Thursday, July 31, 2014

દીકરીને જન્મ આપ્યો ત્યારે રિયા સંજય દત્તની પત્ની હતી : પેસ

ટેનિસ સ્ટાર લિએંડર પેસે પોતાની એક્સ લિવ-ઇન પાર્ટનર રિયા પિલ્લઇ દ્વારા લગાવવામાં આવેલા ઘરેલું હિંસાના આરોપોને નકારી દીધા છે. પેસના જણાવ્યા મુજ્બ, હકીકતમાં તેમના સંબંધને લિવ-ઇન રિલેશન શીપ ના માની શકાય. પિલ્લઇની અરજીની કાયદેસરતા પર સવાલ ઉભા કરી પેસે અદાલતમાં અરજી કરી છે. 
દીકરીને જન્મ આપ્યો ત્યારે રિયા સંજય દત્તની પત્ની હતી : પેસ 
વકીલોના માધ્યમથી અપાયેલી અરજીમાં તેમણે કહ્યું છે કે, 'અમારી દીકરીને જ્યારે રિયાએ જન્મ આપ્યો, ત્યારે તેણે સંજય દત્તને છૂટાછેડા આપ્યા નહોતા Read More..

દીકરીને જન્મ આપ્યો ત્યારે રિયા સંજય દત્તની પત્ની હતી : પેસ

ટેનિસ સ્ટાર લિએંડર પેસે પોતાની એક્સ લિવ-ઇન પાર્ટનર રિયા પિલ્લઇ દ્વારા લગાવવામાં આવેલા ઘરેલું હિંસાના આરોપોને નકારી દીધા છે. પેસના જણાવ્યા મુજ્બ, હકીકતમાં તેમના સંબંધને લિવ-ઇન રિલેશન શીપ ના માની શકાય.
દીકરીને જન્મ આપ્યો ત્યારે રિયા સંજય દત્તની પત્ની હતી : પેસ 
પિલ્લઇની અરજીની કાયદેસરતા પર સવાલ ઉભા કરી પેસે અદાલતમાં અરજી કરી છે.   Read More..

Tuesday, July 29, 2014

કાશ્મીરઃ ઇદની નમાજ પછી ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો

જમ્મૂ-કાશ્મીરના કેટલાક વિસ્તારોમાં ઇદના દિવસે ગાઝા અને પેલેસ્ટાઇનીઓનું સમર્થન અને ઇઝરાયેલના હુમલાના વિરોધમાં હિંસક પ્રદર્શન કરવામાં આવ્યું. ઇદની નમાઝ પછી લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ કરવા લાગ્યા. કેટલાક વિસ્તારોમાં ઉગ્ર પ્રદર્શનકર્તાઓએ પોલીસ પર પથ્થર મારો કર્યો અને પરિસ્થિતિને કાબૂમાં લાવવા માટે પોલીસે ટીયર ગેસના સેલ છોડ્યા હતા.
કાશ્મીરઃ ઇદની નમાજ પછી ઇઝરાયેલ વિરુદ્ધ પ્રદર્શન, પોલીસ પર પથ્થરમારો
કાશ્મીરમાં પ્રદર્શન   
 
પોલીસે જણાવ્યું હતું કે, ઇદની નમાજ પછી તરત જ ગાઝાના સમર્થનમાં શ્રીનગરના હૈદર પોરા અને મૌલાના આઝાદ રોડ પર કેટલાક ગુસ્સે થયેલા યુવાનોએ પથ્થરમારો શરુ કર્યો હતો. બારામૂલા જિલ્લાના સોપોર શહેર, અનંતનાગ જિલ્લાના જંગલાત મંડી વિસ્તાર અને શોપિયાં શહેરમાં પણ પ્રદર્શન થયા હતા. 
 

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ અ'વાદમાં નમાઝ અદા કરતા મુસ્લિમો

ગઈકાલ સાંજે ચાંદની ગવાહી મળતા રાજ્યભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરાઈ રહી છે. આજે સવારે અમદાવાદમાં સરખેજ રોઝા અને જામ મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. તથા એકબીજા ને ગળે મળી પ્રેમ અને ભાઇચારાના પર્વ રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી.
ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ અ'વાદમાં નમાઝ અદા કરતા મુસ્લિમો
ઈદના દિવસે લગભગ દરેક મુસ્લિમના ઘેર ઈદની વિશેષ વાનગી "ખીર કુર્માં" બનાવવામાં આવે છે. દૂધ, કાજુના ટુકડા અને મીઠીસેવનાં  મિશ્રણથી બનાવાયેલી આ મીઠી વાનગીનો ઈદની સવારે અલ્પાહાર કરવામાં આવે છે.  Read More..

ઓફિસનું સરપ્રાઇઝ ચેકિંગ કરવા નીકળ્યા નાયડુ, 80 ગેરહાજર

કેન્દ્રીય શહેરી વિકાસ પ્રધાન અને સંસદીય બાબતોના પ્રધાન સોમવારે અચાનક જ તેમના મંત્રાલય નિર્માણ ભવનની વિઝિટ પર નીકળ્યા હતા. ત્યારે ઘણાખરાં અધિકારીઓ લાપતા હતા. નાયડુ જે કોઈ કેબિનમાં ગયા, ત્યાં ખુરશીઓ ખાલી હતી.
ઓફિસનું સરપ્રાઇઝ ચેકિંગ કરવા નીકળ્યા નાયડુ, 80 ગેરહાજર

ઉલ્લેખનીય છે કે, થોડા દિવસો પહેલા કેન્દ્રીય માહિતી અને પ્રસારણપ્રધાન નાયડુ ઓફિસનું સરપ્રાઇઝ નિરિક્ષણ કરવા નીકળ્યા હતા. વધુમાં થોડા દિવસ પહેલાં માહિતી પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે પણ તેમની ઓફિસનુ નિરિક્ષણ કર્યું હતું, જેમાં 40 અધિકારીઓને મેમા આપ્યા હતા. Read More..

મોદીથી દૂર રહેશે કમાન્ડોઝ, ગુપ્ત વાતો લિક થવાનો ભય

કેન્દ્રીય પ્રધાન નિતિન ગડકરી 'જાસૂસી પ્રકરણ' બાદ ઊભા થયેલા વિવાદની વચ્ચે એવા અહેવાલો આવ્યા છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની સુરક્ષામાં તહેનાત એસપીજી સુરક્ષા કર્મીઓને થોડું અંતર જાળવી રાખવા માટે કહ્યું છે. જેથી તેઓ કોઈ ગુપ્ત વાતો સાંભળી ન શકે.
મોદીથી દૂર રહેશે કમાન્ડોઝ, ગુપ્ત વાતો લિક થવાનો ભય 
એસપીજી કમાન્ડોઝને દૂર રહેવા નિર્દેશ
 
એસપીજી સૂત્રોના કહેવા પ્રમાણે, મોદીએ આ નિર્દેશ કદાચ એટલા માટે આપ્યો છે, જેથી કોઈ તેમની ગુપ્ત વાતો સાંભળી ન જાય અને તેને લિક ન કરી દે. સરકારી સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ નિર્દેશ બાદ એસપીજી કમાન્ડોઝની સંખ્યા વધારવામાં આવે તેવી વકી છે. Read More..

Monday, July 28, 2014

ટ્રેનોમાં સ્લીપર કોચને બનાવાશે AC, પાંચ વર્ષમાં પૂર્ણ થશે કામ

ભારતીય રેલવેએ તમામ એક્સપ્રેસ તથા સુપરફાસ્ટ ટ્રેનોની સ્લીપર બોગીઓને આગામી પાંચ વર્ષમાં એસી કોચમાં બદલવા અંગે ગંભીરતાથી વિચાર હાથ ધર્યા છે. આ દિશામાં પહેલું પગલું, દક્ષિણ રેલવેએ લીધું છે. અહીં તમામ જૂના સ્લીપર કમ્પાર્ટમેન્ટ્સને થ્રી ટાયર એસી કોચમાં બદલવાની શરૂઆત કરી દીધી છે.
ટ્રેનોમાં સ્લીપર કોચને બનાવાશે AC, પાંચ વર્ષમાં પૂર્ણ થશે કામ 
ભાડા પર અસર 

અર્નાકુલમથી લઈને નિઝામુદ્દીન સુધી સેકન્ડ સ્લીપરનું ભાડું રૂ. 925 છે. જ્યારે થ્રી ટિયર એસી ટિકિટની કિંત રૂ. 2370 છે. Read More..



NSGનું પાંચમું કેન્દ્ર ગુજરાતમાં બનશે, કેન્દ્ર સરકારની મંજૂરી

ગુજરાતમાં દેશનું ત્રાસવાદી વિરોધી નેશનલ સિક્યુરિટી ગાર્ડ (એનએસજી)નું પાંચમું યુનિટ ખૂલી શકે છે. જો આ પ્રસ્તાવને આખરી મંજૂરી મળી જશે તો મુંબઇ સહિ‌ત દેશના પ‌શ્ચિ‌મ ભાગમાં ત્રાસવાદી હુમલા અથવા હાઇજેકિંગ જેવી ઘટનાઓનો સામનો કરવા એનએસજી કમાન્ડોનું ગુજરાતમાં મથક સ્થાપવામાં આવશે. 
NSGનું પાંચમું કેન્દ્ર ગુજરાતમાં બનશે, કેન્દ્ર સરકારની મંજૂરી 
હાલમાં કોલકાતા, હૈદરાબાદ, ચેન્નાઇ અને મુંબઇ ખાતે તેના ચાર મથકો આવેલા છે. દેશના ચાર ભાગોમાં આવેલા એનએસજીના મથકો સ્થાપવાનો હેતુ દેશના કોઇ પણ ખૂણે થયેલા આતંકવાદી હુમલાનો સામનો કરવા માટે ઝડપથી તાલીમ પામેલા કમાન્ડોને મોકલવાનો છે Read More...

સહારનપુરમાં હિંસા માટે સંઘ જવાબદાર : આઝમખાન

સહારનપુરમાં ગુરુદ્વારાની જમીન વિવાદ મુદ્દે શરૂ થયેલી હિંસા બાદ તંગદિલી હજુ યથાવત્ છે. વહીવટીતંત્રે પરિસ્થિતિ પર નજર રાખવા માટે ડ્રોનની મદદ લીધી છે. તોફાનીઓ પર નજર રાખવા દેશમાં પહેલી વખત આ અખતરો થયો છે.
સહારનપુરમાં હિંસા માટે સંઘ જવાબદાર : આઝમખાન 
આઈજી અશોક શર્માના જણાવ્યા અનુસાર શહેરની ગલીઓ એટલી સાંકડી છે કે પોલીસને પેટ્રોલિંગમાં તકલીફ પડી રહી છે. તોફાનીઓ તેનો ફાયદો ઉઠાવી રાહ્યા છે.  Read More..

દિલ્હીઃ બોગસ પ્લેસમેન્ટ એજન્સી બનાવી, યુવતીને ફસાવી કર્યો ગેંગરેપ

દક્ષિણ દિલ્હીમાં નોકરીની લાલચ આપી 21 વર્ષની છોકરીને બંધક બનાવી બે વર્ષ સુધી સામુહિક બળાત્કાર કરવાની ઘટના બહાર આવી છે. પોલીસના કહેવા મુજબ, છત્તીસગઢના કાંકેરની રહેવાસી અને ગ્રેજ્યુએશનના પહેલા વર્ષમાં ભણતી વિદ્યાર્થીનીને બે યુવાનોએ પ્લેસમેન્ટ કંપનીના માલિક હોવાનું નાટક રચી જાળમાં ફસાવી.
દિલ્હીઃ બોગસ પ્લેસમેન્ટ એજન્સી બનાવી, યુવતીને ફસાવી કર્યો ગેંગરેપ 
કેવી રીતે આખી જાળ પાથરી આરોપીઓએ:

પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, છોકરીએ એક અખબારમાં છપાયેલી જાહેરાતના આધારે નોકરી માટે આઠ મહિના પહેલાં એપ્લાય કર્યું હતું. Read More..

સીબીઆઇ ગૂગલ મેપિંગની તપાસ કરશે

વર્ષ ૨૦૧૩માં 'મેપાથોન’ નામની હરીફાઇ યોજવા બદલ સીબીઆઇએ ઇન્ટરનેટ ક્ષેત્રની અગ્રણી કંપની ગૂગલ સામે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. ગૂગલ ઉપર આરોપ મુકાયો છે કે તેણે યોજેલી હરીફાઇમાં દેશના પ્રતિબંધિત સંવેદનશીલ વિસ્તારો અને સંરક્ષણ ક્ષેત્રોને નકશામાં દર્શાવ્યા હતા અને આ રીતે કંપનીએ તેને લગતાં કાયદાનુ ઉલ્લંઘન કર્યુ છે.
સીબીઆઇ ગૂગલ મેપિંગની તપાસ કરશે 
ફેબ્રુઆરી-માર્ચ ૨૦૧૩માં હરીફાઇ યોજતા પહેલા ગૂગલે સરવે ઓફ ઇન્ડિયા પાસેથી મંજૂરી મેળવી નહોતી. આ હરીફાઇમાં લોકોને તેમની અડોશ-પડોશના વિસ્તારો ખાસ કરીને હોસ્પિટલ અને રેસ્ટોરન્ટ અંગે જાણકારી આપવા માટે જણાવવામાં આવ્યું હતું. Read More..

'લોકો વચ્ચે જાવ અને સમજાવો, સારા દિવસો આવી ગયા': મોદીએ 15 ઓગસ્ટ માટે સાંસદોને આપ્યો ટાસ્ક

નરેન્દ્ર મોદી સરકારે તેના પ્રથમ બજેટમાં અપેક્ષા પ્રમાણે મોટી-મોટી જાહેરાતો કરી ન હતી. તમામ મંત્રાલયોને તા. 10મી સુધીમાં પ્રસ્તાવો પર કામ કરવા માટે કહેવામાં આવ્યું છે. ઉપરાંત તા. 14મી ઓગસ્ટ બાદ પ્રધાનમંડળમાં વિભાગોનું વિતરણ થાય તેવી પણ શક્યતા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોની સાથે મુલાકાત કરી હતી.
'લોકો વચ્ચે જાવ અને સમજાવો, સારા દિવસો આવી ગયા': મોદીએ 15 ઓગસ્ટ માટે સાંસદોને આપ્યો ટાસ્ક
તમામ વિભાગો પર નજર 
 
કેબિનેટ સચિવ અજીત શેઠે સરકારના તમામ મંત્રાલયો અને વિભાગો ને બજેટ પ્રસ્તાવો પર કામ કરવા તાકિદ કરી છે. તા. 10મી ઓગસ્ટ સુધીમાં નક્કર અહેવાલ આપવા કહ્યું છે. જેથી તા.15મી ઓગસ્ટના સ્વતંત્રતા દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે લાલકિલ્લા પરથી પ્રજાજોગ સંબોધન કરે ત્યારે નક્કર અહેવાલ આપી શકે. Read More..

Friday, July 25, 2014

પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશ્નરને બોલાવી ભારતે ખખડાવ્યા

વિદેશ મંત્રાલયે ભારત ખાતે પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશ્નરને બોલાવીને તેમને ખખડાવ્યા હતા. પાકિસ્તાનમાં મુંબઈ આતંકવાદી હુમલાનો ખટલો અટકાવી દેવામાં આવ્યો છે. જેની સામે ભારતે નારાજગી પ્રગટ કરી હતી.  
પાકિસ્તાનના ડેપ્યુટી હાઈકમિશ્નરને બોલાવી ભારતે ખખડાવ્યા 
26/11નો આતંકવાદી હુમલો
 
ઉલ્લેખનીય છે કે, મુંબઈ પર તા. 26/11/2008ના થયેલા આતંકવાદી હુમલામાં 1666 લોકો માર્યા ગયા હતા. પાકિસ્તાનથી આવેલા દસ આતંકવાદીઓએ ભારતમાં કાળોકેર વર્તાવ્યો હતો. Read More..


UPSC વિવાદ: વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યો

યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષામાં સી સેટનાં મુદ્દે થયેલો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. સરકારે આજે સંસદમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે ભાષાને આધારે તેમની સાથે કોઇ ભેદભાવ નહીં કરવામાં આવે, યુપીએસસી દ્વારા એડમિટ કાર્ડ જારી કરાયા છે તેનાથી ગભરાશો નહીં. પણ વિદ્યાર્થીઓ તેનાથી સંતુષ્ટ થયા નહતા અને એક વિદ્યાર્થીએ તો મુખર્જી નગરમાં આત્મદાહ કરવાની પણ કોશિશ કરી હતી.
UPSC વિવાદ: વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યો
વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે
 
'ભાષાકીય ભેદભાવ' સામે વિરોધ કરી રેહલા યુપીએસસી સિવિલ સર્વિસના વિદ્યાર્થીઓએ આજે સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસે તેમને રોક્યા હતા અને પછી તેમને અટકાયતમાં લીધા હતા. વિરોધ કરનારાઓને પોલીસે સેન્ટ્રલ સેક્રેટરિએટ મેટ્રો સ્ટેશન પર અટકાવ્યા હતા અને ત્યાંથી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. Read More..

કોંગ્રેસની બેઠકમાં સોનિયા પહોંચ્યા, બીજા નેતાઓ ન આવતા બેઠક રદ્દ

લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર પછી કોંગ્રેસી નેતાઓ વચ્ચે આપસમાં સંવાદહીનતાનાં કિસ્સા સામે આવી રહ્યા છે. એવામાં એક કિસ્સો શુક્રવારે સવારે જોવા મળ્યો, જ્યારે કોંગ્રેસની સંસદીય બાબતોની સમિતીની બેઠક રદ્દ કરવી પડી. બેઠકમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધી સવારે 9.30 વાગે જ પહોંચી ગયા હતા, જ્યારે અન્ય નેતાઓને 10 વાગ્યાનો સમય અપાયો હતો.
કોંગ્રેસની બેઠકમાં સોનિયા પહોંચ્યા, બીજા નેતાઓ ન આવતા બેઠક રદ્દ
શુક્રવારે શું થયું હતું

એવું કહેવાયું છે કે સોનિયા ગાંધીએ પૂર્વનિર્ધારિત કાર્યક્રમ હેઠળ સવારે 10 વાગ્યે રાષ્ટ્રપતિ ભવન જવાનું હતું. ત્યાં સંગ્રહાલયનાં ઉદ્ધઘાટન કાર્યક્રમમાં તેમણે સામેલ થવાનું હતું. Read More..

યુપીમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, બેના મોત

યુપીના સિતાપુર જિલ્લાના અટરિયા વિસ્તારમાં પંડિતપુરવા ગામમાં ઈન્ડિયન એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ થયું છે. જેમાં પાયલોટ અને સહ-પાયલોટના મોત થયા હોવાના અહેવાલ મળી રહ્યાં છે. 
મળતી માહિતી પ્રમાણે, હેલિકોપ્ટરમાં કોઈ ખામી સર્જાતા તેને જમીન પર ઉતરાણ કરાવવા માટે પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા. 
યુપીમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, બેના મોત
હેલિકોપ્ટર બરેલી બેઝેથી ઉપડ્યું હતું અને અલ્લાહબાદ એરબેઝે જઈ રહ્યું હોવાના અહેવાલ મળી રહ્યાં છે. Read More...

ન્યૂયોર્કના વિખ્યાત મેડિસિન સ્કવેયર ગાર્ડનમાં NRIsને સંબોધિત કરશે મોદી

જો વડાપ્રધાન કાર્યાલયની મંજૂરી મળશે, તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમની અમેરિકા યાત્રા વેળાએ ન્યૂયોર્કના મેડિસન સ્કવેયર ગાર્ડન ખાતે ભારતીયોને સંબોધી શકે છે. મેનહટ્ટનના ઈન્ડોર સ્ટેડિયમમાં લગભગ વીસ હજાર લોકોને સમાવવાની ક્ષમતા છે.
ન્યૂયોર્કના વિખ્યાત મેડિસિન સ્કવેયર ગાર્ડનમાં NRIsને સંબોધિત કરશે મોદી
અમેરિકામાં વસતા ભારતીય મૂળના નાગરિકોમાં મોદીનો ભારે ક્રેઝ છે. જેના આધારે આ આયોજન કરવામાં આવી રહ્યું છે. તાજેતરમાં જ એમએસજીના અધિકારીઓ સાથે ગુજરાતી મૂળના ડૉ. બારાઈએ મુલાકાત કરી હતી. આ માટે રૂ. સાંઈઠ લાખનું ભાડું ચૂકવવામાં આવશે. Read More...

નવા ચહેરા: અમિત શાહની ટીમમાં નવા સાત મહાસચિવોને મળશે સ્થાન

ભાજપના અધ્યક્ષ અમીત શાહ તેમની ટીમમાં મોટા ભાગના નવા ચહેરાને સ્થાન આપશે. હાલના સાત મહાસચિવોની વિદાય નિ‌શ્ચિ‌ત છે. સંગઠન અને સરકારમાં સમન્વયની જવાબદાર ગૃહમંત્રી રાજનાથસિંહને સોંપાય તેવી શક્યતા છે. અમીત શાહે તેમની સંભવિત ટીમ અંગે ગુરુવારે સંઘ અને ભાજપના નેતા સાથે મેરેથોન બેઠક કરી હતી. 
નવા ચહેરા: અમિત શાહની ટીમમાં નવા સાત મહાસચિવોને મળશે સ્થાન 
સંઘના નેતાઓ મોદીને મળ્યા
 
બેઠક બાદ રાત્રે ભોજન પર સંઘના નેતાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા હતા. આ દરમિયાન આવનારી વિધાનસભાની ચૂંટણી, સંઘ, પાર્ટી‍ અને સરકાર વચ્ચે સમન્વય અંગે ચર્ચા થઈ હતી. Read More..

એપલ લાવશે 0.21 ઇંચનું દુનિયાનું સૌથી પાતળું ટેબલેટ

દુનિયામાં હાલમાં સૌથી પાતળા સ્માર્ટફોન વેચનારી કંપની સેમસંગનો એક રેકોર્ડ એપલ ઝડપથી તોડવા જઇ રહી છે. એપલ હવે દુનિયાનું સૌથી પાતળું ટેબલેટ લોન્ચ કરવા જઇ રહી છે. હાલ સુધી આ રેકોર્ડ સેમસંગ કંપની ધરાવતી હતી. કંપનીએ પોતાના આ ટેબલેટને એપલ આઇપેડ મીની એરના નામે લોન્ચ કરવાનું વિચાર્યું છે. જે પોતાની સ્લીમનેસ માટે જાણીતું અને આશ્ચર્ય પમાડનારું બની રહેશે.
એપલ લાવશે 0.21 ઇંચનું દુનિયાનું સૌથી પાતળું ટેબલેટ
હાલમાં એપલની તરફથી લોન્ચ કરાનારું આ ટેબલેટ નવા મોડલ નહીં પરંતુ હાલમાં મળી રહેલા એપલ આઇપેડ મીનીનું આવનારું વર્ઝન ગણી શકાશે. Read More..

ધો.12 પાસ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત

ગુજરાત વિધાનસભામાં આજે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ માનનીય મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજના અંતર્ગત ગુજરાત શિક્ષણ બોર્ડ કે અન્ય બોર્ડમાંથી ધો.12માં સારા ગુણ સાથે ઉતિર્ણ થનારા વિદ્યાર્થીઓને ઉચ્ચ અને ટેકનિકલ અભ્યાસ માટે આર્થિક સહાય આપવામાં આવશે.
ધો.12 પાસ વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી શિષ્યવૃત્તિ યોજનાની જાહેરાત 
આ યોજનામાં જેમના વાલીની આવક મર્યાદા રૂપિયા સાડા ચાર લાખ હોય તેવા તમામ વિદ્યાર્થીઓને આવરી લેવામાં આવ્યા છે.  Read More..

'મોદી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે,' ગોવા પ્રધાનના નિવેદન પર વિવાદ

ગોવામાં સહકાર વિભાગના પ્રધાન દીપક ધવાલીકરના વિવાદાસ્પદ નિવેદનથી બબાલ થઈ છે. ગોવાના પ્રધાને કહ્યું હતુ કે, તેમને આશા છે કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. તમામ રાજકીય પક્ષો એ આ નિવેદનની ટીકા કરી છે. 
'મોદી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવશે,' ગોવા પ્રધાનના નિવેદન પર વિવાદ 
વિવાદાસ્પદ નિવેદન 

દીપક ધાવલીકરે ગોવા વિધાનસભામાં નરેન્દ્ર મોદીને રાષ્ટ્રીય ચૂંટણીમાં ભવ્ય વિજય માટેના અભિનંદન પ્રસ્તાવ પર ચર્ચા કરતી વખતે ધાવલીકરે કહ્યું હતું, "મને વિશ્વાસ છે કે, મોદીજીના નેતૃત્વમાં ભારત હિન્દુ રાષ્ટ્ર બનશે. મને લાગે છે કે, મોદી આ દિશામાં કામ કરશે. ધાવલીકર ગોવામાં ભાજપના સહયોગી મહારાષ્ટ્ર ગોમાંતક પાર્ટીના નેતા છે.  Read More..

Thursday, July 24, 2014

ભારતીય છું અને મરીશ ત્યાં સુધી ભારતીય રહીશ : સાનિયાનો જવાબ

સાનિયા મિર્ઝાને આંધ્રપ્રદેશમાંથી અલગ થયેલા તેલંગાણાની બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવી છે. ત્યારે સાનિયાને પાકિસ્તાનની 'પુત્રવધૂ' કહીને તેલંગાણા ભાજપના નેતા કે. લક્ષ્મણે નવો વિવાદ ઊભો કર્યો છે. તેમણે સાનિયા મિર્ઝા પર પણ સવાલો ઉઠાવ્યા હતા.
ભારતીય છું અને મરીશ ત્યાં સુધી ભારતીય રહીશ : સાનિયાનો જવાબ 
તેલંગાણાની ધારાસભામાં બોલતી વખતે લક્ષ્મણે કહ્યું હતું, "સાનિયા મિર્ઝાએ અલગ તેલંગાણા માટેના કોઈ આંદોલનમાં ક્યારેય ભાગ લીધો ન હતો. સાનિયાનો જન્મ થયો અને પાછળથી હૈદરાબાદમાં સ્થાયી થઈ હતી. આથી તે 'સ્થાનિક' નથી. Read More..

ટ્રેનની ટક્કરે બસ 200 ફૂટ દૂર સુધી ફંગોળાઇ, 25 બાળકોનાં મોત

આજે સવારે તેલંગણામાં માનવ રહિત રેલવે ક્રોસિંગ પાસે 40થી 50 બાળકોને લઇ જતી એક સ્કૂલ બસ ટ્રેન સાથે ટકરાતા 25 બાળકો અને ડ્રાઇવર સહિત 26 જણાંના મોત થયા છે, જ્યારે અન્ય 20 જણા ગંભીરપણે ઘાયલ થયા છે. નજીકનાં ટૂપરનમાં આવેલી કાકટિયા સ્કૂલની આ બસ રાજ્યનાં મેડક જીલ્લાનાં મસાઇપેટ ગામ નજીકનાં રેલવે ટ્રેકને પાર કરી રહી હતી ત્યારે સામેથી આવતી નાંદેડ-સિકંદરાબાદ પેસેન્જર ટ્રેને બસને ભયાનક ટક્કર મારતા આ દુર્ઘટના ઘટી હતી. ટ્રેનની જોરદાર ટક્કરને લીધે બસ 200 ફૂટ દૂર સુધી ફંગોળાઇ હતી.દુર્ઘટના સવારે 9.20 વાગ્યાની આસપાસ ઘટી હતી
ટ્રેનની ટક્કરે બસ 200 ફૂટ દૂર સુધી ફંગોળાઇ, 25 બાળકોનાં મોત
સ્કૂલ હૈદરાબાદથી 100 કિમીનાં અંતરે આવેલી છે. અધિકારીઓને ભય છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે. તેમનું માનવું છે કે ટ્રેનનાં આગમનની ચેતવણી જારી કરાયા છતાં ડ્રાઇવરે રેલવે ટ્રેકને ક્રોસ કરવાનો પ્રયત્ન કર્યો હતો. Read More..

મેઘમહેર: અમદાવાદમાં 3.5, વડોદરામાં ચાર ઇંચ, આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી

રાજ્યમાં અમદાવાદ, સુરત, રાજકોટ,વડોદરા જૂનાગઢ સહિત જુદા-જુદા વિસ્તારોમાં વરસાદના સમાચાર છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગઈકાલથી શરૂ થયેલો વારસદ આજે પણ સવારથી ચાલુ રહ્યો છે. અમદાવાદમાં વરસાદથી 27 જ્યારે વડોદરામાં 11 વૃક્ષો પડી જવાની ઘટના બની છે.
મેઘમહેર: અમદાવાદમાં 3.5, વડોદરામાં ચાર ઇંચ, આગામી ચાર દિવસમાં ભારે વરસાદની આગાહી
મહત્વના શહેરોમાં નોંધાયેલો વરસાદ 
-અમદાવાદઃ સાડાત્રણ ઈંચ
-વડોદરાઃ ચાર ઈંચ
-સુરતઃ દોઢ ઈંચ
-રાજકોટઃ આઠ મી.મી.   Read More..

મુસલમાનો એક થાવ અને ભારત વિરૂદ્ધ લડો : હાફિઝ સઇદ

ગયા અઠવાડિયે નવીદિલ્હી ખાતે મહારાષ્ટ્ર સદનમાં શિવસેનાના સાંસદોએ જે કાંઈ ઘટ્યું, તેનો શિવસેનાએ બચાવ કર્યો છે અને તેના સાંસદોની હિમાયત કરી છે. શિવસેનાના મુખપત્ર સામનામાં ગુરૂવારે પ્રકાશિત થયેલા લેખમાં જણાવવામાં આવ્યું છે કે, ઘટનાને પરિપેક્ષ્યની બહાર ચગાવવામાં આવી અને તેને કોમી રંગ આપવામાં આવ્યો છે.
મુસલમાનો એક થાવ અને ભારત વિરૂદ્ધ લડો : હાફિઝ સઇદ
હાફિઝ સઈદે ઓક્યું ઝેર
 
બુધવારે વિવાદ બહાર આવ્યા બાદ હાફિઝ સઈદે હૈશટેગ ForcedToBreakFast સાથે પાંચ ટ્વિટ્સ કર્યાં હતા. સઈદે લખ્યું, હું ભારત સરકારની નિંદા કરું છું. શિવસેનાનું આ કૃત્ય માનવતાને માટે કલંક છે. આ સીધી રીતે મુસ્લિમોના મુલ્યો પર હુમલા સમાન છે.  Read More..

Wednesday, July 23, 2014

શિવસેનાના સાંસદોએ બળજબરીથી રોજો તોડાવ્યો, ભારે વિવાદ

શિવસેનાના 11 સાંસદો પર એક વ્યક્તિનાં રોજા તોડાવવાનો અને ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડવાનો આરોપ લાગ્યો છે. એક અંગ્રેજી અખબારમાં પ્રસિદ્ધ થયેલા રિપોર્ટ મુજબ, દિલ્હીના મહારાષ્ટ્ર સદનમાં મહારાષ્ટ્રિયન ભોજન ન પીરસવાથી ગુસ્સે થયેલા સાંસદોએ કેટરિંગ સુપરવાઇઝરને રોજા હોવા છતાં બળજબરીથી રોટલી ખવડાવી હતી.
શિવસેનાના સાંસદોએ બળજબરીથી રોજો તોડાવ્યો, ભારે વિવાદ 
આ ઘટનાના થોડા સમય બાદ જ કેટરિંગ સંભાળતી એજન્સી આઈઆરટીસી (IRCTC)એ તેમનો વિરોધ નોંધાવતાં કામ કરવાનું બંધ કરી દીધું. આઈઆરટીસીના કર્મચારીઓએ મહારાષ્ટ્રના રેસિડન્ટ કમિશ્નરને આ અંગે ફરિયાદ પણ કરી. આ ઘટના 17 જુલાઈની છે. Read More..

Tuesday, July 22, 2014

ઉત્પાદન બંધ છે તો લોન શેની? કોંગ્રેસે ઉઠાવ્યો નેનોનો મોટો મુદ્દો

ટાટા ગૃપના ચેરમેન સાયરસ મિસ્ત્રી અને મુખ્યમંત્રી આનંદીબેન પટેલ વચ્ચે થયેલી મુલાકાત બાદ આજની વિધાનસભા કાર્યવાહી દરમિયાન ગૃહમાં ટાટા નેનોનો મુદ્દો ઉછળ્યો હતો. વિધાનસભામાં આજે વિરમગામના ધારાસભ્ય તેજશ્રીબેન પટેલે ટાટાને રાજ્ય સરકાર તરફથી મળતી લોન અંગે સવાલ પૂછ્યો હતો.
ઉત્પાદન બંધ છે તો લોન શેની? કોંગ્રેસે ઉઠાવ્યો નેનોનો મોટો મુદ્દો
જેનો જવાબ આપતા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે, ટાટા મોટર્સને ગુજરાત સરકાર વેટની રકમ લોન પેટે આપે છે. મતલબ કે ટાટા કંપની જે ઉત્પાદન કરે તેનો વર્ષે જેટલો વેટ ચુકવવાનો થતો હોય તેટલી રકમ ગુજરાત સરકાર કંપનીને લોન આપે છે. Read More..

રેપ પીડિતાને તપાસ માટે ત્રણ કલાક નગ્નાવસ્થામાં રાહ જોવડાવી

બળાત્કાર પીડિતાઓને માટે તપાસ કરવા માટે માર્ચ મહિનાથી સરકારે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. પરંતુ કર્ણાટકમાં તેના છોતરાં ઉડી ગયા હતા. અહીં સરકારી હોસ્પિટલમાં રેપ પીડિતે તબીબી પરીક્ષણ માટે નગ્નાવસ્થામાં ત્રણ કલાક સુધી રાહ જોવી પડી હતી. કર્ણાટક મહિલા પંચના અધ્યક્ષા મંજુલા માનસાએ આવી ઘટના ઘટી હોવાને અનુમોદન આપ્યું છે
રેપ પીડિતાને તપાસ માટે ત્રણ કલાક નગ્નાવસ્થામાં રાહ જોવડાવી
શું છે કેસ ?
મૈસુરના છેલૂવાંબામાં સરકારી હોસ્પિટલમાં રેપની તબીબી તપાસ માટે માનસિક રીતે અસ્થિર 23 વર્ષીય પીડિતાને મેડિકલ સ્ટાફે નગ્નાવસ્થામાં રાહ જોવડાવી હતી અને તેણીના પરિવારને પણ અપમાનિત કર્યો હતો. પીડિતાના પરિવારનો આરોપ છે કે, નગ્નાવસ્થામાં છોકરીએ હોસ્પિટલના બેડ પર ત્રણ કલાક સુધી રાહ જોવી પડી હતી.  Read More..

NSS સર્વે: ભારતીયો આ વસ્તુઓ પાછળ સૌથી વધુ કરે છે ખર્ચ

તમને જાણીને નવાઇ લાગશે કે શહેરમાં વસતા ભારતીયો સૌથી વધુ ખર્ચ મકાનના ભાડાં પાછળ કરે છે. જ્યારે ગામડાંમાં વસતા ભારતીયો દવા પાછળ ખર્ચે છે.
NSS સર્વે: ભારતીયો આ વસ્તુઓ પાછળ સૌથી વધુ કરે છે ખર્ચ
શહેરી વિસ્તારમાં બિન ખાદ્ય પદાર્થોની માથાદીઠ વપરાશની કિંમત
 
વસ્તુ  -  ખર્ચ (રૂપિયામાં)
1. મકાન ભાડું, ગેરેજનું ભાડું - 159
2. ટ્યુશન - અન્ય ફી (સ્કૂલ, કોલેજ વગેરે) - 122
3. ઇલેક્ટ્રિસિટી (સ્ટાન્ડર્ડ યુનિટ) - 87
4. વાહન માટે પેટ્રોલ - 85
5. બિન સરકારી દવા - 71
6. ટેલિફોન ચાર્જીસ, મોબાઇલ - 59
7. L.P.G. - 57
8. બસ/ટ્રામ ભાડું - 33
9. મોટર કાર, જીપ - 30
10. સોનાના ઘરેણાં - 28 

અમરનાથ યાત્રામાં સિલિન્ડર ફાટતાં આગ, ચારનાં મોત

કાશ્મીરના ગંદરબાલ જિલ્લાના બાલતાલ બેઝ કેમ્પના લંગરમાં ગેસનું સિલિન્ડર ફાટ્યું હતું. જેના કારણે ચાર લોકોના મોત થયા હતા. 
મળતી માહિતી પ્રમાણે, બાલતાલ બેઝ કેમ્પ ખાતે શિવશક્તિ લંગરમાં (શ્રદ્ધાળુઓ અને સાધુઓને જમાડવા માટે ચલાવવામાં આવતું રસોડું) રસોઈની શરૂઆત થઈ ત્યારે સિલિન્ડર ફાટ્યું હતું. 
અમરનાથ યાત્રામાં સિલિન્ડર ફાટતાં આગ, ચારનાં મોત
બાલતાલ અને પહેલગામના રૂટ પર યાત્રા પૂર્વવત રીતે ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, સોમવારે અમરનાથના દર્શન કરનારાઓની સંખ્યા ત્રણ લાખને પાર કરી ગઈ હતી.  Read More..

Monday, July 21, 2014

સુરતઃ પિતા ઈદના નવા કપડાં લાવે તે પહેલા કાકા અને દાદીએ બે બાળકોને ખાડીમાં ફેંકી દીધા, એકનું મોત

પુણા ખાડીમાં બે બાળકોને ફેંકી દેવાતા અરેરાટીનો માહોલ સર્જાયો છે. સગા કાકા અને દાદીએ મળીને બે બાળકોને ખાડીમાં ફેંકી દેતા એક બાળકનું મોત થયું હતું, જ્યારે એક બાળકને સ્થાનિકોએ બચાવી લીધું હતું. સ્થાનિકોએ ઘટનાની ગંભીરતા જોઈને પોલીસને બોલાવી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા, અને વધારે તપાસ હાથ ધરી હતી.
સુરતઃ પિતા ઈદના નવા કપડાં લાવે તે પહેલા કાકા અને દાદીએ બે બાળકોને ખાડીમાં ફેંકી દીધા, એકનું મોત 
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ઝબ્બાર સતાર શાહના (રહે. નાનપુરા લિંબાયત) બે સંતાનો એક છ માસનો બાળક અને ત્રણેક વર્ષની દીકરીને તેના સગા કાકા અને દાદીએ મળીને મોડીરાત્રે પુણા ખાડીમાં ફેંકી દીધા હતાં. Read More...

અમદાવાદમાં પાક.ડેલિગેશનનો વિરોધ કરતા શિવસેનાના નવ કાર્યકરોની અટકાયત

શહેરના પ્રસિધ્ધ સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના અભ્યાસ માટે પાકિસ્તાનનું એક ડેલિગેશન અમદાવાદ આવ્યું છે. સવારે પાકિસ્તાની ડેલિગેશન રિવરફ્રન્ટની મુલાકાતે પહોંચ્યુ હતુ. જ્યા શિવસેનાના કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું હતુ. પોલીસે વિરોધ કરી રહેલા શિવસેનાના નવ કાર્યકરોની અટકાયત કરી હતી.
અમદાવાદમાં પાક.ડેલિગેશનનો વિરોધ કરતા શિવસેનાના નવ કાર્યકરોની અટકાયત 
લાહોર કમિશનર રાશિદ મહમુદ લંગરિયાલના વડાપણ હેઠળ ગુજરાત આવેલા આ પ્રતિનિધિ મંડળમાં લાહોર ડેવલપમેન્ટ ઓથોરિટીના ડિરેક્ટર જનરલ અહમદ ખાન ચિમા, સ્ટ્રેટેજિક પોલીસ યુનિટના વડા મોઝમ સિરપા અને ટેકનિકલ એક્સપર્ટ મુસ્તફા કમાલનો પણ સમાવેશ થાય છે.  Read More..

રેખાએ સાત વખત અને સચિને માત્ર ત્રણ વખત સત્રમાં લીધો ભાગ

સેલેબ્રિટી સાંસદોની સંસદ પ્રત્યે ઉદાસીનતાનું વધુ એક ઉદાહરણ સામે આવ્યું છે. કોઇ ક્ષેત્રમાં વિશેષ યોગદાન આપનાર મહાનુભાવોને રાજ્યસભામાં નામાંકિત કરવામાં આવતા હોય છે. જો આ સેલેબ્રિટી ભાગ્યે જ સંસદમાં દેખાતા હોય છે.રાજ્યસભા માટે  1999 થી 2005 સુધી સભ્ય રહેલી ગાયિકા લતા મંગેશકર હોય કે સ્વર્ગીય ચિત્રકાર એ.એફ.હુસેન (1986-1992) હોય. 
રેખાએ સાત વખત અને સચિને માત્ર ત્રણ વખત સત્રમાં લીધો ભાગ
સચિન પાસે રિટાયરમેન્ટ બાદ પણ સંસદ માટે સમય નથી

માનવામાં આવતું હતું કે સચિન રિટાયરમેન્ટ પછી સંસદમાં વધુ સમય આપશે.  પણ આ વાત ખોટી પડી હતી. રિટાયરમેન્ટ બાદ્ માત્ર એકવાર ગયા સપ્ટેમ્બરમાં સંસદમાં સચિને હાજરી આપી હતી. Read More...

Saturday, July 19, 2014

વડોદરાઃ અઠવાડિયા પહેલા આનંદીબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા બ્રિજનો હિસ્સો ધસી પડ્યો

શહેરમાં શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યા સુધી સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે, તેમજ જનજીવન પ્રભાવિત થયું છે. દરમિયાન ભારે વરસાદને કારણે ગત સપ્તાહે શનિવારના રોજ ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના હસ્તે ઉદ્ધાટન કરવામાં આવેલા અને 13  રૂપિયાના ખર્ચે નવર્નિમાણ પામેલા માંજલપુર-કલાલી બ્રિજનો કેટલોક હિસ્સો વરસાદને કારણે ધસી પડતા તંત્ર દોડતું થયું છે. 
વડોદરાઃ અઠવાડિયા પહેલા આનંદીબેનના હસ્તે ઉદ્ઘાટન કરાયેલા બ્રિજનો હિસ્સો ધસી પડ્યો 
વડોદરામાં બ્રિજનો હિસ્સો તૂટી પડ્યાની જાણ થતાં આ મામલે તપાસ કરવા માટે ગાંધીનગરથી માર્ગ અને મકાનની ડિઝાઇન વિભાગની ટીમ તપાસ કરવા દોડી આવી છે.

બજાર માટે નફાવાળું રહ્યું આ સપ્તાહ, આવતા સપ્તાહે પણ આવી શકે છે તેજી

વીતેલા સપ્તાહમાં બજારમાં મોટી વોલેટાલિટી જોવા મળી, પરંતુ ત્યારબાદ પણ નિફ્ટીએ શાનદાર પ્રદર્શન દેખાડતા 2.5 ટકાનું રિટર્ન આપ્યું છે. જાણકારોના મતે સરકારની તરફથી ઉઠાવામાં આવેલા પગલાંની અસર ભારતીય બજારની ચાલ પર જોવા મળી છે. સરકારના અગત્યના પગલાંથી બજારમાં રોકાણકારોનો ભરોસો વધ્યો છે. 
બજાર માટે નફાવાળું રહ્યું આ સપ્તાહ, આવતા સપ્તાહે પણ આવી શકે છે તેજી 
નિષ્ણાતોની દ્રષ્ટિએ

- બજારના નિષ્ણાત લોકેશ ઉપ્પલનું માનવું છે કે આવતા સપ્તાહે બજારમાં તેજીની આશા છે. જો વિદેશી સંકેતોથી થોડી ઘણી નરમાઇ આવે છે તો પણ સરકારની તરફથી કડક આર્થિક સુધારાના નિર્ણયો બજારને સહારો આપી શકે છે. એવામાં બજારમાં તેજી જોવા મળી શકે છે અને બજાર નવી ઊંચાઇએ પહોંચી શકે છે. Read more...

વડોદરામાં 24 કલાકમાં 8 ઇંચ: 10થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા

શહેરમાં શુક્રવારે સવારે આઠ વાગ્યાથી શનિવારે સવારે આઠ વાગ્યે પુરા થયેલા ૨૪ કલાકમાં સાડા આઠ ઇંચ વરસાદ ખાબકતાં નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. શહેરમાં  શુક્રવારે બપોરે ૧ વાગ્યે ભારે વરસાદ શરુ  થયો હતો અને સાંજે ૬ વાગ્યા સુધીમાં ચાર ઇંચ વરસાદ પડ્યો હતો. 
વડોદરામાં 24 કલાકમાં 8 ઇંચ: 10થી વધુ સોસાયટીમાં પાણી ભરાયા 
સાડા અગિયાર વાગે શરુ થયેલો ધોધમાર વરસાદ અવિરતપણે રાત્રે બે વાગ્યા સુધી ચાલું રહેતા શહેરના મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા હતા. શહેરના પુર્વ વિસ્તાર અને ખાસ કરીને સરદાર એસ્ટેટ વિસ્તારની ૧૦થી વધું સોસાયટીઓમાં ઘરોમાં પાણી ભરાઇ ગયા હતા. Read More.. 

Friday, July 18, 2014

BMW કાંડ: વિસ્મય અને મૃતકના ટેકેદારો વચ્ચે કોર્ટમાં મારામારી

બીએમડબ્લ્યુ હીટ એન્ડ રનમાં વિસ્મય શાહ સામેના કેસમાં એક પછી એક સાક્ષીઓ ફરી જતાં સર્જા‍યેલી તંગદિલી વચ્ચે મૃતક રાહુલના મિત્રો-સબંધીઓ અને વિસ્મયના બાઉન્સરો તથા બે સાક્ષીના ટેકેદારો વચ્ચે શુક્રવારે મિરઝાપુર કોર્ટ કંપાઉન્ડમાં જ છુટ્ટાહાથની મારામારી થઇ છે.
BMW કાંડ: વિસ્મય અને મૃતકના ટેકેદારો વચ્ચે કોર્ટમાં મારામારી 
મિરઝાપુર કોર્ટમાં શુક્રવારે સવારથી જ વિસ્મયના ૧૦ બાઉન્સરોએ લોકોનું ધ્યાને ખેંચ્યું હતું. તો બીજી તરફ બે મહત્વના સાક્ષી લલીત ગુપ્તા અને દિનેશ ચૌધરીના મિત્રો તથા ટેકેદારો પણ વહેલી સવારથી જ આવી પહોંચ્યા હતા. બીજી તરફ રાહુલના પિતા પણ ૩૦ થી વધારે સબંધીઓ તથા મિત્રો - ટેકેદારો સાથે કોર્ટમાં આવ્યા હતા.

અમરનાથ યાત્રિકોના બેઝ કેમ્પમાં તોડફોડ, 5,000 શ્રદ્ધાળુઓ ફસાયા

બાલટાલ બેઝ કેમ્પમાં શુક્રવારના ઉપદ્રવને કારણે અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. બેઝ કેમ્પમાં કથિત છેડતી બાદ લંગરવાળાઓ (શ્રદ્ધાળુઓને જમાડનારાઓ) અને ઘોડાવાળાઓ વચ્ચે મારામારી થઈ હતી. વિવાદ એટલી હદે વકરી ગયો હતો કે, સીઆરપીએફે આંસૂ ગેસના ગોળા છોડવા પડ્યા હતા. આ અથડામણમાં 37 લોકો ઘાયલ થયા હતા. 
અમરનાથ યાત્રિકોના બેઝ કેમ્પમાં તોડફોડ, 5,000 શ્રદ્ધાળુઓ ફસાયા
 
ગેસના સિલિન્ડર બન્યા બોમ્બ

શુક્રવારે એક સ્થાનિકે શ્રદ્ધાળુની છેડતી કરી હતી. એક ઘોડાવાળો તેનો બચાવ કરવા લાગ્યો હતો. શ્રદ્ધાળુઓ સાથે થયેલી બોલાચાલીમાં તે ઘાયલ થઈ ગયો હતો. આથી ડઝનબંધ સ્થાનિકો તેના સમર્થનમાં બેઝ કેમ્પે આવી ગયા હતા અને તેમણે લંગરવાળાઓ પર હુમલો કરી દીધો હતો અને ટેન્ટ્સ પર પથ્થરમારો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી.
 

ST બસમાંથી ઉતર્યા PMનાં પત્ની જશોદાબેન, લોકોને કર્યાં નમસ્કાર

એસ.ટી.બસમાંથી ઉતરતા આ કોઈ સામાન્ય નહિ‌, પરંતુ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ધર્મપત્ની જશોદાબેન છે. ગુરુવારે તેઓ પાટણ આવ્યા હતા. આમ આદમીની જેમ રીક્ષામાં બેસી પરીચીત જ્વેલર્સના ત્યાં ગયા હતા. જ્યાં તેમણે વીંટીની ખરીદી કરી હતી. પરંતુ એમને જોવા લોકો એકત્ર થતાં માત્ર નમસ્કાર કરી તેઓએ શાંતિથી ચાલતી પકડી હતી.
ST બસમાંથી ઉતર્યા PMનાં પત્ની જશોદાબેન, લોકોને કર્યાં નમસ્કાર
પાકિસ્તાની આતંકવાદી હાફિઝ સઈદે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં પત્ની જશોદાબેનના ખબર અંતર પૂછતાની સાથે જ સ્ટેટ તેમજ સેન્ટ્રલ આઇબી વધુ સતર્ક બની છે

મુંબઈ આગ : ફાયર ફાઈટર્સને બચાવવા હેલિકોપ્ટર લાગ્યા કામે

મુંબઈના અંધેરી-કુર્લા લિન્ક રોડ પર લક્ષ્મી ઈન્ડસ્ટ્રિયલ પાર્કમાં લોટસ બિલ્ડિંગમાં આગ લાગી છે. જેના કારણે લોકોમાં નાસભાગ મચી જવા પામી હતી. અહીં અનેક મોટા ફિલ્મ સ્ટાર્સની ઓફિસો આવેલી છે. બચાવ કામગીરીમાં લાગેલા પંદર જેટલા ફાયર ફાયટર્સ બિલ્ડિંગમાં ફસાઈ ગયા હતા.મુંબઈ આગ : ફાયર ફાઈટર્સને બચાવવા હેલિકોપ્ટર લાગ્યા કામે
કોની-કોની કચેરીઓ છે બિલ્ડિંગમાં ?

જાણીતા ફિલ્મ નિર્માતા મનમોહન શેટ્ટી (જેઓ એડલેબ્સના પૂર્વ ડાયરેક્ટર છે.)ના પુત્રી પૂજા શેટ્ટી દેવરાની કંપની 'વોક વોટર ફિલ્મસ'ની ઓફિસ પણ આ ઈમારતમાં આવેલી છે. પૂજાના લગ્ન વિખ્યાત કોંગ્રેસી રાજનેતા મિલિન્દ સાથે થયા છે.
Read more...

Thursday, July 17, 2014

યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવા ભારતીય એરલાઈન્સને સૂચના

યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં મલેશિયન એરલાઈન્સના વિમાનને ફૂંકી મરાયા બાદ ભારત પણ સક્રિય બની ગયું છે. ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને આ વિસ્તારમાં ઓપરેટ કરતી એરલાઈન્સને સૂચના આપી છે કે, પૂર્વ યુક્રેનની હવાઈ સીમામાં પ્રવેશ ન કરવો. 

યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવા ભારતીય એરલાઈન્સને સૂચના 
યુરોપ તથા પૂર્વ અમેરિકાના વિસ્તારોમાં માત્ર એર ઈન્ડિયા અને જેટ એરવેઈઝની જ ફ્લાઈટો ઉડ્ડાણ ભરે છે. આથી, ડીજીસીએ સૂચના આપી છે કે, બંને એરલાઈન્સે યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવો. એર ઈન્ડિયાના કહેવા પ્રમાણે, યુક્રેનની હવાઈ સીમા પરથી ઉડ્ડાણ ન ભરવી, જેવી કોઈપણ આંતરરાષ્ટ્રીય સલાહનું તે પાલન કરશે.

Read More..

વીજપ્લાન્ટોમાં કોલસાની કટોકટી

દેશ બ્લેક આઉટની સ્થિતિમાં આવી ગયો છે. લગભગ અડધા એટલે કે ૪૬ વીજ મથકોમાં વધુમાં વધુ સાત દિવસ ચાલે તેટલો કોલસો પડયો છે. તેમાંથી ૨૭ પ્લાન્ટમાં તો ચાર દિવસ ચાલે તેટલો કોલસો પણ નથી. જેમાં એનટીપીસીના વીજ મથકોની હાલત તો સૌથી વધારે ખરાબ છે.
http://www.divyabhaskar.co.in/article/NAT-the-coal-crisis-in-power-plants-4683603-PHO.html 
તેમણે જણાવ્યું હતું કે છેલ્લાં બે વર્ષમાં કોલસાનું ઉત્ખનન માત્ર બે ટકાના દરે વધ્યું છે. ૨૦૦૮-૦૯માં કોલસાનું ઉત્પાદન ૪૯.૨ કરોડ ટન થયું હતું. અને ૨૦૧૩-૧૪માં તે વધીને માત્ર પ૬.પ કરોડ ટન સુધી જ પહોંચ્યું છે.  

કોંગ્રેસ સામે સરકાર, સૌરભ પટેલ સામે કોંગ્રેસ ઝૂકી, મંત્રીનો વટ જળવાઈ રહ્યો

રાજ્ય વિધાનસભામાં ગઇકાલે બુધવારે નાણામંત્રી સૌરભ પટેલ અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલા વચ્ચેના વિવાદ બાદ કોંગ્રેસે નાણામંત્રી પટેલ માફી માગે અને અસહકારની ચળવળની જાહેરાત કરી હતી. આટલું ઓછું હોય તેમ કોંગ્રેસે બુધવારે મોડીરાત્રે રાજ્યભરમાં નાણામંત્રી સૌરભ પટેલ અને પાણી પુરવઠા મંત્રી બાબુ બોખીરિયાતના પૂતળા દહનના કાર્યક્રમની જાહેરાત કરી હતી.
http://www.divyabhaskar.co.in/article/MGUJ-GAN-congress-stop-protest-against-saurabh-patel-4683635-PHO.html 
આજે ગૃહની શરૂઆતમાં જ અધ્યક્ષ વજુભાઇ વાળાએ તમામ સભ્યોને ઠપકો આપીને વાંધાજનક અને બિનસંસદીય શબ્દો રેકોર્ડ પરથી દૂર કરવાની જાહેરાત કરી હતી. આ પછી એકાએક કોઇ અગાઉથી જ આયોજન હોય તેમ કોંગ્રેસે ઠંડું વલણ અપનાવતા રાજ્ય સરકારે કોંગ્રેસના બે ધારાસભ્યોનું સસ્પેન્શન પાછું ખેંચવાની દરખાસ્ત રજૂ કરી હતી.  

કેજરીવાલે ઉપરાજ્યપાલને મળવા માંગ્યો સમય, ભાજપ પર આરોપોની વણજાર

 દિલ્હીમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે આરોપ મુક્યો છે કે, ભાજપે ધારાસભ્યોનું ખરીદ વેચાણ હાથ ધર્યું છે. ગુરૂવારે શ્રેણીબદ્ધ ટ્વિટ્સ કરીને કેજરીવાલે આરોપો મુક્યા હતા. જોકે, ભાજપે આ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, કેજરીવાલ હંમેશાની જેમ જ ખોટું બોલી રહ્યાં છે.
કેજરીવાલે ઉપરાજ્યપાલને મળવા માંગ્યો સમય, ભાજપ પર આરોપોની વણજાર
ભાજપે આરોપ નકાર્યાં 

ભાજપના પ્રવક્તા મુખ્તાર અબ્બાસ નક્વીએ કેજરીવાલના આરોપોને નકારી કાઢ્યા છે. તેમના કહેવા પ્રમાણે, જ્યારે તેમને દિલ્હીમાં સરકાર બનાવવાની તક આપવામાં આવી ત્યારે તેઓ નાસી ગયા અને પાણીમાં બેસી ગયા.

આ પહેલા શું થયું, વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો.  

Wednesday, July 16, 2014

જો મુસલમાનો હિન્દુઓનો વિરોધ કરશે તો કેટલા દિવસ ટકશે: સિંઘલ

વિશ્વ હિન્દુ પરિષદના સુપ્રીમો અશોક સિંઘલે કહ્યું છે કે, લોકસભાની ચૂંટણીઓ દ્વારા સાબિત થઈ ગયું છે કે, મુસલમાનોના ટેકા વગર પણ ચૂંટણીઓ જીતી શકાય છે. મુસલમાનોએ હિન્દુઓની ભાવનાઓનું સન્માન કરતાં શીખવું પડશે જ, જો તેઓ હિન્દુઓનો વિરોધ કરતા રહેશે તો કેટલા દિવસો સુધી અસ્તિત્વ ટકાવી શકશે ?
જો મુસલમાનો હિન્દુઓનો વિરોધ કરશે તો કેટલા દિવસ ટકશે: સિંઘલ 

મોદી આદર્શ સ્વયંસેવક: સિંઘલ

88 વર્ષીય અશોક સિંઘલે કહ્યું હતુંકે નરેન્દ્ર મોદી આદર્શ સ્વયં સેવક છે. તેઓ એનડીએની પહેલી સરકારથી વિપરીત હિન્દુત્વના એજન્ડા પર કામ કરી દેખાડશે. સરકારે પીછેહઠ નહીં કરે અને પીછેહઠ કરવાની જરૂર પણ નહીં પડે. 
 

ઉત્તરાખંડમાં ભારે વરસાદથી અનેક ફસાયા, ૪૦૦ બાળકો મુશ્કેલીમાં

ઉત્તરાખંડમાં ભારે વરસાદ સેંકડો શ્રદ્ધાળુઓ માટે આફતનું કારણ બન્યો છે. રુદ્રપ્રયાગમાં સરસ્વતી નદી ઉપર બનેલો પુલ તણાઇ ગયો છે. જમીન ધસી પડવાના કારણે અનેક રસ્તાઓ બંધ થઇ ગયા છે. આ કારણોસર બાબા રામદેવ સહિ‌ત ૬૦૦થી વધારે શ્રદ્ધાળુઓ ફસાઇ ગયા છે. યોગગુરુ માટે આ બેવડી મુસિબતનું કારણ છે.
ઉત્તરાખંડમાં ભારે વરસાદથી અનેક ફસાયા, ૪૦૦ બાળકો મુશ્કેલીમાં પરંતુ ગંગોત્રી જવાની રામદેવની 'જીદ'ના કારણે સરકારની ચિંતા વધી ગઇ છે. જોકે રામદેવના સહયોગી બાલકૃષ્ણએ જણાવ્યું છે કે બાબા રામદેવ હજુ પણ બે દિવસ ગંગોત્રીમાં રહેશે. તેમની સાથે ગયેલા તમામ લોકો સુરક્ષિત છે.

આગળ વાંચો, ઉત્તરાખંડ અને હિ‌માચલ પ્રદેશમાં ચોમાસું સક્રિય બન્યું, રુદ્રપ્રયાગમાં પુલ તૂટયો, ૧૬૪ ફસાયા

જયપુર મેટ્રોને પ્રથમ ગ્રાસે મક્ષિકા: ટ્રાયલમાં જ પ્લેટફોર્મ સાથે અથડાઈ

જયપુર મેટ્રો પોતાનાં પ્રથમ ટ્રાયલ દરમિયાન જ દુર્ઘટનાગ્રસ્ત થઇ હતી. જો કે કોચમાં કોઈ નુકસાન નહી થતા તંત્રને રાહત થઇ હતી. ઘટનાની વિગતો એવી છે કે સંપુર્ણ રુટનાં ચેકીંગ માટે એટલે કે માનસરોવરથી ચાંદપોલ સ્ટેશન સુધી મેટ્રોને પ્રથમ વખત ફુલ ટ્રાયલ માટે રવાના કરવામાં આવી હતી પરંતુ ગણતરીની મિનીટોમાં જ તે પ્લેટફોર્મ સાથે અથડાઇ ગઇ હતી.
જયપુર મેટ્રોને પ્રથમ ગ્રાસે મક્ષિકા: ટ્રાયલમાં જ પ્લેટફોર્મ સાથે અથડાઈ
સાંજે થયો પ્રથમ ટ્રાયલ રન
પ્રથમ ફુલ ટ્રાયલ બુધવારે સાંજે 7.52 મિનીટે ચાલુ થયો હતો.
 

પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદ સાથે મુલાકાત કરનારા વૈદિક સામે દેશદ્રોહનો કેસ

26/11ના મુંબઈ આતંકવાદી હુમલાના માસ્ટરમાઈન્ડ હાફિઝ સઈદ સાથે
પાકિસ્તાન જઈને મુલાકાત કરનારા વરિષ્ઠ પત્રકાર વેબ પ્રતાપ વૈદિકની સામે વારાણસીમાં દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. સ્થાનિક વકીલે સીજેએમ કોર્ટમાં ધારા 124 હેઠળ આ કેસ દાખલ કરાવ્યો હતો. બીજી બાજુ, વૈદિકની આતંકવાદી સઈદ સાથેની મુલાકાત સંદર્ભે પાકિસ્તાન ખાતેના ભારતીય હાઈકમિશને સરકારને રિપોર્ટ આપી દીધો છે.
પાકિસ્તાનમાં આતંકવાદી હાફિઝ સઈદ સાથે મુલાકાત કરનારા વૈદિક સામે દેશદ્રોહનો કેસ 
NIA કરી શકે છે વૈદિકની પૂછપરછ 
 
દરમિયાન મળી રહેલા અહેવાલો પ્રમાણે મુંબઈ પર થયેલા 26/11ના આતંકવાદી હુમલાની તપાસ કરી રહેલી ભારતીય સંસ્થા નેશનલ ઈનવેસ્ટિગેશન એજન્સી વરિષ્ઠ પત્રકાર વેદ પ્રતાપ વૈદિકની પૂછપરછ કરી શકે છે. 
 

પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનો ભંગ, બીએસએફનો જવાન શહીદ, ત્રણ ઘાયલ

જમ્મુ અને કાશ્મીરના આરએસપુરી સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા યુદ્ધ વિરામના ભંગની વધુ એક ઘટના ઘટી છે. અહીં પાકિસ્તાન દ્વારા કરવામાં આવેલા સંઘર્ષ વિરામ ભંગમાં બીએસએફનો એક જવાન શહીદ થયો છે, જ્યારે ત્રણ અન્યો ઘાયલ થયા છે.

પાકિસ્તાન દ્વારા સંઘર્ષ વિરામનો ભંગ, બીએસએફનો જવાન શહીદ, ત્રણ ઘાયલ 
કોંગ્રેસની પ્રતિક્રિયા
કોંગ્રેસના નેતા મનિષ તિવારીએ કહ્યું હતું કે, અગાઉ યુપીએ સરકાર દ્વારા કોઈપણ પગલું લેવામાં આવતું તો મોદી દ્વારા  બિરયાનીની જ્યાફત ઉડાવવાની વાત કરવામાં આવતી હતી. હવે તેઓ 20 થાળી ભોજન જમાડવા તૈયાર હોય તેમ જણાય છે
Read More..

Tuesday, July 15, 2014

મોદીની દોસ્તી કામ ના આવી, RILને ફટકાર્યો વધુ દંડ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મિત્રતા પણ અબજોપતિ ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની મુશ્કેલી ઓછી કરવામાં નિષ્ફળ સાબિત થઇ રહી છે. પેટ્રોલિયમ મંત્રાલયના કેજી-ડી6 બ્લોકમાંથી નક્કી કરાયેલા લક્ષ્ય કરતાં કુદરતી ગેસનું ઉત્પાદન ઓછું થવા પર વધુ 57.9 કરોડ ડોલરનો દંડ ફટકારાયો છે. 
મોદીની દોસ્તી કામ ના આવી, RILને ફટકાર્યો વધુ દંડ 
કયારે કેટલું થયું ઉત્પાદન

ઇસ્ટર્ન ઓફશોર કેજી-ડી6 બ્લોકમાં ધીરૂભાઇ-1 અને 3 ગેસ ફીલ્ડમાંથી 8 કરોડ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર રોજના ગેસ ઉત્પાદનની ધારણા વ્યક્ત કરી હતી. પરંતુ આરઆઇએલ આજ સુધી આ અંદાજીત લક્ષ્યને પ્રાપ્ત કરી શકયું નથી.

Read More...