાંચવા માટે આગળ ક્લિક કરો...

નકલી પાસપોર્ટ કેસમાં આતંકી અબુ સલેમને સાત વર્ષની સજા

2001 નક્લી પાસપોર્ટ કેસમાં અંડરવર્લ્ડ ડોન અબુ સલેમને સાત વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે.  હૈદરાબાદની વિશેષ સીબીઆઈ કોર્ટે 18 નવેમ્બ્રના રોજ બંન્ને પક્ષની દલિલો પૂર્ણ થયા બાદ અબુ સલેમને દોષિત ઠેરવતા આજ સુધી ચૂકાદો અનામત રાખ્યો હતો. આજે કોર્ટની કાર્યવાહી શરૂ થતા જ ન્યાયાધિશે સલેમના ગુનાની ગંભીરતાને જોતો તેને સાત વર્ષની જેલની સજા ફટકારી છે.
ઉલ્લેખનીય છે કે 2001માં અબુ સલેમે આંધ્ર પ્રદેશના કર્નૂલમાંથી રામિલ કામિલ મલીકના બનાવટી નામે પાસપોર્ટ બનાવ્યો હતો. તેણે ખોટા પ્રમાણપત્રો અને ખોટી જન્મ તારીખ રજૂ કરી કુલ ત્રણ પાસપોર્ટ મેળવ્યા હતા, જેમાં તેની પત્ની સમીરા અને ગર્લફ્રેન્ડ અને અભિનેત્રિ મોનિકા બેદીના પાસપોર્ટનો પણ સમાવેશ થાય છે. આ કેસમાં કુલ પાંચ આરોપીઓ છે જેમાંથી ત્રણ હજુ પણ ફરાર છે.
કઈ-કઈ કલમો લગાવાઈ
કલમ 120-બી: ગુનાહિત ષડ્યંત્ર
કલમ 419 અને 468: છેતરપિંડીના ઉદેશ્યથી કોઈને ફસાવવું
કલમ 471: બનાવટી દસ્તાવેજોનો અસલી તરીકે ઉપયોગ કરવો
આગળ વાંચોઃ સલેમ 1993ના મુંબઈ હુમલાનો આરોપી, 2005માં પ્રત્યર્પણ સંધિ દ્વારા પોર્ટુગલથી તે ભારત લવાયો હતો

CCTV ફૂટેજ : પીડિતાને લિફ્ટમાં ખેંચે છે તેજપાલ, બે મિનિટ બાદ યુવતી કપડાં ઠીક કરતી ભાગે છે

તેજપાલે દિલ્હી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન અરજી પાછી ખેંચી

મહિલા પત્રકાર પર યૌન શોષણના આરોપોમાં ફસાયેલા તહેલકાના સંપાદક તરૂણ તેજપાલની મુશ્કેલીઓમાં વધારો થવાની સંભાવના છે. ગોવા પોલીસે હોટેલમાંથી મેળવેલા સીસીટીવી ફૂટેજની તપાસ કરતાં પીડિતાએ કહેલી વાતો સાચી હોવાનું જણાવ્યું હોવાની વિગતો મળી રહી છે.
ફૂટેજની તપાસ કરી રહેલી ટીમના એક સદસ્યએ નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે જે લિફ્ટમાં કથિત રીતે આ ઘટના બની હતી તેની બહર લગાવેલા સીસીટીવી ફૂટેજ પીડિતાના બયાનને સમર્થન કરે છે. આ ફૂટેજ તેજપાલની મુસીબતોમાં વધારો કરી શકે છે. પીડિતાએ બુધવારે મેજિસ્ટ્રેટ સામે પોતાનું બયાન આપ્યું હતું.

પોલીસ સામે હાજર નહીં થાય તેજપાલ

તહેલકાના સંપાદક તેજપાલ ધરપકડની બીકે આજે ગોવા પોલીસ સામે હાજર નહીં થાય. તેજપાલે આજે ત્રણ વાગ્યા સુધી ગોવા પોલીસ સામે હાજર થવાનું હતું. સૂત્રોના જણાવ્યા પ્રમાણે તેજપાલે પોલીસને એક પત્ર લખીને હાજર થવા માટે શનિવાર સુધીની સમય માગ્યો છે. આ કેસમાં પીડિત પત્રકાર મેજીસ્ટ્રેટ સામે નિવેદન આપી ચુકી છે, તેમજ ગોવા પોલીસ તેમની પૂછપરછ બાદ ધરપકડ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે ધરપકડની બીકે જ તેજપાલ આજે પોલીસ સમક્ષ હાજર થયા નથી. એવા પણ સમાચાર છે કે તરુણ તેજપાલે આગોતરા જામીન અરજી પાછી ખેંચી છે.
આગળ વાંચો, શું છે સીસીટીવી ફૂટેજમાં, ક્લિક કરો આગળની સ્લાઇડ

જાસૂસીકાંડઃ પ્રદિપ શર્મા મધુ કિશ્વર સામે માંડશે એક કરોડનો દાવો

ટવિટના મુદ્દે પ્રદીપ શર્મા બદનક્ષીનો કેસ કરવા અમદાવાદ કોર્ટમાં પહોંચ્યા
બે દિવસ પહેલાં જ મધુ કિશ્વરને અપાઇ માનહાનિની નોટિસ, હવે બદનક્ષીનો કેસ

જાસૂસીકાંડને લઇને ભલે નરેન્દ્ર મોદીએ પંચની રચના કરી હોય પણ હાલ તો આ વિવાદ વધુ ને વધુ વકરી રહ્યો છે. ગઇકાલે કોંગ્રેસ નરેન્દ્ર મોદીનો વરઘોડો કાઢીને વિરોધ વ્યક્ત કર્યો ત્યાં આજે ફરી આજ મુદ્દાને લઇને પૂર્વ આઇએએસ અધિકારી પ્રદિપ શર્માએ સોશિયલ એક્ટીવિસ્ટ મધુ કિશ્વર વિરુધ્ધ બદનક્ષીનો દાવો કરવા નિર્ણય કર્યો હતો. આજે બપોરે તેઓ અમદાવાદ સ્થિત મિરઝાપુર કોર્ટમાં દાવો માંડવા પહોંચ્યા હતા, ત્યારે કોર્ટમાં પણ ઉત્તેજનાપૂર્ણ માહોલ સર્જાયો હતો.
આગળ વાંચોઃ કેમ પ્રદિપ શર્માએ મધુ કિશ્નર સામે મોરચો માંડયો છે

Wednesday, November 27, 2013

રૈનાના રંગ: પાકિસ્તાનને બેશરમ કહેવાથી લઈ અનુષ્કા સાથે અફેર

ટીમ ઈન્ડિયાના સ્ટાર સુરેશ રૈનાનો આજે 27મો જન્મ દિવસ છે. ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદના રહેનારો રૈના અવાર નવાર ટીકાકારોના નિશાના પર રહેતો હોય છે. ખરાબ ફોર્મ છતાં તેની અકડ ક્રિકેટપ્રેમીઓને અકળાવે છે.
 
રૈના ભલે હાલમાં ફોર્મમાં ના હોય પરંતુ તે જ્યારે પોતાની લયમાં હોય છે ત્યારે તેને રોકવો મુશ્કેલ બની જાય છે. શોર્ટ બોલ સામે તેની નબળાઈને થોડા સમય માટે ભૂલી જવામાં આવે તો તેની બેટિંગ ફૂલ એન્ટરટેન્મેન્ટ છે. પરંતુ તેની આ જ નબળાઈ તેને ભારે પડી રહી છે. મોટા ભાગના બોલરો તેની આ નબળાઈ જાણી ગયા છે. જોકે, લાંબા છગ્ગા મારવા અને વિકેટ પર ઝડપથી દોડવું તેની આગવી ખાસિયત છે. આ ઉપરાંત ચુસ્ત ફિલ્ડિંગ પણ તેને ટીમમાં રાખવા માટે વધારે મદદરૂપ થઈ છે.
 
રૈનાની આંતરરાષ્ટ્રીય કારકિર્દી આસાન નથી રહી. ગાઝિયાબાદના મુરાદાનગરમાંથી આવનારા રૈનાએ ભારતીય ટીમમાં સ્થાન બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો હતો. એક વખત પસંદગી થયા બાદ પણ ટીમમાં પોતાનું સ્થાન બનાવવા માટે તેને પાંચ વર્ષ લાગ્યા હતા.
 
આજે અમે તેના જન્મ દિવસ નિમિત્તે બતાવી રહ્યા છીએ રૈનાની અંગત અને પ્રોફેશનલ જિંદગી સાથે જોડાયેલી ખાસ વાતો.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જાણો, પાકિસ્તાનને બેશરમ કહેવાથી લઈને અનુષ્કા સાથેના અફેર સુધી રૈનાની કહાની.

આ દમદાર કારણોને લીધે તનિષા- અરમાન છે પ્રેમમાં!

પ્રેમમાં પડવા માટે કોઈ ચોક્કસ ફોર્મ્યુલા હોતી નથી. પ્રેમમાં ગમે ત્યારે ગમે તે સંજોગોમાં થાય છે. હાલમાં 'બિગ બોસ'ના ઘરમાં પણ તનિષા મુખર્જી અને અરમાન કોહલી વચ્ચે પ્રેમના અંકુરો પાંગર્યા છે. 
 
રોજ રાત્રે નવ વાગ્યે દર્શકોને એ જોવામાં રસ છે કે તનિષા અને અરમાન વચ્ચે શું થાય છે. અરમાનનો ગુસ્સો તનિષા કઈ રીતે શાંત પાડે છે. ઘરમાં બંનેની ઘણી જ સારી કેમેસ્ટ્રી જોવા મળી છે. 
 
આ બંને સાચે જ એકબીજાના પ્રેમમાં છે કે પછી માત્ર પબ્લિસિટી સ્ટંટ જ કરે છે, તે તો સમય આવ્યે ખબર પડશે. જોકે, અરમાન અને તનિષામાં ઘણી જ અલગતા હોવા છતાંય બંને સાથે છે, તે વાત જ અચરજ પમાડે તેવી છે. 
 
આખરે, તનિષા અને અરમાન વચ્ચે આટલી ગાઢ કેમેસ્ટ્રી ક્યા કારણથી છે, તે પાછળ કેટલાંક કારણો છે.
 
તો, આ બંનેની કેમેસ્ટ્રી પાછળ ક્યા કારણો છુપાયેલા છે, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક.

એક કોલગર્લ આવી પણ! ગુજરાતી યુવક - વિદેશી યુવતીની 'પ્રેમકથા'

કહેવાય છે કે પ્રેમને વ્યક્ત કરવા માટે કોઈ ભાષાની જરૂર નથી હોતી. પરંતુ ઘણા કિસ્સાઓમાં બે આંખો વચ્ચે થયેલો એ એકરાર પ્રેમ છે, વહેમ છે કે પછી માત્ર શારીરિક આકર્ષણ તે કહેવું ખૂબ મુશ્કેલ બની જાય છે. ક્યારેક એક વ્યક્તિને સામેવાળીની આંખોમાં પ્રેમ દેખાતો હોય છે તો સામેવાળી વ્યક્તિને તેની નજરમાં નજર પરોવનાર માત્ર 'પ્રેમાળ શિકાર' હોય છે. વિદેશ પ્રવાસ દરમિયાન આવા જ પ્રેમ અને સહવાસના શિકાર બનેલા એક ગુજરાતી યુવાનની સાચી કહાની આજે અહીં પ્રસ્તુત કરીએ છીએ.

વડોદરામાં વ્યવસાય કરતો 30 વર્ષનો યુવક પન્કીલ (બદલેલું નામ) લગભગ એક વર્ષ પહેલા બિઝનેસ ટુર પર પોતાના પાંચ મિત્રો સાથે પટ્ટાયા ગયો હતો. પન્કીલની આ પ્રથમ પટ્ટાયા ટૂર હતી. પ્રથમ દિવસે બેંગકોક એરપોર્ટ પરથી ઉતર્યા બાદ સીધા પટ્ટાયા પહોંચ્યા અને મિટિંગ પતાવી મિત્રો સાથે પટ્ટાયા ફરવા નીકળ્યો.

નવલોહિયા પન્કીલ માટે અહીં શરાબ અને સુંદરીઓ જાણે વેઇટ કરી રહ્યાં હતાં. જે રાજ્યમાં દારૂબંધી હોય ત્યાં ઉછર્યા બાદ આવા 'આઝાદી'વાળા દેશમાં ફરવા અને રહેવાનું મળે એટલે સ્વાભાવિક રીતે જ તેની મજા માણ્યા વિના કેમ રહી શકાય! અને પન્કીલે પણ પટ્ટાયાની સુંદરી સાથે સહવાસ કર્યો અને થોડા દિવસ બાદ વડોદરા પાછો ફર્યો. આ પ્રવાસને હવે એક વર્ષ થયા આવ્યું છે, પરંતુ હવે પન્કીલ સાથે જે બની રહ્યું છે તે કદાચ દરેક યુવાન માટે ચેતવણીરૂપ કે ચોંકાવનારુ છે.

શું એક રાતના સહવાસથી  જ પન્કીલ ને એ યુવતી સાથે  થઈ ગયો પ્રેમ? વડોદરાના પન્કીલ સાથે એવું તે શું બન્યું કે વિદેશી યુવતી કરે છે ફોન? પન્કીલ દર પંદર દિવસે કે મહિને કેમ દોડી જાય છે પટ્ટાયા? વિદેશી યુવતી વીડિયો કોલિંગ મારફતે કેવા કરે છે કામણ? જાણવા ફોટો બદલતા જાવ.



ડિવોર્સ પેપર તૈયાર, અલગ થવાની જીદ પર અડગ રીતિક-સુઝાન!

રાકેશ રોશનના જન્મદિવસની પાર્ટીમાં રીતિક રોશન અને તેની પત્ની સુઝાન રોશન વચ્ચે કંઈક ઠીક ચાલતુ નહોતું તે વાતને લઈને ઘણી જ ચર્ચાઓ થઈ હતી. જોકે, તે સમયે એમ કહેવામાં આવ્યું હતું કે બંને વચ્ચે કોઈ જ મુશ્કેલી નથી. જોકે, બંને અલગ થઈ ગયા છે, તે વાતના પુરાવા એક યા બીજી રીતે મળતાં જ હતાં. છેલ્લાં ઘણાં જ સમયથી રીતિક અને સુઝાન સાથે જોવા મળ્યાં નથી. 
 
હાલમાં જ એક જાણીતી વેબસાઈટ પર એક ચોંકાવનારી વાત કરવામાં આવી છે. આ વાતથી રીતિકના ચાહકો સાચે જ દુઃખી થશે તે વાત નક્કી છે. વેબસાઈટે દાવો કર્યો છે કે રીતિક રોશન અને સુઝાન વાસ્તવમાં અલગ થઈ ગયા છે. બંનેએ કોર્ટમાં સત્તાવાર રીતે ડિવોર્સના પેપર્સ ફાઈલ કરી દીધા છે. રીતિક અને સુઝન અલગ થઈ ચૂક્યા છે. 
 
(શા માટે રીતિક અને સુઝાન થઈ ગયા અલગ, જાણવા માટે કરો આગળની તસવીરો પર ક્લિક...

ધવનના ધમાકામાં વિન્ડીઝ ધ્વસ્ત, ધોનીસેનાએ જીતી શ્રેણી

અંતિમ અને નિર્ણાયક વનડેમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 5 વિકેટે પરાજય આપ્યો
- ભારતે ત્રણ વનડે મેચની શ્રેણી પર 2-1થી કબ્જો જમાવ્યો
- મેન ઓફ ધ મેચ શિખર ધવનના 119 રન, યુવરાજ સિંહે ફટકાર્યા 55 રન
- વિરાટ કોહલી બન્યો મેન ઓફ ધ સીરિઝ


મેન ઓફ ધ મેચ ઓપનર શિખર ધવનની ધમાકેદાર સદી અને યુવરાજ સિંહની અડધી સદીની મદદથી ભારતે અંતિમ અને નિર્ણાયક વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને કચડીને ત્રણ વનડે મેચની શ્રેણી જીતી લીધી છે. કાનપુર ખાતે રમાયેલી ત્રીજી મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડીઝને 5 વિકેટે પરાજય આપીને શ્રેણી પર કબ્જો જમાવ્યો. ભારતે 2-1થી આ શ્રેણી જીતી લીધી છે.
 
ગ્રીન પાર્ક સ્ટેડિયમ ખાતે ભારત પાસેથી પ્રથમ બેટિંગનું આમંત્રણ મળ્યા બાદ વેસ્ટ ઈન્ડીઝ ટીમે કિરન પોવેલ અને માર્લોન સેમ્યુઅલ્સની અડધી સદીઓ બાદ અંતિમ ઓવરોમાં ડેરેન બ્રાવો અને ડેરેન સેમ્મીએ કરેલી આક્રમક બેટિંગની મદદથી કેરેબિયન ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 263 રનનો સ્કોર નોંધાવ્યો હતો. 264 રનના લક્ષ્યાંકને પાર પાડવા માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે શિખર ધવનની આક્રમક સદી અને યુવરાજ સાથે નોંધાવેલી સદીની ભાગીદારીની મદદથી આસાનીથી પાર પાડ્યો હતો. ભારતે 46.1 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 23 બોલ બાકી રાખતા મેચ જીતી લીધી હતી.
 
- વિન્ડીઝની ઈનિંગ્સ
 
કાનપુરના ગ્રીન પાર્ક મેદાન પર સુકાની ધોનીએ ટોસ જીતીને કેરેબિયન ટીમને પ્રથમ બેટિંગનું આમંત્રણ આપ્યું હતું. પરંતુ તેની શરૂઆત સારી નહોતી રહી અને પાંચમી ઓવરમાં જ ઓપનર જોન્સન ચાર્લ્સ ક્લીન બોલ્ડ થઈને પેવેલિયન ભેગો થયો હતો. પરંતુ બાદમાં પોવેલ (70) અને સેમ્યુઅલ્સે (71) બાજી સંભાળી હતી અને ટીમના સ્કોરને આગળ ધપાવ્યો હતો.


ગદ્દાફીને ટપી જાય સાંઈની સ્ટાઈલઃ મદમસ્ત બની રોજ માણતો સેક્સ

નારાયણ સાંઈની લાઈફ સ્ટાઈલ લીબિયાના એક જમાનાના પ્રમુખ ગદ્દાફીની લાઈફ સ્ટાઈલ જેવી જ હોવાની વાતનો ઈનકાર થઈ શકે તેમ નથી. ગદાફી મહિલા બોડીગાર્ડ રાખતો, નારાયણ પણ પાંચ-છ યુવતીઓને પોતાની બોડીગાર્ડ તરીકે રાખતો હતો. ગદ્દાફીને જે યુવતી પસંદ પડતી તેને તે ભોગવતો હતો. નારાયણ સાંઈ પણ પસંદગીની યુવતીને ભોગવતો હતો. ગદાફીની જેમ નારાયણ પણ યુવતીઓ પર જોર જુલમ કરતો હતો. બંને સત્તાના નશામાં મદમસ્ત બન્યા હતાં. ગદ્દાફીનો અંત અમેરિકાએ લાવી દી

આસારામ અખૂટ સંપત્તિ અને અપાર પ્રતિષ્ઠાનો ધણી હતો. આ પૈસા અને પ્રતિષ્ઠાના જોરે ઘણાં ખોટાં-ખરાં કામો કરી સંસારી સાધુ આસારામે તેનાં બે સંતાનોને પણ પરણાવ્યાં છે. જોકે, ખુદ આસારામ કે તેનાં બંને સંતોનો પૈકી એકેયનું લગ્નજીવન સુખરૂપ રહ્યું નથી. બાપથી બેટો સવાયો એ કહેવતને નારાયણ સાચી પાડી રહ્યો છે.
ધો હતો તો નારાયણ સાંઈનો સૂર્યાસ્ત થઈ રહ્યો હોય તેવા સમાચાર રોજબરોજ આવી રહ્યા છે.
વંઠેલ નબીરા જેવા નારાયણે તેના બાપુને બ્લેકમેઇલ કરી પોતાની જાતને મોટા ભગવાન તરીકે ઘોષિત કરાવ્યો હતો. ચારિત્ર્યહીન નારાયણને તેની પત્નીએ છોડી દીધો તો આસારામના ચંચુપાતે તેની દીકરીના લગ્નજીવનનો અંત લાવી નાંખ્યો હતો. જ્યારે આસારામની પત્ની તેની સાથે રહે તો છે પણ નામ પૂરતી. પોલીસની પૂછપરછમાં લક્ષ્મીએ અત્યાર સુધી છાતીમાં ધરબી રાખેલી વેદના ઠાલવતાં પોલીસ પણ ચોંકી ઊઠી હતી. લોકોને સુખ-શાંતિથી કઇ રીતે જીવાય એનો ઉપદેશ આપનારા આસારામ તેમના પરિવારને સંભાળી શક્યા નથી.

વિદેશી આંતરવસ્ત્રોનો શોખીન સાંઈ આસારામને બ્લેકમેલ કરીને બની બેઠો મોટા ભગવાન વાંચો આગળ..
read more 
http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-c-99-490440-NOR.html

દીકરીને કઢંગી હાલતમાં જોઇ એટલી હદે ઉશ્કેરાઇ ગયો કે હત્યા કર્યા બાદ આખું ગળું કાપી નાખ્યું

- રાજેશ તલવારે પહેલાં ગોલ્ફ સ્ટીકથી કર્યો હુમલો, પછી નિર્દયી રીતે કાપ્યાં બંન્નેના ગળાં
- બંન્ને કાન સુધી ગળાના કાપા પરથી હત્યા કરી હોવાનું સાબિત થયું
- રુમમાંથી મળેલી દારુની બોટલ પર રાજેશ તલવારના નિશાન હતાં

- એફએસએલના ડેપ્યુટી ડાયરેક્ટર ડૉ. દાહિયાના 12 પાનાના રિપોર્ટ આધારે તલવાર દંપતીને થઇ સજા

દેશમાં ચકચાર જગાવનાર આરુષિ હત્યા કેસમાં ગુજરાત ફોરેન્સિક લેબોરેટરીના ડેપ્યુટી ડાયરેક્ટરના રિપોર્ટની મહત્વની ભુમિક રહી હતી. 12 પાનાનાં આ રિપોર્ટમાં એવા તથ્યો સાથેના કારણો રજુ કરાયાં કે જેના આધારે સીબીઆઇ કોર્ટ તલવાર દંપતીને આજીવન કેદની સજા ફટકારી છે.

માત્ર ફોટોગ્રાફ્સ અને તલવાર હાઉસની મુલાકાત આધારે ક્રાઇમ સીન એનાલિસિસ કરીને ડૉ.મોહિન્દરસિંઘ દહિયાએ એ વાતને સાબિત કરી દીધી હતી કે, પહેલાં આરુષિ અને હેમરાજને લોખંડની ગોલ્ફ સ્ટીક મારીને બેહોશ કરી દેવાયાં હતાં ત્યાર બાદ સર્જીકલ નાઇફથી નિર્દયી રીતે બંન્નેના ગળા કાપી નંખાયા હતાં.

બંનેની લાશના ગળાના કાપા પરથી હત્યા થઇ હોવાનું જાણવા મળ્યું હતું. એટલુ જ નહીં રાજેશ તલવારે અન્ય કોઇએ હત્યા કરી હોવાનું સાબિત કરવા માટે હેમરાજની લાશને બેડકવરમાં લપેટીને આગાશી પર લઇ ગયો ત્યારે લાશના લોહીના નિશાન સીડી પર રહી ગયાં હતાં. તેના આધારે આખીયે હત્યાનો ભેદ ખુલ્યો હતો અને લાશને સગેવગે કરી હોવાનું ડૉ.દહિયાએ સાબિત કરી દેખાડ્યુ હતું.

Tuesday, November 26, 2013

રાજેશે આરુષિ-હેમરાજનાં ગળાં કાપ્યાં,આજીવન કેદ કે ફાંસી?


લોકો કહેવા લાગ્યા હતા કે 'આરુષિને બધાએ મારી કે કોઇએ નથી મારી?’ હત્યા થયે સાડાપાંચ વર્ષ થઇ ગયા હતા. સીબીઆઇ નક્કી નહોતી કરી શકતી કે હત્યારો કોણ છે. પરંતુ વિલંબથી પણ આખરે નિર્ણય આવ્યો. રાજેશ અને નૂપુર તલવારે જ પુત્રી આરુષિની હત્યા કરી હતી. માતા-પિતા જ હતા હત્યારા. સોમવારે સીબીઆઇ કોર્ટે નિર્ણય આપ્યો.ન્યાયાધીશ શ્યામલાલે પોતાના નિર્ણયમાં કહ્યું કે ધર્મો રક્ષતિ રક્ષત.અર્થાત જે ધર્મની રક્ષા કરે છે તેની જ રક્ષા ધર્મ કરે છે. માતા-પિતા જ દોષિત છે. ૧૪ વર્ષની ઉંમરે આરુષિની હત્યા થઇ છે

અભિનેત્રીઓ સાથે પણ જાહેરમાં થઇ ચૂકી છે અશ્લિલ હરકતો

ગ્લેમર જગતની સેલિબ્રિટીઝ ઘણીવાર રિઅલ લાઇફમાં પણ પ્રશંસકોની વિકૃત હરકતોને કારણે મુશ્કેલીમાં મુકાઇ છે.જેમાંની ઘણી હસ્તીઓ સાથે બનેલી આ હરકરતો કેમેરામાં કેદ થઇ ગઇ છે. આ પ્રકારની હરકતો મામલે બોલિવૂડ હસીનાઓ લોકો પર દોષનો ટોપલો ઢોળે છે. આ પ્રકારની ભદ્દી હરકતોથી બોલિવૂડ હસીનાઓ પણ ઘણીવાર ગુસ્સામાં જોવા મળી છે. આ યાદીમાં દીપિકા, કરિના, કેટ અને સુસ્મિતાથી લઇને સોનાક્ષી સિંહા સુધીની અભિનેત્રીઓ સામેલ છે

ભાઇ, શાકાહારી છે કે માંસાહારી?' લગ્ન એક સાથે 'મજા' અનેક સાથે

બોલિવૂડમાં મોડલમાંથી એક્ટર બનેલી સેલિબ્રિટીઝની કમી નથી. કેટલાક છવાઇ જાય છો તો કેટલાક ખોવાઇ જાય છે. અર્જુન રામપાલે મોડલિંગથી લઇને એક સારા અભિનેતા સુધી પોતાની જાતને સાબિત કરી છે.

દમદાર એક્ટિંગ સાથે ફિલ્મોમાં વિવિધ ભૂમિકાઓ ભજવવામાં સફળ રહેલા આ હેન્ડસમ હંકનો આજે જન્મદિવસ છે. ફિલ્મમાં સહાયક કલાકાર, મુખ્ય ભૂમિકા અને વિલનના રોલ તેણે સફળ રીતે ભજવ્યાં છે.

તેણે પોતાના ટેલેન્ટના દમે કેટલાય એવોર્ડસ પણ મેળવ્યાં છે. અર્જુન રામપાલે મેહર જેસિકા સાથે લગ્ન કર્યા હતા. તેને બે પુત્રી છે.

૯૯એ આઉટ થનાર કોહલી ભારતનો પાંચમો બેટ્સમેન

વેસ્ટ ઇન્ડીઝ સામેની બીજી વન-ડે દરમિયાન નર્વસ નાઇન્ટીનો શિકાર બનીને ૯૯એ આઉટ થઇને વિરાટ કોહલી એક રન માટે સદી ચૂકી ગયો હતો અને આ રીતે વન-ડેમાં ૯૯એ આઉટ થનાર તે ભારતનો પાંચમો બેટ્સમેન બન્યો છે.

કોહલીને જ્યારે પોતાની કારકિર્દીની ૧૮મી તથા વિશાખાપટ્ટનમ ખાતે સતત ત્રીજી સદી માટે એક રનની જરૂર હતી ત્યારે તે રામપોલની બોલિંગમાં ફાઇન લેગ પર કેચઆઉટ થયો હતો. આ રીતે તે ૯૯એ આઉટ થનારા વિશ્વના બેટ્સમેનોની યાદીમાં ૨૧મા ક્રમાંકે અંકિત થઇ ગયો છે.

આરૂષિ હત્યાકાંડ : દીકરીને નોકર સાથે કઢંગી હાલતમાં જોઇ અને...

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી તરીકે કુખ્યાત થયેલા આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટ આજે ચુકાદો આપ્યો છે. લગભગ સાડા પાંચ વર્ષ પુરાણા આ કેસમાં આરુષિના પિતા રાજેશ તલવાર તથા માતા નુપુર તલવાર સામે ચુકાદો આપવામાં આવ્યો છે. તેમની સામે પંદર મહિના સુધી કેસ ચાલ્યો હતો.
ડેન્ટિસ્ટ દંપત્તિ રાજેશ અને નુપુર પર તેમની 14 વર્ષી પુત્રી આરુષિ તથા તેમના નોકરની હત્યા કરીને પૂરાવાઓનો નાશ કરવાનો આરોપ છે. તા. 15-16 મે 2008 દરમિયાન રાત્રીના સમયે નોઈડાના જલવાયુ વિહારમાં તલવાર દંપતિના ઘરમાં હત્યા થઈ હતી

કોંગ્રેસ ‘કમઠાણ’ ખુલ્લી પડી! જૂથવાદ પહોંચ્યો ‘ચરમસીમા’એ!

ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ન હોવાનું રટણ પ્રદેશનેતાઓ કરી રહ્યા છે, પરંતુ આણંદ જિલ્લા કોંગ્રેસે મંગળવારે યોજેલા સ્નેહમિલન કાર્યક્રમે આંતરિક ખટરાગ અને પક્ષાપક્ષીને ખુલ્લો પાડી દીધો છે. સ્નેહમિલન કાર્યક્રમ માટે આણંદ જિલ્લા કોંગ્રેસે છપાવેલી આમંત્રણ પત્રિકામાં માત્ર શંકરસિંહ વાઘેલા અને દિનશા પટેલનાં નામ જ મૂકવામાં આવ્યાં છે જ્યારે પ્રદેશપ્રમુખ સહિ‌તના અગ્રણી નેતાઓની બાદબાકી કરાઈ છે. ગુજરાત કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ હોવાની વ્યાપક ફરિયાદ રાહુલ ગાંધીને પણ ગુજરાત મુલાકાત દરમિયાન કરવામાં આવી હતી

જાસૂસીકાંડમાં સરકારે જ નીમી દીધું તપાસપંચઃ ‘સાહેબ’ માટે ‘કવાયત’ કે ‘કરામત’?

ગુજરાત સરકાર દ્વારા એટીએસ, આઈબી જેવી સુરક્ષા એજન્સીઓની મદદથી રાજ્યની એક મહિલા આર્કિટેકટ અને અન્ય એક સનદી અધિકારીની જાસૂસી કરાવી હોવાના દેશભરમાં ગાજેલા વિવાદમાં આજે એક આશ્ચર્યજનક નિર્ણયમાં ગુજરાત સરકારે હાઈકોર્ટના નિવૃત્ત જજની અધ્યક્ષતા હેઠળ બે સભ્યોના પંચની રચના કરી છે અને સમગ્ર મામલે તપાસ યોજી ત્રણ મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સુપરત કરવાનો આદેશ આપ્યો છે

 

Monday, November 25, 2013

પાર્ટી: ધોની-વીરૂ પત્ની સાથે તો ભજ્જીની ગર્લફ્રેન્ડ સાથે એન્ટ્રી

ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી તે નિમિત્તે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે મુંબઈમાં એક ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ક્રિકેટ જગતથી માંડીને બોલિવૂડ, રાજકારણ અને ઉદ્યોગ જગતની હસ્તીઓ હાજર રહી હતી. 
 
ભારતીય ક્રિકેટર્સ પણ તેમાં હાજર રહ્યા હતા. જેમાં સુકાની મહેન્દ્ર સિંહ ધોની અને વીરેન્દ્ર સેહવાગ તેમની પત્નીઓ સાથે હાજર રહ્યા હતા. તો સ્ટાર સ્પિનર હરભજન સિંહ તેની ગર્લફ્રેન્ડ ગીતા બસરા સાથે હાજર રહ્યો હતો.

આ ઉપરાંત યુવરાજ સિંહ, પસંદગીકાર સંદીપ પાટીલ, દિલીપ વેંગસકરક, સુનીલ ગાવસ્કર, રોબિન ઉથપ્પા, મોહમ્મદ શમી અને શિખર ધવન જેવા સ્ટાર ખેલાડીઓ હાજર રહ્યા હતા. જ્યારે બ્રાયન લારા પણ આ પાર્ટીમાં હાજર રહ્યો હતો.

સેક્સ, સેક્સ અને સેક્સ, આના કરતાં પોર્ન ફિલ્મ જોઇ લેવી સારી

આપણને બધાને ખબર છે કે બોલિવૂડમાં દર વર્ષે સેંકડો ફિલ્મ્સ બને છે. બોલિવૂડમાં બી ગ્રેડ ફિલ્મ્સ પણ બનતી હોય છે અને આ ફિલ્મ્સનો દર્શક વર્ગ અલગ જ છે.

આ પ્રકારની ફિલ્મ્સમાં અભિનેત્રીઓએ ભરપૂર અંગપ્રદર્શન કર્યું હોય છે તથા ઈન્ટીમેટ સીન્સ આપ્યાં હોય છે.

ઘણીવાર ટોચના કલાકારો આ પ્રકારની ફિલ્મ્સમાં કામ કરીને આગળ આવ્યા હોય તેવા અનેક ઉદાહરણો છેread

કોહલી-ધોનીનો ધમાકો ગયો બેકાર, તોફાની સેમ્મીએ ભારતને આપી હાર

ડેરેન સેમ્મીની તોફાની બેટિંગ અને લેન્ડલ સિમોન્સ સાથે નોંધાવેલી મેચ વિનિંગ ભાગીદારીએ વિરાટ કોહલી અને સુકાની ધોનીની ધમાકેદાર ઈનિંગ્સ પર પાણી ફેરવી દેતા અંતિમ ઓવર સુધી રોમાંચક અને દિલધડક બનેલી બીજી વનડેમાં વેસ્ટ ઈન્ડીઝને શાનદાર વિજય અપાવ્યો છે. વિશાખાપટ્ટનમ ખાતે રમાયેલી મેચમાં વેસ્ટ ઈન્ડીઝે ભારતને ત્રણ વિકેટે પરાજય આપ્યો છે. આ સાથે જ ત્રણ વનડે મેચની શ્રેણી 1-1થી સરભર થઈ ગઈ છે અને હવે 27 તારીખે કાનપુરમાં રમાનારી મેચ નિર્ણાયક બની ગઈ છે.read more

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રીનો ચુકાદો ગમે તે ઘડીએ, તલવાર દંપતિ પાછલા દરવાજે અદાલતમાં

દેશની સૌથી મોટી મર્ડર મિસ્ટ્રી તરીકે કુખ્યાત થયેલા આરુષિ-હેમરાજ મર્ડર કેસમાં સીબીઆઈની ખાસ કોર્ટ આજે ચુકાદો આપશે. લગભગ સાડા પાંચ વર્ષ પુરાણા આ કેસમાં આરુષિના પિતા રાજેશ તલવાર તથા માતા નુપુર તલવાર સામે ચુકાદો આપવામાં આવશે. તેમની સામે પંદર મહિના સુધી કેસ ચાલ્યો હતો.read

સાંઈનો હનુમાન યુવતીઓની સેક્સલીલાની બનાવતો અશ્લીલ ફિલ્મ

આસારામ-નારાયણ સાંઈ વિરુધ્ધ સુરતની પીડિતા બહેનોએ બળાત્કારની ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસ દ્વારા શરૂ થયેલી તપાસમાં નારાયણને છોકરી સપ્લાય કરવામાં કૌશલ ઠાકુર આશ્રમમાં હનુમાનના નામથી ઓળખાતો હતો. પોલીસે તેની શોધખોળ શરૂ કરતાં ધરપકડ ટાળવા માટે સુરતની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. આ અરજી અંગે બચાવ પક્ષના વકીલ એમ એ મસ્તાને દલીલો કરી હતી કે, આરોપીએ કોઈ ગુનો કરેલો નથી. તે નારાયણ સાંઈનો નોકર હોઈ નારાયણના કહેવા મુજબ ફરિયાદી બાઈને નારાયણની રૂમમાં જવાનું કહ્યું હતું

પત્રકારોના સવાલ, મોદીના જવાબઃ કોઈ 'દાઝ્યા' કોઈ 'ઘાયલ'!

બિહારના પટનામાં ગુજરાતના મુખ્યમંત્રી અને આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલી દરમિયાન થયેલા બોમ્બ બ્લાસ્ટ બાદ આઇબી દ્વારા સતત એલર્ટ આપવામાં આવી રહ્યાં છે કે મોદી આતંકવાદીઓના નિશાને છે. તાજેતરમાં જ આઇબીએ ઇનપુટ આપ્યા કે નરેન્દ્ર મોદી પર પત્રકારના વેશમાં આતંકવાદી હુમલો થઇ શકે છે.

Saturday, November 23, 2013

એક ક્લિકમાં વાંચો, મારધાડથી ભરપૂર 'સિંઘ સાબ ધ ગ્રેટ'નો રિવ્યૂ

સન્ની દેઓલ અને નિર્દેશક અનિલ શર્માએ અત્યાર સુધીમાં ગદ્દરઃએક પ્રેમકથા, 'ધ હિરો લવસ્ટોરી ઓફ સ્પાય', અને 'અપને' સહિત ત્રણ ફિલ્મ્સ સાથે કરી છે. આ ત્રણમાંથી બે ફિલ્મ સુપરહિટ નિવડી હતી.ત્યારે આ જોડી ફરીવાર વધુ એક ફિલ્મ લઈને આવી છે.આ શુક્રવારે અનિલ શર્મા અને સન્ની દેઓલની 'સિંઘ સાબ ધ ગ્રેટ' રીલિઝ થશે.

પોલીસની કબૂલાત: જીયા ખાનના નખમાં લોહી સાથે માંસ મળ્યું

આત્મહત્યા કરનાર અભિનેત્રી જિયા ખાનની માતા રાબિયા ખાન પોતાની પુત્રીની હત્યા થઈ છે એવું શા માટે કહે છે તેનો ઉદ્દેશ સાફ નથી, એમ કહીને જુહુ પોલીસે જિયા ખાનનો મૃતદેહ ફરીથી કબરમાંથી કાઢીને તપાસ કરવાનો ઈનકાર કરી દીધો છે. હાલમાં મુંબઈ હાઈ કોર્ટે જિયા ખાન આત્મહત્યા પ્રકરણે ફરીથી તપાસ કરવાના આપેલા આદેશ અન્વયે પોલીસે અડધો અહેવાલ અંધેરી કોર્ટમાં રજૂ કર્યો છે.

14 વરસના વિદ્યાર્થીએ શિક્ષિકા પર કર્યો રેપ, બાદમાં હત્યા

અમેરિકાના માસાચ્યુસેટ્સમાં ડેનવર્સ હાઈસ્કૂલમાં ઓક્ટોબર માસમાં 24 વર્ષીય મેથ્સ ટીચર ઉપર બળાત્કાર અને ત્યારબાદ તેની હત્યાનો ચકચાકી કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો. આ કેસમાં સ્કૂલના જ એક વિદ્યાર્થી ફિલિપ ચિસ્મની ધરપકડ કરાયા બાદ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરવામાં આવી હતી. કોર્ટમાં ફરિયાદી પક્ષના વકીલે આ ગુનો ફર્સ્ટ ડીગ્રી ક્રાઈમ હોવાની દલીલ કરી હતી. 14 વર્ષના ફિલિપને કોર્ટે એડલ્ટ દર્શાવીને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો જ્યારે બળાત્કાર અને લૂંટના ગુનામાં તેને સગીર ગણવામાં આવ્યો હતો.

AAPનું વધુ એક સ્ટિંગ: રૂ. બે કરોડમાં વેંચાઈ પાર્ટીની ટિકિટ

સાત દિવસમાં આમ આદમી પાર્ટી સામેનું ત્રીજું સ્ટિંગ ઓપરેશન સામે આવ્યું છે. પહેલા ડિસેમ્બર 2012નું સ્ટિંગ બહાર આવ્યું હતું. જેમાં સામાજિક કાર્યકર અણ્ણા હજારે એવો આરોપ મુકી રહ્યાં છે કે, અરવિંદ કેજરીવાલ દ્વારા રામલીલા મેદાનના આંદોલન દરમિયાન મળેલા ડેટાનો ઉપયોગ હવે ચૂંટણીના હેતુ માટે થઈ રહ્યો છે. બીજું સ્ટિંગ વેબપોર્ટલ મીડિયા સરકાર દ્વારા કરવામાં આવ્યું હતું. આ સ્ટિંગમાં આમ આદમી પાર્ટીના નવ નેતાઓએ ગેરકાયદેસર રીતે
ડોનેશન લેવાની તૈયારી દાખવી છે.

સ્વામિનારાયણ ભગવાનની માફી માગી કરી હત્યા, આત્માની શાંતિ માટે કરી શાંતિધૂન

શાહીબાગના શાહી કુટીર બંગ્લોઝમાં રહેતાં અને આંગડિયા પેઢીના માલિકનાં માતા કમળાબહેન પટેલના અપહરણ બાદ હત્યા કેસનો ૧૨૭ દિવસ બાદ ક્રાઇમ બ્રાંચે ભેદ ઉકેલ્યો છે. ખુદ પુત્રવધૂ દીપાલીએ તેના પિતા સોમાભાઈ પટેલ અને માતા અરુણાબહેન પટેલ, તેમના ભાડૂત દેવેન્દ્ર હેતકરની મદદથી સાસુ કમળાબહેનની હત્યા કરાવી હોવાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસે આ ત્રણેયની ધરપકડ કરી છે. જ્યારે પથારીવશ દીપાલીની ધરપકડ કરી નથી. કરોડોની સંપત્તિ હડપ કરવા અને દીકરીને સાસુના કકળાટથી આઝાદ કરવા પિતાએ કાવતરું રચ્યું હોવાનું તપાસમાં ખૂલ્યું છે. હત્યા બાદ મૃતદેહ સગેવગે કરવા ઉપયોગમાં લેવાયેલી કાર જપ્ત કરાઈ છે.
 

જુનાગઢમાં રાજકીય ગેમ: કોંગ્રેસની બહુમતી વચ્ચે ભાજપનું કમળ ખીલ્યું

જૂનાગઢ જિલ્લા સહકારી ખરીદ વેચાણ સંઘનાં ચેરમેન અને વાઇસ ચેરમેનનાં પદની ચૂંટણી યોજાઇ હતી. જેમાં કોંગ્રેસ પાસે ડાયરેકટરોની સંખ્યા વધુ હોવા છતાં ભાજપે ખેલ પાડી દીધો હતો. અને સંઘનાં ચેરમેન પદે ભાજપનાં ડાયરેકટર લક્ષ્મણ રામભાઇ યાદવનો ચાર મતે વિજય થયો હતો. જ્યારે કોંગ્રેસનાં ડાયરેકટર હંસરાજ જીવરાજભાઇ સોજીત્રા વાઇસ ચેરમેન પદે
બિનહરીફ થયા હતા

Friday, November 22, 2013

નીતાની બર્થડે પાર્ટી ભૂલી જશો, જુઓ અંબાણીની રૉયલ પાર્ટી

એક બાજુ બ્રિટન 120 લાખ કોરડથી પણ વધુ દેવાના લીધે હાલ ચર્ચામાં છે ત્યારે પાછલા દિવસોમાં ભારતમાં પણ બ્રિટનની ચર્ચા જોરો પર હતી. તેનું કારણ બ્રિટનના રોયલ પરિવારના પ્રિન્સ ચાર્લ્સ અને તેમના પત્ની કેમિલા ભારતની મુલાકાતે હતા. ચાર્લ્સ દંપત્તિ 6 નવેમ્બર થી 14મી નવેમ્બર સુધી 9 દિવસ માટે ભારતની મુલાકાતે હતા. આ દરમ્યાન તેમના સમ્માનમાં દેશના સૌથી ધનિક વ્યક્તિ મુકેશ અંબાણીએ મુંબઇમાં એક ડિનર પાર્ટીનું આયોજન કર્યું હતું. આ પાર્ટી રતન ટાટા સાથે મળીને હોસ્ટ કરી હતી.

ફિલ્મ રિવ્યૂઃ ગોરી તેરે પ્યાર મૈં

આ એક એવી મસાલા કોમેડી છે, જેને દર બીજા અઠવાડિયે થિયેટરમાં રીલિઝ થાય છે. આ ફિલ્મ પૈસા વસૂલ જરૂર હોય છે પરંતુ આ ફિલ્મની વાર્તા ના તો દર્શકોને હસાવી શકે છે, ના તો આ ફિલ્મમાં કોઈ વાર્તા હોય છે. આ ફિલ્મમાં ઈમરાન અને કરિના એકબીજાને ફ્લર્ટ કરતા જોવા મળે છે. ફિલ્મમાં જબરજસ્તી ગીતો નાખવામાં આવ્યા છે. ફિલ્મની ગતિ ઘણી જ
ધીમી છે અને તેથી જ આ ફિલ્મ કંટાળાજનક બની જાય છે.

કોહલીની રેકોર્ડબ્રેક ઈનિંગ્સ, જાડેજા-રૈનાની ફિરકીએ વિન્ડીઝને કચડ્યું

રવીન્દ્ર જાડેજા અને સુરેશ રૈનાની ઘાતક બોલિંગ બાદ વિરાટ કોહલીની રેકોર્ડબ્રેક ઈનિંગ્સની મદદથી ભારતે વેસ્ટ ઈન્ડીઝને કોચ્ચી ખાતે રમાયેલી પ્રથમ વનડેમાં પરાજય આપ્યો છે. કોહલીએ નવો ભારતીય રેકોર્ડ બનાવ્યો જેની મદદથી ભારતે વિન્ડીઝને 6 વિકેટે કચડી નાંખ્યું હતું. આ સાથે જ ભારતે ત્રણ વનડે મેચની શ્રેણીમાં 1-0ની સરસાઈ મેળવી લીધી છે. કોહલી વનડેમાં સૌથી ઝડપી 5000 રન બનાવનારો બેટ્સમેન બની ગયો છે.

100 વર્ષ જૂની પ્રથા, આરપાર જાય ખંજર, લોહીનું ટસ્યું નથી ફૂટતું

સામાન્ય પણે માણસની ચામડી એટલી સંવેદનશીલ હોય છે કે તેને કોઈપણ અણીદાર કે ધારદાર વસ્તુ અડવાથી લોહી નિકળવા લાગે છે. પરંતુ ઈન્ડોનેશિયાના બાલિમાં એક સદી જુની પરંપરાનું આજે પણ હિન્દુ લોકો એટલીજ ધાર્મિક ભાવનાથી પાલન કરી રહ્યા છે. આ પરંપરામાં બાલિ ટાપુ નજીકના કેસીમાન ગામના રહેવાસીઓ સફેદ ચમકદાર વસ્ત્રોમાં સજ્જ થઈને રસ્તા પર સરઘસ કાઢે છે અને તેઓ ધાર્મિક કટારને પોતાના શરિરમાં ઉતારી દેતા હોય છે. આ પરંપરામાં સૌને અચરજ પમાડે તેવી વાત એ છે કે લોકો પોતાના ગળામાં તેમજ છાતિમાં આ ધાર્મિક કટારની અણી ભોંકાવી દેતા હોવા છતા તેમના શરીરમાંથી સહેજ પણ લોહી નિકળતું નથી.

સ્ટિંગ થકી રાજનેતાઓને હંફાવનાર તહેલકાને કિંગખાન પણ આપતો પૈસા!

સ્ટિંગ ઓપરેશનના માધ્યમથી રાજનીતિ અને મીડિયામાં હલચલ મચાવી દેનાર મીડિયા હાઉલ તહેલકાના સંસ્થાપક અને ગોવામાં થયેલા કાર્યક્રમ દરમિયાન એક મહિલા પત્રકારનું જાતીય શોષણ કરવાની વાતનો સ્વીકાર કરનાર તરૂણ તેજપાલે છ મહિના માટે તંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. પરંતુ તેની સામે કાયદાનો ગાળિયો કસાતો જોવા મળી રહ્યો છે
અને દેશભરમાં તેની આકરી ટિકાઓ પણ થઈ રહી છે

મોદી વિરૂદ્ધની ફરિયાદથી મહિલા SP ગાયબ!, દાખલ થશે કેસ!

કચ્છ તથા ગુજરાતના લોકો સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વિશ્વાસઘાત કર્યો હોવાની ફરિયાદ સ્થાનિકના પોલીસ સ્ટેશનમાં દાખલ થતી ન હોવાથી પ‌શ્ચિ‌મ કચ્છના જિલ્લા પોલીસ વડાં પાસેથી અગાઉથી સમય મેળવીને મુંબઇથી ખાસ ફરિયાદ આપવા માટે ભુજ આવેલા કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોશીનો સામનો ટાળવા માટે મહિ‌લા પોલીસ વડાં કચેરીમાં ગાયબ થઇ ગયા હોવાનું મંચની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું.

Thursday, November 21, 2013

બિગ બોસઃ તનિષા-અરમાને કર્યું કાંડ, કેમેરાની સામે જ થઈ ગયા નગ્ન

બિગ બોસ' ફરી એકવાર ચર્ચામાં આવી ગયું છે. આ વખતે તો ઘરના સભ્યોએ હદ જ કરી નાખી છે. અરમાન કોહલી અને કાજોલની બહેન એવી તનિષાએ જે કામ કર્યું છે, તે જોઈને કોઈને પણ શરમ આવી જાય. આ બંને આવું કંઈ કરશે તેવી કલ્પના પણ કોઈને નહોતી.

 

ડઝન છોકરીઓ સાથે સેક્સ, ડ્રગ્સની લત : ટાયસનના બિન્દાસ્ત ખુલાસા

ટાયસને પોતાની કારકિર્દીમાં બોક્સિંગમાં કમાલ કરીને મોટુ નામ કમાવ્યું, પરંતુ તેની અંગત જિંદગીએ રમત જગતનો સૌથી મોટો બેડ મેન બનાવી દીધો. થોડા સમય પહેલા તેણે પોતાના મોતના કગાર પર હોવાનો દાવો કર્યો હતો. જોકે, હાલમાં ટાયસને પોતાના પુસ્તક વડે સ્પોર્ટ્સ વર્લ્ડમાં તહેલકો મચાવી દીધો છે
read more

માસૂમની કોહવાયેલી લાશ મળીઃ પિતા બેભાનઃ પરિવાર ચડ્યો હિબકે

સુરતના રાંદેર રોડ હિ‌દાયત નગરના એક બાળકનું તેના સગા ફુવાએ બે દિવસ પહેલા અપહરણ કરીને તેને તાપી નદીમાં ફેંકી દીધો હતો. પોલીસ ફરિયાદ બાદ પોલીસે ફુવાની ધરપકડ કરીને તપાસ હાથ ધરી હતી. જો કે બે દિવસ વિતી જવા છતાં અપહ્યત બાળકનો મૃતદેહ તાપી નદીમાંથી મળી આવ્યો નહોતો. જેથી ફાયરબ્રિગેડને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો. ત્યારે આજે બપોરના સુમારે વેલેન્ટાઈન પાછળ તાપી નદીમાંથી હર્ષિતનો મૃતદેહ મળી આવ્યો હતો. હર્ષિતના શરિરમાં પાણી વધુ પહોંચી જતાં શરીર કોહવાયેલી હાલતમાં મળ્યું હતું.આ દ્રશ્ય જોઈને હર્ષિતના પિતા બેભાન થઈ જતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

‘મોક્ષ’ને સ્વીકારવાની ના પાડતાં સાંઇએ પત્ની પર ગુજાર્યો'તો ત્રાસ

નારાયણ સાંઇ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાયા બાદ તેણે આગોતરા અરજી કરી હતી. આ અરજી પર બંને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ આજે કોર્ટમાં આ કેસ ચુકાદાના સ્ટેજ પર હતો. જો કે, આજે આ કેસમાં તારીખ પડી નહોતી. અને આજે અદાલતે અરજી પર ચુકાદો આપતા અરજી ફગાવી દીધી હતી

સિંહ મુદ્દે સરકાર લડી લેવા તૈયાર, અપનાવ્યો ‘આખરી રાસ્તા’!


ગુજરાતના ગૌરવ એશિયાટિક સિંહોને મધ્યપ્રદેશ ખસેડવાના સુપ્રીમ કોર્ટના આદેશની સામે રાજ્ય સરકારે કરેલી રિવ્યૂ પિટિશન પણ સુપ્રિમ કોર્ટે ફગાવી દેતાં હવે ગુજરાત સરકારે કાયદાકીય લડતમાં છેલ્લા વિકલ્પ સમાન ક્યુરેટિવ પિટિશન ફાઈલ કરવાનો નિર્ણય કર્યો છેhttp://www.divyabhaskar.co.in/article/MGUJ-GAN-government-goes-to-knocked-the-fina
l-door-of-law-4440400-PHO.html

કરોડોનો ધુમાડો કરી મોદીને ‘મહાન’ બનાવવાનો ખેલઃ ઘડાયો તખ્તો!


સરદાર પટેલની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા 'સ્ટેચ્યુ ઓફ યુનિટી’ના નામે દેશભરમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રચાર કરવાનો તખ્તો ઘડાઈ ચૂક્યો છે. લાંબા સમયની કવાયત બાદ મંત્રીઓને રાજ્યોની ફાળવણી કરી દેવાતા હવે ડિસેમ્બરમાં મંત્રીઓની આગેવાની હેઠળ રચાયેલી ૧પ ટીમના ૩૦૦ સભ્ય ૨૪ રાજ્યની સફર કરશે. ડિસેમ્બરમાં શરૂ થનારા આ અભિયાન માટે જે ટીમો બનાવાઈ છે તેમાં સાંસદો, ધારાસભ્યો અને સનદી તથા પોલીસ અધિકારીઓનો પણ સમાવેશ કરાયો છે.
read more
http://www.divyabhaskar.co.in/article/MGUJ-GAN-modi-sends-special-team-for-his-publicity-in-coast-of-crore-4440413-PHO.html

Wednesday, November 20, 2013

મોદી વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં ગુજરાત પોલીસના ઠાગાઠૈયા!

કચ્છના વિકાસ માટે સદ્ભાવના મિશન હેઠળ રૂ. ૨૧૬પ કરોડની માંડવીમાં તથા ગુજરાતના બેરોજગાર યુવક-યુવતીઓને બેંકમાંથી લોન આપવામાં આવે તો મારી સરકાર ગેરંટી આપશે એવી ભુજમાં જાહેરાત કરનારા રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિશ્વાસઘાતના આરોપો હેઠળ અનુક્રમે માંડવી અને ભુજ પોલીસ સ્ટેશનમાં ફોજદારી ફરિયાદ કરવામાં આવી હોવા છતાં ગુનો દાખલ કરવામાં આવતો ન હોવાથી ગુરુવારે તા. ૨૧/૧૧ના પ‌શ્ચિ‌મ કચ્છના પોલીસ અધિક્ષક સમક્ષ કચ્છ લડાયક મંચના પ્રમુખ રમેશ જોશી દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવશે.