Thursday, October 31, 2013

બિગ બોસઃ ગૌહરની મજાક એન્ડીને પડી ભારે, કુશાલે ઢીબી નાખ્યો!

બિગ બોસ'ના ઘરમાં એક મહત્વનો વળાંક આવી ગયો છે. દર્શકો માટે આ વળાંક આંચકાજનક છે.

જો સૂત્રો પર વિશ્વાસ કરીએ તો કુશાલ ટંડન 'બિગ બોસ'ના ઘરમાંથી બહાર નીકળી ગયો છે અને તેનો લેડી લવ એટલે કે ગૌહર ખાન પણ તેની સાથે ઘરની બહાર નીકળી ગઈ છે.

વિશ્વસનીય સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઘરમાં એન્ડી લક્ઝરી બજેટ માટેની ટાસ્ક કરતો હોય છે, ત્યારે તે ગૌહર પોતાના અન્ડરગાર્મેન્ટ્સ લેતી હોય છે, આ સમયે એન્ડી તેની મજાક ઉડાવે છે. ગૌહર તો આ વાતને લઈને કોઈ પ્રતિક્રિયા આપતી નથી પરંતુ આ વાત પર કુશાલ એકદમ ગુસ્સે થઈ જાય છે અને એન્ડીને ગળામાંથી પકડે છે અને તેને ધક્કો મારીને ઈજા પહોંચાડે છે. ઘરના તમામ સભ્યો વચ્ચે આવી જાય છે અને એન્ડી-કુશાલને અલગ પાડે છે.

પરિસ્થિતિ વધારે ગંભીર ના બને તે માટે 'બિગ બોસ' કુશાલને ઘરની બહાર નીકળી જવાનું છે. આ વાતને લઈને ગૌહર પણ કુશાલ સાથે જ ઘરમાંથી બહાર નીકળવાનો નિર્ણય કરે છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ગૌહર અને કુશાલ લોનાવાલાની ફાઈવ સ્ટાર હોટલમાં રહે છે અને કદાચ આ બંને ફરીથી ઘરમાં જાય તેવી પૂરી શક્યતા છે.

ચેનલ અત્યારે એ વાતને લઈને મૂંઝવણમાં છે કે આ સીન્સ કાઢી નાખવો કે પછી નેશનલ ટીવી પર બતાવવો. આમ પણ ગૌહર અને કુશાલની કેમેસ્ટ્રીને કારણે ટીઆરપીમાં ઉછાળો આવ્યો છે. જો આ બંનેને કાઢી મૂકવામાં આવે તો તેની સીધી અસર ટીઆરપી પર પડે તેમ છે.

(કેવી રીતે એન્ડી-કુશાલ વચ્ચે થયો ઝઘડો, જુઓ તસવીરોમાં...

નાગપુરમાં ધવનની ધમાલ, કોહલીની કમાલ, જુઓ તસવીરો

ધવનની ધમાલ, કોહલીની કમાલ
-છઠ્ઠી હાઇસ્કોરિંગ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ બોલ બાકી રાખીને છ વિકેટે પરાજય આપ્યો હતો
 
ઓપનર શિખર ધવન તથા વિરાટ કોહલીએ મેચવિનિંગ સદી નોંધાવીને હરીફ સુકાની બેઇલી તથા વોટસને ફટકારેલી સદી પર પાણી ફેરવી દેતાં ભારતે અહીં રમાયેલી છઠ્ઠી હાઇસ્કોરિંગ વન-ડેમાં ઓસ્ટ્રેલિયાને ત્રણ બોલ બાકી રાખીને છ વિકેટે પરાજય આપ્યો હતો. આ સાથે ભારતે શ્રેણીમાં ૨-૨ની સરભર કરી લીધી હતી.

ઓસ્ટ્રેલિયાના છ વિકેટે ૩પ૦ રનના સ્કોર સામે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરનાર ભારતે ચાર વિકેટે ૩પ૧ રન બનાવ્યા હતા. યજમાન ટીમે વિજય મેળવ્યો ત્યારે કોહલી ૬૬ બોલમાં ૧૮ બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૧૧પ તથા ધોની ૨૩ બોલમાં ૨પ રન બનાવીને રમી રહ્યા હતા.
 
મેચની વધુ રસપ્રદ જાણકારી મેળવવા કરો આગળ ક્લિક કરો.

ધોનીસેનાએ સર કર્યું વધુ એક ‘વિરાટ શિખર’, કાંગારૂઓનો કચ્ચરઘાણ

- ભારતે છઠ્ઠી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજય આપ્યો
- ભારતે વનડે ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો લક્ષ્યાંક પાર પાડ્યો
- બેઈલીની વિસ્ફોટક સદી (156) અને વોટસનની આક્રમક સદી (102) ગઈ બેકાર
- મેન ઓફ ધ મેચ કોહલીના અણનમ 115 રન, ધવને પણ ફટકારી શાનદાર સદી


વિરાટ કોહલીની વધુ એક વિસ્ફોટક સદી અને શિખર ધવનની આક્રમક સદીની મદદથી ભારતે ઓસ્ટ્રેલિયાને હાઈસ્કોરિંગ મેચમાં વધુ એક વખત પરાજય આપ્યો છે. બેઈલી અને વોટસનની તોફાની સદીની મદદથી ઓસ્ટ્રેલિયાએ આપેલા 351 રનના લક્ષ્યાંકને ટીમ ઈન્ડિયાએ 4 વિકેટ ગુમાવીને પાર પાડી દીધો હતો. આ સાથે જ ભારતે વનડે ઈતિહાસનો ત્રીજો સૌથી મોટો લક્ષ્યાંક પાર પાડવાનું કારનામુ કર્યું છે. ભારતે  છઠ્ઠી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 6 વિકેટે પરાજય આપીને શ્રેણીને 2-2થી સરભર કરી દીધી છે. જેથી સાતમી અને અંતિમ વનડે નિર્ણાયક બની રહેશે.

સુકાની જ્યોર્જ બેઈલીના તોફાની 156 રન અને શેન વોટસનના આક્રમક 102 રનની મદદથી ઓસ્ટ્રેલિયાએ ભારત સામે જીત માટે 351 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. ક્રિકેટ એક્સપર્ટ અને કોમેન્ટેટર્સના જણાવ્યા પ્રમાણે નાગપુરની પિચ પર આટલો મોટો લક્ષ્યાંક હાંસલ કરવો લોઢાના ચણા ચાવવા જેવો છે. પરંતુ લોઢાના ચણા ચાવવામાં માહેર ધોનીસેનાએ આ લક્ષ્યાંકને પણ પાર પાડી દીધો હતો. શિખર ધવન (100) અને રોહિત શર્મા (79)ની જંગી ભાગીદારી બાદ વિરાટ કોહલીએ વિસ્ફોટક ઈનિંગ્સ રમી હતી. જોકે, છેલ્લે છેલ્લે ઓસ્ટ્રેલિયન બોલરોએ વળતો પ્રહાર કરવાનો પ્રયાસ કર્યો હતો જેના કારણે મેચ અંતિમ ઓવર સુધી રોમાંચક બની રહી હતી. પરંતુ વિરાટ કોહલી (અણનમ 115 રન) અને સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની સમજદારીપૂર્વકની બેટિંગની મદદથી ભારતે 49.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 351 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

આ પહેલા ભારતે ટોસ જીતીને ઓસ્ટ્રેલિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. શરૂઆતમાં ભારતીય બોલરોએ સુકાની ધોનીના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો હતો અને ઓપનર એરોન ફિંચ અને ફિલિપ હ્યુજીસને સસ્તામાં આઉટ કર્યા હતા. પરંતુ શેન વોટસન અને સુકાની જ્યોર્જ બેઈલીનું આગમન થયા બાદ બાજી પલટાઈ ગઈ હતી. બન્ને બેટ્સમેનોએ વિસ્ફોટક અંદાજમાં બેટિંગ કરી હતી અને ટીમના સ્કોરને રોકેટ ગતિથી આગળ વધારી હતી. વોટસન (102) અને બેઈલી (156) એ પોતાની સદી પૂરી કરી હતી. બેઈલી અને વોટસનની વિસ્ફોટક ઈનિંગ્સની મદદથી ઓસ્ટ્રેલિયાએ 50 ઓવરમાં 6 વિકેટે 350 રન બનાવ્યા હતા.

- બેઈલીનો રેકોર્ડ

જ્યોર્જ બેઈલી બે દેશો વચ્ચે રમાયેલી વનડે શ્રેણીમાં સૌથી વધુ રન બનાવનારો સુકાની બની ગયો છે. આ પહેલા આ રેકોર્ડ દક્ષિણ આફ્રિકન સુકાની એબી ડિવિલિયર્સના (367) નામે હતો.

ઓસ્ટ્રેલિયન ટીમ :- એરોન ફિંચ, ફિલિપ હ્યુજીસ, શેન વોટસન, જ્યોર્જ બેઈલી (સુકાની), એડમ વોજીસ, ગ્લેન મેક્સવેલ, બ્રેડ હેડિન (વિકેટકીપર), જેમ્સ ફોકનર, મિચેલ જોન્સન, ક્લિંટ મેકાય, ઝેવિયર ડોહર્થી.

ભારતીય ટીમ :- રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી, સુરેશ રૈના, યુવરાજ સિંહ, મહેન્દ્ર સિંહ ધોની (સુકાની/વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, અશ્વિન, ભુવનેશ્વર કુમાર, અમિત મિશ્રા, મોહમ્મદ શમી.


શાનદાર ઈનિંગ્સની યાદગાર તસવીરો : સચિને મુંબઈને જીતાડ્યું

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે અંતિમ રણજી મેચમાં પોતાની ટીમને શાનદાર જીત અપાવી. હરિયાણા વિરૂદ્ધ રોહતકના બંસીલાલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં મુંબઈએ હરિયાણાને 4 વિકેટે પરાજય આપ્યો. જેમાં સચિને શાનદાર અણનમ 79 રનની મેચ વિનિંગ ઈનિંગ્સ રમી હતી.
 
હરિયાણાએ મુંબઈ ટીમ સામે 240 રનનો લક્ષ્યાંક મૂક્યો હતો. મુશ્કેલ પિચ પર પોતાના અનુભવનો ઉપયોગ કરતા સચિને ટીમને વિજય અપાવ્યો હતો. પ્રથમ દાવમાં ફક્ત 5 રનમાં પેવેલિયન ભેગો થઈ જનારા સચિને બીજા દાવમાં મેચ વિનિંગ ઈનિંગ્સ રમી. આ સાથે તેણે દેખાડી દીધું કે હજી તેના બેટમાં ઘણા રન બાકી છે.
 
મુંબઈ ટીમ માટે આ ઘણી ભાવુક જીત છે. એક બાજુ ટીમને ચેમ્પિયન સચિનની વિદાયનું દુ:ખ છે તો બીજી બાજુ તેની અંતિમ મેચની અંતિમ ઈનિંગ્સમાં અણનમ અડધી સદી ફટકારવાની ખુશી છે.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, સચિનની શાનદાર ઈનિંગ્સની યાદગાર ક્ષણો.....

FBના રમુજી Pics: 'હું મોદી વિરુદ્ધ ચૂંટણી લડીશ, જીતીશ PM બનીશ'

ફોટોશોપ કલાકારોની ચૂંટણી સંબંધી તસવીરો

ફોટોશોપ એક એવું સોફ્ટવેર છે કે આ ચૂંટણી વખતે હથિયાર બની ગયું છે.નેતા અને તેના સમર્થક તસવીરોમાં ફેરફાર કરીને પોતાની વાત સોશિયલ મીડિયા પર રસપ્રદ રીતે મૂકી રહ્યા છે. તો બીજા આ તસવીરોની સચ્ચાઇ ઉજાગર કરી રહ્યા છે.

આગળ જુઓ ફોટોશોપની કમાલથી નેતાઓની તસવીરો

મોદી-અડવાણી મંચ પરઃ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ

સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના કેવડિયા ખાતે યોજાનારા શિલાન્યાસ સમારોહમાં મોદી અને અડવાણી એક મંચ પર હાજર રહેશે. મોદીને વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે જાહેર કરાયા બાદ નારાજ થયેલા અડવાણીને મનાવી લેવામાં મોદી સફળ રહ્યા છે. થોડા દિવસો અગાઉ અમદાવાદમાં વિકાસ કામોના લોકાર્પણ પ્રસંગે પણ અડવાણી હાજર રહ્યા હતા અને હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના શિલાન્યાસ પ્રસંગે તેઓ મુખ્ય મહેમાન તરીકે હાજરી આપવાના છે.

સરકારના પ્રવક્તા મંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું કે, ૩૧મી ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ નજીક  મુખ્યમંત્રીના હસ્તે અડવાણીની વિશેષ ઉપસ્થિતિમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો શિલાન્યાસ સમારોહ યોજાશે. આ સમારોહમાં વિધાનસભાના અધ્યક્ષ વજુભાઈ વાળા અને અન્ય રાષ્ટ્રીય નેતાઓ પણ હાજરી આપશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ માટે દેશભરનાં ગામોમાંથી ખેડૂતોના ઓજાર એકત્રિત કરવાનું અભિયાન પણ આ જ દિવસથી શરૂ કરાશે.
આ અંગે વધુ વાંચવા માટેત સવીર પર ક્લિક કરોઃ

પટણા વિસ્ફોટઃ બિહાર પોલીસની હતી મુરાદ મેલી?થયો ‘ઘટસ્ફોટ’!

બોંબ ધડાકા થશે તેવા ઈનપુટ ડીજીપી પ્રમોદ કુમારે ખુદ બિહારને આપ્યાં હતાં
ગુજરાત પોલીસની ચેતવણી બિહાર પોલીસે ગણકારી નહીં
પટનાની સભામાં આતંકી હુમલો થશે તેવા ઇનપુટ ગુજરાત પોલીસ પાસે હતા


નરેન્દ્ર મોદીની પટના ખાતેની સભામાં ઈન્ડિયન મુઝાહિ‌દ્દીન અને એલઈટી જેવા સંગઠનો હુમલો કરશે તેવી સંભાવના વ્યક્ત કરતો પત્ર ગુજરાતનાં ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ પ્રમોદ કુમારે બિહાર પોલીસને મોકલ્યો હોવાનો દાવો આજે ગુજરાત પોલીસે કર્યો છે.

ડીજીપી ઓફિસથી બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં એવી પણ નારાજગી વ્યક્ત કરવામાં આવી છે કે, ગુજરાત પોલીસની વિનંતીને બિહાર સરકારે ધ્યાનમાં લીધી ન હતી નહીંતર બોંબ ધડાકાની ઘટના નિવારી શક્યાં હોત.
આ અંગે વધુ વાંચા માટે તસવીર પર ક્લિક કરોઃ

Wednesday, October 30, 2013

પ્રિયંકાએ બ્લાઉઝનાં બટન ખોલીને કંગનાને આપી પછડાટ!

બોલિવૂડ અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને કંગના રાનૌત આજકાલ ફિલ્મ ' ક્રિશ 3'ને લઈને એકબીજા સાથે ઝઘડી રહી છે. આ ફિલ્મમાં કંગના નેગેટિવ રોલમાં જોવા મળી છે. જોકે, કંગનાની ફિલ્મ 'રજ્જો' 15મી નવેમ્બરના રોજ રીલિઝ થવાની છે. આ જ દિવસે 'રામલીલ' પણ રીલિઝ થઈ રહી છે. આ ફિલ્મમાં પ્રિયંકા ચોપરાએ 'રામ ચાહે લીલા' નામનુ આઈટમ સોંગ કર્યું છે. આ સોંગમાં પ્રિંયકા ચોપરા પોતાના બ્લાઉઝના હૂક ખોલતી બતાવવામાં આવી છે. આ સોંગમાં પ્રિયંકા એકદમ સેક્સી લાગી રહી છે. આ ગીતને યુ ટ્યુબ પર 2.5 મિલિયન હિટ્સ મળી ચૂકી છે.

આ ગીત માટે પ્રિયંકાએ ઘણી જ મહેનત કરી હતી અને તેના સેન્સેશનલ ડાન્સ દરેકની બોલતી બંધ કરી દીધી છે. કંગનાએ પણ પોતાની ફિલ્મ 'રજ્જો'માં મુજરો 'જુલ્મી રે જુલ્મી' કર્યો છે. આ ગીતને પણ અત્યાર સુધી 1.6 મિલિયન હિટ્સ મળી ચૂકી છે.

હવે, જોવાનું એ છે કે બોક્સ ઓફિસ પર કંગનાનો જાદુ ચાલે છે કે પછી પ્રિયંકાનો....

(તસવીરોમાં પ્રિયંકા અને કંગનાનો હોટ અંદાજ.....

'ગેંગ્સ ઓફ વાસ્સેપુર'ની અજાણી વાતો વાંચી લાગશે આંચકો

'ગેંગ્સ ઓફ વાસ્સેપુર'ની દુર્ગા અને 'આક્રોશ'ની જમુનિયાને હજુ તો નહીં ભૂલ્યા હોય. આ બન્ને યાદગાર ભૂમિકાઓ રીમા સેને નિભાવી હતી. આજે રીમા સેનનો 32મોં જન્મ દિવસ છે. રીમાનો જન્મ 29 ઓક્ટોબર 1981નાં રોજ કોલકાત્તામાં થયો હતો.
 
રીમાએ વર્ષ 2001માં 'હમ હો ગયે આપકે'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી,જોકે તેને હિન્દી ફિલ્મ જગતમાં ખાસ સફળતા ન મળતા તે તમિલ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં વધુ સક્રિય થઈ છે.પરંતુ ગત વર્ષે રીલિઝ થયેલી 'ગેંગ્સ ઓફ વાસ્સેપુર'નાં બન્ને ભાગમાં તેની ભૂમિકાની ખૂબ પ્રશંસા થઈ હતી.
 
ત્યારે, રીમાનાં જન્મ દિવસે દિવ્યભાસ્કર.કોમ 'ગેંગ્સ ઓફ વાસ્સેપુર'ની કેટલીક અજાણી વાતો લઈને આવ્યું છે આપની સમક્ષ.
 
 'ગેંગ્સ ઓફ વાસ્સેપુર'ની અજાણી અને રસપ્રદ વાતો વાંચવા આ તસવીરો બદલો

સચિન-લારાની બરાબરી કરી ચૂક્યો છે આ દિગ્ગજ, લવ લાઈફ છે સુપરહિટ

ક્રિકેટ જગતને શ્રીલંકન ટીમે ઘણા દિગ્ગજો આપ્યા છે. અર્જુન રણતુંગા, અરવિંદા ડિસિલ્વા અને સનથ જયસૂર્યાએ 1996માં શ્રીલંકન ક્રિકેટને એક નવી ઊંચાઈ પર પહોંચાડી હતી અને પ્રથમ વર્લ્ડકપ જીત્યો હતો.
 
આ ત્રણ ખેલાડીઓના ગયા બાદ પણ શ્રીલંકન ટીમ નબળી નહોતી પડી કેમ કે તેની પાસે મહેલા જયવર્દને, કુમાર સંગાકારા અને તિલકરત્ને દિલશાનની ત્રિપુટી હતી.
 
આ ત્રિપુટીમાં કુમાર સંગાકાર આજે (27 ઓક્ટોબર) પોતાનો 35મો જન્મ દિવસ ઉજવી રહ્યો છે. જૂલાઈ 2000માં વનડે અને ટેસ્ટ ડેબ્યૂ કર્યા બાદ સંગાકારા શ્રીલંકન ટીમના બેટિંગ ડિપાર્ટમેન્ટનો મજબૂત આધાર બની રહ્યો છે.
 
આ સત્ય છે કે સંગાકારાને ક્યારેય સચિન તેંડુલકર અને બ્રાયન લારા જેવી હાઈપ નથી મળી પરંતુ મેદાન પર તેનું પ્રદર્શન આ દિગ્ગજોથી ઓછું નહોતું.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, આ શ્રીલંકન દિગ્ગજની પ્રાઈવેટ અને પ્રોફેશનલ લાઈફની ક્ષણો.....

પાકિસ્તાનઃ ગેંગરેપ બાદ સગીરાને જીવતી દાટી દીધી

પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં એક સગીરા પર હેવાનિયતની તમામ હદ વટાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. લાહૌરથી 225 કિ.મીના અંતરે આવેલા તોબા ટેક સિંહ જિલ્લાના સિદ્દકી મુઘલની 13 વર્ષીય સગીર પુત્રી પર અજાણ્યા શખ્સોએ ગેંગરેપ કર્યો હતો. નરાધમોએ પીડિતાને પીંખી નાખ્યા બાદ તેને મૃત સમજીને જમીનમાં દાટી દીધી હતી. જો કે પાછળથી આ પીડિતા જીવીત હોવાનું જણાયું હતું.

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી મુજબ સગીરા કુરાન પઢવા જઈ રહી હતી તે જ સમયે અજાણ્યા બે શખ્સોએ તેને રસ્તામાં કિડનેપ કરી લીધી હતી. પોલીસના જણાવ્યા મુજબ યુવતીને કિચડમાં દફન કરવામાં આવી હતી પરંતુ એકાએક તેને હોંશ આવી જતા તેણે મદદ માટે બૂમો પાડી હતી. આસપાસમાંથી પસાર થઈ રહેલા એક રાહદારીએ તેને બહાર કાઢી અને તરૂણીના પરિવારજનોને સૂચના આપી હતી.

કોંગ્રેસની વિચિત્ર માંગણી: તળાવોમાં ખીલેલાં કમળ ઢાંકી દેવાની માંગ કરી

મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારીએ કોંગ્રેસની માગણી ફગાવી દીધી
- મધ્યપ્રદેશમાં તળાવોમાં ખીલેલાં કમળ ઢાંકી દેવા કોંગ્રેસની માંગ

મધ્યપ્રદેશમાં વિરોધ પક્ષ કોંગ્રેસે રાજ્યના મહાકોશલ, માલવા અને બુંદેલખંડ પ્રદેશોમાં આવેલાં તળાવોમાં ખીલેલાં કમળના ફૂલો ઢાંકી દેવાની ચૂંટણીપંચ પાસે વિચિત્ર માગણી કરી છે. કોંગ્રેસે પોતાની માગણીના સમર્થનમાં એવો તર્ક પણ આપ્યો છે કે, ખીલેલાં કમળથી મતદારો ભાજપના પ્રતીક તરફ અયોગ્ય રીતે આકર્ષાશે. જોકે, મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી જયદીપ ગોવિંદ દ્વારા કોંગ્રેસની આ માગણી ફગાવી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે કોંગ્રેસની માગણી મુજબ તળાવોમાં ખીલેલાં કમળનાં ફૂલો ઢાંકવાનું વ્યાવહારિક અને શક્ય પણ નથી.

ગોવિંદે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તળાવોમાં કમળનાં ફૂલો લાંબા સમયથી ખીલે છે અને કમળના આ ફૂલોને ચૂંટણી સાથે કોઇ લેવાદેવા નથી. કોંગ્રેસે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તળાવોમાં ખીલેલાં કમળનાં ફૂલોથી ભાજપને લાભ થશે અને રાજ્યમાં જ્યાં કમળની ખેતી કરવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે, ત્યાંનાં બધાં તળાવો ઢાંકી દેવા માટે યોગ્ય આદેશો આપવાની પણ કોંગ્રેસે ચૂંટણીપંચ પાસે માગણી કરી છે.

આગળ જુઓ શું કહે છે ભાજપ આ અંગે

યુવતીઓને કહ્યું, 'જરૂર પડશે તો ડૉક્ટર સાથે પણ સૂવું પડશે'

ઉજ્જૈનની આર.ડી. ગાર્ડી મેડિકલ કોલેજની 14 ટ્રેની નર્સ દ્વારા કોલેજના ત્રણ ઓફિસરો સામે તેમને સેક્સ રેકેટમાં ધકેલવા દબાણ વધારવાનો આરોપ લગાવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી આ ઓફિસર્સના ત્રાસથી કંટાળેલી આ તાલીમાર્થી નર્સેસ દ્વારા પોલીસનો સહારો લેવામાં આવ્યો છે. પોલીસ પાસે પહોંચેલી આ નર્સેસે સીએમઓ, કોલેજના વ્યવસ્થાપક અને મેટ્રન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસે કહ્યુ છે કે આ ત્રણેય ઓફિસરોએ તેમના પર સેક્સ રેકેટમાં સામેલ થવા જણાવવા કહ્યુ હતુ, અને અમારી મનાઈ કરવાથી તેઓએ અમારા અશ્લિલ એમએમએસ બનાવી ઈન્ટરનેટ પર અપલોડ કરી દેવાની ધમકી આપી હતી. નર્સેસ દ્વારા કરાયેલી ફરિયાદને ધ્યાનમા લઈ પોલીસે હાલ આ ત્રણેય ઓફિસર્સ સામે કેસ નોંધ્યો છે.

પોલીસમાં ફરિયાદ થતાનું જાણી આ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે મોડી રાત્રે મેટ્રેન મરિયમની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં મરિયમે પોલીસને માત્ર એટલુ જ જણાવ્યુ છે કે એવી કોઈ જ વાત નથી. આ નર્સેસ નાઈટ ડ્યૂટી કરવા ઈચ્છતી નથી. તેથી આ પ્રકારના આરોપ લગાવી રહી છે.

મરિયમની ધરપકડ બાદ પોલીસ હવે સીએમઓ કિશન કિડવાલ અને વ્યવસ્થાપક અશોક મહાકાલને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. તો વળી નર્સ દ્વારા કરાયેલી ફરિયાદ બાદ કોલેજના સંચાલકો પણ હરકતમાં આવી ગયા છે. અને તેઓએ પોલીસ સ્ટેશને પહોંચી જઈ એક પરિપત્ર આપતા જણાવ્યુ છે કે યુવતીઓની વાતમાં વાસ્તવિક્તા હોવાની સંભાવના નહીવત્ છે. જો કે આમ છતા તેઓ પોતાના તરફથી પણ આ સમગ્ર મુદ્દાની તપાસ કરશે.
નર્સ યુવતીઓ ફરિયાદ કરતા વધુમાં જણાવ્યુ છે કે અમે સરદાર પટેલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ટર્નશીપ માટે અહીં આવી હતી. અને અહીંની ગર્લ્સ હોસ્ટેલમાં રહી તાલીમ મેળવતી હતી. અમારા આવવાના થોડા દિવસ બાદ સુપરિટેન્ડેન્ડ અશોક મહાકાલ અમારી પાસે આવીને અશ્લિલ વાતોની સાથે-સાથે અશ્લિલ હરકતો પણ કરવા લાગ્યા હતા.

આગળ વાંચોઃ જાદૂ-મંત્ર કરી પતિથી દૂર કરાવવાની ખાતરી આપી

બ્લાસ્ટ પર મોદીની રાજનીતિ: પટણામાં મૃતકોના પરિવારને મળશે

બિહારમાં સાંત્વનાના જોરે મોદી મારશે માસ્ટર સ્ટ્રોક
બીજી નવેમ્બરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચાર્ટર પ્લેનમાં જશે પટના


પટના બ્લાસ્ટ બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત જેડીયુએ રાજનીતિ શરૂ કરી દીધી છે. બિહારમાં પગપેસારો કરવાના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારને જડબાતોડ જવાબ આપવા કમર કસી છે અને એટલે જ હવે મોદીએ પટના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાં પરિવારને સાંત્વના આપવાનું નક્કી કર્યું છે. 2જી નવેમ્બરે મુખ્યમંત્રી પટના જઇને મૃતકોના પરિવારને મળશે.

ગઈકાલે જ જેડીયુના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નરેન્દ્ર મોદીને હિટલર સાથે સરખાવીને ભરપેટ ટીકા કરી હતી. હવે મોદીએ પણ નીતિશને કરારો જવાબ આપવા તૈયારી કરી છે. પટના બ્લાસ્ટમાં મૃતક પરિવારોને મળીને મોદી બિહારમાં મતદારોમાં સહાનુભૂતિનું મોજું પ્રસરાવીને આગવી રાજનીતિ ખેલશે. મોદીના આ માસ્ટરસ્ટ્રોકની જાણ થતા જ જેડીયુએ મોદીની આ મુલાકાતનો અત્યારથી જ ભારે વિરોધ નોંધાવ્યો છે.

આગળ વાંચોઃ બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ પણ મોદીની પટણા મુલાકાતના સંકેત આપ્યા, નીતિશ કુમારે મોદી પર શું ટિપ્પણી કરી

રાજકારણના રંગો:મોદીની ભૂલ દિનશા સુધારે:PM માગે સૂચનો!

વડાપ્રધાને ચૂંટણી ઢંઢેરા માટે કોંગ્રેસ પાસે સૂચન માગ્યાં
મનમોહનસિંહ એરપોર્ટથી સીધા જ પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ ભવને ગયા
યુપીએ-૧ અને યુપીએ-૨ દ્વારા કરાયેલા લોકોપયોગી કાર્યોને કારણે લોકસભા ૨૦૧૪માં યુપીએ-૩ સત્તા પર આવશે : પીએમ


વડાપ્રધાન મનમોહનસિંહ ગુજરાત આવતાની સાથે જ સીધા શહેરના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોગ્રેસ ભવને ગયા હતા. જયાં તેમણે પ્રદેશના નેતાઓને લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત અને દેશની જનતાના હિ‌તમા હોય તેવા પ્રજાલક્ષી મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરામા સમાવી શકાય તે માટેના સુચનો કરવાની અપીલ કરી હતી.

વડાપ્રધાને એવો યુપીએ-૧, યુપીએ-૨ દ્વારા કરાયેલા પ્રજાલક્ષી કાર્યોને કારણે ૨૦૧૪મા પણ યુપીએ-૩ દેશનુ સુકાન સંભાળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પ્રદેશ નેતાઓને સંબોધતા તેમણે વધુમા કહ્યુ હતુ કે એવા મુદ્દોઓને મોકલો કે જેથી છેવાડાના નાગરિકોના કલ્યાણ માટે વધુ પ્રતિબદ્ધતાથી અસરકારક કામગીરી કરી શકાય.

વડાપ્રધાને તેમના ટૂંકા પ્રવચનમા મહત્ત્મા ગાંધી અને સરદારની પવિત્ર ભુમિ પર આવતા આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરી હતી. તેમણે દેશ અને દુનિયાને રાહ ચીંધનાર મહાત્મા ગાધી અને સરદારની જન્મભુમિ એવી ગુજરાતની ધરતીને વંદન કર્યા હતા. તેમણે એવી લાગણી વ્યકત કરી હતી કે સરદારે સતત ૨પ વર્ષ સુધી જે ગુજરાત કોગ્રેસનું સુકાન સંભાળ્યુ હતુ તે કાર્યાલયે આવતા હું રોમાંચની લાગણી અનુભવુ છું.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

Tuesday, October 29, 2013

Sachin Tendulkar Out Of Top 100 Test Innings Of Wisden

આગામી મહિને વેસ્ટ ઈન્ડીઝ વિરૂદ્ધ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં પોતાની કારકિર્દીની અંતિમ ટેસ્ટ મેચ રમવા જઈ રહેલા સચિન તેંડુલકરને વિદાય પહેલા મોટો ઝટકો લાગ્યો છે.

ક્રિકેટના બાઈબલ ગણાતા વિઝડને પોતાની 150મી વર્ષગાંઠ પ્રસંગે રેકોર્ડના આ બેતાજ બાદશાહને પોતાની ઓલ ટાઈમ ટેસ્ટ ઈલેવનમાં સામેલ તો કર્યો છે પરતું તેની એક પણ ઈનિંગ્સને 100 સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સમાં સામેલ નથી કરી. 
 
સચિને પોતાની ટેસ્ટ કારકિર્દીમાં 51 સદી ફટકારી છે પરંતુ વિઝડને તેમાંથી એક પણ ટેસ્ટ સદીને ઈતિહાસની ટોપ-100 ઈનિંગ્સમાં રાખવા લાયક નથી સમજી.
 
વિઝડન દ્વારા જાહેર કરાયેલી ટોપ-100 ઈનિંગ્સની યાદીમાં ભારતના સુનીલ ગાવસ્કર, ગુડપ્પા વિશ્વનાથ, દિલીપ વેંગસરકર, મોહમ્મદ અઝહરૂદ્દીન, કપિલ દેવ અને વીવીએસ લક્ષ્મણની ઈનિંગ્સને સામેલ કરી છે.
 
વિઝડનની 100 સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સમાં ડોન બ્રેડમેનને પાંચ વખત તો ગ્રેગ ચેપલ, ગોર્ડન ગ્રીનિજ, વોલી હેમન્ડ, બ્રાયન લારા અને વિવિયન રિચાર્ડ્સને ત્રણ-ત્રણ વખત સ્થાન મળ્યું છે.
 
આગળ ક્લિક કરો અને જાણો, વિઝડન દ્વારા જાહેર કરાયેલી સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સમાં કયા ભારતીયો સામેલ રહ્યા છે.....http://www.divyabhaskar.co.in/article/SPO-sachin-tendulkar-out-of-top-100-test-innings-of-wisden-4416300-PHO.html

Diwali Trafalgar Square

દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. વિશ્વના કોઇ પણ ખૂણામાં ભારતીયો વસતા હોય ત્યાં દિવાળીનું સેલિબ્રેશન અવશ્ય કરે જ. 
 
યુકેના લંડનમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. આથી લંડનમાં રહેતા ભારતીયો માટે લંડનના મેયર દ્વારા દર વર્ષે દિવાળી સેલિબ્રેશનનુ આયોજન કરવામાં આવે છે. 
 
ગત રવિવારે લંડનના પ્રખ્યાત ટ્રફાલગર સ્ક્વેયર ખાતે દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લંડનમાં વસતા હિન્દુઓ, શીખ અને જૈનો જોડાયા હતા. 
 
વળી, દીપાવલની આ શુભ અવસર પર અન્ય લંડનવાસીઓ પણ ભારે હરખભેર જોડાયા હતા. 
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લંડન બરો ઓફ હન્સ્લોના મેયર- કાઉન્સિલર સચિન ગુપ્તા, ભારતીય દૂતાવાસના કાર્યકારી હાઇકમિશનર ડો. વિરેન્દ્ર પૌલ ઉપસ્થિત રહ્યા હતા.
 
લંડનમાં ભારતીયોની દબંગ દિવાળી અંગે જાણવા અને એક્સક્લુસિવ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો...
 
(તસવીરોઃ સૂર્યકાંત જાદવા, લંડન)

Latest News Pakistani PM Accept Thay He Does Not Believe In Pak Army


પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફને પોતાની આર્મી ઉપર બીલકુલ ભરોસો નથી. અહેવાલો મુજબ આ વાત સ્વયં તેમણે 29 સપ્ટેમ્બરના ન્યુયોર્કમાં ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ સાથેની મુલાકાતમાં કબુલ કરી હતી. શરીફની આ ટીપ્પણી 'રેકોર્ડ ઓફ ડિસ્ક્સન'માં નોંધવામાં આવી છે. આ રેકોર્ડ વડાપ્રધાનના સહયોગીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેને ટોચના સરકારી અધિકારીઓને સોંપવામાં આવશે. અંગ્રેજી અખબાર 'મેલ ટુડે'એ આ દસ્તાવેજના આધારે દાવો કર્યો હતો કે શરીફે પોતાની આર્મી અંગેની પ્રતિકુળ ટીપ્પણી ગંભીરપણે કરી હતી.

ન્યુયોર્ક પેલેસ હોટલના ચોથા માળ પર સ્ટેનફોર્ડ રૂમમાં થયેલી મુલાકાત ભારત-પાક. વચ્ચેના તણાવની (શસ્ત્રવિરામ ભંગ અને જમ્મુમાં આતંકી હુમલા) સ્થિતિ દરમિયાન થઈ હતી. અખબારે દાવો કર્યો છે કે આ વાચતીચમાં શરીફ સતત એવું જણાવી રહ્યા હતા કે, એલઓસી ઉપર તણાવનો ઉકેલ લાવતા પૂર્વે બન્ને દેશની આર્મીને સામેલ કરતા પૂર્વે ભારત-પાક. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ વાતચીત કરવી જોઈએ.
પાક. વડાપ્રધાને સ્વિકાર્યું સત્ય, વાંચો આગળની સ્લાઈડમાં.

Patna Blast Revenge Of Muzafarnagar Blast Bihar Police In Dock

સાત સભ્યોની એનઆઈએની એક ટીમ પહોંચી પટણા
આતંકવાદી કૃત્ય હોવાનું આવ્યું બહાર

પટણામાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં વિસ્ફોટો પૂર્વે થયેલા વિસ્ફોટોની તપાસ ચાલુ છે. એનઆઈએના સાત સભ્યોની એક ટીમ પટણા પહોંચી છે. આ તપાસમાં આતંકવાદી કૃત્ય હોવાનું સામે આવી રહ્યું છે.
ડીજીપી અભયાનંદના કહેવા પ્રમાણે, તમામ વિસ્ફોટો માટે આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એક રાંચીના ધુર્વામાં રહેતો ઈમ્તિયાઝ છે. પોલીસને કાવતરા પાછળ આતંકવાદી ષડયંત્રના પૂરાવા મળ્યા છે. સંદિગ્ધોએ બાતમી આપી છે કે, આઈએમએ કરાંચીમાં નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચ્યું હતું.
પટણા સિરિયલ બ્લાસ્ટ્સના તાર રાંચી સાથે પણ જોડાયેલા છે. પટણામાં વિસ્ફોટોમાં ઘટનાસ્થળેથી ઝડપાયેલા ઈમ્તિયાઝે પોલીસ સમક્ષ અનેક મહત્વપૂર્ણ ઘટ્ટસ્ફોટો કર્યા છે. ઈમ્તિયાઝ રાંચીના ધુર્વા સ્થિત સીઠિયો હેથાકોચાનો રહેવાસી છે. તેની ધરપકડ બાદ રાંચી પોલીસે ઈમ્તિયાઝના ઘરે રેડ કરી હતી. ઈમ્તિયાઝની નિકટતા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી મંઝર ઈમામ તથા દાનિશની સાથે છે. તેમની વિરૂદ્ધ અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટો કરવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈમ્તિયાઝે કબુલ કર્યું છે કે, મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાનો બદલો લેવા માટે પટણામાં વિસ્ફોટો કરવામાં આવ્યા છે. આ અંગે તપાસનીશ અધિકારીઓએ ઔપચારિક રીતે કોઈ પુષ્ટિ કરી નથી.
અમદાવાદના વિસ્પોટોમાં રાંચીના બરિયાતૂમાં રહેતા મંઝર ઈમામ તથા દાનિશના નામો સામે આવ્યા હતા. એનઆઈએની ટીમો દાનિશને વડોદરા તથા મંઝરને રાંચીના કાંકે રોડથી ઝડપી લીધા હતા.
ગુપ્તચર તંત્રની નિષ્ફળતા ? કે બચાવવામાં આવી રહ્યાં છે અધિકારીઓને ? વિરોધાભાસી વિગતો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

Founder Yasin Bhatkals Aide Vakas Behind Mastermind Patna Blasts

રાંચીથી આવેલા IMના ૧૨ આતંકીએ પટણા બ્લાસ્ટ કર્યા
- પટણા પોલીસે આપેલી માહિ‌તી, તહસીન-વકાસ માસ્ટરમાઈન્ડ


પટણાના ગાંધી મેદનમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં બોમ્બ વિસ્ફોટ માટે રાંચીથી ૧૨ આતંકવાદી પટણા આવ્યા હતા. પટણાથી રાંચી પહોંચેલી પોલીસ ટુકડીએ સોમવારે સાંજે આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો. પટણા પોલીસના જણાવ્યા અનુસાર ઈન્ડિયન મુજાહિદ્દીન(આઈએમ)ના સ્લીપર સેલના આતંકીઓ વિસ્ફોટો કર્યા પછી રાંચી પરત ફર્યા.

જો કે પોલીસે એ ન કહ્યું કે આ માહિ‌તી તેમને ધરપકડ કરાયેલા આતંકી ઈમ્તિયાઝ પાસેથી મળી કે બીજે ક્યાંકથી. પટણા પોલીસે કહ્યું કે એનઆઈએ સાથે મળીને પોલીસ વધુ રેડ પાડશે. એનઆઈએની ટીમે ઝારખંડ પોલીસ સાથે ચર્ચા કરી ભાવિ યોજના ઘડી છે.બીજી તરફ પટણામાં બિહાર પોલીસે બ્લાસ્ટનો કેસ ઉકેલ્યાનો દાવો કર્યો છે. એડીજીપી રાજેશ ચંદ્રાએ દાવો કર્યો કે આઈએમના આતંકી તહસીન ઉર્ફે મોનુ અને વકાસે હુમલા કરાવ્યા હતા. બન્ને પર ૧૦-૧૦ લાખનું ઈનામ છે. પટણામાંથી ઝડપાયેલા ઈમ્તિયાઝ અન્સારીએ એનઆઈએને કહ્યું કે તેની સાથે ત્રણ ટીમો પટણા પહોંચી હતી. તેમાં કુલ ૧૨થી ૧૮ લોકો હતા. પોલીસ બાકીનાને શોધી રહી છે. સોમવારે પટણાની ૨૦૦ હોટેલોમાં રેડ પાડવામાં આવી.

તહસીન જેડી-યુના નેતાનો સંબંધી

ગાંધી મેદાનમાં વિસ્ફોટ કેસમાં પકડાયેલો તહસીન અખ્તર ઉર્ફે મોનુ જેડી-યુના એક નેતાનો સંબંધી છે. તહસીન સમસ્તીપુરના જેડી-યુના નેતા તકી અખ્તરનો ભત્રીજો છે. તકી અખ્તર સમસ્તીપુર જિલ્લા લઘુમતી એકમના જિલ્લા અધ્યક્ષ રહી ચૂકયા છે. હાલમાં તેઓ જિલ્લાના મહાસચિવ છે. આ સંબંધમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તકી અખ્તરે વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, પ્રાપ્ત માહિ‌તી અનુસાર તકી અખ્તરે પોલીસ મથકમાં લેખિતમાં આપ્યું છે કે મોનુ સાથે તેને કોઇ સંબંધ નથી.

ઇમ્તિયાઝને પકડનારને ઇનામ, ઇન્ડિયન મુજાહિ‌દ્દીને કાવતરું ઘડ્યું, ૨૦૦ હોટેલ પર દરોડા પાડ્યા, રાંચીમાં આઇએમનું સ્લીપર સેલ, સોમવારે પણ ગાંધી મેદાનમાંથી બોમ્બ મળ્યો આ વાંચવા માટે આગળ ક્લિક કરો...

Modi And Manmohansingh To Share Dias Today In Ahmedabad

મનમોહન-મોદી આજે એક મંચ પરઃ
- સરદાર પટેલના ૩૦ કરોડના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમનું આજે લોકાર્પણ
- શાહીબાગસ્થિત પ્રદર્શન વડાપ્રધાન ખુલ્લું મૂકશે
- કેન્દ્ર સરકારે સ્મારક માટે ૧૭ કરોડ ફાળવ્યા


સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમનો મંગળવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર હાજર રહેશે. વડાપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર એક જ મંચ પર ઉપસ્થિત રહેવાની ઘટનાને પગલે રાજકીય ઉત્તેજનાનું વાતાવરણ સર્જા‍યું છે.

સરદાર સાહેબના મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ કરશે. પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અને સરદાર સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ દિનશા પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને તેમણે આમંત્રણ પણ પાઠવ્યું છે અને ફોન દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ પણ કાર્યક્રમમાં હાજર રહેવાની ખાતરી આપી છે.

લોખંડી પુરુષ અને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રને ચરિતાર્થ કરતું મ્યુઝિયમ શાહીબાગસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવનમાં બનાવાયું છે. રૂ. ૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન ટેક્નોલોજી અને વિશષ્ટિ આકર્ષણો ધરાવતા આંતરરાષ્ટ્રીય કક્ષાના મ્યુઝિયમનું મંગળવારે વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ લોકાર્પણ કરશે. સરદાર સ્મારકના પુન:નિર્માણ માટે કેન્દ્ર સરકારે રૂ. ૧૭ કરોડની સહાય કરી છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

Monday, October 28, 2013

અભિનેત્રીઓ બની છાકટી, સીન્સ જોઇ દર્શકો થયાં રેબઝેબ

બોલિવૂડની ફિલ્મોમાં બોલ્ડ અને ઉત્તેજક દ્રશ્યનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. ફિલ્મોમાં ઉત્તેજક દ્રશ્યો દર્શકોની આંખે વળગતાં જ નથી પણ ઘણી ચર્ચા પણ જગાડે છે. દર્શકો સુધી સરળતાથી પહોંચવાનો અને ફિલ્મ પ્રમોટ કરવાનો આ એક સફળ નુસખો બની ગયો છે. બોલિવૂડની એ-ગ્રેડ અભિનેત્રીઓ પણ આ ટ્રેન્ડમાંથી બાકાત નથી. ઉત્તેજક દ્રશ્યો ભજવવા બદલ અભિનેત્રીઓને કોઇ વાંધો હોતો નથી.  અહીં આપણે જોઇશું બોલિવૂડની એવી ફિલ્મો જેણે હોટ બેડરૂમ સીનને લીધે ભારે ચર્ચા જગાડી હતી.

પટણા બ્લાસ્ટના સંદિગ્ધનું મોત, કરાચીમાં ઘડાયું હતું નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું!

ઈમ્તિયાઝની ચોંકાવનારી કબુલાતો,વિસ્ફોટો પાછળ આઈએમનો હાથ
 
બિહારમાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલી દરમિયાન રવિવારે પટણામાં સાત વિસ્ફોટો થયા હતા. આ વિસ્ફોટોમાં છ લોકોના મોત થયા હતાં જ્યારે 83 અન્યો ઘાયલ થયા છે. તેમાંથી 12ની સ્થિતિ ગંભીર છે. દરમિયાન પટણા પોલીસને ચાર જીવતા બોમ્બ પણ મળી આવ્યા છે. દરમિયાન સારવારમાં ઐનુલ નામના એક સંદિગ્ધનું મોત થયું છે. 
 
સ્ટેશન પર વિસ્ફોટો બાદ અહીં ટ્રેનોની અવરજવરને અટકાવી દેવાઈ હતી. તપાસ માટે એનઆઈએ તથા એનએસજીની એક ટીમ પટણા પહોંચી છે. ઈજાગ્રસ્તોને પીએમસીએચ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુજરાત પોલીસે અગાઉથી જ આ પ્રકારના વિસ્ફોટોની ચેતવણી આપી હોવાનું કહેવાય છે.
 

7 Serial Bomb Blast Hunkar Rally Patna Railway Station

- મોદીની રેલીમાં ૭ વિસ્ફોટ, પનાં મોત
- ૮૩ ઘાયલ ; ૩૮ હોસ્પિટલમાં;૧૨ની હાલત ગંભીર
- પહેલો વિસ્ફોટ પટણા સ્ટેશન પર, બાકીના ગાંધી મેદાનમાં
- એનઆઈએ-એનએસજીની ટુકડીઓ પટણા પહોંચી


બિહારની રાજધાની પટણામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીને સંબોધન પહેલાં શ્રેણીબદ્ધ સાત બોમ્બ વિસ્ફોટ થયા જેમાં પાંચ લોકોનાં મોત થયાં, ૮૩ લોકો ઘાયલ થયા. ૩૮ લોકો હજુ હોસ્પિટલમાં છે જેમાંથી ૧૨ની હાલત ગંભીર છે. બાકીનાને મલમપટ્ટી કરી ઘરે મોકલી દેવાયા છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આતંકી હુમલાની શક્યતા નકારી નથી. તપાસમાં મદદ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એનઆઈએ) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ(એનએસજી)ની ટીમો પટણા પહોંચી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પહેલો વિસ્ફોટ સવારે ૯.૩૦એ પટણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૦ના શૌચાલયમાં થયો. આમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. એ પછી સ્ટેશનથી માત્ર બે કિલોમીટર દૂર રેલીના સ્થળ ગાંધી મેદાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. ૧૧.૪૦થી ૧૨.૪પ વચ્ચે છ બ્લાસ્ટ થયા. વિસ્ફોટોને કારણે ચાર લોકો મૃત્યુ પામ્યા. એક વિસ્ફોટ બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે થયો જેમાં બોમ્બ સ્કવોડનો એક જવાન ઘાયલ થયો. જે સમયે ગાંધી મેદનમાં વિસ્ફોટો થઈ રહ્યા હતા તે વખતે લાખો લોકો ત્યાં એકઠા થયા હતા. મંચ પરથી ભાષણ પણ ચાલી રહ્યું હતું. મોદીનો કાર્યક્રમ નિયત સમયે શરૂ થયો. કોઈ ગડબડ વગર પૂરો પણ થયો.

મોદીએ તેમના ભાષણમાં વિસ્ફોટોનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો, પરંતુ અંતમાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી. પછીથી મુખ્યમંત્રી નીતીશકુમારે તેનાં વખાણ કર્યા. સાથે સાથે એમ પણ કહ્યું, સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. રાજ્યની કે કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ તરફથી કોઈ ઈનપુટ મળ્યા ન હતા.

આગળ વાંચોઃ અન્યા 5 જીવીત બોમ્બ મળી આવ્યા

નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બિહાર પોલીસે કરી દગડાઈ?

મોદીને સુરક્ષા પૂરી પાડવા શિવાનંદ ઝાને પહેલેથી પટના મોકલાયા હતા
સભામાં બ્લાસ્ટ થશે તેવી ગુજરાત પોલીસને ખબર, પણ બિહાર બેખબર


પટનામાં રવિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં આતંકવાદી હુમલો થશે તેવી ગુજરાત પોલીસને મળેલી આગોતરી સૂચના બાદ તેમની સુરક્ષા માટે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ શિવાનંદ ઝા, ડીઆઇજી બ્રિજેશકુમાર ઝા અને એસપી પ્રેમવીરસિંહને પટના મોકલવામાં આવ્યા હતા. આ ઇનપુટ અંગે બિહાર પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિહાર સરકારના વલણને જોતા ગુજરાત પોલીસે મુખ્યમંત્રીની સુરક્ષા પોતે જ સંભાળવાનો નિર્ણય કર્યો હોવાનું ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ડીજીપી ઓફિસનાં સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્યના ગુપ્તચર તંત્રને પંદર દિવસ અગાઉ સૂચના મળી હતી કે પટનામાં મોદીની સભા ખોરવી નાખવા કેટલાંક સંગઠનો પ્રયાસ કરી રહ્યાં છે. સામાન્ય રીતે મોદી જ્યારે રાજ્ય બહાર પ્રવાસે જાય ત્યારે તેમની નજીકનાં સુરક્ષા વર્તુળને તેમના સલામતી રક્ષકો સંભાળતા હોય છે અને તેઓ જે તે સ્થળે અગાઉથી પહોંચી જાય છે.

મુખ્યમંત્રીની સલામતી વ્યવસ્થામાં રહેતા ડેપ્યુટી એસપી અથવા એસપી જે તે રાજ્યની સલામતી વ્યવસ્થા ચકાસી સ્થાનિક પોલીસને સલામતી અંગે કેટલાંક સૂચનો કરતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી સલામતી વ્યવસ્થા સંભાળતા અધિકારીના જણાવ્યાનુસાર પટનાની સભામાં થનારા હુમલા અંગે બિહાર પોલીસને જાણ કરી હોવા છતાં બિહાર પોલીસ અને સરકારનો ઠંડો પ્રતિભાવ હતો, જે સલામતી અધિકારીઓ માટે ચિંતાનો વિષય હતી.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

મોદી અંગે સપા નેતાની અશોભનીય ટિપ્પણીથી વિવાદ

ચૂંટણીઓ આવતા જ રાજનેતાઓની જીભ લપસી પડવાના કિસ્સા શરૂ થઈ જાય છે. અને પરસ્પર અશોભનિય ટિપ્પણીઓનો મારો ચાલવા લાગે છે. અને ત્યારબાદ દિવસો સુધી તેના પર વિવાદિત રાજનીતિ થતી રહે છે. સમાજવાદી પાર્ટીના નેતા નરેશ અગ્રવાલ પણ નરેન્દ્ર મોદી વિરૂદ્ધ વાંધાજનક ટિપ્પણી કરી વિવાદમાં ફસાયા છે.

શુક્રવારે ઝાંસીની રેલીમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ ઉપરાંત ઉત્તર પ્રદેશની સત્તાધારી પાર્ટી સપા પર પણ આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ સમાજવાદી પાર્ટીમાં એક જ પરિવારનું પ્રભુત્વ હોવાનો આરોપ લગાવ્યો હતો. જેના જવાબમાં શનિવારે સપાના નેતા નરેશ અગ્રવાલ મર્યાદા ભૂલ્યા હતા અને મોદીની તુલના વિધવા સાથે કરી હતી.

આગળ વાંચોઃ અગ્રવાલે મોદી વિશે શું-શું કહ્યુ ?

મોદીની હુંકાર રેલી પૂર્વે પટણામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી છના મોત, 83 ઈજાગ્રસ્ત

પટનાના ગાંધી મેદાનમાં રેલી સંબોધી: નીતીશ અને યુપીએ સરકાર પર નિશાન

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પટણામાં ઐતિહાસિક મેદાનથી હુંકાર કર્યો છે. તેમના નિશાન પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના મિત્રો પરેશાન છે કે મોદી શહજાદા(રાહુલને) કેમ કહી રહ્યા છે. જો હું શહજાદા કહું છું તો તમને ખરાબ લાગે છે. એવી જ રીતે આ દેશને પણ આ વંશવાદથી ખોટું લાગે છે. કોંગ્રેસ વાયદો કરે કે તેઓ વંશવાદ છોડી દેશે, હું શહજાદા કહેવાનું છોડી દઇશ.

મોદીએ ભાષણની શરૂઆત ભોજપુરી ભાષાથી કરી છે. કેટલીક વાતો મૈથિલી અને મગધીમાં પણ કરી. આ ત્રણેય બિહારની મુખ્ય ભાષા છે. તેમણે ભાષણમાં સંપૂર્ણ તાકાતથી નીતીશ સરકાર પર પ્રહાર કર્યા. ખાસ કરીને ભાજપ સાથે ૧૭ વર્ષના સંબંધો તોડી નાંખનારા નીતીશકુમારની ટીકા કરી. પણ, એકેય વાર નામનો ઉલ્લેખ ન કર્યો. મોદીએ કહ્યું કે એક વર્ષ પહેલાં વડાપ્રધાન તરફથી અપાયેલા ડિનરના ટેબલ પર હું અને બિહારના મુખ્યમંત્રી સાથે હતા. તેઓ ભોજન નહોતા કરી રહ્યા. મેં કહ્યું ચિંતા ન કરો. કોઇ કેમેરાવાળો નથી. ભોજન કરી લો. ચૂંટણીમાં પક્ષના નેતા ઇચ્છતા હતા કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ચૂંટણીપ્રચારમાં લાવવામાં આવે ત્યારે મેં કહ્યું હતું કે બિહારમાં જંગલરાજ ન થવા દો. મોદી અપમાનિત થયા છે તો થવા દો. અમારા માટે પક્ષ કરતાં દેશ મહાન હોય છે.

Friday, October 25, 2013

Not a right choice: બોલિવૂડનાં સૌથી ખરાબ 10 કજોડાઓ

ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ખૂબસૂરતી ઘણી મહત્વની છે. જવાન દેખાવ ત્યાં સુધી તમારો એક્કો ચાલે છે અને કામ માટે ફાંફા મારવા પડતા નથી. આજ કારણથી જ કેટલીક અભિનેત્રીઓ વહેલી તકે લગ્ન કરતી નથી. સામાન્ય રીતે લગ્ન પછી અભિનેત્રીઓ માટે કામ મેળવવું મુશ્કેલ બની જાય છે. આ ચક્કરમાં સેલિબ્રિટીઝ મોટી ઉંમર સુધી લગ્ન કરતા નથી અને ઘરડા થઇ જાય છે.

આપણે સૌ જાણીએ છીએ કે લગ્નમાં પતિ કરતા પત્ની ઉંમર નાની હોય છે. પણ ત્યારે વિચિત્ર લાગે છે જ્યારે નાની ઉંમરની પત્નીઓ પણ પતિ કરતા મોટી દેખાય છે. તમે આવું ક્યાંય જોયું હોય કે ન જોયું હોય, પણ બોલિવૂડમાં આ જરૂર છે.

આજે આપણે જોઇએ કેટલીક એવી બોલિવૂડ જોડીઓને જેમની પત્નીઓની ઉંમર તો તેમના કરતા નાની જ છે પણ જોવામાં 'ઘરડી' લાગે છે. તો ફોટો સ્લાઇડ કરી જુઓ કેટલીક આવી જોડીઓ...

ઉતરી ગયો ધોનીની ડાર્લિંગનો ચહેરો, જ્યારે તે બન્યો હતો વિલન

ઝડપી બોલર મોહમ્મદ શમી અને વિનય કુમારની શાનદાર બોલિંગથી ભારતીય ટીમે શ્રેણીમાં પ્રથમ વખત સારૂ પ્રદર્શન કર્યું. તેમ છતાં સુકાની જ્યોર્જ બેઈલી (98) અને ગ્લેન મેક્સવેલ (92)ની આક્રમક બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમ પડકારજનક સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથી વનડેમાં 50 ઓવરમાં 8 વિકેટે 295 રન બનાવ્યા હતા. શમીએ 3 અને વિયને 2 વિકેટ લીધી હતી. (જુઓ:- Photos: ધોનીના ઘર પર પથ્થરમારો, પરિવારજનો ચિંતામાં)
 
જોકે, વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. ભારતીય ઈનિંગ્સની પાંચમી ઓવરના પ્રથમ બોલ બાદ વરસાદનું વિઘ્ન આવ્યું હતું જેના કારણે મેચ પડતી મૂકવામાં આવી હતી. મેચ પડતી મૂકાઈ ત્યારે ભારતે 4.1 ઓવરમાં વિના વિકેટે 27 રન બનાવ્યા હતા. શિખર ધવન 14 અને રોહિત શર્મા 9 રને રમતમાં હતા.
 
મેચમાં વરસાદનું વિઘ્ન નડતા ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. આમાં ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનો પણ સમાવેશ થતો હતો. સુકાની ધોનીનો પરિવાર પણ મેચ જોવા માટે રાંચીના સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, મેચ માટે પ્રેક્ષકોનો ઉત્સાહ અને કેવી રીતે વરસાદે ફેરવ્યું પાણી.....

ખોટા સમયે ક્લિક થયા ક્રિકેટર્સ, ઈન્ટરનેટ પર ઉડી જબરદસ્ત મજાક

કેમેરા દ્વારા દેખાડવામાં આવતી વાત ક્યારેક સાચી નથી હોતી. ઘણી વખત ખોટા પ્રસંગે ખોટા પોઝમાં ક્લિક થયેલી તસવીરો જ્યારે સાર્વજનિક થઈ જ્યા છે ત્યારે ઈન્ટરનેટ યુઝર્સ તેની મજાક ઉડાવવામાં જરાયે પાછા પડતા નથી. ભલેને પછી આ તસવીરો તેમના પ્રિય ખેલાડીની જ કેમ ના હોય.
 
ક્યારેક-ક્યારેક ખેલાડીઓ પણ એવી હરકતો કરતા હોય છે તેમની તેવી તસવીરો લોકો માટે મજાકનું કેન્દ્ર બની જાય છે. જ્યારે ટીમ કે ખેલાડી સુપર ફ્લોપ જાય ત્યારે ચાહકો તેમની તસવીરોનો ઉપયોગ કરીને તેમની મજાક ઉડાવતા હોય છે.
 
અમે તમને જણાવીએ છીએ તમારા ફેવરેટ ક્રિકેટરોની કેટલીક પસંદગીની તસવીરો, જેણે ઈન્ટરનેટ પર તેમની મજાક બનાવી દીધી.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, આવી મજેદાર ક્ષણો.....

હું દાળ અને કીમો સારી રીતે બનાવી શકું છું: ઓબામા

વૉશિંગ્ટનઃ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ગુરુવારે વ્હાઈટ હાઉસમાં મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના જુના સંસ્મરણોને વોગળ્યા હતા. 1980ના દાયકામાં પાક. મુલાકાત વખતે રૂમમેટની માતાએ તેને દાળ અને કીમો બનાવવાનું શિખવ્યું હોવાનું ઓબામાએ શરીફને જણાવ્યું હતું.

ઓબામાની આ વાત જાણીને શરીફે યુએસ રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા મીશેલ ઓબામાને પાકિસ્તાનની મુલાકાત લઈ ત્યાંના વ્યંજનોનો આસ્વાદ લેવા માટે નોતરું આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફે ગુરુવારે વ્હાઈટ હાઉસ ખાતે ઓબામાની મુલાકાત લીધી હતી. પાક. પીએમ સાથેની સૌપ્રથમ મુલાકાત હોવાથી ઓબામાએ તેમના જુના સંસ્મરણોને યાદ કરતાં તેના રૂમમેટની માતાએ કેવી રીતે તેને દાળ અને કીમો બનાવતાં શીખવ્યું તે તેમણે પત્રકારોને હળવા મૂડમાં જણાવ્યું હતું. વધુમાં ઓબામાએ કહ્યું કે તેમના માટે તે એક યાદગાર ટ્રીપ હતી જેમાં પાક.ના નાગરિકો પ્રત્યે તેમને માન અને પ્રેમની લાગણી થઈ હતી. ઓબામાએ સંયુક્ત પરિષદમાં દાળ અને કીમાનો ઉલ્લેખ કરતાં નવાઝ શરીફના ચહેરા પર હળવું સ્મિત જોવા મળ્યું હતું.

ઓબામાએ પહેલા કર્યા વખાણ પછી કાઢી ઝાટકણી, વાંચો આગળની સ્લાઈડમાં...

સોના માટે નહીં હથિયાર માટે થઈ રહ્યું છે ખોદકામ!

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ડેડિયા ખેડા ગામમાં જમીન નીચે 1000 ટન સોનાનો ખજાનો દટાયેલો પડ્યો હોવાનું સપનું જોનારા સાધુ શોભન સરકાર કાયદાકીય વિવાદોમાં ફસાઈ શકે છે. જનતા દળ(યૂ)ના મહાસચિવ જાવેદ રજાએ શોભન સરકાર સામે ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીના તુગલક રોડ પોલીસ મથકે સંત શોભન સરકાર અને તેમના શિષ્ય ઓમજી અને કેન્દ્રીય મંત્રી ચરણદાસ મહંત સામે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સોનાની શોધ માટે થઈ રહેલા ખોદકામ અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે કેન્દ્રીય સાંસ્કૃતિક વિકાસ પ્રધાન ચંદ્રેશકુમારી કટોચે જણાવ્યુ કે 'એએસઆઈ દ્વારા સોનું શોધવા માટે નહીં, પરંતુ 1857માં ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાયેલા હથિયારોની તપાસ કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, શું કોઈને સપવામાં આવેલી વાત સાચી હોઈ શકે? આવી વાત સાચી માનીને અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હું વડાપ્રધાનને આ વિશે પૂછવા માગુ છું. અમારો પક્ષ ચરણ દાસ મહંત સામે ફરિયાદ દાખલ કરાવશે.

તો વારાણસીના વકીલ કમલેશ ત્રિપાઠીએ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શોભન સરકાર અને તેમના શિષ્ય ઓમ બાબા અંધવિશ્વાસને પ્રોત્સાહન આપે છે. વકીલની અરજી પર ગુરુવારે સુનાવણી થશે.

આગળ વાંચોઃ શોભન સરકારના શિષ્ય ઓમ બાબાએ કહ્યું હું બાબા રામદેવ કે આસારામ નથી, ખજાનાની વાત સાચી પડશે

Wednesday, October 23, 2013

સોનાને લઇને સરકારે કહ્યું ઠેંગા બાપા રે! કરી દીધી ચોખવટ

સોનાને લઇને છેલ્લાં કેટલાંય સમયથી રાહતના સમાચારની રાહ જોઇ રહેલા લોકોને સરકારે આખરે 'ઠેંગા બાપા રે'! કહી દીધું છે. સાથો સાથ સરકારે તહેવારની સીઝન પહેલાં જ સોના અને તેમાંથી બનેલાં ઘરેણાંને લઇને પણ પોતાના ઇરાદાની સ્પષ્ટતા કરી દીધી છે. તેનું જ પરિણામ છે કે તમને સોના સાથે જોડાયેલ વધુ એક ખરાબ સમાચાર મળી રહ્યા છે. આ સમાચાર તમને ચૂનો ચોપડવા માટે પૂરતા છે.

સરકાર તમારી તિજોરી પર છેલ્લાં કેટલાંય સમયથી નજર નાંખીને બેઠું છે. સામાન્ય પ્રજા સોનું ન ખરીદી શકે તેને લઇને કેટલાંય પ્રયાસો કર્યા છે. તેને જ ધ્યાનમાં રાખીને સરકારે વધુ એક ચોખવટ કરી.

આગળની સ્લાઇડ પર ક્લિક કરીને જાણો સરકારે સોનાને લઇને શેની સ્પષ્ટતા કરી છે

સુખી દાંપત્ય જીવન માટે કડવા ચોથે ગણેશજીને આ મંત્રથી અર્ધ્ય આપો

ગૃહસ્થ જીવનમાં પતિ-પત્નીની વચ્ચે પ્રેમ, સમર્પણ અને વિશ્વાસ એવા સૂત્ર છે, જે સુખી અને સૌભાગ્યશાળી બનાવે છે. માનવીય સંબંધો અને ધર્મની પ્રત્યે ઊંડી આસ્થા બનાવી રાખવાના હેતુથી જ હિન્દુ ધર્મમાં ખાસ દેવ ઉપાસના સાથે જોડાયેલી શુભ ઘડીઓ નક્કી કરવામાં આવે છે. 22 ઓક્ટોબર મંગળવારે કડવા ચોથનું પવિત્ર પર્વ છે, જે સ્ત્રીઓ માટે બહુ ખાસ હોય છે. 
 
આગળ જાણો તમારા દાંપત્ય જીવનને સુખમય રાખવા ગણેશ મંત્ર વિશે....................

ફોકનરે પહેલા ઈશાંતને માર્યો ન ભૂલાય તેવો ઘા, હવે લગાવી રહ્યો છે મલમ

હાલમાં ક્રિકેટ જગતમાં બે ખેલાડીઓની ચર્ચા વધારે ચાલી રહી છે અને તે છે ભારતીય ઝડપી બોલર ઈશાંત શર્મા અને બીજો છે ઓસ્ટ્રેલિયન ખેલાડી જેમ્સ ફોકનર. મોહાલીમાં રમાયેલી ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચેની ત્રીજી વનડેમાં ફોકનરે ઈશાંત શર્માની એક ઓવરમાં 30 રન ઝૂડી નાંખ્યા હતા.
 
આ મેચમાં ઓસ્ટ્રેલિયા 304 રનના લક્ષ્યાંક સામે હારવાની સ્થિતિમાં હતું તેવા સમયે ફોકનરે આવીને ફક્ત 29 બોલમાં અણનમ 64 રન ફટકાર્યા હતા અને પોતાની ટીમને શાનદાર વિજય અપાવ્યો હતો.
 
જોકે, મેચમાં ઈશાંતની ધોલાઈ કરનારા ફોકનરે તેના જખમ પર મલમ લગાવ્યો છે. ફોકનરે ઈશાંત શર્મા પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરતા કહ્યું છે કે પ્રત્યેક બોલરની કારકિર્દીમાં આવા દિવસો આવતા હોય છે.
 
આગળ ક્લિક કરો અને જાણો, ઈશાંતના ઘા પર મલમ લગાવતા ફોકનરે શું કહ્યું છે.....

સલ્લુએ 'બિગ બોસ'માં કરી 'સળી', એશે આપ્યો જડબાતોડ જવાબ

લગ્નના ચાર વર્ષ પછી બોલિવૂડ અભિનેત્રી ઐશ્વર્યા રાય બચ્ચને સલમાન ખાન અંગેની ચૂપકીદી તોડી છે. ટીવી શો 'બિગ બોસ'માં સલમાન દ્રારા પોતાનું નામ લીધા પછી ઐશ્વર્યા રાય બચ્ચને પ્રતિક્રિયા આપી હતી.

સલમાન ખાનનું નામ લીધી વગર તેને પૂછવામાં આવ્યું કે કેટલાક લોકો વાત વાતમાં તેના નામનું ઉલ્લેખ કરે છે ત્યાં હેડલાઇન બની છે. આ અંગે ઐશ્વર્યાએ કર્યું હતું કે, 'જો મારું નામ લેવાથી કોઇને લાભ થતો હોય તો સારી વાત છે, પણ જો સારી બાબતે મારું નામ લેવાતું હોય તે હું આભારી છું, પણ જો માત્ર હેડલાઇન માટે લેવાતો હોય તો... મજા કરે.'

બિગ બોસ-7માં એવું શું કર્યું સલમાને? આરાધના વિશે શું કહે છે ઐશ્lર્યા વાંચવા ફોટો સ્લાઇડ કરો...

દાદી અને પિતાને મારી નાખ્યા, કદાચ મને પણ મારી નાખશે, હું ડરતો નથીઃ રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ આજે રાજ્સ્થાનમાં ચૂંટણી અભિયાનની શરૂઆત કરી દીધી છે. રાજસ્થાનના ચૂરૂ ખાતેની પોતાની પ્રથમ રેલીમાં તેણે ભાજપ પર આકરા પ્રહાર કર્યા. કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યુ કે ભાજપ હિન્દુ અને મુસ્લિમ વચ્ચે લડાઈ કરાવે છે. હું ભાજપની રાજનીતિનો વિરોધ કરૂ છું.

રેલીમાં રાહુલે પોતાની દાદી ઈન્દિરાની હત્યાની કહાણી સંભળાવી લોકોની સહાનુભૂતિ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. રાહુલે કહ્યું હતું કે બીજેપી રાજકીય લાભ ખાટવા માટે નુકશાન પહોંચાડે છે અને હિન્દુ-મુસ્લિમોને લડાવે છે. રાહુલે જણાવ્યું દેશને વહેંચી નાખવાનું ષડયંત્ર કરી રહેલા લોકોએ મારી દાદી અને પિતાને મારી નાખ્યા હતા, એક દિવસ મને પણ મારી નાખશે, પરંતુ હુ ડરતો નથી.

Monday, October 21, 2013

ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?

ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?
વરાછા એ. કે. રોડ ઉમિયા ધામ ખાતે રવિવારે મળેલી કારોબારીની બેઠકમાં સ્વયંસેવકો અને કારોબારીના અગ્રણીઓ વચ્ચે સામાન્ય બાબતે વિખવાદ થતાં હોબાળો મચી ગયો હતો. આ બબાલ એટલી આગળ વધી ગઈ હતી કે છેવટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસ આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?


સુરત ઉમિયાધામ પરિવાર દ્વારા પ્રતિ વર્ષે થતાં નવરાત્રી આયોજન અને મહા આરતીના કાર્યક્રમ બાદ ચંદની પડવા પછીના દિવસે આ કાર્યમાં સેવા આપનારા સ્વયંસેવકો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તા. ૨૦ ઓકટોબર ને રવિવારે સાંજે આયોજિત આ ભોજન સમારોહની સાથે ઉમિયાધામ પરિવારના અગ્રણીઓની કારોબારીની મિટિંગ પણ રાખવામાં આવી હતી.
ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?

આ ભોજન સમારોહમાં આવેલા સ્વયંસેવકો પૈકી કેટલાક કાર્યકરો સીધા કારોબારીની બેઠકમાં પહોંચી ગયા હતા. તેમજ તેઓ દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે, અમે વર્ષોથી સેવા આપીએ છે પરંતુ અમને માત્ર સ્વયંસેવક તરીકે જ રાખવામાં આવે છે, અમને કારોબારીમાં સ્થાન કેમ આપવામાં આવતું નથી ?

મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે

મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે
સુરતમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત થનાર એમએસ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં સુરત આવેલા નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર સુરતના ભાજપી કાર્યકરોએ કેસરી સાફા પહેરીને ભવ્ય સ્વાગત કર્યુ હતું. નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમવાર સુરત આવ્યા હતા. જ્યાં મોદીને આવકારવા માટે ભાજપી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યકરોને સંબોધીત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'હું ગુજરાતની બહાર ગયો ત્યારે ખબર પડી કે ગુજરાતના લોકો અને ગુજરાતની વિકાસ યાત્રાની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે'. મોદીએ કાર્યકરોને આશ્વાસન આપતા જણાવ્યુ હતું કે, 'હું ગમે ત્યાં હોઉં અને ગમે ત્યાં રહું પરંતુ ગુજરાતની વિકાસ યાત્રા નહીં અટકે,  અને તમારા કોઈ પણ પ્રશ્નો પર હું કામ કરતો રહીશ'.
મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે
નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન સમારંભમાં જણાવ્યું હતું કે, ગુજરાતની વિશેષતા છે કે, ગુજરાતને પહેલેથી જ દાનવીરો મળ્યા છે. લાખા વણઝારાનું ઉદાહણ આપતા મોદીએ ગુજરાતના શ્રેષ્ઠીઓને બિરદાવ્યા હતાં. અને દાનના મહિમા તથા ગુજરાતીઓના દાનના વખાણ કર્યા હતાં. સંપતિનો સદઉપયોગ કેવી રીતે પાટીદાર સમાજે કર્યો તેની નોંધ લઈને પાટીદાર સમાજ દ્વારા થતા ઉત્તમોતમ કામને બિરાદાવ્યા હતાં.
મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ઉભી થનારી ૪૦૦ કરોડની ૧૩ માળની હોસ્પિટલના ભૂમિપૂજનમાં આવેલા મોદીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે મારો પડ્યો બોલ ઝીલ્યો છે. બેટી બચાવો આંદોલનથી લઈને હોસ્પિટલના નિર્માણ કાર્ય સુધીમાં પાટીદારોએ સમાજને નવો રાહ ચિંધ્યો છે. જેના માટે હું ગર્વ અનુભવું છે.
 

Thursday, October 17, 2013

મોદીએ કોંગ્રેસનો કર્યો 'દાવ'? કેન્દ્રનાં પૈસે કરશે 'સપનું સાકાર'

ગુજરાતમાં લાખોની સંખ્યામાં ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટેના આવાસની યોજનાઓ અમલી બનાવીને લોકસભા ચૂંટણી પહેલાં તેને પ્રચારનું માધ્યમ બનાવવાનો વ્યૂહ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ અપનાવ્યો છે, પરંતુ હકીકત એ છે કે સ્લમ રિહેબિલિટેશન પોલિસી અને અન્ય યોજનાઓમાં રાજ્ય સરકારનો નાણાકીય ફાળો માત્ર ૨૮થી ૩૮ ટકા સુધીનો જ રહેશે.
                                                            
મોદીએ કોંગ્રેસનો કર્યો 'દાવ'? કેન્દ્રનાં પૈસે કરશે 'સપનું સાકાર'

જ્યારે મહત્તમ પ૦ ટકાની નાણાકીય સહાય કેન્દ્ર સરકાર તરફથી મળશે. આ યોજનાઓની જાહેરાત પણ જાણે સમગ્ર પ્રોજેક્ટ રાજ્ય સરકાર એકલા હાથે અને પોતાની તિજોરીથી જ પૂરો કરી રહી હોય તેમ કરાય છે.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ
Read more at visit@- http://www.divyabhaskar.com
 

Wednesday, October 16, 2013

સેવકના મોબાઇલમાં 'આત્મઘાતી' SMS, કીસે મારું? કે મરું?

નારાયણ સાંઇનો મુખ્ય સેવક એવા મોહિ‌ત ભોજવાણીના મોબાઇલમાંથી સંખ્યાબંધ એસએમએસ પોલીસને વાંચવા મળ્યા હતા. જેમાંથી એક એસએમએસ ખૂબ જ ચોંકાવનારો છે. તેમાં લખાયું છે કે, 'ક્યા કરું? કેસે કરું? કીસે મારું? કે મરું?’ આ એસએમએસ પરથી સ્પષ્ટ જણાય છે કે, મોહિ‌ત નારાયણ સાંઇ માટે આત્મઘાતી હુમલો પણ કરી શકે છે અને કોઈનો પણ જીવ લઈ શકે છે. આ બાબતે તેને પૂછાતાં કોઈ યોગ્ય જવાબ આપતો નથી.
નારાયણ સાંઇનો મુખ્ય સેવક એવા મોહિ‌ત ભોજવાણીના મોબાઇલમાંથી સંખ્યાબંધ એસએમએસ પોલીસને વાંચવા મળ્યા હતા. જેમાંથી એક એસએમએસ ખૂબ જ ચોંકાવનારો છે. તેમાં લખાયું છે કે, 'ક્યા કરું? કેસે કરું? કીસે મારું? કે મરું?’ આ એસએમએસ પરથી સ્પષ્ટ જણાય છે કે, મોહિ‌ત નારાયણ સાંઇ માટે આત્મઘાતી હુમલો પણ કરી શકે છે અને કોઈનો પણ જીવ લઈ શકે છે. આ બાબતે તેને પૂછાતાં કોઈ યોગ્ય જવાબ આપતો નથી.
 Read more at visit@http://www.divyabhaskar.com



Tuesday, October 15, 2013

સમય બલવાનઃ દમામભેર ફરનારા આસારામને સંતાડવું પડ્યું મોઢું

સુરતની યુવતી સાથે દુષ્કર્મ કેસમાં સોમવારના રોજ અમદાવાદ પોલીસ જોધપુર કોર્ટમાંથી આસારામની કસ્ટડી લીધા બાદ સાંજના સાત વાગે તેમને એસજી હાઈવે ઉપર આવેલી ગુજરાત ત્રાસવાદ વિરોધી દળની કચેરી ખાતે લઈ આવી હતી.  જ્યાં ત્રાસવાદીઓ માટે બનાવવામાં આવેલી ખાસ બેરેકમાં તેમને રાખવામાં આવ્યા હતા. સાંજના ૬.
સલામતીના કારણોસર આસારામને માટે એરપોર્ટ ઓથોરિટીની પરવાનગી સાથે પોલીસના વાહનો એરપોર્ટની અંદર દાખલ થયા હતા, જ્યાં તેમને પોલીસના વાહનમાં બેસાડીને સીધા એરપોર્ટની બહાર લાવવામાં આવ્યા હતા, ત્યાંથી તેમને સીધા એસજી હાઈવે પરની એટીએસની ઓફિસમાં લઈ જવાયા હતા. જોધપુર કોર્નાટ આદેશ પ્રમાણે ટ્રાન્ઝિટ રિમાન્ડ મંગળવારના બપોર સુધીના હોવાને કારણે આસારામને મંગળવારે જ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
Read more at visit@- http://www.divyabhaskar.com

Monday, October 14, 2013

'શસ્ત્ર પૂજન સમયે મોત હું વધુ પસંદ કરીશ’, મોદીએ કર્યો હુંકાર

દશેરાના દિવસે રવિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ તેમના નિવાસ સ્થાને જ્યારે શસ્ત્ર-પૂજન કર્યું ત્યારે તેમને ભેટમાં મળેલા શસ્ત્રો ઉપરાંત તેમની અંગત સુરક્ષમાં રોકાયેલા જવાનોના અંગત શસ્ત્રોની પણ પૂજા કરી. 
 
વર્ષે જ્યારે તેમણે આવી પૂજા કરી હતી ત્યારે કેન્દ્ર સરકારે આ રીતે અંગત સુરક્ષાકર્મીઓના શસ્ત્રો કોઈપણ સમયે તેમનાથી અલગ કરી ન શકાય તેવા નિયમને ટાંકી આમ ન કરવાની સલાહ આપી હતી. પરંતુ આ વર્ષે પણ મોદીએ આવી સલાહ ધરાર અવગણીને શસ્ત્ર પૂજન કર્યું હતું.

Friday, October 11, 2013

મોદીની ‘મૅગ્નિફિસન્ટ’ મૂવઃ વિકસાવશે વહાણ ઉદ્યોગ!

દક્ષિણ કોરિયાના ભારત ખાતેના રાજદૂત લી જૂન્ગ્યુએ ગુરુવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઇ તેમને દક્ષિણ કોરિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેના રાજનૈતિક સંબંધોનું ૪૦મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે જૂન્ગ્યુએ મોદી સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રો ઉપરાંત આર્થિ‌ક-ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.
મોદીએ ગુજરાતમાં દક્ષિણ કોરિયાના દરિયાઇ વેપાર અને મેરીટાઇમ સ્ટેટ્સની જેમ વિકાસ કરવાની તત્પરતા દર્શાવી હતી. મેરીટાઇમ હ્યુમન રિર્સોસીઝ ડેવલપમેન્ટ માટે કોરિયાની મેરીટાઇમ યુનિવર્સિ‌ટી સાથે સહયોગ કરવાની, શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે દક્ષિણ કોરિયાનો સહયોગ મેળવવાની તૈયારી દર્શાવી હતી.
Read more at visit@-http://www.divyabhaskar.co.in