Thursday, September 11, 2014

OMG! અમદાવાદ રેલવે સ્ટેશનની સફાઈ જોવા ટોયલેટમાં ઘૂસ્યા પરેશ રાવલ

અભિનેતા અને અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ આજે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. પરેશ રાવલે અહીં સુરક્ષા, સુવિધા અને સફાઈનું નિરિક્ષણ કર્યું હતુ. રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા જોવા માટે પરેશ રાવલ ટોયલેટમાં પણ આટો મારી આવ્યા હતા.
OMG! અમદાવાદ રેલવે સ્ટેશનની સફાઈ જોવા ટોયલેટમાં ઘૂસ્યા પરેશ રાવલ
સાથે જ સીસીટીવી મોનિટરિંગ રૂમની પણ મુલાકાત લીધી હતી. પરેશ રાવલે રેલવે સ્ટેશન પર વધુમાં વધુ સુરક્ષા અને સફાઈ સાથે લોકોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે વાત પર ભાર મુક્યો હતો. Read More...

પૂરથી પ્રભાવિત J&Kમાં અફવાઓ ફેલાવી રહી છે પાકિસ્તાની ચેનલ્સ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે પૂરને કારણે આવેલા વિનાશ છતાં, પાકિસ્તાનની હરકતો ચાલુ જ છે. પૂરના કારણે દૂરદર્શન અને આકાશવાણીનું પ્રસારણ ઠપ થઈ ગયું છે. જોકે અહીં પાકિસ્તાની ચેનલોનું પ્રસાર ચાલુ છે.
પૂરથી પ્રભાવિત J&Kમાં અફવાઓ ફેલાવી રહી છે પાકિસ્તાની ચેનલ્સ
જેની મદદથી પાકિસ્તાની ચેનલ્સ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારને માહિતી મળી એટલે તત્કાળ કાર્યવાહી કરી અને દિલ્હીથી દૂરદર્શનનું પ્રસારણ શરૂ કરાવ્યું હતું.  Read More...

વડોદરા: વિશ્વામિત્રીમાં પાણી ઓસરવાના શરૂ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહીથી પૂરનું સંકટ યથાવત

વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી વરસાદ બંધ થયો છે. જેને કારણે હવે  વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવાના શરૂ થયા છે.
વડોદરા: વિશ્વામિત્રીમાં પાણી ઓસરવાના શરૂ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહીથી પૂરનું સંકટ યથાવત
જોકે પૂરનું સંકટ સંપૂર્ણ ટળ્યું નથી. બુધવારે રાતથી જ પાણી ઉતારવાનું શરૂ થયું છે. પૂરની આવી સ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. Read More...

Wednesday, September 10, 2014

USમાં મોદી મેજીક: ત્રણ દિવસની યાત્રા અને 25થી વધુ બેઠકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય બાદ અમેરિકાની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત કૂટનીતિક દ્રષ્ટીએ તો મહત્વપૂર્ણ હશે,
USમાં મોદી મેજીક: ત્રણ દિવસની યાત્રા અને 25થી વધુ બેઠકો
જ સાથો સાથ તેઓ શ્રેણીબદ્ધ બેઠકો દ્વારા વૈશ્વિક સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. તેઓ રોકાણકારો અને નીતિ ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા લોકો સાથે મુલાકાત કરશે. Read More...

iPhone 6 અને iPhone 6 પ્લસ લોન્ચ, 17 ઓક્ટોબરથી ભારતમાં મળશે

સ્માર્ટફોન કંપની એપલે મંગળવારે રાત્રે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આઇફોન-6 અને આઇફોન-6 પ્લસ. બંને મોડેલ અત્યાર સુધીના આઇફોનની સરખામણીમાં 50 ટકા વધુ ફાસ્ટ છે.
iPhone 6 અને iPhone 6 પ્લસ લોન્ચ, 17 ઓક્ટોબરથી ભારતમાં મળશે
કંપનીએ એપલ વોચ અને એપલ પે સર્વિસ પણ લોન્ચ કરી છે. એપલ સીઇઓ ટિમ કૂકે કહ્યું કે, આ આઇફોન સીરિઝનો સૌથી એડવાન્સ ફોન છે. આઇફોન-6માં સ્ક્રીનની સાઇઝ વધારવામાં આવી છે. Read More...

શ્રીનગર : ચોક્કસ વિસ્તારને જ સહાયની માંગ સાથે NDRF પર લોકોનો હુમલો

શ્રીનગરના ચોક્કસ વિસ્તારોના લોકો માંગણી કરી રહ્યાં હતા કે, એનડીઆરએફની ટૂકડી માત્ર તેમના જ વિસ્તારના લોકોને સહાય કરે અને આગળ ન જાય.
શ્રીનગર : ચોક્કસ વિસ્તારને જ સહાયની માંગ સાથે NDRF પર લોકોનો હુમલો
પરંતુ નિયમ પ્રમાણે, એનડીઆરએફ તમામ જગ્યાએ પહોંચવા માંગતું હતું. એટલે સ્થાનિકોએ એનડીઆરએફના જવાનોની ઉપર હુમલો કર્યો હતો. Read More...

વડોદરામાં સંકટ : વિશ્વામિત્રીના તમામ પુલ પર પાણી ફરી વળ્યા, ૩ લાખથી વધુ લોકો થાય છે હેરાન

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં જ ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
વડોદરામાં સંકટ : વિશ્વામિત્રીના તમામ પુલ પર પાણી ફરી વળ્યા, ૩ લાખથી વધુ લોકો થાય છે હેરાન
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલી નંખાતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે બપોરે ભયજનક સપાટી વટાવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જા‍તાં પ,૩૦૦થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું. Read More..