Wednesday, April 30, 2014

નરેન્દ્ર મોદીએ રાણીપ મતદાન મથકે કર્યું વોટિંગ, જાણીતી હસ્તીઓના મતદાનની તસવીરો

લોકશાહીના પર્વમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને રાજ્યના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સવારે 8.45 વાગ્યે રાણીપ મતદાન મથકે પહોંચ્યા હતા. તેમજ લોકોની ભારે જનમેદની વચ્ચેથી પસાર થઈને મતદાન કર્યું હતું.
નરેન્દ્ર મોદીએ રાણીપ મતદાન મથકે કર્યું વોટિંગ, જાણીતી હસ્તીઓના મતદાનની તસવીરો 
રાણીપ મતદાન મથકે વોટિંગ કર્યા પછી નરેન્દ્ર મોદીએ પત્રકારાનો સંબોધતાં જણાવ્યું હતું કે, ચૂંટણી આશાનું કિરણ છે. ચૂંટણી નવો ભરોસો લઈને આવી છે. આ  READ MORE

વોટિંગ કરવા આવેલા મોદીની અનોખી સ્ટાઇલ, લીધો સેલ્ફી

ગુજરાતના મુખ્યમંત્રી અને પીએમ પદના દાવેદાર નરેન્દ્ર મોદીએ આજે અડવાણીના મતદાન ક્ષેત્ર રાણીપમાં વોટિંગ કર્યું હતું. મતદાન કર્યા પછી નરેન્દ્ર મોદી ભારે ઉત્સાહમાં જોવા મળ્યા હતા. તેમણે બહાર આવ્યા પછી સેલ્ફી લીધો હતો. ઉપરાંત કમળના સિમ્બોલ સાથે વિજય મુદ્રા બતાવી હતી
વોટિંગ કરવા આવેલા મોદીની અનોખી સ્ટાઇલ, લીધો સેલ્ફી 
નરેન્દ્ર મોદીએ પત્રકારાનો સંબોધતાં જણાવ્યું હતું કે, ચૂંટણી લોકતંત્રનો મહાપર્વ હોય છે. આ મહાપર્વએ બધા નાગરિકોએ ઉત્સાહ અને ઉમંગથી લોકતંત્રને READ MORE

Tuesday, April 29, 2014

'જેલમાં જઇશ તોયે ચાની કિટલી કરીશ', મોદીને પ્લેનનો સહારો

અમરેલીની જનસભામાં મોદીએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કરતા જણાવ્યુ હતું કે કોંગ્રેસીઓ મોદી જેલમાં હોય તેવા સપના જુએ છે. પરંતુ તમારી સરકાર આકાશ-પાતાળ એક કરી ચુકી છે. છતાં મારો વાળ વાંકો કરી શકી નથી અને જો હું જેલમાં જઇશ તો ત્યાં ચાની કીટલી ચાલુ કરી દઇશ.
'જેલમાં જઇશ તોયે ચાની કિટલી કરીશ', મોદીને પ્લેનનો સહારોઅમરેલીમાં બસસ્ટેન્ડ સામે જીમખાનાના ગ્રાઉન્ડમાં યોજાયેલી સભામાં નરેન્દ્ર મોદીએ જણાવ્યુ હતું કે મોટાભાગે ચુંટણીમાં મારી છેલ્લી સભા અમરેલીમાં હોય છે. જે સંયોગ છે. મારે આજે અમરેલી પાસે કશુ માંગવાનું ન હોય. આ READ MORE

આમ ભારે વ્યસ્તતા વચ્ચે મોદી કરે છે ટાઈમ અને દિવસ મેનેજ

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની ઉંમર 63 વર્ષ છે. છતાં આ ઉંમરે પણ તેઓ ભાજપને વિજય અપાવવા માટે મશિનની જેમ મહેનત કરી રહ્યાં છે. મોદી દરરોજ લગભગ વીસ કલાક સક્રિય રહે છે. તેમના દિવસની શરૂઆત સવારે પાંચ કલાકે થાય છે. ચોવીસ કલાકમાં મોદી માત્ર ચાર કલકા જ આરામ
આમ ભારે વ્યસ્તતા વચ્ચે મોદી કરે છે ટાઈમ અને દિવસ મેનેજ
લોકસભાની ચૂંટણીઓમાં મોદીને ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવામાં આવ્યા, ત્યારથી તેઓ કોઈ પણ પ્રકારની કસર નથી છોડી રહ્યાં. લાલકૃષ્ણ અડવાણીએ કદાચ એટલે જ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે, તેમણે મોદી જેવું ચૂંટણી અબિયાન READ MORE

સામે આવ્યા કેજરીવાલના હમશકલ, વિચારો પણ કેજરીવાલ જેવા જ

હાથમાં ઝાડૂ અને ગાડીઓના કાફલા સાથે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓની સાથે અમૃતસરની ગલીઓમાં ફરીને ઉમેદવાર દલજીત માટે વોટ માંગી રહ્યા છે. આ બધી જ સભાઓ અને રેલીઓનું મુખ્ય આકર્ષણ છે દલજીત સિંહ માટે વોટ માંગવા નીકળેલા 'અનિલ મહાજન'.
સામે આવ્યા કેજરીવાલના હમશકલ, વિચારો પણ કેજરીવાલ જેવા જ 
જોકે મહત્વની વાત તો એ છે કે, આ કેજરીવાલ પોતે નથી. આ તો કેજરીવાલના હમશકલ છે. તેમને જોઇને લોકો એકબીજાને એમ જ પૂછે છે કે, આ કેજરીવાલ જ છે ને કે પછી તેમના હમશકલ? આ મહાશયનું નામ છે અનિલ મહાજન. READ MORE

Monday, April 28, 2014

મોદીની આગાહી: કોમેડી નાઇટ્સ વિથ કપિલ શો બંધ થશે

ભારતીય જનતા પાર્ટીનાં વડાપ્રધાન પદનાં ઉમેદવાર નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર પ્રદેશનાં ઝાંસીમાં એક ચૂંટણી રેલીને સંબોધન કર્યું હતું. પોતાની આગવી લાક્ષણિકતા પ્રમાણે મોદીએ સોનિયા-રાહુલ તેમજ મનમોહન સિંઘ સહિત કોંગ્રેસ પર પ્રહારો અને રમૂજ કરી હતી. અહીં આ રેલીમાં મોદીનાં ભાષણનાં મુખ્ય
મોદીની આગાહી: કોમેડી નાઇટ્સ વિથ કપિલ શો બંધ થશે! 
મોદીએ ઉમા ભારતીનાં વખાણ કરતા કહ્યું હતું કે ઉમાનાં દિમાગમાં આ વિસ્તારનાં વિકાસનો નકશો એકદમ સ્પષ્ટ છે. દિલ્હીમાં સરકાર ચલાવવા માટે તેમણે ઉમા ભારતી જેવા સહયોગીઓની જરૂરત હોવાનું જણાવ્યું હતું READ MORE

આંખો મેં નમી: અચાનક મોદીની આંખમાં આવી ગયા હતાં આંસુ

નરેન્દ્ર મોદીના અંગે અતથી ઇતિ સુધી તમામ વાતો જાણનારા લોકો પણ આ વાતથી અજાણ છે કે, નરેન્દ્ર મોદી એક વખત ભરી સભામાં ચૌધાર આંસુએ રડી પડ્યા હતા. મોદીના અત્યાર સુધીના જાહેર જીવનની આ એક માત્ર ઘટના હતી. જેને ગુજરાતના સિંહ તરીકે ઓળખવામાં આવે છે,
આંખો મેં નમી: અચાનક મોદીની આંખમાં આવી ગયા હતાં આંસુવિધાનસભામાં 117 બેઠકો સાથે ભાજપને સ્પષ્ટ બહુમતી આપાવનાર મોદી પક્ષથી મોટા થઈ ગયા છે એવા આક્ષેપો મોદી સહન કરી શક્યા નહોતા. ગોધરાકાંડ અને ફેક એન્કાઉન્ડર જેવા સંખ્યા બંધ આક્ષેપો સામી છાતીએ ઝીલનાર મોદીની આંખમાં આંસુ READ MORE

Friday, April 25, 2014

પ્રિયંકાને ચૂંટણીનું ભોજન પચ્યું નહીં સોશિયલ મીડિયા પર વ્યંગ

રાયબરેલીમાં સોનિયા ગાંધીના પ્રચાર દરમિયાન પ્રિયંકા વાડરાએ એક ગરીબ મહિ‌લાની સાથે ભોજન લીધું. પરંતુ તેમની પ્લેટો ધ્યાનથી જુઓ. તે મોંઘી ક્રોકરી લાગે છે.ગરીબ તેમાં દરરોજ ખાતા નથી
- યુથ મીડિયા મૂવમેન્ટપ્રિયંકા જમતાં-જમતાં કહી રહ્યાં છે 'પહેલાં હું પેટ ભરીને ખાઇશ. પછી મારો પરિવાર. પછી એલાયન્સ પાર્ટનર, ત્યાર બાદ વધશે તો તમને મળશે
પ્રિયંકાને ચૂંટણીનું ભોજન પચ્યું નહીં સોશિયલ મીડિયા પર વ્યંગ
આ લોકો જ્યારે મુશ્કેલીમાં હોય છે, ત્યારે પ્રિયંકા કયાં હોય છે? ચૂંટણીના સમયે જ તેમની યાદ આવે છે.
- જયંત
ભાજપ પૂછી રહ્યો છે કે વાડરા પહેલાં કંગાળ હતા હવે માલામાલ કેવી રીતે થઇ ગયા? સોનિયા ગાંધી ઇચ્છે તો કહી શકે કે અમારી દીકરી તેમના માટે લકી નીકળી READ MORE

ચહેરા પર થાક અને પગે આવી ગયા છે સોજા :દરરોજ ચારથી છ રેલીઓ, મોદીની સૌથી અઘરી નોકરી

લોકસભાની ચૂંટણીના જંગમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે ઉતરેલા નરેન્દ્ર મોદી ગુરૂવારે દિવસ દરમિયાન ચાર જાહેરસભા અને એક રોડ શો કરી રાત્રે વડોદરા આવી પહોંચ્યા હતા. જ્યાં જાહેરસભા સંબોધવા જતાં અગાઉ એરપોર્ટ પર સ્થાનિક નેતાઓ સાથે ચર્ચા કરી હતી. આ સમયે તેઓના ચહેરા પર ભારે થાક અને પગે સોજા હોવાનું જણાયું હતું.
ચહેરા પર થાક અને પગે આવી ગયા છે સોજા :દરરોજ ચારથી છ રેલીઓ, મોદીની સૌથી અઘરી નોકરી 
તેઓ સવારે વારાણસી ગયા હતા અને જંગી રોડ શો બાદ ઉમેદવારી પત્ર ભર્યું હતું. મોદી જ્યારે ઉમેદવારી ભરવા ગયા ત્યારે એક અપક્ષ ઉમેદવાર અંદર ફોર્મ ભરી રહેલો હોવાના કારણે તેમણે અડધો કલાક સુધી કચેરીની બહાર ઉભા  READ MORE

Thursday, April 24, 2014

પરિવાર સાથે IPLમાં મસ્તી કરતો હતો સચિન, પુત્રી સારા પણ રહેતી હાજર

માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર 24 એપ્રિલના રોજ પોતાનો 41મો જન્મ દિવસ મનાવશે. ક્રિકેટમાંથી નિવૃત્ત થયા બાદ પરિવાર સાથે તેનો આ પ્રથમ બર્થ ડે છે. હવે તે મેચના ટેન્શન વગર જન્મ દિવસનનો આનંદ માણી શકશે. તેને પોતાના ખરાબ ફોર્મ અને હાર-જીતની ચિંતા હવે નથી.
પરિવાર સાથે IPLમાં મસ્તી કરતો હતો સચિન, પુત્રી સારા પણ રહેતી હાજર 
સચિનનો જન્મ દિવસ આઈપીએલની સિઝનમાં આવે છે. 2008 અને 2013 વચ્ચે સચિને પોતાનો દરેક જન્મ દિવસ મુંબઈ ઇન્ડિયન્સ સાથે મનાવ્યો હતો. આ ટીમ સાથે ફક્ત સચિનની જ નહી પુરો પરિવારની યાદો જોડાયેલી છે. સચિનની READ MORE

મોદીએ ‘લાદેન’ના કારણે અડધા કલાક સુધી બહાર ઉભા રહેવું પડ્યું

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રોડ શો બાદ કલેક્ટર ઓફિસે પહોંચ્યા હતા. તેમના વ્યૂહરચનાકારો ઈચ્છતા હતા કે, બપોરે દોઢ વાગ્યા સુધીમાં મોદી ઉમેદવારી કરી શકે. એ પહેલા એક અપક્ષ ઉમેદવારનું ફોર્મ ભરવાનું કામ ચાલુ હતું. જેના કારણે મોદીએ બહાર ઊભા રહીને રાહ જોવી પડી હતી.
મોદીએ ‘લાદેન’ના કારણે અડધા કલાક સુધી બહાર ઉભા રહેવું પડ્યું 
મોદી પહેલા મિરાજ ખાલિદ નૂર ઉર્ફે ઓસામા ઉમેદવારી કરી રહ્યાં હતા. જેના કારણે મોદીને રાહ જોવી પડી હતી. રવિશંકર પ્રસાદ અને અમિત શાહે અપક્ષ ઉમેદવારને મોદીને પહેલા ઉમેદવારી કરવા દેવા વિનંતી કરી હતી. અપક્ષ ઉમેદવાર ઓસામાએ કહ્યું હતું કે, જો READ MORE

હર હર મોદીનો નાદ : મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, બે લાખ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી વારાણસીમાં ઉમેદવારી કરી છે. મોદીએ ઉમેદવારી કરી તે પહેલા ભવ્ય રોડ શો કર્યો હતો. તેમાં બે લાખ લોકો ઉમટી પડ્યા હોવાનો અનૌપચારિક દાવો કરવામાં આવ્યો છે. પંડિત મદનમોહન માલવીય,
હર હર મોદીનો નાદ : મોદીએ વારાણસીથી ભર્યું ઉમેદવારી પત્ર, બે લાખ લોકો રસ્તાઓ પર ઉતરી આવ્યા 
મોદીએ ગંગાનું શુદ્ધિકરણ કરીને તેને પણ સાબરમતી જેવી સ્વચ્છ બનાવવાનો નિર્ધાર તેમના બ્લોગમાં વ્યક્ત કર્યો છે. દેશવિદેશનું મીડિયા મોદીની ઉમેદવારીને કવર કરવા પહોંચ્યું છે. આ માટે ભાજપે પણ પૂરતી વ્યવસ્થા કરી છે. મોદીએ લોકોનું સમર્થન માંગ્યું હતું અને READ MORE

Wednesday, April 23, 2014

6 સંકેત: મોદીની સ્ટાઇલ ઓબામા જેવી, કાર્યશૈલી મનમોહન જેવી

બીજેપીના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને દેશભરમાં તેમનાં સંખ્યાબંધ ઇન્ટરવ્યૂ અને ભાષણો દ્વારા લોકોની તેમના માટેની આશાઓ વધારી દીધી છે. દેશના લોકોની લાખો આશાઓ તેમની સાથે જોડાયેલી છે.
6 સંકેત: મોદીની સ્ટાઇલ ઓબામા જેવી, કાર્યશૈલી મનમોહન જેવી!
મોદીએ પણ તેમના દરેક ભાષણમાં ઇન્ડિયા ફર્સ્ટ, નેશન ફર્સ્ટ, દેશનું ભાગ્ય બદલાવી વાત કોઇપણ જાતના ખચકાટ વગર કરે છે. મોદીએ ઓબામાની છાપ વાળા અંદાજમાં ભાષણમાં લોકોને એવી આશાઓ બંધાવી છે કે, તેઓ વડાપ્રધાન બનશે તો, READ MORE

લગ્નસ્થિતિ અંગે પ્રથમ વખત જાહેરમાં બોલ્યા મોદી

બની શકે કે 100 ડગલા ચાલી શકું, ત્રણ ચાલી શકું, પાંચ ચાલી શકું, સાત ચાલી શકું, તે અલગ વિષય છે. હું એક જ ભાષા સમજું છું. તેઓ ભારતવાસીછે. મારા ભાઈ છે. તમારે જે કલરથી જોવું હોય, તમારી મરજી. કાલે ચૂંટણી હારી જાઉ....મને કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ દેશને આ ભાષાએ બરબાદ કરી નાખ્યો છે. તમારા
લગ્નસ્થિતિ અંગે પ્રથમ વખત જાહેરમાં બોલ્યા મોદી 
મોદીએ હિન્દી ચેનલ 'ઘોષણાપત્ર' કાર્યક્રમમાં આ ટિપ્પણી કરી હતી. જ્યારે તેમને પુછવામાં આવ્યું કે, શું તમે મુસલમાનોનો સંપર્ક કરવા પ્રયાસ કરશો. ત્યારે મોદીએ આ વાત કરી હતી.  ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીનું કહેવું છે  READ MORE

Tuesday, April 22, 2014

માથું પકડી આસારામ બોલ્યા- કોઈ ફરિયાદ નથી, બધાને છોડી જાઉં છું

હું બધાયને છોડીને જઈ રહ્યો છું. મને કોઈની સામે કોઈ ફરિયાદ નથી, પરંતુ માનવાધિકારનું પણ ધ્યાન રાખવું જોઈએ. " સોમવારે કોર્ટમાં રજૂ કરાતા આસારામે માથું પકડીને આ વાત કરી હતી. આસારામે કહ્યું - "મને સુવડાવી દો. હોસ્પિટલે મોકલી દો. " સેન્ટ્રલ જેલમાંથી કોર્ટ લાવવામાં આવ્યા એટલે આસારામ દાદર
માથું પકડી આસારામ બોલ્યા- કોઈ ફરિયાદ નથી, બધાને છોડી જાઉં છું 
જ્યારે જ્જે જેલ મેન્યુઅલ પ્રમાણે કાર્યવાહી કરવા કહ્યું, ત્યારે ઉપસ્થિત પોલીસ અધિકારીએ આસારામને પોલીસ વાહનમમાં પાવટા હોસ્પિટલ આવવા કહ્યું. આસારામે એમ્બ્યુલન્સમાં જ આયુર્વેદ વિશ્વ વિદ્યાલય જવાની જીદ પકડી. એમ્બયુલન્સ ન આવતાં READ MORE

મોદી ઝેર છે પણ ચોરો અને બદમાશો માટે : નરેન્દ્ર મોદી

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ સોમવારે ઉ.પ્રદેશમાં ચૂંટણી રેલીઓને સંબોધન કર્યું. પહેલાં હરદોઇ અને પછી એટા પહોંચ્યા. તેમના નિશાન પર કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી તો હતા જ ,સપા અને બસપા પણ હતા. કોંગ્રેસ નેતા જયરામ રમેશે 'મોદી લહેર’ને 'મોદી
મોદી ઝેર છે પણ ચોરો અને બદમાશો માટે : નરેન્દ્ર મોદી 
પત્રકારો જ્યારે સપા , બસપા ,કોંગ્રેસવાળાને પૂછે છે કે શું મોદી લહેર છે? તેમને એવું લાગે છે કે જાણે વીંછી કરડયો હોય.એક નેતાએ કહ્યું કે મોદી લહેર નથી ,ઝેર છે. નેતાજી (જયરામ રમેશ) વિદેશમાં ભણીને આવ્યા છે. સાચું કહે છે. મોદી લહેર નથી ઝેર છે. આ ઝેર લૂંટનારા ,ચોરો અને READ MORE

Monday, April 21, 2014

હિંદુ બહુમતી વિસ્તારમાંથી મુસ્લિમો ઘર ખાલી કરે : પ્રવિણ તોગડિયા

વિશ્વ હિંદુ પરિષદના અધ્યક્ષ પ્રવિણ તોગડિયાએ ચૂંટણીના માહોલમાં મુસલમાનોને નિશાન બનાવ્યા છે. તોગડિયાએ મુસલમાનોને ચેતવણી આપતાં જણાવ્યું છે કે તે હિંદુ બહુમતી ધરાવતાં વિસ્તારોમાંથી મકાન ખાલી કરી દે. ભાવનગરમાં શનિવાર રાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરં
હિંદુ બહુમતી વિસ્તારમાંથી મુસ્લિમો ઘર ખાલી કરે : પ્રવિણ તોગડિયાતોગડિયાએ કાર્યકરોને કહ્યું હતું કે  તેઓ બધા મળી એ ઘરને પોતાના કબજામાં લઇ લેવા જણાવ્યું હતું. અને તેની પર બજરંગ દળનું બોર્ડ મારી દેવા જણાવ્યું હતું. ગુજરાતની આ ઘટના એવે સમયે બહાર આવી છે જ્યારે વારાણસીમાં કોમી એકતા READ MORE

શું હતું ગોધરાકાંડમાં મોદીનું સ્ટેન્ડ અને આખા ઘટનાક્રમની વિગતો

ન્યૂ દિલ્હી. 2002ના ગોધરા રમખાણો અંગે છેલ્લા 12 વર્ષથી અલગ-અલગ વાતો થઈ રહી છે, પરંતુ દર વખતે મોદી સામે જ સૌથી વધુ સવાલો ઉઠે છે. દર વખતે મોદી પર એવા જ આરોપો લાગે છે કે, તેમણે રમખાણો રોકવા પૂરતા પ્રયત્નો નથી કર્યા અને તેમના રાજધર્મનું પાલન નથી કર્યું
શું હતું ગોધરાકાંડમાં મોદીનું સ્ટેન્ડ અને આખા ઘટનાક્રમની વિગતો 
હવે એક એવું પુસ્તક બહાર આવ્યું છે, જેમાં આ રમખાણો પહેલાંની અને પછીની કેટાલીક આશ્ચર્યપ્રદ ઘટનાઓનું વર્ણન કરવામાં આવ્યું છે. બ્રિટિશ લેખક 'નરેન્દ્ર મોદી: અ પોલિટિકલ બાયોગ્રાફી'માં ગોધરા ટ્રેન સળગાવવાની ઘટના, ત્યારબાદ ગુજરાતમાં ફાટી નીકળેલાં તોફાનો  READ MORE 

Saturday, April 19, 2014

વાડ્રાને કરોડોની ડીલ કરાવનારો ચહેરો, મહેશ નાગર

વર્ષ 2009થી વર્ષ 2012ના ચાર વર્ષના ગાળામાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા માટે કરોડો રૂપિયાની જમીનના સોદા એક શખ્સે કર્યાં. આ શખ્સ એટલે મહેશ નાગર. નાગરે રોબર્ટ વાડ્રાની સાત કંપનીઓ માટે માટે રાજસ્થાન અને હરિયાણામાં કરોડો રૂપિયાની જમીન ખરીદી. મહેશ નાગર અંગેનો લેખ વોલસ્ટ્રીટે પ્રકાશિત કર્યો છે.
વાડ્રાને કરોડોની ડીલ કરાવનારો ચહેરો, મહેશ નાગરરાજસ્થાનમાં મહેશ નાગરને જમીન અપાવનારા દલાલોના કહેવા પ્રમાણે, તેમની પાસે સંપર્કના કોઈ સૂત્રો નથી. જે જગ્યાએ તેણે અનેક દસ્તાવેજો રજીસ્ટર્ડ કરાવ્યા હતા તે કોલયાત રેવન્યુ ઓફિસમાં પણ તેના સંપર્ક અંગેના કોઈ કોન્ટેક્ટ નથી. આવી જ રીતે હરિયાણામાં પણ મહેશ READ MORE 

કેજરીવાલે મંદિરની ધર્મશાળામાં રાજકારણ કરતાં બહાર કઢાયા

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને તેમના માતા-પિતાએ વારણસીમાં તેમના નિવાસસ્થાનને બદલવું પડ્યું છે. શુક્રવારે તેમણે સંકટ મોચન મંદિર છોડવું પડ્યું હતું. તેઓ તા.15મી એપ્રિલથી અહીં રહેતા હતા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે,
કેજરીવાલે મંદિરની ધર્મશાળામાં રાજકારણ કરતાં બહાર કઢાયા! 
મોદીની સામે ચૂંટણી જંગમાં ઉતરેલા કેજરીવાલને સતત સ્થાનિક લોકોના વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે. કેજરીવાલની જાહેરસભાઓમાં અગાઉ અનેકવખત હોબાળો થઈ ગયો છે. કેજરીવાલ અને તેમના પરિવારનું બનારસમાં READ MORE

Friday, April 18, 2014

પપ્પાને બર્થ ડે ગિફ્ટ : 22 વર્ષની ઇશા અંબાણી બિઝનેસની દુનિયામાં

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના બિઝનેસ એમ્પાયરને સંભાળવા માટે ત્રીજી પેઢી તૈયાર થઇ ગઇ છે. મુકેશ અંબાણીનો આવતીકાલે 19મી એપ્રિલના રોજ 57મો જન્મ દિવસ છે, તેના એક દિવસ અગાઉ જ ઇશાએ બિઝનેસની દુનિયામાં ઝંપલાવ્યાના સમાચાર આવ્યા. ભારતના સૌથી

પપ્પાને બર્થ ડે ગિફ્ટ : 22 વર્ષની ઇશા અંબાણી બિઝનેસની દુનિયામાં 
મુકેશ અંબાણી પણ તેમના સ્વર્ગસ્થ પિતા ધીરૂભાઇ અંબાણીએ સ્થાપેલી રિલાયન્સમાં 24 વર્ષની ઉંમરે જોડાયા હતા. તેના 32 વર્ષ બાદ 22 વર્ષની ઉંમરે આકાશ અંબાણી પિતાને બિઝનેસમાં સાથ આપવા માટે તૈયાર થઇ ગયો છે. 4G ટેલિકોમ READ MORE

વિકાસ પુરુષ V/S વિકાસ નારી : એકબીજા પર આરોપ પડતાં મૂકો, આ રહ્યા આંકડા, સરખાવી લો

કહેવાય છે કે રાજકારણમાં કોઈ કાયમી દોસ્ત નથી હોતું અને કોઈ કાયમી દુશ્મન નથી હોતું. ચૂંટણીઓ પહેલા એવું માનવામાં આવતું હતું કે, તામિલનાડુમાં ભાજપ અને જયલલિતાની પાર્ટી એઆઈએડીએમકે ગઠબંધન કરશે. પરંતુ ભાજપે પાંચ નાની-નાની પાર્ટીઝ સાથે ગઠબંધન કરવું પસંદ કર્યું અને જયલલિતાને
વિકાસ પુરુષ V/S વિકાસ નારી : એકબીજા પર આરોપ પડતાં મૂકો, આ રહ્યા આંકડા, સરખાવી લોજયલલિતાના કહેવા પ્રમાણે, દેશભરમાં હિમાલયથી કન્યાકુમારી સુધી મોદીની લહેર હોવાની આભા ઊભી કરવામાં આવી રહી છે. વાસ્તવમાં આવું નથી.ગુજરાતનું વિકાસનું મોડલ 'ભ્રમણા' છે. સામાજિક માપદંડો અને ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટીએ ગુજરાત કરતાં તામિલનાડુ અનેક ગણું આગળ છે.ત્યારે વિકાસ પુરુષ અને વિકાસ નારીના  READ MORE

Thursday, April 17, 2014

નેતાઓએ કંપની બનાવી : મોદીનો એક શેર ૮૦૦૦૦નો, રાહુલનો પ૯૭માં

સામાન્ય ચૂંટણીઓને રોચક બનાવવા માટે એકથી એક ચઢિયાતા પ્રયોગ કરવામાં આવી રહ્યા છે.બિઝનેસ ન્યૂઝની વેબસાઇટ મની કંટ્રોલ ડોટ કોમે 'પાવર પ્લે’ ગેમ શરૂ કરી છે. ગેમ રમનારાના ખાતામાં પ૦ લાખ રૂપિયાની વચ્યુઅલ મની નાખવામાં આવે છે.જેનાથી તે પસંદગીના
નેતાઓએ કંપની બનાવી : મોદીનો એક શેર ૮૦૦૦૦નો, રાહુલનો પ૯૭માં સ્વાભાવિક રીતે મોદી બ્રાન્ડના શેરોએ અહીં પણ બાજી મારી અને રાહુલ ના શેર એકદમ ગગડી ગયા હતા. ઇલેક્શનને લઇને અવનવી રીતે ઓનલાઇન READ MORE

લિફ્ટના દરવાજા અને દિવાલ વચ્ચે ફસાયો ગાર્ડ, મળ્યું દર્દનાક મોત

રાજસ્થાનનાં ઉદયપુરમાં પ્રતાપનગર આઇટીઆઇની સામેનાં એક મકાનમાં મંગળવારે રાત્રે નવ વાગ્યાની આસપાસ ઓટોમેટિક લિફ્ટનાં દરવાજા અને દિવાલની વચ્ચે ફસાઇ જતાં ગાર્ડનું મોત થયું હતું. મકાનમાલિકની ફેક્ટરીનાં ગાર્ડ 45 વર્ષીય નવલ સિંહને સાંજે ઘરે કામથી બોલાવવામાં આવ્યા હતા. ગાર્ડ
લિફ્ટના દરવાજા અને દિવાલ વચ્ચે ફસાયો ગાર્ડ, મળ્યું દર્દનાક મોત
શહેરનાં એસપી પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અઢી કલાકની મહેનત બાદ ગાર્ડનાં શરીરને લિફ્ટની બહાર કાઢી શકાયું હતું. નવલ સિંહ 14 વર્ષથી આ મકાનમાલિકનાં ઘરે કામ કરતા હતા. અને થોડા સમયથી જ તે મકાનમાલિકની ફેક્ટરીમાં જ રહેતા હતા READ MORE 

Wednesday, April 16, 2014

‘મોદી પીએમ તો બનશે, પરંતુ જીભ પર કાબૂ રાખશે તો ટકી રહેશે

લોકસભાની ચૂંટણી બાદ નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બની શકશે કે નહીં ? તે અંગેની ચર્ચાઓ દેશ-વિદેશમાં થઇ રહી છે ત્યારે સ્વ.ઇન્દિરા ગાંધી વડાપ્રધાન બન્યા બાદ તેમના વિશે સૌ પ્રથમ પુસ્તક લખનાર વડોદરાના ડૉ.દામોદર નેને દ્વારા નરેન્દ્ર મોદીના

‘મોદી પીએમ તો બનશે, પરંતુ જીભ પર કાબૂ રાખશે તો ટકી રહેશે’
1 of 4
 
 
 ૮૪ વર્ષીય ડૉ.દામોદર નેને હાલ વડોદરામાં વસવાટ કરે છે. દાદુમીયાના હુલામણા નામથી અખબારોમાં કોલમ લખતા ડૉ.દામોદર નેનેએ વડાપ્રધાન સ્વ.પંડિત જવાહરલાલ નહેરુનો ઇન્ટરવ્યૂ કર્યો હતો. એટલું જ નહીં મોરારજી દેસાઇ વડાપ્રધાન થયા બાદ READ MORE

મૌલાના રાજનાથ : મોદીને વાંધો પણ ભાજપ પ્રમુખે બેધડક પહેરી ટોપી, દરગાહ પર ટેકવ્યું માથું

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ મુસ્લિમ ટોપી પહેરવાનો ઈનકાર કરી દીધો હતો અને કહ્યું હતું કે, માત્ર તસવીરો પડાવવા માટે હું ટોપી ન પહેરી શકું. તેમના આ નિવેદનને કારણે ભારે વિવાદ થયો હતો. હવે, રાજનાથસિંહની તસવીરથી વિવાદ ઊભો થઈ શકે છે.
મૌલાના રાજનાથ : મોદીને વાંધો પણ ભાજપ પ્રમુખે બેધડક પહેરી ટોપી, દરગાહ પર ટેકવ્યું માથું 
ભાજપના અધ્યક્ષ રાજનાથસિંહની મુસ્લિમ ટોપીમાં એક તસવીર સામે આવી છે. જેના કારણે રાજકીય વર્તુળોમાં હલચલ મચી ગઈ છે. એક દિવસ પહેલા જ શિયા ધર્મગુરૂ કલબે જવાદે કહ્યું હતું કે, મુસ્લિમોને મોદીથી ડર લાગે છે, પરંતુ રાજનાથસિંહમાં પૂર્વ વડાપ્રધાન અટલ READ MORE

Tuesday, April 15, 2014

સર્વેમાં તો અબ કી બાર, મોદી સરકાર : તોડશે વાજપેયીનો રેકોર્ડ, પ્રથમ વખત NDAને બહુમત

ભાજપનું મિશન 272+ પૂર્ણ થતું જણાય છે. એનડીટીવી તથા હંસા રિસર્ચ દ્વારા કરાવવામાં આવેલા સર્વેમાં પ્રથમ વખત જણાવવામાં આવ્યું છે કે, આગામી ચૂંટણીઓમાં એનડીએને પૂર્ણ બહુમત મળશે અને ગઠબંધનની સરકાર બનાવવા માટે જરૂરી 272 કરતા ઓછામાં ઓછી ત્રણ બેઠકો વધુ મેળવશે.
સર્વેમાં તો અબ કી બાર, મોદી સરકાર : તોડશે વાજપેયીનો રેકોર્ડ, પ્રથમ વખત NDAને બહુમત 
સર્વેમાં એવું પણ તારણ નીકળે છે કે, ભાજપ આ વખતે નવો રેકોર્ડ બનાવશે. ભાજપને એકલા હાથે 226 બેઠકો મળશે. જે વર્ષ 1991 બાદ કોઈપણ રાજકીય પક્ષને મળેલી સૌથી વધુ બેઠકો હશે. સર્વેના તારણ પ્રમાણે, અટલ બિહારી વાજપેયીના નેતૃત્વવાળી READ MORE

Monday, April 14, 2014

પુત્ર પ્રત્યે માના આંધળા પ્રેમે દેશને બરબાદ કર્યો: નરેન્દ્ર મોદી

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી રવિવારે કર્ણાટકના ચિકબલ્લાપુરમાં હતા. તેમણે કહ્યું કે યુપીએ સરકાર રિમોટથી ચાલે છે. લંગડી, બહેરી અને હોસ્પિટલમાં પડેલી સરકાર છે. શું તમારે દિલ્હીમાં આવી સરકાર જોઇએ છે
પુત્ર પ્રત્યે માના આંધળા પ્રેમે દેશને બરબાદ કર્યો: નરેન્દ્ર મોદી 
તમને લોકોને પૂછું છું કે ભારતમાં તમારે કેવા પ્રકારની સરકાર જોઇએ છે?. શું તમે દિલ્હીમાં લંગડી, બહેરી અથવા રિમોટથી નિયંત્રિત સરકાર ઇચ્છો છો? શું તમે એવી સરકાર ઇચ્છો છો જે હોસ્પિટલના ખાટલે પડી છે? સમયની માગ છે કે આપણને દિલ્હીમાં મજબૂત સરકાર જોઇએ છે. READ MORE

મોદી સામે ચૂંટણી લડવાના અહેવાલને પ્રિયંકાનો રદિયો

માતા સોનિયા ગાંધી અને ભાઈ રાહુલ ગાંધીના ચૂંટણી પ્રચાર અભિયાનની જવાબદારી સંભાળી રહેલા પ્રિયંકા ગાંધીને આ વખતે લોકસભાની ચૂંટણી લડવી હતી.તેમને અન્ય કોઈ નહીં પરંતુ વારાણસીની બેઠક પરથી ચૂંટણી લડવી હતી. આ બેઠક પરથી ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી ચૂંટણી જંગમાં છે
મોદી સામે ચૂંટણી લડવાના અહેવાલને પ્રિયંકાનો રદિયોઅહેવાલને પ્રિયંકા ગાંધીએ અંગ્રેજી ચેનલ 'ટાઈમ્સ નાઉ' પર નકારી કાઢ્યો હતો. પ્રિયંકા ગાંધીના કહેવા પ્રમાણે, તેઓ માત્ર બે બેઠકો રાય બરેલી અને અમેઠી પર જ ધ્યાન કેન્દ્રીત રાખવા માંગે છે. વારાણસીની બેઠક પરથી ચૂંટણી લડવાની તેમની ઈચ્છા ન હતી.  READ MORE 

Saturday, April 12, 2014

ઉશ્કેરણીજનક ભાષણો બદલ અમિત શાહ-આઝમ ખાન પર પ્રતિબંધ

આખરે ચૂંટણી પંચે અત્યંત કડક વલણ દાખવીને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીના ખાસ અને ઉત્તર પ્રદેશ ભાજપના પ્રભારી અમિત શાહ તેમજ સપા સરકારમાં શક્તિશાળી મંત્રી આઝમ ખાન પર પ્રતિબંધ મૂક્યો છે. ચૂંટણી પંચે તેના આદેશમાં કહ્યું છે કે આ બન્ને નેતા ઉત્તર પ્રદેશમાં
ઉશ્કેરણીજનક ભાષણો બદલ અમિત શાહ-આઝમ ખાન પર પ્રતિબંધ 
મુખ્ય ચૂંટણી કમિશનર વી.એસ. સંપતના વડપણ હેઠળ મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં ચૂંટણી કમિશનરો એચ.એસ.બ્રહ્મા અને એસ. ઝૈદી પણ હાજર હતા. પંચે બંધારણની કલમ ૩૨૪ હેઠળ તેને મળેલી સત્તાનો ઉપયોગ READ MORE

તમે મૌલવીએ આપેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો? મોદી- ટોપી પહેરી લોકોની આંખમાં ધૂળ ન નાખું

નરેન્દ્ર મોદીને સુપ્રીમ કોર્ટ તરફથી રાહત મળી છે. સુપ્રીમે ૨૦૦૨નાં રમખાણો અંગે મોદીને ક્લિનચીટ આપતા સીટના નિર્ણયને પડકારતી અરજી પર સુનાવણી હાથ ધરવાનો ઈન્કાર કર્યો છે. નિવૃત્ત જજો તેમજ લઘુમતી સમુદાયની અગ્રણી વ્યક્તિઓ સાથે સીટની પુનર્રચનાની
તમે મૌલવીએ આપેલી ટોપી પહેરવાનો ઇનકાર કર્યો હતો? મોદી- ટોપી પહેરી લોકોની આંખમાં ધૂળ ન નાખુંપુનર્રચનાની અરજી સાંભળવાનો પણ સુપ્રીમે ઈન્કાર કર્યો છે. આ રાહતના સમાચાર વચ્ચે નરેન્દ્ર મોદીએ હાલમાં જ એક ખાનગી ટીવી ચેનલને એક ઈન્ટરવ્યૂ આપ્યો છે. જેમાં તેમની પર લાગેલા આરોપના ખુલ્લામને જવાબો આપ્યા હતા. READ MORE

Friday, April 11, 2014

મેરઠ: 'કોંગ્રેસી’થી જ ડરી કોંગ્રેસની નગમા

તે નેતા જેવી દેખાવા માગે છે. લોકો તેને અભિનેત્રીના સ્વરૂપમાં જ જોવા માગે છે. તે રાજકીય વિષયો પર પોતાનો ગંભીર અભિપ્રાય રજૂ કરે છે તો પણ લોકો એવી રીતે તાળીઓ વગાડે છે જાણે તેણે ફિલ્મનો કોઇ ડાયલોગ બોલ્યો હોય. મેરઠમાંથી ઊભી રહેલી કોંગ્રેસની ઉમેદવાર નગમાની સામે વિપક્ષ તો બાદમાં રોડાં નાખે છે. પહેલાં તેની પાર્ટીના નેતા અને સમર્થકો જ જોખમરૂપ બની ગયા છે.
મેરઠ: 'કોંગ્રેસી’થી જ ડરી કોંગ્રેસની નગમા 
પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગિરિરાજસિંહે તેની સાથે અભદ્રતા કરી. બાદમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ છેડછાડ કરી. ગુસ્સામાં નગમાએ થપ્પડ પણ મારવી પડી. આ ઘટનાઓના વીડિયો ખૂબ જ ચર્ચાસ્પદ બની.આવી પરિસ્થિતિ નગમા માટે નવી નથી. બે વર્ષ પહેલા READ MORE
 

આખો દિવસ જશોદાબેન રહ્યા ચર્ચામાં : પરિવાર રહ્યો પડખે, કોંગ્રેસ બની બેસૂર, શંકરસિંહ આવ્યા વ્હારે

બુધવારે નરેન્દ્ર મોદીએ વડોદરાથી ભરેલા ફોર્મમાં પ્રથમ વખત પત્નીના કોલમમાં જશોદાબેનનું નામ લખીને તેમને પત્ની તરીકે સ્વીકાર્યાં હતાં. જો કે, આ સોગંદનામામાં જશોદાબેનના પરમેનન્ટ એકાઉન્ટ નંબર, તેમના વેરાનું રિટર્ન, કેટલી આવક, હાથ ઉપરની રોકડ કેશ, બેંક ખાતાં, મુચ્યઅલ ફંડ, વીમા પોલિસી
પહેલીવાર સત્તાવાર રીતે નરેન્દ્ર
આખો દિવસ જશોદાબેન રહ્યા ચર્ચામાં : પરિવાર રહ્યો પડખે, કોંગ્રેસ બની બેસૂર, શંકરસિંહ આવ્યા વ્હારે
પહેલીવાર સત્તાવાર રીતે નરેન્દ્ર મોદીએ જાહેર કર્યું છે કે જશોદાબેન તેમનાં પત્ની છે. અત્યાર સુધી આ બાબતે માત્ર અખબારી અહેવાલો જ આવતાં હતા પણ તેને પણ પક્ષ દ્વારા નકારી દેવામાં આવતા હતા. ભાજપના નેતા સુબ્રમણય્મ સ્વામીએ પણ એકવાર લોચો મારી કહી દીધું હતું કે મોદી 

Wednesday, April 9, 2014

ગઈકાલે લાફો માર્યો, આજે માફી માગી પકડી લીધા પગ

આમ આદમી પાર્ટીનાં સંયોજક અરવિંદ કેજરીવાલ બુધવારે લાલીને મળવા તેનાં ઘરે પહોંચ્યા હતા. લાલી એ જ વ્યક્તિ છે, જેણે મંગળવારે દિલ્હીનાં સુલ્તાનપુરીમાં રોડ શો દરમિયાન કેજરીવાલને લાફો માર્યો હતો. લાલીએ માફી માગતા કહ્યું હતું કે મારા માટે કેજરીવાલ ભગવાન છે.
ગઈકાલે લાફો  માર્યો, આજે માફી માગી પકડી લીધા પગ!પોલીસના જણાવ્યા અનુસાર હુમલો કરનારાનું નામ લાલી છે. તે રિક્ષા ચલાવે છે. જ્યારે પોલીસ તેને લઇ જઇ રહી હતી, ત્યારે તે બૂમો પાડીને કહી રહ્યો હતો કે,' READ MORE

વડોદરા: મોદીએ ભર્યું ઉમેદવારી પત્ર, જમણે ચા વાળો, ડાબે રાજમાતા, બધા મંત્રીઓ ખડેપગે રહ્યા

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ આજે  લોકસભાની વડોદરા સીટ પરથી ઉમેદવારી નોંધાવી હતી. મોદીએ ઉમેદવારી ફોર્મ ભર્યું ત્યારે પુરષોત્તમ રૂપાલા, આનંદીબેન પટેલ,
વડોદરા: મોદીએ ભર્યું ઉમેદવારી પત્ર, જમણે ચા વાળો, ડાબે રાજમાતા, બધા મંત્રીઓ ખડેપગે રહ્યાઉમેદવારી પત્ર ભર્યા પછી પત્રકારોને સંબોધતાં નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, મારું સન્માન કર્યું તે માટે વડોદરા વાસીઓનો આભારી છું. હું વર્ષો પહેલા અહીંથી થોડે દૂર રહેતો હતો. ફરી એકવાર જનપ્રતિનિધિ તરીકે કામ કરવાનો મોકો મળશે. મેં સૌરાષ્ટ્રથી પ્રારંભ કર્યો હતો. READ MORE

Tuesday, April 8, 2014

કેજરીવાર પર ફરી હુમલો, હાર પહેરાવી રિક્ષા ડ્રાઈવરે થપ્પડ મારી

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર આજે ફરી એકવાર હુમલો થયો છે. કેજરીવાલ નવી દિલ્હીના પશ્ચિમ સુલતાનપુરમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે એક યુવકે તેમને થપ્પડ ચોડી દીધી હતી. ઘટના બાદ આમ આદમી પાર્ટીના કાર્યકરોએ કેજરીવાલ પર હુમલો કરનાર યુવકની ધોલાઈ કરી હતી.
Next Image
કેજરીવાર પર ફરી હુમલો, હાર પહેરાવી રિક્ષા ડ્રાઈવરે થપ્પડ મારીકેજરીવાલ સુલતાનપુરી વિસ્તારમાં આપના ઉમેદવાર રાખી બિડલાનના માટે રોડ શો કરી રહ્યાં હતા. દરમિયાન એક શખ્સે તેમને લાફો માર્યો હતો. આ શખ્સનું નામ લાલી હોવાનું બહાર આવ્યું છે. તે દિલ્હીના અમનવિહાર વિસ્તારનો રહેવાસી છે અને READ MORE

રાજયોગ : બુધવારે નરેન્દ્ર મોદી આ શુભ સંયોગમાં ઉમેદવારી ફોર્મ ભરે તો લાખોની મળશે લીડ

ચૂંટણીના ચારેય તરફ પડઘમ વાગી રહ્યા છે અને હાલ ગુજરાતના નરેન્દ્ર મોદી ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર હોઈ ચારેય તરફથી તેમની તરફ લોકોની નજર લાગેલી છે. દરેક ચૂંટણી સભાઓમાં અને કોન્ફરન્સમાં મોદી ઉપ
રાજયોગ : બુધવારે નરેન્દ્ર મોદી આ શુભ સંયોગમાં ઉમેદવારી ફોર્મ ભરે તો લાખોની મળશે લીડ!જ્યોતિષીય દ્રષ્ટિ જોઈએ તો બુધવારનો દિવસ ખૂબ જ મહત્વનો બની રહેશે તેમાં શંકા નથી. જ્યોતિષિય નિષ્ણાતો બુધવારની કુંડળી જોઈને કહે છે કે બુધવારે નરેન્દ્ર મોદી વડોદરાની સીટ ઉપરથી બપોરના સમયે ફોર્મ ભરે તો રેકોર્ડબ્રેક મતોથી લીડ મેળવશે તેવું ગ્રહો સૂચવી  READ MORE

Monday, April 7, 2014

MEET ‘અમિત’ : શેરબજારથી 'સત્તા'બજાર સુધી, મોદીના 'મહારથી

કેમ છો શેઠ? ગુડ મોર્નિંગ. માર્કેટ અત્યારે લાઈફ ટાઈમ હાઈ છે ડિલેવરી અત્યારે ન લેવાય. લેવી હોય તો રાહ જુઓ. ફંડ ફ્લો એફઆઈઆઈનો છે. રિટેઈલ ઈન્વેસ્ટર્સ અત્યારે અવેલેબલ નથી. પોસિબિલિટી છે કે હજૂ પણ માર્કેટ ઉપર જશે. હું પર્સનલ સલાહ એવી આપીશ કે ડિવિડન્ડ પેયર સ્ટોક બાય કરો. કદાચ લાંબો સમય હોલ્ટ કરવો પડે તો તમને
MEET  ‘અમિત’ : શેરબજારથી 'સત્તા'બજાર સુધી, મોદીના 'મહારથી'! 
1980ના દાયકામાં ક્યારેક સ્ટોકબ્રોકરનું કામ કરનારા અમિત શાહે બે દિવસ પહેલા ઉત્તર પ્રદેશમાં વાપરેલી ભાષાનો નમૂનો જુઓ. તેમના શબ્દો હતા કે, 'આ ચૂંટણીમાં જાટોને મારનારની રક્ષા કરનાર અને તેમને વળતર આપનાર સરકારની  READ MORE

Saturday, April 5, 2014

વિપુલ ચૌધરી-BJP, કભી હાં, કભી ના: ભુદેવો કોંગ્રેસમાં જોડાયા

નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ (એનડીડીબી)ના નવા ચેરમેન તરીકે વિપુલ ચૌધરી અને ભાજપ વચ્ચે સર્જા‍યેલા શીતયુદ્ધની સ્થિતિ ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન(જીસીએમએમએફ)ના ચેરમેન તરીકે તેમની સામેના અવિશ્વાસ અને છેલ્લે તેમના વડપણ હેઠળની મહેસાણા ડેરીમાં ભ્રષ્ટાચારના આક્ષેપોની ઘટનાથી ચરમસીમાએ પહોંચી હતી. વિપુલ ચૌધરીએ ભાજપમાં પુનરાગમન કર્યું ત્યારથી ભાજપ સાથેના તેમના સંબંધોમાં ભરતી અને ઓટ ચાલ્યા કરી. અને હવે આ સંબંધોમાં ભરતી આવી જણાય છે, કારણ કે શનિવારે જ્યારે લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરલોકસભા ચૂંટણીમાં પોતાનું ઉમેદવારી પત્ર ભરવા આવી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદી પણ ત્યાં ખાસ ઉપસ્થિત રહેવાના છે અને વિપુલ ચૌધરીએ ભાજપના અન્ય નેતાઓની સાથે આ પ્રસંગે હાજર રહેવાનું નક્કી કર્યું છે.

ગુજરાત સાથે મારો જૂનો નાતો, મોદી બનશે વડાપ્રધાન: અડવાણી

લોકસભાની ગાંધીનગર બેઠકનાં બીજેપીના ઉમેદવાર લાલકૃષ્ણ અડવાણીએ આજે ગાંધીનગર કલેકટર કચેરીએ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી તથા સમર્થકો સાથે ઉમેદવારી પત્ર ભર્યુ હતુ. આ પહેલા તેમણે કોબા ખાતે કાર્યકરોને સંબોધ્યા હતા જ્યા તેમણે મોદીના ભરપુર વખાણ કર્યા હતા. બીજી તરફ મોદીએ પણ અડવાણીનું ભાજપમાં ખુબ મોટું સ્થાન હોવાનું જણાવ્યુ હતુ.

લાલકૃષ્ણ અડવાણી ફોર્મ ભરવા માટે આજે સવારે અમદાવાદ એરપોર્ટ પર ઉતર્યા હતા. જ્યા પત્રકારોને સંબોધતાં તેમણે જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડું છું એટલે ગાંધીનગર સાથે મારો સંબંધ છે, એવું નથી. મારો ગુજરાત સાથે જૂનો નાતો છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે, હું ચૂંટણી લડવા માટે પહેલેથી રાજી હતો. સ્વેચ્છાએ ચૂંટણી લડી રહ્યો છું. મારો પરિવાર પણ ખૂશ છે.

'કિસી મા કે લાલ મેં હિંમત નહીં કે વો ગુજરાત મેં દંગે કરાયે...વહાં નરેન્દ્ર મોદી કી સરકાર હે'

યુપી ભાજપના પ્રભારી અમિત શાહે યુપીના બિજનૌરમાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેમાં તેમણે જાટોને 'બદલો' લેવા આહ્વાન કર્યું છે. અમિત શાહે કહ્યું છે કે, કેન્દ્રમાં મોદીની સરકાર આવે એટલે યુપીમાં અખિલેશ સરકારની 'છુટ્ટી' નિશ્ચિત છે. સમાજવાદી પાર્ટીએ અમિત શાહના નિવેદનને વખોડી કાઢ્યું છે. બીજી બાજુ, ચૂંટણી પંચ પણ અમિત શાહના આ નિવેદનનો ખુલાસો માંગી શકે છે. 
 
 
સમાજવાદી પાર્ટીની સરકાર એમને વળતર આપે છે અને સંરક્ષણ આપે છે. જો તમે ભાજપને મત આપશો, તો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે અને અહીં અખિલેશની સરકારની 'છુટ્ટી' નક્કી છે. એક મતમાં તમારા બે કામ થશે.  
 
શું કહ્યું અમિત શાહે?
 
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અમિત શાહે મુજફ્ફરનગરના રાઝ્ઝરમાં જાટોની એક સભાને સંબોધી હતી. જેમાં તેમણે જાટોને 'બદલો' લેવા આહ્વાન કર્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, માણસ જમ્યા અને ઉંઘ્યા વગર રહી શકે. તરસ્યો અને ભૂખ્યો પણ રહી શકે છે. પરંતુ જ્યારે તેનું અપમાન કરવામાં આવે, ત્યારે તે જીવી નથી શકતો. અપમાનનો બદલો લેવો પડશે. યુપીની સપા સરકાર પર લઘુમતિઓના તુષ્ટિકરણનો આરોપ પણ શાહે મુક્યો હતો. 
 
શાહે ઉમેર્યું હતું કે, કોઈ માઈના લાલની હિંમત નથી કે ગુજરાતમાં હુલ્લડ કરાવી શકે. કારણ કે, ત્યાં નરેન્દ્ર મોદી છે. આ સમયે ભાજપના ધારાસભ્ય સુરેશ રાણા પણ હાજર હતા. તેમની ઉપર મુજફ્ફરનગરમાં હુલ્લડો ફેલાવવાનો આરોપ છે.  એએનઆઈના જણાવ્યા પ્રમાણે અમિત શાહે એવું પણ કહ્યુ હતુ કે, મોદીને પ્રધાનમંત્રી બનાવશો તો આગલા જ દિવસે મુલ્લા મુલાયમની સરકાર પડી જશે.
 
ભાજપની પ્રતિક્રિયા 
 
ભાજપના પ્રવક્તા નિર્મલા સિતારમણના કહેવા પ્રમાણે, અમિત શાહ પર આરોપ મુકતા પહેલા અને તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા પહેલા કોંગ્રેસે તેની પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાધી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી જોઈએ. તેઓ શાહી ઈમામને મળ્યા હતા અને કોંગ્રેસની તરફેણમાં મુસલમાનો મત નાખે તેવી અપીલ કરી હતી. 
 
અમિત શાહની કાર્યપદ્ધતિ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

Friday, April 4, 2014

અ'વાદ: 80 વિઘા જમીનના માલિકનો દીકરો ગેંગ સાથે ઝબ્બે, લૂંટ ટળી

અમદાવાદ પોલીસે આજે મધ્યપ્રદેશની ખૂંખાર ગેંગના પાંચ સભ્યોને બે લોડેડ પિસ્તોલ અને એક લોડેડ તમંચા તથા 25 કારતુસ સાથે ઝડપીને એક ખૂંખાર કારસ્તાન પાર પડતુ અટકાવ્યુ છે. જો પોલીસે સમયસૂચકતા ન બતાવી હોત તો અમદાવાદમાં બંદૂકની અણીએ જ્યોતિ ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સનસનીખેજ લૂંટની ઘટના બની હોત. લૂંટારૂઓ જે આડેધડ ફાયરિંગ કરીને જે આડુ ઉતરે તેને ઠાર મારવાના પ્લાનિંગ સાથે આવ્યા હોવાથી પોલીસે બુલેટપ્રુફ જેકેટ પહેરીને લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. આ લૂંટના કાવતરા પાછળ પંકજ ભોલુ અને ભુપેશ ઉર્ફે ભુપેન્દ્ર યાદવનું ભેજુ હતું. જેમાં પંકજ મધ્યપ્રદેશના ગીલાપુરા ગામના પુજારી અને 80 વિઘા જમીનના માલિકનો દીકરો હોવાનું સામે આવ્યુ છે.
આ ઘટનાની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે, જીજે.1. એવાય 4074 નંબરની સીએનજી રીક્ષામાં પંકજ ભોલુ ઉર્ફે રામનરેશ શર્મા તથા ભુપેશ ઉર્ફે ભુપેન્દ્ર યાદવ તેમના ત્રણ સાગરીતો સાથે કૃષ્ણનગર એસ.ટી. વર્કશોપના ખુલ્લા મેદાનમાં આઠેક વાગ્યે ભેગા થયા બાદ કૃષ્ણનગરમાં જ મહાકાળી માતાના મંદિર સામે આવેલા જ્યોતિ ગોલ્ડ જ્વેલર્સમાં સશસ્ત્ર હુમલો કરીને લૂંટ ચલાવવાના છે. આ પૈકીના પંકજ ભોલુ અને ભુપેશ પર તો મધ્યપ્રદેશમાં પોલીસે રોકડ ઈનામ પણ જાહેર કરેલુ છે.

દિલ્હીમાં કેજરીવાલને પડી થપ્પડ : અમુક લોકો વડાપ્રધાન બનવા માટે ગમે તે કરશે, વળતો વાર

દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ પર હુમલો થયો છે. નવી દિલ્હીના દક્ષિણપુરી વિસ્તારમાં કેજરીવાલ ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ તેમને થપ્પડ મારી દીધી હતી. મીડિયા રિપોર્ટના જણાવ્યા પ્રમાણે પોલીસ દ્વારા કેજરીવાલ પર હુમલો કરનાર વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે.

આ અંગે પોતાની પ્રતિક્રિયા આપતા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે 'અમારા પર હુમલાઓ થવા દો, અમે કોઈ પ્રતિકાર નહીં કરીએ. અમુક લોકો વડાપ્રધાન બનવા માટે ગમે તે કરશે'.
ચૂંટણી પ્રચારમાં જોડાયેલા અરવિંદ કેજરીવાલ દક્ષિણ દિલ્હીમાં રોડ શો કરી રહ્યા હતા, ત્યારે પર હુમલો થયો હતો. નોંધનીય છે કે થોડા સમય પહેલા જ પૂર્વ દિલ્હીમાં એક રોડ શો દરમિયાન કેજરીવાલ પર હુમલો થયો હતો. તો બીજી તરફ શ્રી શ્રી રવિશંકરે પણ તેમના પર શાબ્દિક પ્રહારો કરતા ટ્વિટર પર લખ્યું છે કે તેઓ ખૂબ જ મહત્વકાંક્ષી છે, તેમજ દેશની રાજનીતિમાં સફળ થવા માટે જ તેમણે સીએમ પદેથી રાજીનામું આપી દીધું હતું.

કેજરીવાલ શુક્રવારે દક્ષિણપુરીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર દેવેન્દ્ર સેહરાવતના પ્રચાર માટે પહોંચ્યા હતા. દેવેન્દ્રનું કહેવું છે કે હુમલાખોરે કેજરીવાલની ગાડી પર પણ ચડવાનો પ્રયાસ કર્યો હતો.નોંધનીય છે કે ગયા અઠવાડિયે જ વારાણસીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કેજરીવાલ પર ઈંડા અને શાહી ફેંકવામાં આવી હતી.

શ્રી શ્રી રવિશંકરે કેજરીવાલ પર મુકેલા આરોપો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો

ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ સર્વે: ભાજપને લીડ, કોંગ્રેસ ધ્વસ્ત

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સારી એવી લીડ મળી શકે છે. એનડીટીવી તથા હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા ગુરૂવારે પ્રથમ તબક્કાના સર્વે બહાર પાડવામાં આવ્યા હતા. 11 રાજ્યોની કુલ 283 બેઠકોમાંથી ભાજપ અને તેના ગઠબંધનને 160 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને તેના ગઠબંધનને 54 તથા અન્ય દળોને 69 જેટલી બેઠકો મળી શકે છે. ગુરૂવારે મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, સીમાંધ્ર તથા તેલંગાણાના સર્વે બહાર પાડવામાં આવ્યા હતા. 
શા માટે સર્વે છે મહત્વપૂર્ણ?

- સોમવારથી ચૂંટણીઓ ચાલુ થઈ જશે. શનિવારે સાંજથી ઓપિનિયન પોલ્સ બહાર નહીં પાડી શકાય. 
- લગભગ પંદર દિવસ પછી 'બ્રેક' પડશે ત્યારે મીડિયા હાઉસીસ અને ટેલિવિઝન ચેનલ્સ ઓપિનિયન પોલ્સ દેખાડી શકશે. 
- લગભગ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરી દીધા છે 
- લગભગ તમામ રાજકીય ગઠબંધનો નક્કી થઈ ગયા છે અને યુદ્ધ રેખાઓ ખેંચાઈ ગઈ છે. 
શું છે મહારાષ્ટ્ર-બિહાર ની સ્થિતિ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

બાબરી ધ્વંસ પૂર્વઆયોજિત : અ'વાદના સરખેજમાં બજરંગ દળના કાર્યકરોને અપાઇ હતી તાલીમ

લોકસભાની ચૂંટણીમાં મોદીની લહેર પર સવાર બીજેપીની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. આ મુશ્કેલી ઉભી થઇ શકે છે અયોધ્યામાં વિવાદીત માળખું પાડી નાંખવાનાં મુદ્દે. મોદી જ્યાં બીજેપીનાં મેનિફેસ્ટોમાંથી રામ મંદિરનાં મુદ્દાને હટાવવાની કવાયત કરી રહ્યા છે ત્યારે એક સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે અયોધ્યામાં વિવાદિત માળખાને યોજનાબદ્ધ રીતે પાડી નાંખવામાં આવ્યું હતું. પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ ઘટના સ્વયંસ્ફૂર્ત હતી અને તેના માટે કોઇ યોજના બનાવવામાં નહોતી આવી. પરંતુ કોબરાપોસ્ટના સ્ટિંગમાં કંઈક અલગ જ ખુલાસો થયો છે. આ માટે વીએચપીએ પોતાનાં કાર્યકર્તાઓને અમદાવાદનાં સરખેજમાં તાલીમ આપી હતી,તેમ પણ સામે આવ્યું છે.

આ સ્ટિંગ કોબરાપોસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને દૈનિક ભાસ્કરે સ્વતંત્ર રીતે આ બાબતને સમર્થન નથી આપ્યું. સ્ટીંગમાં એક નેતાના હવાલાથી એવું પણ કહેવાયું છે કે માળખું પાડી દેવાયા બાદ ડાયનામાઇટ પણ લઇ જવાયું હતું. કોબરાપોસ્ટનાં જણાવ્યા પ્રમાણે બીજેપીનાં વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, યુપીનાં તત્કાલિન મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ અને તત્કાલિન વડાપ્રધાન પી વી નરસિંમ્હા રાવને વિવાદિત માળખું પાડી દેવાની યોજના અંગે જાણ હતી. 
સ્ટિંગ ઓપરેશન અનુસાર, ખાસ વાત એ છે કે રામ મંદિર ચળવળ દરમિયાન ઉત્તર પ્રદેશમાં કાર સેવકો પર જે ગોળીબાર કરવામાં આવ્યો હતો, તે પણ સુનિયોજિત યોજનાનો જ એક ભાગ હતો. તેની પાછળ કથિત રીતે એવી રણનીતિ હતી કે જો અમુક હિંદુઓનાં મોત થાય તો તેનાથી રામ મંદિર મુદ્દાને વધારે હવા મળશે. કોબરા પોસ્ટે આ સ્ટિંગ માટે રામ મંદિર સાથે જોડાયેલા 23 મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે વાત કરી હતી અને ચુપચાપ રીતે તેને રકોર્ડ કરી. આ લોકોમાં સાક્ષી મહારાજ, આચાર્ય ધર્મેન્દ્ર, ઉમા ભારતી, મહંત વેદાંતી અને વિનય કટિયાર જેવા નામ સામેલ છે.

સ્ટીંગ ઓપરેશનમાં પ્રમાણે આ યોજના કેવી રીતે ઘડાઇ હતી, વીએચપી, શિવ સેના કેવી રીતે સામેલ હતા- વાંચો આગળ
બાબરી મસ્જિદની તામિલથી શહીદી સુધીની તવારીખ Read More

Wednesday, April 2, 2014

વિવાદિત નિવેદનોનું કેન્દ્ર છે મોદી : સંઘનો ગુંડો, મુસલમાનોને ગલુડિયાં સમજે

સંઘનો ગુંડો મોદી રાજનાથસિંહને ગુલામ બનાવીને રાખે છે : બેનીપ્રસાદ વર્મા
જેમ-જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ-તેમ રાજનેતાઓ પણ ભાષાના સ્તરે દિવસે-દિવસે નીચે ઉતરી રહ્યાં છે. જેમાં સભ્યતા અને સંસ્કારની તમામ સીમાઓ પાર કરવામાં આવી રહી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર ચારે તરફથી હુમલાઓ થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે મોદી પર ખોટો જસ લેવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમનું ચાલે તે વર્લ્ડકપમાં ભારતની જીત માટેનો જસ પણ મોદી લઈ લે.

જોકે, મોદી પર સૌથી મોટો હુમલો વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા સમાજવાદી પાર્ટીના નેતા તેમજ ઉત્તર પ્રદેશના મંત્રી આઝમ ખાને કર્યો. આઝમ ખાને નરેન્દ્ર મોદીને કુતરાનું બચ્ચું કહી નાખ્યા. એક ચૂંટણી રેલીને સંબોધતા આઝમ ખાને મોદી અંગે કહ્યું કે કુતરાના બચ્ચાના મોટા ભાઈ નરેન્દ્ર મોદીજી, અમને તમારા અફસોરની જરૂર નથી. તો બીજી તરફ કોંગ્રેસી નેતા બેની પ્રસાદ વર્માએ પણ મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. બેની પ્રસાદે કહ્યુ છે કે મોદી સંઘના મોટા ગુંડા છે.

કઈ જગ્યાના બાલ છે શિવરાજસિંહ?
કોંગ્રેસના મહાસચિવ મોહન પ્રકાશે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે કહ્યું હતું કે, મોદીએ જિંદગીમાં સંસદનો દરવાજો જોયો નથી અને વડાપ્રધાન બનવાના સપના ઉજવે છે. તેઓ આટલેથી અટક્યા ન હતા અને કહ્યું હતું કે, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કહે કે તેઓ કઈ જગ્યાના બાલ છે? શિવરાજસિંહે ટિપ્પણી કરી હતી કે, નરેન્દ્ર મોદી મૂંછના વાળ છે, જ્યારે રાહુલ ગાંધી પૂંછના બાલ છે. તેના સંદર્ભમાં મોહન પ્રકાશે આ ટિપ્પણી કરી હતી.
સંઘનો ગુંડો છે મોદી: બેનીપ્રસાદ વર્મા
કેન્દ્રીય સ્ટિલ મિનિસ્ટર તથ ગોંડાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બેનીપ્રસાદ વર્માએ વધુ એક વખત નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વર્માએ કહ્યું હતું કે,  મહાત્મા ગાંધીની હત્યા સંઘ અને ભાજપના કારણે થઈ હતી. મોદી સંઘનો ગુંડો છે અને રાજનાથસિંહ એનો ગુલામ છે. ભાજપ તેના વરિષ્ઠ નેતાઓનું અપમાન કરી રહી છે. તે સંઘ અને મોદીના હાથે વેંચાઈ ગઈ છે.
આઝમ ખાને તા. 31મી માર્ચે યુપીના ફૈઝાબાદમાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને આરોપ મુક્યો હતો કે, મોદી મુસલમાનોને ગલુડિયાં સમજે છે. જેને ગાડીના પૈડાની નીચે કચડી શકાય. પહેલા સાબિર અલીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા અને પછી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. તેની ઉપર ટિપ્પણી કરતા આઝમ ખાને કહ્યું હતું કે, સાબિર અલી તેમનું ઈમાન વેંચીને ભાજપમાં ગયા હતા. પરંતુ ભાજપે તેમને ફુટબોલ બનાવીને એવી કિક મારી કે તેઓ (સાબિર) ગલુડિયા બની ગયા.
આગળ વાંચોઃ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ ભાષણો
નોંધ – ભાષામાં ગેરશિસ્ત લાવવાનો અમારો કોઈ આશય નથી. નેતાઓ જે બોલે છે, તે તમારા સુધી યથાભૂત સ્વરૂપે પહોંચાડીએ છીએ. કોઈની લાગણી કે ભાવનાને દુભાવવાનો આશય નહીં. 

ઈતના સન્નાટા ક્યું હૈ! અડવાણીની રેલી અને પરેશ રાવલની સભા નીરસ

ગાંધીનગર બેઠક પરથી છઠ્ઠી વખત ચૂંટણી લડી રહેલા ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીના પ્રચાર માટે ગાંધીનગરમાં યોજેલી વિજય વિકાસ યાત્રાની પ્રથમ રેલીમાં ૧૦૦ જેટલા પણ કાર્યકરો એકત્ર નહીં થતાં આગેવાનોએ આખો દિવસ માત્ર આઠ દસ ગાડીઓ દોડાવીને સંતોષ માન્યો હતો. સાંસદ તરીકે અડવાણી માટે મતદારો કે કાર્યકરોમાં કોઇ ઉમળકો જોવા મળતો નથી.
ગાંધીનગર શહેર વિસ્તાર અને આસપાસના ગામોમાં આજથી ત્રણ દિવસ માટે વિજય વિકાસ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો છે પરંતુ પ્રથમ દિવસે જ આ યાત્રાનો રકાસ થયો હોય તેવું ચિત્ર ઉપજ્યું હતું. ગાંધીનગરના ધારાસભ્ય અશોક પટેલ અને મેયર મહેન્દ્રસિંહ રાણા સહિ‌તના સ્થાનિક આગેવાનો રેલીમાં જોડાયા હતા પરંતુ આઠથી દસ ગાડીઓનો કાફલો સેક્ટરોમાં ફર્યો હતો.
-ચૂંટણી જાહેર સભા: અભિનેતાના સ્વાગત માટે કાર્યકરો જ ગુમ થઈ ગયા

દહેગામ તાલુકાના સાત ગામોમાં પરેશ રાવલે મંગળવારે ચૂંટણી પ્રચાર કર્યો હતો, પરંતુ જે ગામોના રૂટ પર તેમના સ્વાગતનું અગાઉથી ભાજપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું તેમાં છેલ્લી ઘડીએ ફિયાસ્કો થયો અને ચારેક ગામોમાં તો સ્વાગત સમયે પક્ષના જ કોઈ કાર્યકરો ફરક્યા નહીં, જેના કારણે ત્યાં કૂતુહલવશ ભેગા થયેલા ગામવાસીઓને કેસરિયા ખેસ પહેરાવી ભાજપના કાર્યકર્તા હોવાનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને તેમને પરેશ રાવલનું સ્વાગત કરવા આગળ ધકેલી દેવાયા હતા. ગ્રામવાસીઓ પણ પરેશ રાવલને ઉમેદવાર તરીકે સાંભળવાને બદલે અભિનેતા તરીકે જોવાની ઉત્સુકતાને કારણે એકઠા થયેલા જોવા મળ્યા હતા.