Thursday, September 11, 2014

OMG! અમદાવાદ રેલવે સ્ટેશનની સફાઈ જોવા ટોયલેટમાં ઘૂસ્યા પરેશ રાવલ

અભિનેતા અને અમદાવાદ પૂર્વના સાંસદ પરેશ રાવલ આજે કાલુપુર રેલવે સ્ટેશનની મુલાકાતે પહોંચ્યા હતા. પરેશ રાવલે અહીં સુરક્ષા, સુવિધા અને સફાઈનું નિરિક્ષણ કર્યું હતુ. રેલવે સ્ટેશનમાં સ્વચ્છતા જોવા માટે પરેશ રાવલ ટોયલેટમાં પણ આટો મારી આવ્યા હતા.
OMG! અમદાવાદ રેલવે સ્ટેશનની સફાઈ જોવા ટોયલેટમાં ઘૂસ્યા પરેશ રાવલ
સાથે જ સીસીટીવી મોનિટરિંગ રૂમની પણ મુલાકાત લીધી હતી. પરેશ રાવલે રેલવે સ્ટેશન પર વધુમાં વધુ સુરક્ષા અને સફાઈ સાથે લોકોને ઉત્તમ સુવિધાઓ મળી રહે તે વાત પર ભાર મુક્યો હતો. Read More...

પૂરથી પ્રભાવિત J&Kમાં અફવાઓ ફેલાવી રહી છે પાકિસ્તાની ચેનલ્સ

જમ્મુ અને કાશ્મીરમાં ભારે પૂરને કારણે આવેલા વિનાશ છતાં, પાકિસ્તાનની હરકતો ચાલુ જ છે. પૂરના કારણે દૂરદર્શન અને આકાશવાણીનું પ્રસારણ ઠપ થઈ ગયું છે. જોકે અહીં પાકિસ્તાની ચેનલોનું પ્રસાર ચાલુ છે.
પૂરથી પ્રભાવિત J&Kમાં અફવાઓ ફેલાવી રહી છે પાકિસ્તાની ચેનલ્સ
જેની મદદથી પાકિસ્તાની ચેનલ્સ દ્વારા અફવા ફેલાવવામાં આવી રહી છે. આ અંગે કેન્દ્ર સરકારને માહિતી મળી એટલે તત્કાળ કાર્યવાહી કરી અને દિલ્હીથી દૂરદર્શનનું પ્રસારણ શરૂ કરાવ્યું હતું.  Read More...

વડોદરા: વિશ્વામિત્રીમાં પાણી ઓસરવાના શરૂ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહીથી પૂરનું સંકટ યથાવત

વડોદરા અને તેની આસપાસના વિસ્તારમાં છેલ્લા 48 કલાકથી વરસાદ બંધ થયો છે. જેને કારણે હવે  વિશ્વામિત્રી નદીના પાણી ઓસરવાના શરૂ થયા છે.
વડોદરા: વિશ્વામિત્રીમાં પાણી ઓસરવાના શરૂ, 24 કલાકમાં ભારે વરસાદની આગાહીથી પૂરનું સંકટ યથાવત
જોકે પૂરનું સંકટ સંપૂર્ણ ટળ્યું નથી. બુધવારે રાતથી જ પાણી ઉતારવાનું શરૂ થયું છે. પૂરની આવી સ્થિતિમાં શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૩૦ હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. Read More...

Wednesday, September 10, 2014

USમાં મોદી મેજીક: ત્રણ દિવસની યાત્રા અને 25થી વધુ બેઠકો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાંબા સમય બાદ અમેરિકાની મુલાકાત લેશે. તેમની આ મુલાકાત કૂટનીતિક દ્રષ્ટીએ તો મહત્વપૂર્ણ હશે,
USમાં મોદી મેજીક: ત્રણ દિવસની યાત્રા અને 25થી વધુ બેઠકો
જ સાથો સાથ તેઓ શ્રેણીબદ્ધ બેઠકો દ્વારા વૈશ્વિક સમુદાય સુધી પહોંચવાનો પ્રયાસ કરશે. તેઓ રોકાણકારો અને નીતિ ઘડતરમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવતા લોકો સાથે મુલાકાત કરશે. Read More...

iPhone 6 અને iPhone 6 પ્લસ લોન્ચ, 17 ઓક્ટોબરથી ભારતમાં મળશે

સ્માર્ટફોન કંપની એપલે મંગળવારે રાત્રે બે નવા સ્માર્ટફોન લોન્ચ કર્યા છે. આઇફોન-6 અને આઇફોન-6 પ્લસ. બંને મોડેલ અત્યાર સુધીના આઇફોનની સરખામણીમાં 50 ટકા વધુ ફાસ્ટ છે.
iPhone 6 અને iPhone 6 પ્લસ લોન્ચ, 17 ઓક્ટોબરથી ભારતમાં મળશે
કંપનીએ એપલ વોચ અને એપલ પે સર્વિસ પણ લોન્ચ કરી છે. એપલ સીઇઓ ટિમ કૂકે કહ્યું કે, આ આઇફોન સીરિઝનો સૌથી એડવાન્સ ફોન છે. આઇફોન-6માં સ્ક્રીનની સાઇઝ વધારવામાં આવી છે. Read More...

શ્રીનગર : ચોક્કસ વિસ્તારને જ સહાયની માંગ સાથે NDRF પર લોકોનો હુમલો

શ્રીનગરના ચોક્કસ વિસ્તારોના લોકો માંગણી કરી રહ્યાં હતા કે, એનડીઆરએફની ટૂકડી માત્ર તેમના જ વિસ્તારના લોકોને સહાય કરે અને આગળ ન જાય.
શ્રીનગર : ચોક્કસ વિસ્તારને જ સહાયની માંગ સાથે NDRF પર લોકોનો હુમલો
પરંતુ નિયમ પ્રમાણે, એનડીઆરએફ તમામ જગ્યાએ પહોંચવા માંગતું હતું. એટલે સ્થાનિકોએ એનડીઆરએફના જવાનોની ઉપર હુમલો કર્યો હતો. Read More...

વડોદરામાં સંકટ : વિશ્વામિત્રીના તમામ પુલ પર પાણી ફરી વળ્યા, ૩ લાખથી વધુ લોકો થાય છે હેરાન

વડોદરા શહેર-જિલ્લામાં છેલ્લા ૪૮ કલાકમાં જ ૯.પ ઇંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યાં હતાં.
વડોદરામાં સંકટ : વિશ્વામિત્રીના તમામ પુલ પર પાણી ફરી વળ્યા, ૩ લાખથી વધુ લોકો થાય છે હેરાન
ઉપરવાસમાં ભારે વરસાદના પગલે છેલ્લા ૩૦ કલાકથી આજવા સરોવરના ૬૨ દરવાજા ખોલી નંખાતાં વિશ્વામિત્રી નદીએ મંગળવારે બપોરે ભયજનક સપાટી વટાવી દીધી હતી. વડોદરા શહેર-જિલ્લામાં પૂરની સ્થિતિ સર્જા‍તાં પ,૩૦૦થી વધુ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરાયું હતું. Read More..

Tuesday, September 9, 2014

આઇફોન 6 અને સ્માર્ટવોચ, જાણો કેમ હશે એપલની ઇવેન્ટ ખાસ?

એપલ કંપની આજે પોતાની એક મોટી ટેક ઇવનેટ લોન્ચ કરવા જઇ રહી છે. આ કંપનીની મેગા ઇવેન્ટ ગણાશે. ભારતીય સમયઅનુસાર રાતે 10.00 વાગ્યાથી આ ઇવેન્ટ શરૂ કરવામાં આવશે.
આઇફોન 6 અને સ્માર્ટવોચ, જાણો કેમ હશે એપલની ઇવેન્ટ ખાસ?
એપલ કંપનીની તરફથી આ ઇવેન્ટમાં કયા ગેજેટ્સ લોન્ચ થશે તે વિશે હાલમાં કોઇ જાણકારી કંપની તરફથી આપવામાં આવી નથી, પરંતુ એવી સંભાવનાઓ છે કે કંપની પોતાના આઇફોન 6 અને પહેલી આઇવોચ લોન્ચ કરી શકે છે.  Read More...

ગો બેક કહેનારા હવે આંસુઓ સાથે પોકારે છે : લાખો લોકો હજુ મુશ્કેલીમાં

એક સપ્તાહથી પૂરના સંકટનો સામનો કરી રહેલા જમ્મુ- કાશ્મીરમાં અત્યાર સુધીની મોટી બચાવ કામગીરી ચાલુ કરવામાં આવી છે. લશ્કર અને હવાઇદળ તો બચાવ કામગીરી કરી રહ્યું હતું હવે નૌકાદળને પણ ઉતારી દેવામાં આવ્યું છે.
ગો બેક કહેનારા હવે આંસુઓ સાથે પોકારે છે : લાખો લોકો હજુ મુશ્કેલીમાં
નૌકાદળના મરિન કમાન્ડોને પહેલી વખત જાનમાલ બચાવવાના કામ માટે ઉતારવામાં આવ્યાં છે. આ દરમિયાન લશ્કરના વડા જનરલ દલબિરસિંહ સુહાગે જણાવ્યું છે કે જ્યાં સુધી છેલ્લી વ્યક્તિને સુરક્ષિત બહાર કાઢી લેવામાં નહીં આવે ત્યાં સુધી લશ્કર બેરેકમાં પરત નહીં જાય. Read More...

ગુજ્જુ-ચીની ભાઈ-ભાઈ!: અમદાવાદ-ગુઆંગજોઉ બનશે સિસ્ટર સિટીઝ

17 સપ્ટેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહેલા ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગને આવકારવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ ગુજરાત આવશે.
ગુજ્જુ-ચીની ભાઈ-ભાઈ!: અમદાવાદ-ગુઆંગજોઉ બનશે સિસ્ટર સિટીઝ
વડાપ્રધાન બન્યા બાદ પ્રથમ વાર વતન આવતા મોદીની મુલાકાતની ક્ષણો અમદાવાદ માટે ઐતિહાસિક બની રહેશે. આ સમયગાળા દરમિયાન ગુજરાત સરકાર ચીન સાથે બે એમઓયુ કરશે. Read More...

ભાદરવો ભરપૂર: ઉતર-મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિ, નર્મદા બે કાંઠે, પાવાગઢનું તેલીયું તળાવ ફાટ્યું

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી મેઘરાજા મહેરબાન છે. ગઈકાલે ગુજરાતનો જીવાદોરી નર્મદા ડેમ ઓવરફલો થયો અને આજે ઉત્તર ગુજરાતનું પાટણ પાણી પાણી થઇ ગયું છે.
ભાદરવો ભરપૂર: ઉતર-મધ્ય ગુજરાતમાં પૂરની સ્થિતિ, નર્મદા બે કાંઠે, પાવાગઢનું તેલીયું તળાવ ફાટ્યું
પાટણમાં માત્ર 12 કલાકમાં 10 ઇંચ વરસાદ ખાબકી જતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઇ ગયા છે. શાળાઓમાં પણ 2 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા છે અને વીજ પુરવઠાને અસર થઇ છે. Read More...

Monday, September 8, 2014

Reading Business World News in Gujarati Now Become Easy



Gujarati is official language of Gujarat and is widely spoken by the huge chunk of communities in India and abroad. Generally, Guajarati natives feel more ease in reading or watching news in this language.
It's the explanation for rise in the number of news sources in Gujarati. As far as newspapers are concerned, most of the folks in Gujarati community round the world choose regional newspapers to keep updated with daily news in Gujarati. Gujarat newspaper is quite common in Gujarat
All the foremost Gujarati newspapers contain current data on government policies, Bollywood, politics, economy, and science & technology. From Bollywood news, entertainment to politics news, one can get daily scoops of reports in Gujarati through Gujarat newspaper. There are several newspapers printed originally in Gujarati language and further translations of English and Hindi newspapers are also available.
Divya Bhaskar Gujarati newspaper is a leading newspaper you want to read for all updates in Gujarati language. The Gujrati newspapers are printed from different cities of Gujarat such as Ahmadabad, Surat, Rajkot, Vadodara, etc. Besides Gujarat newspaper, Guajarati newspapers also are important sources of reports in Gujarat.
In the present era, as the communication on global platform is influenced by net, online news has moreover emerged as vital source of reading reports or news in the country. Most of regional newspapers in Gujarati are turning on-line to share all the minute updates of all around the globe.
With help of online publication of Gujarati news, you can easily browse all the news for your region, your country and from international platform as well. These newspapers deliver news on the number of ongoing events from national and international ground such as Business World News in Gujarati, politics news, Hollywood and Bollywood news, finance news and ton of other news.
With the evolution of internet, it's become easier for individuals to obtain access to current news updates in Gujarati language even at just a click of your mouse. In order to enhance best-in class readers’ experience for updated news, the regional newspapers stick with its adorning on-line versions with innovative options available to explore the news.
Divya Bhaskar newspaper has gone its online presence and with this, it helps readers to know instantly all about news such as travel, education, technology, and many others. By online, you can quickly get latest updated on Bollywood, and other news.
This newspaper deliver all the updated Business News in Gujarati, you can read for.
Author Is an Eminent and Experienced Content Writer on the topic Access Latest & Breaking News in Gujarati from Divyabhaskar. Author Has Also Written Several Articles on  Cricket Score Live and Gujarati News Paper In India .

Sunday, September 7, 2014

કચ્છી માંડુએ વિકસાવી અનોખી સોશિયલ સાઈટ, ૩૭ ભાષા, 50 લાખ યુઝર્સ

આજે સોશિયલ સાઇટની ચારેતરફ બોલબાલા છે. વિવિધ ફેસિલિટી આપતી સાઇટો લોકપ્રિય બની રહી છે, ત્યારે મુળ અંજારના અને અભ્યાસઅર્થે અમદાવાદ સ્થાયી થયેલા કચ્છી યુવાને ૩૭ ભાષામાં ચેટ કરી શકાય તેવી લેટ્સ બી ઓન નામની સોશિયલ સાઇટ વિકસાવી છે, જેમાં અત્યાર સુધી દેશ-વિદેશના ૫૦ લાખ યૂઝર્સ જોડાઇ ચુક્યા છે.
કચ્છી માંડુએ વિકસાવી અનોખી સોશિયલ સાઈટ, ૩૭ ભાષા, 50 લાખ યુઝર્સ
ભારતની આ પ્રથમ નેટવકિઁગ સાઇટ હશે કે, જેમાં વિવિધ ભાષામાં ચેટ કરવાની ફેસિલિટી અપાઇ હોય છે. બીબીએ અને એમબીએનો અભ્યાસ કરીને કંઇ નવું કરવાની ઇચ્છા ધરાવતા સિદ્ધાર્થ ભટ્ટને એવી સાઇટ તૈયાર કરવી હતી, જેમાં તમામ સુવિધા સાથે લોકો બહુવિધ પ્રવૃત્તિઓ પણ કરી શકે. Read More...

ચોમેર દર્દ અને દહેશત : પાણી મોત બનીને વહી રહ્યાં છે, વૈષ્ણોદેવી યાત્રા શરૂ

જમ્મુ-કાશ્મીરમાં પૂરને ૭ દિવસ થઇ ગયા છે તેમ છતાં કોઇ પણ સ્થળે કોઇ રાહત જોવા મળી રહી નથી. જેલમ નદીનું પાણી રાજધાની શ્રીનગરમાં ઘૂસી ચૂક્યું છે.
ચોમેર દર્દ અને દહેશત : પાણી મોત બનીને વહી રહ્યાં છે, વૈષ્ણોદેવી યાત્રા શરૂ
રસ્તાઓ ડૂબી ગયા છે અને ઘરોમાં પણ પ થી ૮ ફૂટ જેટલું પાણી ભરાઇ ગયું છે. જીવ બચાવવ માટે લોકો છત ઉપર આશરો લઇ રહ્યા છે. દક્ષિણ કાશ્મીરમાં ફસાયેલા રાજ્યના ત્રણ પ્રધાનોનો કોઇ અતો-પતો નથી. Read More...

ઓપરેશન પર્દાફાશ : ભાજપે AAPના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યાનો આરોપ, સ્ટિંગ વીડિયો

આમ આદમી પાર્ટીએ સોમવારે એક સ્ટિંગ ઓપરેશનનો વીડિયો બહાર પાડ્યો હતો. જેમાં તેમણે એક વીડિયો બહાર પાડ્યો છે.
ઓપરેશન પર્દાફાશ : ભાજપે AAPના ધારાસભ્યોને ખરીદવાનો પ્રયાસ કર્યાનો આરોપ, સ્ટિંગ વીડિયો
આ વીડિયોમાં ભાજપના એક નેતા આમ આદમી પાર્ટીના ધારાસભ્યને ખરીદવાનો પ્રયાસ કરી રહ્યાં છે.
Read More...

Saturday, September 6, 2014

મોદીની જાપાન યાત્રાની અસર, FIIએ પાંચ દિવસમાં કરી 4800 કરોડની ખરીદી

આ સપ્તાહનાં પહેલા ત્રણ દિવસ તેજીનાં નામે રહ્યા અને છેલ્લા બે દિવસ નફારૂપી વેચવાલીનો ભોગ બન્યા. સેન્સેક્સ અને નિફ્ટીમાં આ સપ્તાહે 1.5 ટકાનો વધારો નોંધાયો છે.
મોદીની જાપાન યાત્રાની અસર, FIIએ પાંચ દિવસમાં કરી 4800 કરોડની ખરીદી 
તાજેતરમાં જ આવેલા જીડીપીનાં આંકડા અને વડાપ્રધાનની જાપાનની સફળ ગણાતી મુલાકાતને કારણે એફઆઇઆઇનો ભારતીય બજારો પર ભરોસો વધ્યો છે. Read More...

ટોઇલેટ રોકીને બાળકને સંભળાવાયું 'મોદી સર' નું ભાષણ, કરાવાઇ અધિકારીઓની સેવા

ટીચર્સ ડે નાં અવસરે શુક્રવારે દેશભરમાં સ્કૂલનાં વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભાષણ સંભળાવવામાં આવ્યું અને સવાલ જવાબ પણ થયા.
ટોઇલેટ રોકીને બાળકને સંભળાવાયું 'મોદી સર' નું ભાષણ, કરાવાઇ અધિકારીઓની સેવા
પણ આ કાર્યક્રમ દરમિયાન ઘણી જગ્યાએ બાળકો સાથે કઠોર વર્તન અને અવ્યવસ્થા પણ જોવા મળી. બેંગલુરુની એક સ્કૂલમાં તો શિક્ષકે બાળકને મોદીનાં ભાષણ દરમિયાન પેશાબ કરવાની પણ મંજૂરી આપી નહતી. Read More..
  

નિઠારી કાંડ: કોલીએ અધિકારીઓને પૂછ્યું, કેવી રીતે આપશો ફાંસી? બ્લડપ્રેશર ઘટ્યું

ફાંસીની સજા નક્કી થયા બાદ નિઠારી હત્યાકાંડનો સિરિયલ કિલર સુરેન્દ્ર કોલી ચિંતામાં રહેવા લાગ્યો છે. તા. 10મી સપ્ટેમ્બરની આજુબાજુમાં ફાંસી થવાની વાત નક્કી થયા બાદ તેની દીનચર્યામાં અનેક પરિવર્તનો આવ્યા છે.
નિઠારી કાંડ: કોલીએ અધિકારીઓને પૂછ્યું, કેવી રીતે આપશો ફાંસી? બ્લડપ્રેશર ઘટ્યું
માસૂમોની હત્યાના દોષિત કોલીને મેરઠની હાઈ સિક્યુરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે. જ્યાં તેણે અનેક ધર્મગ્રંથોનું વાંચન શરૂ કરી દીધું છે. Read More...

જમ્મુ-કાશ્મીરમાં પૂરથી 150નાં મોત, અનેક લોકો તણાઈને પાકિસ્તાન પહોંચી ગયાની આશંકા

અને કાશ્મીરમાં છેલ્લા ચાર દિવસોથી થઈ રહેલા ભારત વરસાદને પગલે સ્થિતિ વકરી છે. શનિવારે કેન્દ્રીય ગૃહપ્રધાન શનિવારે પૂરગ્રસ્ત વિસ્તારનું હવાઈ નિરીક્ષણ કર્યું.
જમ્મુ-કાશ્મીરમાં પૂરથી 150નાં મોત, અનેક લોકો તણાઈને પાકિસ્તાન પહોંચી ગયાની આશંકા 
રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં શુક્રવારે 24 લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં 150 લોકોના મોત થઈ ગયા છે. Read More...

Friday, September 5, 2014

J&Kમાં જળઆતંક : આસમાની આફતથી લોકોને બચાવવા આર્મી મેદાને

જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદના કારણે પૂર આવતા લોકો કુદરત સામે લાચાર થઈ ગયા છે. પૂરથી લોકોને બચાવવા સેના પણ મેદાનમાં આવી ગઇ છે. આજે ભારતીય વાયુસેનાએ 14 લોકોને બચાવ્યા હતા.
J&Kમાં જળઆતંક : આસમાની આફતથી લોકોને બચાવવા આર્મી મેદાને 
. જમ્મુ-શ્રીનગર હાઇવે સતત બીજા દિવસે પણ ભૂસ્ખ્લનને કારણે બંધ રહ્યો હતો. રસ્તો બંધ હોવાના કારણે 1200 જેટલા વાહનો અધવચ્ચે ફસાઇ ગયા છે. Read More...

ટીચર્સ ડે: 1 અબજ 26 કરોડમાં પડશે પીએમ મોદીની પાઠશાળા, શાળાઓએ આપવો પડશે અહેવાલ

દેશના ઇતિહાસમાં પહેલી વાર આમ થઈ રહ્યું છે કે, શિક્ષક દિન નિમિત્તે શાળાઓમાં શુક્રવારે વડાપ્રધાનનું ભાષણ સંભળાવવામાં આવશે. કાર્યક્રમ બપોરે 3 વાગ્યાથી  4.45 વાગ્યા સુધી ચાલશે.
ટીચર્સ ડે: 1 અબજ 26 કરોડમાં પડશે પીએમ મોદીની પાઠશાળા, શાળાઓએ આપવો પડશે અહેવાલ
રાજ્યોને કાર્યક્રમના સીધા પ્રસારણની વ્યવસ્થા કરવા કહેવામાં આવ્યું છે, જેથી દેશની 1.80 લાખ સરકારી અને પ્રાઇવેટ શાળાઓનાં બાળકો સાથે વડાપ્રધાન વાત કરી શકે. Read More...

લોન્ચ પહેલાં જ લીક કરવામાં આવી આઇફોન 6ની કિંમત

આઇફોન 6ને લોન્ચ થવામાં ફક્ત ગણતરીના દિવસો રહી ગયા છે ત્યારે તેના વિશેની અનેક સંભાવનાઓ ઘણઆ સમયથી આવી રહી છે.
લોન્ચ પહેલાં જ લીક કરવામાં આવી આઇફોન 6ની કિંમત 
સપ્ટેમ્બરે આઇફોન 6 લોન્ચ થવાનો છે ત્યારે ટેક બ્લોગ TK Tech News દ્વારા આઇફોન 6ની કિંમતોને બહાર લાવવામાં આવી છે. અહીં આપવામા આવેલી ફોટોના આધારે આવનારા આઇફોન 6ના 4.7 અને 5.5ના વેરિએંટની કિંમતોને જાણી શકાય છે.  Read More...

ફાંસીની સજાની રાહ જોતા સુરેન્દ્ર કોલીએ ખાવાપીવાનું છોડ્યું, લાગે છે રડવા

મેરઠની ચૌધરી ચરણ સિંહ જિલ્લા જેલમાં નિઠારી કાંડનાં દોષિત સુરેન્દ્ર કોલીને ફાંસી આપવામાં આવશે. તેને 12 કે 13 સપ્ટેમ્બરનાં રોજ ફાંસી થઇ શકે છે.
ફાંસીની સજાની રાહ જોતા સુરેન્દ્ર કોલીએ ખાવાપીવાનું છોડ્યું, લાગે છે રડવા
બુધવારે ગાઝિયાબાદની અદાલતે સુરેન્દ્ર કોલીનું ડેથ વોરન્ટ જારી કરતા તેને ગાઝિયાબાદની ડાસના જેલમાંથી મેરઠ જિલ્લા જેલમાં ટ્રાન્સફર કરાયો હતો. કોલી 90 મિનીટની યાત્રા કરીને મેરઠ જેલ પહોંચ્યો. 

લોકો પરેશાન છે, મોદી ડ્રમ વગાડે છે : રાહુલ ગાંધી

રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામે સીધું નિશાન સાધ્યું છે. રાહુલ પોતાના સંસદીય મતવિસ્તાર અમેઠીનો બે દિવસનો પ્રવાસ ખેડી રહ્યા છે.
લોકો પરેશાન છે, મોદી ડ્રમ વગાડે છે : રાહુલ ગાંધી 
તેમણે જણાવ્યું 'અહીં વીજળી નથી, પાણી નથી, સડક નથી, લોકો પરેશાન છે અને વડાપ્રધાન જાપાનમાં જઇને ડ્રમ વગાડી રહ્યા છે.’ Read More...

Thursday, September 4, 2014

વડોદરાઃ 'મુસ્લિમ લોકો અમારા વિસ્તારમાં ઘર લે છે, અમે મતદાન નહીં કરીએ'

લોકસભાની પેટા ચૂંટણી આડે ૧૦ દિવસ બાકી રહ્યા છે ત્યારે ટાવર રોડ પરના વડીવાડી યુવક મંડળે અશાંત ધારાના કાયદાનો અમલ ન કરવા સામે વિરોધ વ્યકત કરવા મતદાનના બહિ‌ષ્કારનું એલાન આપ્યું છે.
વડોદરાઃ 'મુસ્લિમ લોકો અમારા વિસ્તારમાં ઘર લે છે, અમે મતદાન નહીં કરીએ'
વડોદરા સંસદીય બેઠક માટે ૧૩ સપ્ટેમ્બરના રોજ પેટા ચૂંટણી યોજાનાર છે અને તેના માટેના સત્તાવાર પ્રચારના પડઘમ ૧૧મીએ સાંજે પાંચ વાગ્યાથી શાંત થઇ જશે. Read More...

શ્રીનગરમાં ભૂસ્ખલન અને પૂરથી બગડી સ્થિતિ, 30 ગામો ડૂબ્યા

જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસોથી સતત થઇ રહેલા વરસાદને કારણે ભારે પૂરની સ્થિતિ પેદા થઇ છે. વરસાદને કારણે 30 જેટલા ગામોમાં પાણીએ આતંક ફેલાવ્યો હોવાના સમાચાર છે.
PICS: શ્રીનગરમાં ભૂસ્ખલન અને પૂરથી બગડી સ્થિતિ, 30 ગામો ડૂબ્યા 
રાજયમાં ચાર બાળકો સહિત નવ લોકોના મોત થઇ ચૂક્યા છે. ભૂસ્ખ્લનને કારણે બે વખત હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી હતી. સેનાએ હેલિકોપ્ટર દ્વારા અનેક લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા હતા. Read More...

સેમસંગે લોન્ચ કર્યો કર્વ્ડ સ્ક્રીન સાથેનો ગેલેક્સી Note 4, અને Note Edge

સેમસંગ કંપની પોતાના લેટેસ્ટ સ્માર્ટફોન ગેલેક્સી નોટ 4ને આજે  (3 સપ્ટેમ્બર 2014) લોન્ચ કરી ચૂકી છે. ફોનને બર્લિનની ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યો છે.
સેમસંગે લોન્ચ કર્યો કર્વ્ડ સ્ક્રીન સાથેનો ગેલેક્સી Note 4, અને Note Edge
ભારતીય સમય અનુસાર ઇવેન્ટ સાંજે 6.00થી શરૂ કરી દેવામાં આવી હતી. ગયા વર્ષે ગેલેક્સી નોટ 3 પણ (4 સપ્ટેમ્બર, 2013) પ્રી IFA (બર્લિન, જર્મનીમાં થનારા ટેક શો) ઇવેન્ટમાં લોન્ચ કરાયો હતો. Read More...

ગુજરાતમાં જેહાદ માટે અલ-કાયદાએ બનાવી અલગ પાંખ, અમદાવાદમાં મુસ્લિમોની સેવા કરીશું: ઝવાહિરી

અલ-કાયદાના સર્વોચ્ચ નેતા અયમન અલ-ઝવાહિરીએ બુધવારે એક વીડિયો સંદેશ બહાર પાડ્યો હતો. જેમાં ભારત અને ભારતીય ઉપમહાદ્વિપમાં જેહાદ ફેલાવવા માટે 'કાયદેત અલ-જેહાદ' સંગઠનની સ્થાપનાનું એલાન કર્યું છે.
ગુજરાતમાં જેહાદ માટે અલ-કાયદાએ બનાવી અલગ પાંખ, અમદાવાદમાં મુસ્લિમોની સેવા કરીશું: ઝવાહિરી 
આ અહેવાલ બાદ ભારતનું ગૃહ મંત્રાલય સક્રિય બન્યું છે અને વીડિયો અંગે રિપોર્ટ મંગાવ્યો છે.  Read More...

Wednesday, September 3, 2014

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, ડીસામાં 11, સિદ્ધપુરમાં 7.5 ઇંચ વરસાદ, પાંચ ગામ સંપર્ક વિહોણા બન્યા

ઉત્તર ગુજરતમાં મેઘમહેર પૂરબહારમાં ખીલી છે. ગઈકાલ રાતથી અવિરતપણે વરસાદ વરસી રહ્યો છે. ડીસામાં માત્ર 6 કલાકમાં 11 ઇંચ વરસાદ પડી ગયો છે, જ્યારે પાલનપુરમાં 4 કલાકમાં 6 ઇંચ વરસાદ ખાબકી ગયો છે.
ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ, ડીસામાં 11, સિદ્ધપુરમાં 7.5 ઇંચ વરસાદ, પાંચ ગામ સંપર્ક વિહોણા બન્યા
બનાસકાંઠા જીલ્લામાં પણ અવિરતપણે મેઘરાજા પોતાનું હેત વરસાવી રહ્યા છે. પાટણ જીલ્લામાં 2 થી 3 ઇંચ વરસાદ વરસી ગયો છે, જ્યારે સિદ્ધપુર તાલુકામાં 7.5 ઇંચ વરસાદ ગઈકાલ રાતના 2 થી સવારના 8 વાગ્યા સુધીમાં પડી ગયો છે.  Read More...

ભારત-જાપાનની ઘનિષ્ઠતાથી ચીન દાઝ્યું, વિશ્વ મીડિયામાં મોદીની જાપાનયાત્રા

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાનયાત્રાથી ચીનના પેટમાં તેલ રેડાયું છે. આ અંગે ત્યાંના મીડિયામાં ખૂબ સમાચારો છપાઈ રહ્યા છે. 
ભારત-જાપાનની ઘનિષ્ઠતાથી ચીન દાઝ્યું, વિશ્વ મીડિયામાં મોદીની જાપાનયાત્રા 
આ સમાચારોમાં સ્પષ્ટ કડવાશ દેખાઈ રહી છે. ચીનની પ્રતિક્રિયાનો જાપાન વિરોધ કરી રહ્યું છે. જ્યારે અમેરિકા આખીય ઘટનાને તટસ્થ રીતે જોઈ રહ્યું છે. વાંચો ચીન, જાપાન અને અમેરિકાના મીડિયામાં મોદીની જાપાનયાત્રા વિશે શું આવ્યું છે. Read More...

Tuesday, September 2, 2014

વડોદરામાં ભાજપ-કોંગ્રેસનું પ્રચાર અભિયાન, કોંગ્રેસનો ટાર્ગેટ ચા વાળા

લોકસભા બેઠકની પેટા ચૂંટણી આગામી 13 સપ્ટેમ્બરે યોજવા જઈ રહી છે. ત્યારે ભાજપ-કોંગ્રેસ દ્વારા પ્રચાર અભિયાન તેજ બનાવી દેવામાં આવ્યું છે. શહેરમાં કોઈ મોટી સભાઓ તો હજુ સુધી યોજાઈ નથી.
વડોદરામાં ભાજપ-કોંગ્રેસનું પ્રચાર અભિયાન, કોંગ્રેસનો ટાર્ગેટ ચા વાળા
રંતુ ભાજપ-કોંગ્રેસના ઉમેદવાર શહેરના દરેક  વિસ્તારોમાં ફેરણી કરીને લોક પ્રચારમાં લાગી ગયા છે. ખાસ કરીને કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર રાવત લોકોને રીઝવવાનો ખૂબ પ્રયાસ કરી રહ્યા છે. Read More...

અમદાવાદઃપોણો ઈંચ વરસાદથી શહેર ઠપ, ઠેર-ઠેર પાણી ભરાતા લોકો પરેશાન

અમદાવાદ શહેરમાં ગઇકાલની જેમ જ આજે સાંજે પૂર્વ અને પ‌શ્ચિ‌મ વિસ્તારોમાં એકાએક તોફાની વરસાદ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા.
અમદાવાદઃપોણો ઈંચ વરસાદથી શહેર ઠપ, ઠેર-ઠેર પાણી ભરાતા લોકો પરેશાન
સાંજે ૭થી ૮ વાગ્યા દરમિયાન તોફાની વરસાદ વરસતાં ઓફિસથી છૂટવાનો સમય હોવાથી પિક અવર્સમાં મોટી સંખ્યામાં લોકો ટુ-વ્હીલર્સ અને ફોર વ્હીલર્સ પર ઘરે જવા નીકળ્યા હતા પરંતુ રોડ પર પાણી ફરી વળતાં ઠેર ઠેર ટ્રાફિકજામના દૃશ્યો સર્જા‍યા હતા. Read More...

'ભારત જાપાન વગર જાપાન ભારત વગર અધુરૂ, ભારતમાં આવો નસીબ અજમાવો'

જાપાન યાત્રાના ચોથા દિવસે નરેન્દ્ર મોદીએ જાપાન-ઈન્ડિયા એસોસિએશનને સંબંધોન કર્યું હતું. તેમણે ભારતમાં વેપાર અને વિકાસની વિશાળ તકો રહેલી હોવાનું જણાવી જાપાની ઉદ્યોગસાહસિકો માટે લાલ જાજમ બિછાવવાની વાત કરી હતી.
'ભારત જાપાન વગર જાપાન ભારત વગર અધુરૂ, ભારતમાં આવો નસીબ અજમાવો' 
ભારતમાં વિદેશી રોકાણકારો અને ઉદ્યોગપતિઓ માટે રેડ ટેપ નહીં રેડ કાર્પેટ પાથરવામાં આવેલું હોવાનું જણાવી મોદીએ ભારત જાપાન વગર અને જાપાન ભારત વગર અધુરૂ હોવાની વાત કરી હતી. 

Monday, September 1, 2014

ભારતનું બૂલેટ ટ્રેનનું સપનું સાકાર કરશે જાપાન: 2 લાખ કરોડનું કરશે રોકાણ

 જાપાના ભારતમાં બુલેટ ટ્રેન ચલાવવા માટે મદદ કરવાના પર સહમતી દર્શાવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પાંચ દિવસની જાપાન યાત્રાના ત્રીજા દિવસે સોમવારે જાપાની વડાપ્રધાન શિન્ઝો એબે સાથે શિખર મંત્રણામાં સંબંધીત મુદ્દે સહમતી બની છે.
ભારતનું બૂલેટ ટ્રેનનું સપનું સાકાર કરશે જાપાન: 2 લાખ કરોડનું કરશે રોકાણ 
બંને નેતાઓએ ટોક્યોમાં સંયુક્ત પરિષદને સંબંધો હતી. શિખર વાર્તા પહેલા મોદીએ જાપાની ઉદ્યોગપતિઓને સંબોધીત કર્યા હતા. Read More...

એક સમયે વેચતો દૂધ, આજે નિર્મલ છે 45,000 કરોડના ઘોટાળાનો આરોપી

અરબોપતિ બિઝનેસમેન અને પર્લ્સ એગ્રોટેક કોર્પોરેશન લિમિટેડ (પીએસીએલ)ના માલિક નિર્મલ સિંહ ભંગૂને ગયા અઠવાડિયે સેબીએ આદેશ આપ્યો કે, તેમના રોકાણકારોના લગભગ 45 હજાર કરોડ રૂપિયા જલદીમાં જલદી પાછા આપી દે.
એક સમયે વેચતો દૂધ, આજે નિર્મલ છે 45,000 કરોડના ઘોટાળાનો આરોપી 
કોર્ટે તેના રોકાણકારો પાસેથી પૈસા ભાગા કરવાની રીતોને ગેરકાયદેસર ઠેરવતાં કંપની દ્વારા ચલાવવામાં આવતા કલેક્ટિવ ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ્સને તાત્કાલિક બંધ કરવાનો આદેશ આપ્યો છે.  Read More...

મોદી સરકારના 100 દિવસ: મોદીના ૨૪ નિર્ણયો જે આપણે જાણવા જોઇએ

સરકારે છેલ્લા ૧૦૦ દિવસમાં એક પછી એક અનેક મોટા નિર્ણયો લીધા છે. તેમાં કેટલાક વિવાદાસ્પદ રહ્યા તો કેટલાક નિર્ણયોની પ્રશંસા થઇ.
મોદી સરકારના 100 દિવસ: મોદીના ૨૪ નિર્ણયો જે આપણે જાણવા જોઇએ
કેટલાક નિર્ણયો જે અત્યાર સુધી કોઇ સરકારે લીધા નહોતા તે પહેલી વખત મોદી સરકારે લીધા. Read More...