Friday, August 29, 2014

વડોદરામાં પોલીસની ગાડી પર અજાણ્યા શખ્સોનો આડેધડ ગોળીબાર

શહેરના ગોરવા વિસ્તારમાં ગત મોડી રાત્રે અજાણ્યા શખ્સોએ પીસીઆર વાન પર બે રાઉન્ડ ગોળીબાર કરતા ચકચાર મચી જવા પામી છે.
વડોદરામાં પોલીસની ગાડી પર અજાણ્યા શખ્સોનો આડેધડ ગોળીબાર
ગોળીબાર બાદ પાંચેય શખ્સો પોતાની કાર મુકીને ફરાર થઇ ગયા છે. ઘટના બાદ આજે ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. અને તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. Read More...

PM મોદીની પરોણાગત કરવા જાપાનનું નાનકડું ‘ગુજરાત’ તૈયાર

ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલથી પાંચ દિવસની જાપાન યાત્રાએ છે. તેઓ આજે સાંજે જાપાન જવા રવાના થશે.
PM મોદીની પરોણાગત કરવા જાપાનનું નાનકડું ‘ગુજરાત’ તૈયાર
મોદીએ જાપાનીઝ ભાષામાં ટ્વીટ કરી પોતાની યાત્રા અગાઉ સૌને ચોંકાવી દીધા હતા. સામે, જાપાનીઝ વડા દ્વારા પણ એમને આવકારવામાં આવ્યા છે. Read More...

Thursday, August 28, 2014

'સત્યમેવ જયતે'ના લોન્ચિંગ પ્રસંગે આમિર ખાન રડી પડ્યો, તસવીરોમાં

બોલિવૂડ અભિનેતા આમિર ખાન ફરી એકવાર પોતાનો શો 'સત્યમેવ જયતે' લઈને આવી રહ્યો છે. મુંબઈમાં 'સત્યમેવ જયતે'ની ત્રીજી સિઝનના લોન્ચિંગ પ્રસંગે આમિર ખાનની આંખમાં આંસુ આવી ગયા હતાં.
'સત્યમેવ જયતે'ના લોન્ચિંગ પ્રસંગે આમિર ખાન રડી પડ્યો, તસવીરોમાં 

આમિરે લોન્ચિંગ પ્રસંગે કહ્યુ હતુ કે તેની આ સિઝન પણ સામાજિક મુદ્દાઓને સમર્પિત જ રહેશે. આ સિઝનના ફોર્મેટમાં થોડો ફેરફાર કરવામાં આવ્યો છે. Read More...

વર્ષમાં સબસીડીવાળા ૧૨ સિલિન્ડર ગમે ત્યારે મળશે

કેન્દ્ર સરકારે રાંધણગેસના વપરાશકારોને મોટી રાહત આપી છે. હવે તેઓ વર્ષમાં ગમે ત્યારે રાહતદરના ૧૨ એલપીજી સિલિન્ડર મેળવી શકશે. સરકારે મહિ‌નામાં માત્ર એક જ રાહતદરનો એલપીજી સિલિન્ડર આપવાનો નિયમ રદ કર્યો છે. 
વર્ષમાં સબસીડીવાળા ૧૨ સિલિન્ડર ગમે ત્યારે મળશે 
ઘરેલુ વપરાશના ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની વાર્ષિ‌ક મર્યાદા નવથી વધારીને ૧૨ કરતી વખતે સરકારે અગાઉ ફેબ્રુઆરી મહિ‌નામાં માસિક માત્ર એક રાહત દરે એલપીજી સિલિન્ડર આપવાનુ નિયંત્રણ મૂક્યું હતું. Read More...

J&K: ખીણ પ્રદેશમાં પ્રથમ હિન્દુ CM માટે ભાજપનું 'મિશન 44+'

જપની નજર આગામી જમ્મુ અને કાશ્મીર વિધાનસભા ચૂંટણીઓ પર છે. રાજ્યમાં ચારથી પાંચ મહિનામાં ચૂંટણીઓ યોજાઈ શકે છે. પાર્ટીનો પ્રયાસ છે કે રાજ્યમાં પ્રથમ વખત ભાજપની સરકાર બને.
J&K: ખીણ પ્રદેશમાં પ્રથમ હિન્દુ CM માટે ભાજપનું 'મિશન 44+'
આ માટે ભાજપે 'મિશન 44+' પર કામ કરવું શરૂ કરી દીધું છે. ભાજપ 87 બેઠકોવાળી વિધાનસભામાં કમ સે કમ 44 બેઠકો મેળવવા માંગે છે.  Read More...

વડોદરા : મોડી રાત્રે શ્રીજી યાત્રા સમયે કોમી છમકલું, આગ અને પથ્થરમારો

પાણીગેટના પેટ્રોલ પંપથી ગંજખાના પોલીસ ચોકી તરફથી મોડી રાત્રે કહાર મહોલ્લાની શ્રીજીની સવારી પસાર થઇ રહી હતી ત્યારે ટોળાએ પથ્થર મારો કર્યો હતો. જેને પગલે તંગદીલી વ્યાપી જતાં બે જૂથ સામ-સામે આવી ગયા હતા.
વડોદરા : મોડી રાત્રે શ્રીજી યાત્રા સમયે કોમી છમકલું, આગ અને પથ્થરમારો
અને પથ્થરમારાની સાથે સાથે આગજની પણ થઇ હતી. પોલીસે ટોળાને વિખેરવા ટીયરગેસના સેલ છોડ્યા  હતા. પોલીસે આ અંગે ટોળા સામે ગુનો નોંધ્યો છે. અને 11 વ્યક્તિની ઓળખ પણ કરી લીધી છે. Read More...

વિદાયમાં ખીલ્યા વજુભાઈ: નીતિન પટેલને સલાહ, 'બધાને સાચવજો'! શંકરસિંહની ટીખળ, 'તમે વધુ રંગીન બનો'

ગુજરાત વિધાનસભાનું અધ્યક્ષ પદ છોડીને કર્ણાટકના રાજ્યપાલ બનવા જઈ રહેલા વજુભાઈ વાળાનો ખાસ વિદાય-સન્માન સંમારંભ વિધાનસભાના સભાખંડમાં યોજાયો છે.
વિદાયમાં ખીલ્યા વજુભાઈ: નીતિન પટેલને સલાહ, 'બધાને સાચવજો'! શંકરસિંહની ટીખળ, 'તમે વધુ રંગીન બનો'
આ સમારંભમાં બોલતા વજુભાઈ વાળઆએ પોતાના ખાસ આગવા અને હળવા અંદાજમાં મંત્રી નીતિન પટેલને કહ્યું હતું કે, 'હવે તમે આ બધાને સાચવજો.' Read More...

Wednesday, August 27, 2014

ગુજરાતી DySPનો ‘ડોન’ સામે જંગ: 'મહાનાયક સામે બેસવું અનોખી ક્ષણ'

કૌન બનેગા કરોડ પતિમાં હોટસીટ ઉપર બેસીને આવેલા સુરત જિલ્લા પોલીસના બારડોલી ડિવિઝનના ડીવાયએસપી રાજેશ ઘઢીયાએ જણાવ્યું હતું કે કેબીસીમાં ભાગ લઈને વધુ રૂપિયા જીતવા એ મહત્વની બાબત નથી.
ગુજરાતી DySPનો ‘ડોન’ સામે જંગ: 'મહાનાયક સામે બેસવું અનોખી ક્ષણ'
પરંતુ સદીના મહાનાયક અમીતાભ બચ્ચન સાથે હોટસીટ પર બેસવું એ મારા જીવનનો એક મહત્વની ક્ષણ છે. Read More...

ચાઇનીઝ એપલ Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યો 5999 રૂ.નો ફોન

ચીની એપલના નામથી જાણીતી બની ચૂકેલી કંપની Xiaomi એ mi3 સ્માર્ટફોનથી પોતાનું ઘણું નામ બનાવી લીધું છે. પોતાની આ સફળતા બાદ હવે કંપની ભારતમાં પોતાનો અન્ય સ્માર્ટફોન RedMi 1Sને લોન્ચ કરી દીધો છે.
ચાઇનીઝ એપલ Xiaomiએ ભારતમાં લોન્ચ કર્યો 5999 રૂ.નો ફોન 


 ફોનને પહેલાં ફ્લેશ સેલમાં રૂ. 5999માં યુઝર્સને સેલમાં આપવામાં આવી રહ્યો છે. આ પહેલા ફોનની કિંમત રૂ 6999 જાહેર કરવામાં આવી હતી. ફોનનું પ્રથમ સેલિંગ 2 સપ્ટેમ્બરથી શરૂ થશે. આ રેન્જમાં આ ફોન સારા સ્પેસિફિકેશન આપી શકે છે. Read More..

અમદાવાદમાં 18થી 70 લાખ રૂપિયાના ફ્લેટ, Snapdeal પર કાલથી બુકિંગ

ટાટાએ પોતાના વેલ્યુ હોમ પ્રોજેક્ટના ફ્લેટ્સ ઓનલાઇન વેચવા માટે ઇ-કોમ્રસ વેબસાઇટ  સ્નેપડીલ સાથ કરાર કર્યા છે.
અમદાવાદમાં 18થી 70 લાખ રૂપિયાના ફ્લેટ, Snapdeal પર કાલથી બુકિંગ
જે અંતર્ગત પાંચ શહેરો ( મુંબઇ, પુણે,અમદાવાદ, બેંગલ્કુરુ અને ચેન્નઇ)માં લગભગ 1000 ફ્લેટ્સ ઓનલાઇન વેચવામાં આવશે. બુકિંગ 28 ઓગસ્ટ, સવારે દસ વાગે સ્નેપડીલ વેબસાઇટ પર શરૂ થઇ જશે.
Read More...

Tuesday, August 26, 2014

હરિયાણાઃ સગીર છોકરી સાથે રેપ, ધર્મપરિવર્તન અને જબરદસ્તી લગ્ન

હરિયાણાનાં સોનીપતમાં નર્સરીમાં કામ કરતી સગીર છોકરીને બંધક બનાવી તેની સાથે દુષ્કર્મ કરવા અને પછી જબરદસ્તી ધર્મપરિવર્તન કરાવીને લગ્ન કરાવવાનો કિસ્સો સામે આવ્યો છે.
હરિયાણાઃ સગીર છોકરી સાથે રેપ, ધર્મપરિવર્તન અને જબરદસ્તી લગ્ન
લગ્ન પછી પણ આરોપીએ પોતાનાં દોસ્તો વડે તેનો બળાત્કાર કરાવ્યો અને ફરી તેનાં નિકાહ પોતાની બહેનનાં જેઠ સાથે કરાવી દીધા. આરોપી પહેલાથી જ ચાર બાળકોનો બાપ છે. Read More...

મોદીનું રિપોર્ટ કાર્ડ: વિકાસના મુદ્દે કેવી રીતે મૂલવો છો તમે સરકારને?

મોદી સરકારના કામના 100 દિવસ પૂરા થવામાં છે. આ નિમિત્તે 2 સપ્ટેમ્બરના રોજ, કેન્દ્રના બધા જ મંત્રીઓ પ્રેસ કોન્ફરન્સ કરી પોતપોતાની ઉપલબ્ધિઓ વિશે જણાવશે, પરંતુ આ પહેલાં દિવ્યભાસ્કર.કોમ મોદી સરકારનો રીપોર્ટ કાર્ડ બહાર પાડશે અને આ કાર્ડ તમારા અભિપ્રાય પ્રમાણે તૈયાર કરવામાં આવશે. 
મોદીનું રિપોર્ટ કાર્ડ: વિકાસના મુદ્દે કેવી રીતે મૂલવો છો તમે સરકારને? 
અલગ-અલગ મુદ્દે તમે આપેલા ગ્રેડિંગના આધારે અમે મોદી સરકારનું રિપોર્ટ કાર્ડ બનાવી રહ્યા છીએ. આ અંતર્ગત આજે અમે વિકાસ માટે મોદી સરકારના અત્યાર સુધીના પરફોર્મન્સ પર તમારી રાય જાણવા ઇચ્છીએ છીએ. Read More...

મુઝફ્ફરનગર રમખાણોનાં આરોપી સોમને Z+સુરક્ષા, ઘટનાનાં એક વર્ષ પછી પણ તણાવ

61 જણાની જિંદગી લઇને અને 50,000થી વધુ લોકોને બેઘર કરનારા મુઝફ્ફરનગર રમખાણોની શરૂઆતને 27 ઓગસ્ટનાં રોજ એક વર્ષ પૂરું થશે. રમખાણોનાં શિકાર હજારો લોકો હજું પણ ન્યાયની રાહ જોઇ રહ્યા છે, પણ જિલ્લાનાં કવાલ ગામમાં ફરી તણાવ વધી રહ્યો છે.
મુઝફ્ફરનગર રમખાણોનાં આરોપી સોમને Z+સુરક્ષા, ઘટનાનાં એક વર્ષ પછી પણ તણાવ
આ વચ્ચે રમખાણોના આરોપી તેમજ ભાજપના ધારાસભ્ય સંગીત સોમને કેન્દ્રીય ગૃહમંત્રાલય દ્વારા ઝેડ + સુરક્ષા આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. Read More...

પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર: વડોદરામાં રંજનબેન ભટ્ટ, મણિનગરમાં સુરેશ પટેલ

ગુજરાતમાં આગામી 13 સપ્ટેમ્બરે યોજાનારી એક લોકસભા અને નવ વિધાનસભા બેઠકોની પેટાચૂંટણી માટે ભાજપે આજે ઉમેદવારોની જાહેરાત કરી દીધી હતી.
પેટાચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર: વડોદરામાં રંજનબેન ભટ્ટ, મણિનગરમાં સુરેશ પટેલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાંથી ચૂંટાયા હતા તે વડોદરા લોકસભા બેઠક પર ડેપ્યુટી મેયર રંજનબેન ભટ્ટને ઉમેદવાર ઘોષિત કરાયા છે.  Read More..

Monday, August 25, 2014

યુદ્ધ થાય તો 20 દિવસમાં પૂરો થઇ જશે ભારતીય સૈન્યનો દારૂગોળો

પાકિસ્તાન સાથે જોડાયેલી ભારતીય સરહદ પર સતત ગોળીબાર થવાનાં સમાચાર આવી રહ્યા છે. રવિવારે રાત્રે પણ જમ્મુનાં ચાર સેક્ટરોમાં બીએસએફની 35 ચોકીઓ પર હુમલો કરવામાં આવ્યો હતો.
યુદ્ધ થાય તો 20 દિવસમાં પૂરો થઇ જશે ભારતીય સૈન્યનો દારૂગોળો 
આશ્ચર્યજનક વાત એ છે કે યુદ્ધની સ્થિતિમાં ભારત માટે એક મુશ્કેલી ઉભી થઇ શકે છે. એક અંગ્રેજી અખબારનાં અહેવાલ અનુસાર, જો સરહદ પર યુદ્ધ છેડાય તો ભારતીય સૈન્યનો દારૂગોળો ફક્ત 20 દિવસની અંદર જ પૂરો થઇ જશે.  Read More...

હબસી પ્રેમીની ગુજરાતી પ્રેમિકા : એ જ મારા નહીં જન્મેલા બાળકનો પિતા

એ જ મારા મનનો માણીગર છે. એ મારા સપનાનો રાજા છે. એ જાણે છે પ્રેમ કેમ કરાય. એ જ છે જે મારા હજુ નહીં જન્મેલા બાળકનો પિતા છે. હું મારૂં આખું જીવન એને પ્રેમ કરીશ....’ આટ્લું કહેતાં તો 24 વરસની ગુજરાતી મૂળની સારિકા પટેલના ગાલ પર શરમમા શેરડાં વર્તાઇ જાય છે.
હબસી પ્રેમીની ગુજરાતી પ્રેમિકા : એ જ મારા નહીં જન્મેલા બાળકનો પિતા
તે આફ્રિકાના એક સ્થાનિક મિડીયા the stanadardને મુલાકાત આપી રહી છે અને જે રીતે વાત કરે છે એનો પ્રેમ ભારતીય ઇતિહાસની ભવ્ય પ્રેમ કહાનીઓની યાદ અપાવી જાય છે. તેને એક હબસી સાથે પ્રેમ થયો છે.  Read More...

NRI સંબંધીઓની મારામારી, યુવરાજ સિંહના પિતાની ધરપકડ

ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહના પિતા યોગરાજ સિંહ મુશ્કેલીમાં મૂકાયા છે. યોગરાજ સિંહની ચંદીગઢમાં ધરપકડ કરવામાં આવી છે.
NRI સંબંધીઓની મારામારી, યુવરાજ સિંહના પિતાની ધરપકડ
ભારતીય ક્રિકેટ ટીમનાં સ્ટાર બેટ્સમેન યુવરાજ સિંહનાં પિતા યોગરાજ સિંહની સેક્ટર-2માં રહેતી બહેન અને તેનાં પાડોશીઓ વચ્ચે રવિવારે રાત્રે પાર્કિંગ બાબતે મારામારી થઇ હતી. Read More..

અમદાવાદઃ પિતાએ જમવામાં અને ઠંડાપીણામાં ઊંઘની ગોળી આપી, ગળું દબાવી બે યુવાન દીકરીઓની કરી હત્યા

સરદારનગરમાં એક પિતાએ ખીચડી અને ઠંડાપીણામાં ઊંઘની ગોળીઓ આપીને બે યુવાન દીકરીને ગળેટૂંપો દઈ દીધો છે. હત્યા બાદ એ પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો.
અમદાવાદઃ પિતાએ જમવામાં અને ઠંડાપીણામાં ઊંઘની ગોળી આપી, ગળું દબાવી બે યુવાન દીકરીઓની કરી હત્યા 
સરદારનગરમાં આવેલી સમરથનગર સોસાયટીમાં મકાન નંબર-119માં રહેતો ભરત લેઉવા શાહીબાગ રેલવે ક્રોસિંગ પાસે બીએસએનએલ ચીફ એન્જિનિયર સિવિલની કચેરીમાં પ્યૂન તરીકે ફરજ બજાવે છે.   

Saturday, August 23, 2014

ISનો સૌથી નાનો જેહાદી, 13 વર્ષનો યુરોપિયન છોકરો પહોંચ્યો સીરિયા

ઇરાક અને સીરિયામાં આતંક મચાવતા અને અમેરિકન પત્રકાર જેમ્સ ફોલીનો શિરચ્છેદ કરનારા આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (IS)માં 13 વર્ષનો એક છોકરાને સામેલ કરવામાં આવ્યો છે.
ISનો સૌથી નાનો જેહાદી, 13 વર્ષનો યુરોપિયન છોકરો પહોંચ્યો સીરિયા
કહેવાય છે કે, તે IS (અગાઉ ISIS તરીકે પ્રચલિત)નો સૌથી યુવા જેહાદી છે. હાથમાં બંદૂક સાથે ઊભેલા છોકરાની આ તસવીરો સામે આવી છે. બ્રિટિશ એક્સપર્ટ્સ અનુસાર, તે બેલ્જિયમનો નાગરિક છે અને તેનું નામ યૂનુસ અબાઉંદ છે. Read More...

ગુજરાત પેટા ચૂંટણી: કોંગ્રેસના પાંચ બેઠકોના ઉમેદવારો નક્કી

રાજ્યમાં એક લોકસભા અને નવ વિધાનસભાની પેટાચૂંટણીઓ માટે કોંગ્રેસ દ્વારા પાંચ બેઠકો પર પ્રથમ તબક્કામાં યાદી જાહેર કરાય તેવી શક્યતા છે, જ્યારે ચાર બેઠકો પર ભાજપના પત્તા ખુલ્લે પછી ઉમેદવારોની જાહેરાત કરવાની વેતરણમાં કોંગ્રેસ પડી હોવાનું જાણવા મળ્યું છે.
ગુજરાત પેટા ચૂંટણી: કોંગ્રેસના પાંચ બેઠકોના ઉમેદવારો નક્કી
ગુજરાત પ્રદેશ કોંગ્રેસની ટોચની નેતાગીરી ડીસા, મણિનગર, ટંકારા, ખંભાળિયા, માંગરોળ, તળાજા, આણંદ, માતર, લીમખેડા એમ નવ વિધાનસભા અને વડોદરાની એક લોકસભાની બેઠક મળીને કુલ ૧૦ બેઠકો પર ઉમેદવારોની પેનલ તૈયાર કરીને હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરી દીધી છે. Read More...

LoC પર BSFની 22 પોસ્ટ પર હુમલો, બે નાગરિકોનાં મોત, સીમા પર 50 મીટર લાંબી સુરંગ મળી

પાકિસ્તાન દ્વારા જમ્મુ-કાશ્મીર સરહદ પર સતત યુદ્ધ વિરામ ભંગ કરવામાં આવી રહ્યો છે. ગઈરાત્રે એક વાગ્યાથી આરએસ પુરા સેક્ટરમાં પાકિસ્તાન દ્વારા ફાયરિંગ કરવામાં આવી રહ્યું છે.
LoC પર BSFની 22 પોસ્ટ પર હુમલો, બે નાગરિકોનાં મોત, સીમા પર 50 મીટર લાંબી સુરંગ મળી
. ફાયરિંગની સાથે સાથે પાકિસ્તાન દ્વારા મોર્ટારથી પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. બીએસએફની 22 ચોકીઓ પર પાકિસ્તાન તરફથી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના સમાચાર છે. Read More..

Thursday, August 21, 2014

હવે કાર 100ની અને બાઇક 80ની સ્પીડે દોડાવી શકાશે

વાહનોની ગતિમર્યાદા હંમેશાથી વાહનચાલકો માટે એક મૂંઝવતો પ્રશ્ન રહ્યો છે. ભારતની વાત કરીએ તો ગતિમર્યાદા વિશે પણ લોકોમાં ઓછી જાગૃતિ જોવા મળે છે. જ્યારે ઓવરસ્પીડને કારણે કોઇ અકસ્માત થાય ત્યારે જ ગતિમર્યાદાનાં પ્રશ્નો ઉઠતા હોય છે.
હવે કાર 100ની અને બાઇક 80ની સ્પીડે દોડાવી શકાશે 
આજે જ્યારે અત્યાધુનિક વાહનો રસ્તા પર આવી રહ્યા છે ત્યારે સ્પીડનો મુદ્દો પણ એટલો જ અગત્યનો બને છે. ભારતમાં છેલ્લે 25 વર્ષ પહેલા વાહનોની ગતિમર્યાદા નિર્ધારિત કરાઇ છે, ત્યારબાદ તેમાં કોઇ ફેરફાર નથી થયા. Read More...

'ડ્રેગન'નો મુકાબલો કરવાની તૈયારી: દુશ્મનને બરબાદ કરવા મુકવામાં આવી રહી છે આકાશ મિસાઇલ

ચીન તરફ્થી વારંવાર થઇ રહેલા સીમા ઉલ્લંઘન અને એલ.ઓ.સી.પાસે પોતાની સેનાની તાકાત વધારવાના પ્રયાસ બાદ ભારત ચોંકી ગયું છે.
'ડ્રેગન'નો મુકાબલો કરવાની તૈયારી: દુશ્મનને બરબાદ કરવા મુકવામાં આવી રહી છે આકાશ મિસાઇલ
આવી કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે ભારતે પણ પોતાની તાકાત વધારવા અને આધુનિક હથિયારો મુકવાની તૈયારીઓ વધારી દીધી છે.
દેશના પૂર્વોત્તર વિસ્તારોમાં જમીન પરથી હવામાં વાર કરનારી છ આકાશ મિસાઇલ મુકવામાં આવી રહી છે.  Read More...

Wednesday, August 20, 2014

iPhone 6 : આ રહ્યો ફર્સ્ટ લૂક, ફીચર્સ થયા લીક, આવી જશે ટૂંકમાં

ઘણા યુઝર્સ છે જે હાલમાં પણ એપલના આઇફોન 6ની રાહ જોઇ રહ્યા છે. તેમની આતુરતાનો અંત ટૂંક સમયમાં આવી જશે. હાલમાં કેટલીક સાઇટ્સ પર એવી માહિતી આવી રહી છે કે એપલનો આઇફોન 6 ઓગસ્ટ મહિનાના અંત સુધીમાં કે સપ્ટેમ્બરમાં આવી શકે છે.
iPhone 6 : આ રહ્યો ફર્સ્ટ લૂક, ફીચર્સ થયા લીક, આવી જશે ટૂંકમાં
હાલમાં ઓનલાઇન તેની કેટલીક માહિતિ લીક કરવામાં આવી રહી છે જેમાં તેના ખાસ ફીચર્સની ચર્ચા કરાઇ રહી છે. તેના કેટલાક વીડિયો પણ કંપની દ્વારા બહાર પાડી દેવામાં આવ્યા છે. Read More...

મેરઠમાં વધુ એક યુવતી ગુમ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યાની આશંકા, ભારેલો અગ્નિ

ઉત્તર પ્રદેશના મેરઠ જિલ્લામાં એક યુવતીના અપહરણ, ગેંગરેપ અને ધર્મ પરિવર્તનના કેસની શાહી હજી સુકાઈ નથી ત્યાં વધુ એક યુવતી ગુમ થતાં ફરીથી તણાવ ફેલાયો છે. 
મેરઠમાં વધુ એક યુવતી ગુમ, બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવ્યાની આશંકા, ભારેલો અગ્નિ 
જિલ્લાના ફલવાડા વિસ્તારમાં એક હિન્દુ યુવતી ગુમ થયા બાદ એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ધર્મ પરિવર્તન કરાવવા માટે યુવતીનું અપહરણ કરવામાં આવ્યું છે.  Read More...

ભાજપના કાર્યકરોએ મીડિયાવાળાઓને ઝૂડ્યા, મોદીના કાર્યાલયનું ઉદ્ઘાટન

બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મતવિસ્તાર વારાણસીમાં સંપર્ક કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ અને મીડિયાવાળાઓ વચ્ચે બોલાચાલી અને ઝપાઝપી થઈ હતી. ઉપસ્થિત સુરક્ષા કર્મચારીઓએ સ્થિતિ પર કાબુ મેળવ્યો હતો. બાદમાં અમિત શાહ ભાજપના કાર્યાલયે પહોંચ્યા હતા અને પૂજા અર્ચના કરી હતી. 
ભાજપના કાર્યકરોએ મીડિયાવાળાઓને ઝૂડ્યા, મોદીના કાર્યાલયનું ઉદ્ઘાટન 
 
શાહે મંગલાચરણ અને ગણેશ પૂજન બાદ કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું હતું. આ પ્રસંગે ઉત્તરપ્રદેશ ભાજપના અધ્યક્ષ લક્ષ્મીકાંત વાજપેયી સહિત પાર્ટીના અનેક નેતાઓ હાજર હતા. રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના શિવશરણ પાઠકને આ કાર્યાલયના પ્રભારી બનાવવામાં આવ્યા છે. Read More..


RTOની દુકાન: તો, ગુજરાતની 45 કચેરીઓને વાગશે તાળાં, મલાઇદાર ચેકપોસ્ટ પર કાયમી ચેકડો

કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, ભ્રષ્ટાચારમાં ડૂબેલા આરટીઓને બંધ કરવામાં આવશે. તે પછી મોટા ભાગનું કામ ઓનલાઈન કરવામાં આવશે. ગડકરીના આ નિવેદન બાદ એક નવી ચર્ચાનો દોર શરૂ થઇ ગયો છે.
RTOની દુકાન: તો, ગુજરાતની 45 કચેરીઓને વાગશે તાળાં, મલાઇદાર ચેકપોસ્ટ પર કાયમી ચેકડો
આ નિર્ણય લેવાઇ જશે ત્યારે ગુજરાતમાં જ 45 જેટલી કચેરીઓને એક સાથે તાળાં વાગી જશે. ગુજરાતમાં ટ્રાન્સપોર્ટ  કમિશનરથી માંડી સરહદી ચેકપોસ્ટ સુધી આખું નેટવર્ક છે. દરેક જિલ્લામથકે એક આરટીઓ કચેરી છે. સાથે જ, મલાઇદાર ગણાતી આ નોકરીને પણ બ્રેક વાગી જશે એવું લોકો માની રહ્યાં છે. 

Tuesday, August 19, 2014

RIP આયોજન પંચ: મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં ભાગ લઈ જીતો રૂ. 50 હજાર

છેલ્લા 64 વર્ષોથી કાર્યરત આયોજન પંચનો વિંટો વાળી લેવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસે જાહેરાત કરી છે. તેના સ્થાને મોદી એક નવી જ ઈનસ્ટિટ્યુટ લાવી રહ્યાં છે. તેની સ્થાપનામાં આમ જનતાની ભાગીદારીના આશયથી મોદીએ આજે તેમના ટ્વિટર એકાઉન્ટ પર લોકોને નવી ઈનસ્ટિટ્યુટ કેવી હોવી જોઈએ? તે અંગે વિચારો રજૂ કરવા અપીલ કરી છે.
RIP આયોજન પંચ: મોદીના ડ્રીમ પ્રોજેક્ટમાં ભાગ લઈ જીતો રૂ. 50 હજાર
સરકારના વેબ પોર્ટલે પણ આવા જ આશયથી નવા ઈનસ્ટિટ્યુટના લોગોની સ્પર્ધા જાહેર કરી છે. જેનો લોગો પસંદ થશે, તેને રૂ. પચાસ હજારનું ઈનામ આપવામાં આવશે, તેવી પણ જાહેરાત પોર્ટલ પર કરવામાં આવી છે. Read More...

Monday, August 18, 2014

રેલવે ક્રોસિંગ પર ટ્રેન-રિક્ષાનો અકસ્માત,એક પરિવારના 19નાં મોત

બિહારના પૂર્વ ચંપારણ્ય જિલ્લાના સૌગલી સ્ટેશન હેઠળ આવતા માનવરહિત રેલવે ફાટક પર રાપ્તી-ગંગા એક્સપ્રેસે એક રીક્ષાને અડફેટે લીધી હતી. જેમાં 19 લોકોના મોત નીપજ્યાં હતા.
રેલવે ક્રોસિંગ પર ટ્રેન-રિક્ષાનો અકસ્માત,એક પરિવારના 19નાં મોત 
ડિસ્ટ્રિક્ટ પોલીસ સુપ્રિટેન્ડન્ટ સુધીર કુમારના કહેવા પ્રમાણે, "ઓટો રીક્ષામાં 16થી વધારે મુસાફરો જઈ રહ્યા હતા. ત્યારે માનવરહિત રેલવે ફાટક પર ચંપરા બહાર ગામ પાસેથી રાપ્તી ગંગા એક્સપ્રેસ પસાર થઈ રહી હતી. જેની અડફેટે આવી ગઈ હતી.  Read More...

ભારતની સીમામાં 25 કિલોમીટર અંદર સુધી ચીને કરી ઘૂસણખોરી

ચીન દ્વારા ભારતની ઉશ્કેરણી કરવાનું ચાલુ જ છે. ચીની સૈનિકો રવિવારે લદ્દાખમાં ભારતીય સરહદની અંદર 25 કિલોમીટર સુધી ઘૂસી આવ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, ચીનની પીપલ્સ લિબ્રેશન આર્મી (પીએલએ)ના સૈનિકોએ લદ્દાખના બુર્ત્સે વિસ્તરમાં ઘૂસણખોરી કરી હતી.
ભારતની સીમામાં 25 કિલોમીટર અંદર સુધી ચીને કરી ઘૂસણખોરી 
આ ઘૂસણખોરીની જાણ ભારતીય પેટ્રોલિંગ પાર્ટીને થઈ હતી. 
 
ભારતની પેટ્રોલિંગ ટીમે ભારતની અંદર ઘૂસી આવેલા ચીની સૈનિકોને પડકાર્યા હતા. ચીનની ઉશ્કેરણીનો અંદાજ એ વાત પરથી મુકી શકાય કે ચીને એક ઝંડો લગાવ્યો હતો. Read More...

૩ રાજ્યોના ૧૩ લાખ લોકો પૂરની ઝપેટમાં, બ્રહ્મપુત્રા નદીનાં જળસ્તર વધ્યાં, પ૦નાં મોત

ભારે વરસાદ અને પૂરને કારણે ઉત્તરપ્રદેશ બાદ બિહાર અને આસામમાં પણ સ્થિતિ વણસી ગઈ છે. ત્રણેય રાજ્યોના ૩૭ જિલ્લાઓ પૂરની ઝપેટમાં છે. કુલ ૧૩ લાખ લોકો અસરગ્રસ્ત થયા છે. મરણાંક ૨૮થી વધીને પ૦નો થયો છે.
 ૩ રાજ્યોના ૧૩ લાખ લોકો પૂરની ઝપેટમાં, બ્રહ્મપુત્રા નદીનાં જળસ્તર વધ્યાં, પ૦નાં મોત 
ઘણાં રાજ્યોમાં એનડીઆરએએફની ટીમોએ કમાન સંભાળી લીધી છે. નેપાળના બરાજો ખાતેથી ૧૦ લાખ ક્યુસેક પાણી છોડાયા બાદ ઉત્તરપ્રદેશની રાપ્તી અને ધાધરા નદીઓમાં જળસ્તર વધ્યું છે. રાપ્તીનું જળસ્તર ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. Read More...

કટોકટીને કારણે દેશમાં ભયનો માહોલ ફેલાયેલો: ડૉ. મનમોહનસિંહ

પૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહે તેમના પુસ્તક "Strictly Personal: Manmohan and Gursharan"માં ઘટ્ટસ્ફોટ કર્યો છે કે, ઈન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન 'મનસ્વી ધરપકડો અને અટકાયતો'ને કારણે દેશમાં ભયનો માહોલ સર્જાયો હતો.
કટોકટીને કારણે દેશમાં ભયનો માહોલ ફેલાયેલો: ડૉ. મનમોહનસિંહ
પુત્રી દમનસિંહે લખેલા પુસ્તકમાં ડૉ. સિંહના વ્યક્તિત્વના બીજા પાસાનો પણ પરિચય કરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.  Read More...

નંદ ઘેર આનંદ ભયો... કાળિયા ઠાકરને વધાવવા ઘેલી બનતી દ્વારકાપુરી

પ‌શ્ચિ‌મ ભારતના મહત્વના ર્તીથક્ષેત્ર દ્વારકામાં ભગવાન દ્વારકાધીશનો પ૨૪૦મો જન્મોત્સવ ધામધૂમથી ઉજવવા માટે દ્વારકા નગરીમાં અનેરો થનગનાટ જોવા મળે છે અને આજથી જ મોટી સંખ્યામાં ભાવિકોનો પ્રવાહ અહીં આવી પહોંચ્યો છે તથા ત્રણ દિવસ દરમિયાન બે લાખ યાત્રીકો આવી પહોંચશે તેવું અનુમાન હોઇ સમગ્રપણે સલામતી સહિ‌તની વ્યવસ્થા માટે તંત્ર પણ ધમધમાટમાં પરોવાયું છે.
નંદ ઘેર આનંદ ભયો... કાળિયા ઠાકરને વધાવવા ઘેલી બનતી દ્વારકાપુરી
કૃષ્ણના જન્મદિવસ શ્રાવણ વદ આઠમના જન્માષ્ટમીના દિવસે તો અહીં દર્શનનો અનેરો લ્હાવો લેવા બહોળા પ્રમાણમાં ભાવિકોનો પ્રવાહ આવે છે. Read More..

Sunday, August 17, 2014

સહારાની ત્રણ હોટેલ ખરીદવા બ્રુનેઇના સુલતાનની ઓફર

જેલમાં બંધ સહારા પ્રમુખ સુબ્રતો રોયની ત્રણ હોટેલ ખરીદવા માટે બ્રુનેઇના સુલતાન સાથે સંકળયાલે એક ઇન્વેસ્ટમેન્ટ ફર્મે 2.2 અરબ અમેરિકન ડોલર્સની ઓફર કરી છે.
સહારાની ત્રણ હોટેલ ખરીદવા બ્રુનેઇના સુલતાનની ઓફર
સુલતાન હાજી હસનલ બોલકિયાહ સાથે સંકળાયેલ ફર્મે સહારાની જે હોટેલોને ખરીદવાની ઓફર કરી છે તેમાં ન્યૂયોર્કની પ્લાઝા, ડ્રીમ તથા લંડનની ગ્રોસવેનોર હાઉસ હોટેલનો સમાવેશ થાય છે. Read More...

હિન્દુત્વમાં અન્ય ધર્મોને હજમ કરવાની તાકાત : ભાગવતનું વિવાદાસ્પદ નિવેદન

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ (આરએસએસ)ના સરસંઘસંચાલક મોહન ભાગવતે જનમાષ્ટમીના વિવાદાસ્પદ નિવેદન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, હિન્દુત્વમાં બીજા ધર્મોને પચાવી શકવાની શક્તિ છે.
હિન્દુત્વમાં અન્ય ધર્મોને હજમ કરવાની તાકાત : ભાગવતનું વિવાદાસ્પદ નિવેદન
ભાગવતના કહેવાપ્રમાણે, છેલ્લા બે હજાર વર્ષોથી હિન્દુ ધર્મનું પાચનતંત્ર બગડી ગયું છે, જેના કારણે તેમાં શિથિલતા આવી ગઈ છે, જેના દુષ્પરિણામો આજે આપણે ભોગવી રહ્યાં છીએ. ભાગવતના કહેવા પ્રમાણે, "હિન્દુસ્તાન એક હિન્દુ રાષ્ટ્ર છે અને હિન્દુત્વ તેની ઓળખ છે. " Read More...

Saturday, August 16, 2014

મોદીના ભાષણને સોશિયલ મીડિયા પર મળી આ પ્રતિક્રિયાઓ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68મા સ્વતંત્રતા દિવસે લાલ કિલ્લા પર તિરંગો ફરકાવીને રાષ્ટ્રજોગ ભાષણ આપ્યું હતું. આ પ્રસંગે નરેન્દ્ર મોદીએ લખેલું ભાષણ નહીં વાંચીને આવું કરનારા તેઓ પ્રથમ વડાપ્રધાન બન્યા છે.
મોદીના ભાષણને સોશિયલ મીડિયા પર મળી આ પ્રતિક્રિયાઓ
ભાષણ આપતી વખતે તેઓએ માથા પર છત્રી નથી રખાવી ઉપરાંત, બુલેટ પ્રૂફ સિક્યોરિટી પણ નથી રખાવી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 68માં સ્વતંત્રતા દિવસના પ્રસંગે ખરેખર જ ઇતિહાસ રચ્યો છે. આ એવો પ્રથમ પ્રસંગ હતો જ્યારે દેશના સર્વોચ્ચ સરકારી મંચ પર વંદે માતરમના નારા લગાવવામાં આવ્યા હતા. 

પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું સૌથી મોટું સ્વદેશી યુદ્ધજહાજ INS કોલકાતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સ્વદેશ નિર્મિત સૌથી મોટા યુદ્ધજહાજ આઈએનએસ કોલાકાતાને રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. સ્વદેશી ટેકનોલોજીથી બનેલુ આઈએનએસ કોલાકાતા દેશનું સૌથી મોટું સ્વદેશી યુદ્ધ જહાજ છે.
પીએમ મોદીએ રાષ્ટ્રને સમર્પિત કર્યું સૌથી મોટું સ્વદેશી યુદ્ધજહાજ INS કોલકાતા
વડાપ્રધાન સવાર 9.45 વાગ્યે મુંબઈ પહોંચ્યા હતાં. જ્યાં તેમની સાથે સંરક્ષણ પ્રધાન અરૂણ જેટલી અને નૌકા દળનાં વડા એડમિરલ આરકે ધવન પણ પહોંચ્યા હતા.
 
શું કહ્યું પીએમ મોદીએ
 
પીએમ મોદીએ કહ્યું છે કે ભારતનાં વિશેષજ્ઞોએ તેનું નિર્માણ કર્યું છે. આઇએનએસ કોલકાતા સૌથી મોટું સ્વદેશ નિર્મિત યુદ્ધ જહાજ છે. તેથી હું દેશનાં યુવા બુદ્ધિધનનાં સામર્થ્યનું અભિવાદન કરું છું. આપણે ભારતની નિર્માણ ક્ષમતાનો પરિચય આપી રહ્યા છીએ. Read More...

6 મેટ્રો શહેરોમાં ATM ટ્રાન્ઝેક્શન થશે મોંઘા: મફત બેલેન્સ ઇન્કવાયરી પણ મર્યાદિત બનશે

ટૂંક સમયમાં જ તમે તમારા જ બેન્કનાં એટીએમનો પણ મર્યાદિત ઉપયોગ કરવા બંધાઇ જશો. આ વર્ષે નવેમ્બરથી તમે તમારી બેન્કનાં એટીએમમાંથી દર મહિને ફક્ત 5 અને અન્ય બેન્કનાં એટીએમમાંથી ફક્ત 3 ટ્રાન્ઝેક્શન જ કોઇ ચાર્જ વિના કરી શકશો.
6 મેટ્રો શહેરોમાં ATM ટ્રાન્ઝેક્શન થશે મોંઘા: મફત બેલેન્સ ઇન્કવાયરી પણ મર્યાદિત બનશે
ત્યારબાદ એટીએમનાં દરેક ટ્રાન્ઝેક્શન પર તમારે 20 રૂપિયાનો ચાર્જ ચૂકવવો પડશે. આ રકમ તમારા ખાતામાંથી જ કપાઇ જશે. ટ્રાન્ઝેક્શનમાં ફક્ત રકમ કાઢવાનો જ સમાવેશ નથી થતો, પણ ખાતાની જાણકારી, ચેકબુક રિક્વેસ્ટ અને મોબાઇલ રિચાર્જની લેવડ દેવડનો પણ સમાવેશ થાય છે.  Read More..

મોદીને મળવા ધક્કા-મુક્કી, PM -સોનિયા મળ્યા પણ નહીં

શુક્રવારની સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા 'એટ હોમ' કાર્યક્રમમાં વડાપ્ર ધાન નરેન્દ્ર મોદીને જોવા અને સાંભળવા માટે વીઆપીઓ વચ્ચે ધક્કા મુક્કી થઈ હતી. દેશના 68માં સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા કાર્યક્રમમાં મોદીને મળવા અને વાત કરવા માટે લોકોએ ભારે ભીડ જમાવી હતી.
મોદીને મળવા ધક્કા-મુક્કી, PM -સોનિયા મળ્યા પણ નહીં
આ લોકો સાથે થોડાં સમય સુધી વાતચીત કર્યા બાદ નરેન્દ્ર મોદી સુરક્ષા કારણોસર દૂર હટવુ પડ્યું હતું. આ દરમિયાન રાષ્ટ્રપતિ ભવનમાં લગભગ 3000 લોકો હાજર હતા. Read More...

Thursday, August 14, 2014

દહી હાંડી ઉત્સવમાં 12 વર્ષથી ઓછી વયનાં બાળકો નહીં : સુપ્રીમ

12 વર્ષથી ઓછી વયનું કોઇ પણ બાળક લોકપ્રિય એવા દહી હાંડી ઉત્સવમાં માનવીય પિરામીડ બનાવવાનાં કાર્યક્રમમાં ભાગ નહીં લઇ શકે, તેમ સુપ્રીમ કોર્ટે આજે પોતાનાં ચુકાદામાં જણાવ્યું છે. 
દહી હાંડી ઉત્સવમાં 12 વર્ષથી ઓછી વયનાં બાળકો નહીં : સુપ્રીમ 
આ સાથે જ સુપ્રીમે 18 વર્ષથી ઓછી વયનાં બાળકોને આ કાર્યક્રમમાં ભાગ નહીં લેવા દેવાનાં બોમ્બે હાઇ કોર્ટનાં આદેશને પડતો મૂક્યો હતો.  Read More..

મોદીના પહેલા ભાષણ માટે લાલ કિલ્લો તૈયાર, રિહર્સલનો દૌર શરૂ

દેશભરમાં 68 સ્વતંત્રતા દિવસની તૈયારી જોરશોરથી ચાલી રહી છે. દેશમાં જુદા જુદા શહેરોમાં સ્વતંત્રતા દિવસ સમારોહના કાર્યક્રમોની ફાઈનલ રિહર્સલ પણ થઈ રહી છે. ત્યારે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલી વાર લાલ કિલ્લા પરથી લોકોને સંબોધન કરશે.
મોદીના પહેલા ભાષણ માટે લાલ કિલ્લો તૈયાર, રિહર્સલનો દૌર શરૂ
બધી તૈયારીને મજબૂત કરવા માટે બુધવારે લાલ કિલ્લા પર ફુલ ડ્રેસ રિહર્સલ કરવામાં આવી હતી. તદ્દઉપરાંત સુરક્ષા વ્યવસ્થા પણ ચકાસવામાં આવી હતી. રિહર્સલ વખતે વિદ્યાર્થીઓએ તિરંગાના ત્રણે રંગોથી 68નો આંક બનાવ્યો હતો. 

નેતાની મજાક કરનાર એન્કર-રેડિયો જૉકી પર સરકાર લગાવશે લગામ

ટીવી એન્કર અને રેડિયો જૉકી હવે કોઇપન નેતાની મજાક નહીં ઉડાવી શકે. નેતાઓને નિશાને લઈને જોક્સ સંભળાવવાની અને તેમના અવાજમાં તેમની નકલ કરનાર નેતાઓ વિરૂદ્ધ હવે સરકાર કાયદાકિય પગલાં ભરી શકે છે. સૂચના અને પ્રસારણ રાજ્યમંત્રી પ્રકાશ જાવડેકરે ગુરૂવારે સંસદમાં આ વાતના સંકેત આપ્યા.
નેતાની મજાક કરનાર એન્કર-રેડિયો જૉકી પર સરકાર લગાવશે લગામ
જયા બચ્ચને ઉઠાવ્યો મુદ્દો:
સમાજવાદી પાર્ટીની સાંસદ જયા બચ્ચને સંસદમાં આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે 'પ્રાઇવેટ ચેનલો પર રેડિયો જૉકી જે ભાષાનો ઉપયોગ કરે છે, તે ખરેખર આપત્તિજનક છે. Read More...

પર્સેન્ટાઈલવાળી પ્રવેશ કાર્યવાહી રદ, 40 હજાર વિદ્યાર્થીઓ મુંઝવણમાં

ડિગ્રી-એન્જિનિયરિંગ કોલેજોમાં પર્સેન્ટાઈલના આધારે પ્રવેશ આપવાની સરકારની પદ્ધતિ હાઈકોર્ટે ગેરબંધારિયણ ઠેરવી છે. અને તેના આધારે થયેલી પ્રવેશ કાર્યવાહી પણ રદ જાહેર કરી છે. જેના કારણે ડિગ્રી એન્જિનિયરિંગના 40 હજારથી વધુ વિદ્યાર્થીઓના ભાવિ અધ્ધરતાલ બન્યા છે.
પર્સેન્ટાઈલવાળી પ્રવેશ કાર્યવાહી રદ, 40 હજાર વિદ્યાર્થીઓ મુંઝવણમાં
ડિગ્રી એન્જિનિયરિંગની રાજ્યની 60 હજાર બેઠકો માટે એસીપીસી(એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ) દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રવેશ કાર્યવાહી અને જે તે કોલેજના મેનેજમેન્ટ ક્વોટામાં અત્યાર સુધીમાં 40 હજારથી વધુ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. Read More..

Wednesday, August 13, 2014

લાલ કિલ્લે ગુજરાતનો લાલ : લખાયા વિનાનું ભાષણ આપી ઇતિહાસ રચી શકે છે નરેન્દ્ર મોદી

મોદી સામાન્ય રીતે પૂર્વાયોજિત એટલે કે પહેલાથી લખેલું ભાષણ આપતા નથી. હવે આ સ્વતંત્રતા દિવસે પણ જો તે આમ જ કરે તો ઇતિહાસ રચી શકે છે.

લાલ કિલ્લે ગુજરાતનો લાલ : લખાયા વિનાનું ભાષણ આપી ઇતિહાસ રચી શકે છે નરેન્દ્ર મોદી 
મોદીએ પોતાનાં સલાહકારો અને ટોચનાં અધિકારીઓને કહ્યું છે કે તે લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતી વખતે કોઇ લેખિત કે પૂર્વાયોજિત સ્પીચનો ઉપયોગ નહીં કરે. મોદીનાં આ નિર્ણયને કારણે અધિકારીઓની મુશ્કેલી એટલા માટે વધી શકે છે કે અનેક દેશોનાં રાજદૂતો અને નેતાઓ આ કાર્યક્રમમાં હાજર હશે.   Read More...

15 ઓગસ્ટથી 24 લાખ મુસાફરોને રાહત, ST બસના ભાડામાં 10 ટકાના ઘટાડાની જાહેરાત

૧પમી ઓગસ્ટથી એસટી બસનાં ભાડાંમાં ૧૦ ટકાનો ઘટાડો અમલી બનાવાશે, જેની જાહેરાત વાહન વ્યવહારમંત્રી નીતિન પટેલ ગાંધીનગર ટાઉનહોલ ખાતે કરી છે. નીતિન પટેલ કહ્યું હતુ કે ભાડામાં ઘટાડાથી રોજ બસમાં મુસાફરી કરતા ૨4 લાખ મુસાફરો ફાયદો થશે.
15 ઓગસ્ટથી 24 લાખ મુસાફરોને રાહત, ST બસના ભાડામાં 10 ટકાના ઘટાડાની જાહેરાત
ભાડામાં ૧૦ ટકા ઘટાડાથી રાજ્યના મુસાફરોને વાર્ષિ‌ક ૧પ૦ કરોડની રાહત મળશે. રાજ્ય સરકાર દ્વારા બજેટમાં મુસાફર વેરામાં ઘટાડાની જાહેરાત કરવામાં આવી હતી. જેના કારણે સરકારને વર્ષે ૧પ૦ કરોડની આવક ગૂમાવવી પડશે. Read More...

સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ મોદીના ગુજરાત મૉડલની અટકળો

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સ્વતંત્રતા દિવસ નિમિત્તે પોતાનું સૌ પહેલું દેશજોગ ભાષણ આપનાર છે, ત્યારે તે આ ખાસ અવસરે દેશ સમક્ષ કયો સંદેશો કેવી રીતે પહોંચાડશે, તે જોવું રસપ્રદ બની રહેશે. અને ખાસ કરીને ત્યારે જ્યારે મોદી ભૂતકાળમાં પણ મુખ્યપ્રધાન તરીકે શાસકોની વર્ષો જૂની પરંપરાઓને તોડવા માટે જાણીતા રહી ચૂક્યા છે. 
સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં પણ મોદીના ગુજરાત મૉડલની અટકળો 
હવે આ વર્ષનાં સ્વતંત્રતા દિવસની વાત કરીએ તો મોદી પોતાની આગામી યોજનાઓનો ટૂંકો કે વિસ્તૃત ચિત્તાર દેશનાં લોકો સમક્ષ પોતાનાં ભાષણ દરમિયાન મૂકી શકે છે.   Read More...

રાજસ્થાન : પાણી અને રાતના ઉજાગરાં, પૂરના કારણે ગામો ખાલી

રાજસ્થાનમાં હજી વરસાદ ચાલુ જ છે. મંગળવારે કોટા, ભીલવાડા, બારાં, સવાઇ માધોપુર, અજમેર અને ઝાલાવાડમાં ભારે વરસાદ થયો. અટરૂમાં મંગળવારે સવારે આઠ વાગે સુધીમાં દસ ઈંચ વરસાદ પડી ગયો.
રાજસ્થાન : પાણી અને રાતના ઉજાગરાં, પૂરના કારણે ગામો ખાલી
બારાંમાં સોમવારે સાંજે પડેલ ભારે વરસાદના કારણે મોટાભાગના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયું. સંખ્યાબંધ ઘરો અને દુકાનોમાં પાણી ઘુસી જવાના કારણે સામાન પલળી ગયો. આખી રાત લોકોએ ડર વચ્ચે પસાર કરી. જોકે જયપુરમાં વાતાવરણ સુધરતું જોવા મળ્યું છે, વાદળો વચ્ચે ક્યાંક-ક્યાંક સૂર્યનારાયણનાં પણ દર્શન થયાં છે. Read More...

અમદાવાદ: બળાત્કાર–હત્યાના કેસમાં સગીર આરોપીને ત્રણ વર્ષની સજા, રાજ્યનો પ્રથમ કિસ્સો

સોલામાં પાંચ વર્ષની બાળકી પર બળાત્કાર ગુજારી ગળુ કાપી ક્રૂર હત્યા નિપજાવનારા 17 વર્ષના આરોપીને જુવેનાઈલ જસ્ટિસ બોર્ડે ત્રણ વર્ષની મહત્તમ સજા ફટકારી છે. આરોપીનું કૃત્ય ખુબ જ ધૃણાસ્પદ હોવાથી રહેમદ્રષ્ટિ ન રાખવાની સરકારી વકીલની દલિલ ગ્રાહ્ય રાખી જુવેનાઈલ બોર્ડના પ્રમુખ બ્રહ્મભટ્ટ અને મેમ્બર સુધીર પટેલે આ ફેંસલો આપ્યો હતો.
અમદાવાદ: બળાત્કાર–હત્યાના કેસમાં સગીર આરોપીને ત્રણ વર્ષની સજા, રાજ્યનો પ્રથમ કિસ્સો
શું હતી ઘટના?
 
ગત જુન માસમાં બનેલા આ કેસની વિગત એવી છે કે, ભમ્મરિયાના છાપરામાં રહેતા રમેશભાઇની (૩૦) દીકરી ગાયત્રી બુધવારે સવારે પ્લાસ્ટિકની બોટલમાં પાણી લઇ ગઇ હતી. જેથી કોના માટે પાણી લઇ જાય છે તેમ પૂછતાં તેણે તેમના ઘર પાસે ઊભી રહેતી જૈન ટ્રાવેલ્સની બસ બતાવીને કહ્યું હતુ કે 'બસવાળા સમીરભાઇ (૧૭) માટે લઇ જાઉ છું.'  Read More..

Tuesday, August 12, 2014

AIADMKના થમ્બી દુરાઈની નાયબ સ્પીકર માટે ઉમેદવારી, સરકારનો દાવ

ઓલ ઈન્ડિયા અણ્ણા દ્રમુકના થમ્બીદુરાઈ નાયબ સ્પીકરપદ માટે ઉમેદવારી કરશે. ભાજપના દિગ્ગજ નેતાઓ પ્રસ્તાવક બનશે. ઉમેદવારી સર્વસ્વિકૃત બને તે માટે ભાજપના પ્રધાને કોંગ્રેસના નેતાઓનો પણ સંપર્ક સાધ્યો છે.
AIADMKના થમ્બી દુરાઈની નાયબ સ્પીકર માટે ઉમેદવારી, સરકારનો દાવ 
મળતી માહિતી પ્રમાણે, એઆઈએડીએમકેના સાંસદ એમ. થમ્બીદુરાઈએ લોકસભામાં નાયબ સ્પીકર બનવા માટે મંજૂરી આપી દીધી છે. તેઓ ઉમેદવારી કરશે અને કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહ, કેન્દ્રીય વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ તથા ભાજપના દિગ્ગજ નેતા લાલકૃષ્ણ અડવાણી તેમના નામના પ્રસ્તાવક બનશે. Read More...

PK નાં આમિર ખાનનાં પોસ્ટરની સ્ટાઇલમાં સીસેટ હટાવવા કર્યું વિરોધ પ્રદર્શન

બોલીવુડ સુપરસ્ટાર આમિર ખાનની ડિસેમ્બરમાં રિલીઝ થનારી ફિલ્મ 'પીકે'ના પોસ્ટર પર શરૂ થયેલા વિવાદો વચ્ચે કેટલાક વિદ્યાર્થીઓએ પોતાનો વિરોધ પ્રગટ કરવા માટે આ જ અભિનેતાની નકલ કરી હતી. ઇલાહાબાદમાં સોમવારે વિદ્યાર્થીઓએ જનતા એક્સપ્રેસ ટ્રેનને રોકીને પીકે નાં આમિર ખાનની જેમ કપડા પહેર્યા વિના ટ્રેનનાં એન્જિન પર ચઢીને પ્રદર્શન કર્યું હતું.
PK નાં આમિર ખાનનાં પોસ્ટરની સ્ટાઇલમાં સીસેટ હટાવવા કર્યું વિરોધ પ્રદર્શન
આ ઉપરાંત પીએમ મોદી વિરુદ્ધ 'શેમ શેમ'નાં નારા પણ લગાવ્યા હતા. આ વિદ્યાર્થીઓ યુપીએસસી દ્વારા આયોજિત સીસેટની પરીક્ષાને રદ્દ કરવાની માગ કરી રહ્યા હતા.    એક કલાક સુધી ઉભી રહી ટ્રેન