Thursday, September 26, 2013

જમ્મુ કાશ્મીર આતંકી હુમલો: ટુ ટોક ઓર નોટ ટુ ટોક ટુ પાકિસ્તાન ધેટ ઈઝ એ ક્વેશ્ચન

એક તરફ સમગ્ર પશ્ચિમ ભારત લીલા દુકાળની ઝપેટમાં છે અને ગુજરાતનો નાથ 2014ના અદમ્ય આકર્ષણ આગળ 2013ને ભૂલીને ભોપાલમાં શક્તિ પ્રદર્શન અને ચરણ સ્પર્શ કરવામાં ગુલતાન છે ત્યારે બીજીબાજુ આતંકવાદની આગમાં સતત બળતા અને શેકાતા જમ્મુ કાશ્મીરને ગુરુવારની સવારે ફરી પાછો એક મરણતોલ ફટકો આપ્યો છે.

આ લખાઈ રહ્યું છે ત્યારે પણ આંતકીઓ અને સેના વચ્ચે ઘમાસાણ યુદ્ધ ચાલુ છે. For more visit- http://www.divyabhaskar.co.in/

એક ક્લિકે માણો 30 Pix: ગુજરાત ચાર દિવસમાં જ પાણી પાણી

રાજ્યમાં ચોમાસાએ પાછોતરી અને શક્યત: અંતિમ ઇનિંગ શરૂ કરીને ગુજરાતને શ્રીકાર વરસાદથી જળમગ્ન કરી નાખ્યું છે.

સમગ્ર ગુજરાતને ધમરોળતી હવામાનની અલગ પેટર્ન ગુરુવારે દરિયા અને રણકાંઠાના કચ્છ અને ઉત્તર ગુજરાત સુધી પહોંચવાની આગાહી છે.મધ્યપ્રદેશ અને તેની આસપાસના વિસ્તારોમાં સર્જા‍યેલા અપર એર સર્કયુલેશનના કારણે ભાદરવાના વચ્ચેના ભાગમાં અષાઢ અને શ્રાવણ કરતાં પણ ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત થયું છે. તો ખેત પાકને પણ આગામી સમયમાં નુકસાની વેઠવી પડે તેવા સંયોગો ઉભા થયા છે. For more visit- http://www.divyabhaskar.co.in/

Tuesday, September 24, 2013

કેન્યા હુમલામાં ગુજરાતી યુવાને જાન પર ખેલી અનેકના બચાવ્યા જીવ

શનિવારે કેન્યામાં કચ્છીએ બાંધેલા મોલમાં થયેલા આતંકી હુમલામાં સતત ચાર દિવસથી જાન પર ખેલીને કેરાનો પટેલ યુવાન મહિ‌લા અને બાળકોને બચાવી રહ્યો છે. આજે પણ તેણે ઘણાને બચાવીને સલામત બહાર લાવ્યા હતા.

આ અંગે મળતા અહેવાલ મુજબ શનિવારે મોલમાં આતંકવાદી હુમલો થયા બાદ સુરક્ષા એજન્સીઓ તુરંત દોડી ગઇ હતી અને આતંકીઓને ટક્કર આપવાનું શરૂ કર્યું હતું, જેમાં રવિ વરસાણી બાદ હવે કેરાના યુવાન હરીશ રાબડિયાએ પણ જાંબાઝ રીતે કામ કર્યું હતું. For more visit@- For more visit@- http://bollywood.divyabhaskar.co.in/

Monday, September 23, 2013

ફ્રોમ કેન્યા ટુ પેશાવર : ત્રાસવાદના બિહામણા રૂપથી રક્તરંજિત રવિવાર

શનિવારે બપોરે કેન્યાના પાટનગર નૈરોબીના બહુમાળીય વેસ્ટગેટ સેન્ટરને અલ-શબાબ નામના એક સોમાલી ત્રાસવાદી જૂથે બાનમાં લીધું ત્યારથી લઈને અત્યાર સુધી સતત બંદૂકોની ધણધણાટી વચ્ચે આ લખાઈ રહ્યું છે ત્યાં સુધીમાં 68 લોકો માર્યા ગયા છે અને 175 ઘાયલ થયા છે. માર્યા ગયેલામાં 9 ભારતીય હોવાનું પણ બહાર આવ્યું છે. 


યુનાઈટેડ સ્ટેટસ નેશનલ કાઉન્ટર ટેરરીઝમ સેન્ટરના જણાવ્યા પ્રમાણે અલ-શબાબે આ હુમલાઓ કેન્યામાં સોમાલિયામાં થયેલા લશ્કરી ઓપરેશન્સનો  સીધો પ્રતીકારી જવાબ તરીકે ગણાવ્યો હતો. For more at visit@- http://www.divyabhaskar.co.in/

અમિત શાહ માટે અમંગળના એંધાણ? જાડેજા બાદ હવે શાહનો ‘વારો’!

રાજયકક્ષાના કાયદામંત્રી પ્રદીપસિંહ જાડેજાની સીબીઆઈ દ્વારા ગાંધીનગર સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ઓફિસ ખાતે ત્રણ કલાક પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં અત્યારસુધી 



આસારામની મહિલા સપ્લાયરોના પણ કોડવર્ડઃ ઢેલ, બંગલો, મીરા

આસારામના સેક્સ પ્રકરણના એક પછી એક પાના ખુલી રહ્યાં છે અને હજુયે આક્ષેપોનો દોર ચાલી રહ્યો છે. પસંદ થયેલી છોકરી માટે આસારામ તો કોડવર્ડનો ઉપયોગ કરતાં હતાં.


પણ હવે એવી પણ ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે કે, આશ્રમમાં ધ્યાનકુટિયા સુધી છોકરી મોકલનારી મહિલા સાધકો જે સ્પલાયરોની ભુમિકા ભજવતી, તેને પણ આસારામ કોડવર્ડમાં બોલાવતાં જેથી સામાન્ય સાધકને ખબર જ ન પડે. For more at visit@- http://www.divyabhaskar.co.in/

Thursday, September 19, 2013

દુબઇમાં પત્નીની જિંદગી નર્ક બનાવી પતિ ભારત ભાગી આવ્યો

સિનિયર સિટીઝન અને મહિલાઓ માટે ઓનલાઇન ફરિયાદ માટે શરૂ કરાયેલી વેબસાઇટ ઉપર મૂળ રાજકોટની હાલ દુબઇ રહેતી નિરાલી ભરતભાઇ ઉનડકટે ઓન લાઇન ફરિયાદ કરી પોતાના પતિ સામે ફરિયાદ કરતા એ અંગેની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે.

કિડવાઇનગરમાં રહેતા રમેશચંદ્ર પાંઉની પુત્રી નિરાલીના લગ્ન ૧૦ માસ પહેલાં મૂળ વેરાવળના અને હાલ દુબઇમાં વ્યવસાય કરતા ભરત ઉનડકટ સાથે થયા હતા. For more visit@-  http://www.divyabhaskar.co.in/

વડોદરા: મોદીના ડુપ્લિકેટે જમાવ્યું આકર્ષણ, કાંકરિચાળાથી નાસભાગ

મહેતા પોળની સવારીમાં બેટી બચાવો, પર્યાવરણ સુરક્ષા, વધતી જતી મોંઘવારી, પાણી બચાવોનો સંદેશો આપતા ફ્લોટ્સ ઉપરાંત દેવી-દેવતા અને મહાપુરુષોની વેશભૂષામાં સજ્જ બાળકો સામેલ થયા હતા.

આ ઉપરાંત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વડાપ્રધાન તરીકે યોગ્ય હોવાના કારણો સાથેના પ્લેકાર્ડ દર્શાવી સવારીમાં સામેલ કરાયેલા નરેન્દ્ર મોદીના હમશકલે આકર્ષણ જમાવ્યું હતું. આર.એ.એફ.ના જવાનોએ મોદીના હમશકલના ફોટો તેમના મોબાઇલ ફોનમાં પાડયા હતા. For more visit@-  http://www.divyabhaskar.co.in/

વડોદરા: યુવકે કિશોરીનાં શરીરે હાથ ફેરવી કપડા ખેંચતા ચકચાર

વડોદરાના ફતેગંજ કલ્યાણનગરમાં બે સંતાનના પિતાએ સગીર વયની વિદ્યાર્થિ‌નીના ઘરમાં ઘૂસી જઇ તેની સાથે શારીરિક છેડછાડ કરી કપડાં ફાડવાનો પ્રયાસ કર્યો હતો.

વિદ્યાર્થિ‌નીએ બુમરાણ મચાવતાં શખ્સે તેને લાફો માર્યો હતો. તેના હાથમાંથી છટકીને ભાગી છૂટેલી વિદ્યાર્થિ‌નીએ સાંજે માતા આવ્યા બાદ સયાજીગંજ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતાં પોલીસે છેડતી કરનાર શખ્સની ધરપકડ કરી છે. For more visit@-  http://www.divyabhaskar.co.in/

ગુજરાતણ પહોંચી KBCની હોટ સીટ પર: ખોલ્યા શૉનાં રાઝ

ઔર અબ મેરે સામને હોટ સીટ પર બેઠી હુઈ હે ગુજરાત કે વડોદરા સે આયી હુઈ પ્રીતી ગુપ્તા.... ચલીયે પ્રીતીજી હમ ઓર આપ ખેલતે હે કૌન બનેગા કરોડપતિ. કંઈક આવાજ શબ્દો ટીવી પર પ્રસારતી થતા ગેમ શો કેબીસીમાં ૨૦મી સપ્ટેમ્બરે પ્રસારીત થનારા શોમાં ટેલીકાસ્ટ થશે.

વડોદરાના ઓલ્ડ પાદરા રોડ ખાતે રહેતા હાઉસ વાઈફ પ્રિતી ગુપ્તા તાજેતરમા જ કેબીસીના એપિસોડનું શુટિંગ સમાપ્ત કરી આવ્યા છે. પોતાની વર્ષોની ઈચ્છા અને પ્રયાસોના જોરે પ્રીતી ગુપ્તાને કેબીસીની હોટ સિટ આ વર્ષે મળી હતી. સિનેમાના મહાનાયક સામે હોટ સીટ પર બેસવાનું વડોદરાની ગૃહિણીનું સ્વપ્ન સાકાર થયુ છે. For more visit@-  http://www.divyabhaskar.co.in/

Wednesday, September 18, 2013

ગુજરાતનાં નવા લોકાયુક્ત કોણ?, પાટનગરમાં નિમણૂકનો ધમધમાટ


ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકના મામલે રાજ્યપાલ કમલાજી અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી વચ્ચે શીતયુધ્ધ ચાલી રહ્યું છે. આ જ મુદ્દે બંન્ને વચ્ચેની કાયદાકીય લડત ચાલી હતી.


જે જગ જાહેર છે. હવે ફરી એકવાર ગુજરાતમાં લોકાયુક્તની નિમણૂકને લઇને પાટનગર ગાંધીનગરમાં ધમધમાટ શરૂ થયો છે. આજે ગુજરાત સરકારે નવા લોકાયુક્તને લઇને ત્રણ નામો રાજ્યપાલને  સૂચવ્યાં છે. For more visit@ http://www.divyabhaskar.co.in/

Monday, September 16, 2013

આસારામે જજ સમક્ષ કહ્યું: મને ઊંઘ નથી આવતી, નીતાને મોકલો

આસારામનો 'વૈકુંઠવાસ’ લંબાશે. જોધપુર સેશન્સ કોર્ટે તેમની કસ્ટડી ૧૪ દિવસ સુધી લંબાવી દીધી છે. એટલે કે ૩૦મી સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. અગાઉ સોમવારે અદાલતમાં તેમને હાજર કરાયા ત્યારે તેમણે પોતે જ પોતાની રજૂઆત કરી હતી. આસારામે હાથ જોડીને જજને કહ્યું હતું કે 'મને નિંદર નથી આવતી, ત્રિનાડી શૂલ બીમારીનો દર્દી છું. સારવાર માટે વૈદ્ય નીતાને જેલમાં મોકલવાની મંજૂરી આપો. જવાબમાં જજ મનોજ વ્યાસે પૂછયું કે તમારા વકીલ કયાં છે?

આસારામ આમથી તેમ દેખવા લાગ્યા ત્યારે પીડિતાના વકીલે જણાવ્યું હતું કે આરોપીને અદાલતમાં રજૂ કરવાનો સમય નિ‌શ્ચિ‌ત નહિ‌ હોવાથી તેમના વકીલ આવી શકયા નથી. જજ આસારામને કહ્યું કે તેમ હાલમાં જેલ જાવ. બીમારી અંગે વકીલો સાથે વાત કરીશું.For more visit@ - http://www.divyabhaskar.co.in/

Friday, September 13, 2013

એલ.કે.આડવાણી: જે પોષતું તે જ મારતું - એક ભવ્ય શક્યતાનો અંત

2014ની સામાન્ય ચૂંટણીઓને ધ્યાનમાં લઈ ભારતના મુખ્ય શાસક પક્ષ ભાજપ માટે હવે ગુજરાત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરવા એ એક ઔપચારિકતા જ રહી છે ત્યારે, હજુ પણ મોદીની "સત્તા" ને સ્વીકારી નહિ શકેલા અને બે વાર વડાપ્રધાન પદની ગાડી ચૂકી ગયેલા વયોવૃદ્ધ વરિષ્ઠ નેતા એલ.કે.આડવાણી માટે આ રાજકીય સૂર્યાસ્ત ને ગરિમાથી સ્વીકારવા સિવાય અન્ય કોઈ વિકલ્પ બચતો નથી. 

આજે સાંજે મળનારી ભાજપની સંસદીય બેઠકમાં મોદીના નામની સત્તાવાર જાહેરાત થવાની છે, ત્યારે સુત્રોના જણાવ્યા પ્રમાણે મોદીની આ નિમણૂકનો વિરોધ કરી રહેલા આડવાણીજીને આ બેઠકમાં આમંત્રિત કરવામાં આવ્યા નથી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/

PM પદ માટે મોદીનું નામ જાહેર કરતાં સમગ્ર ગુજરાતમાં હરખપદુડા

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીની શુક્રવારે સાંજે જાહેરાત થતાંની સાથે જ આખા ગુજરાતના ભાજપના કાર્યકરો ગેલમાં આવી ગયા હતા. અમદાવાદ અને ગાંધીનગર ઉપરાંત મોદીના વતન વડનગરમાં કાર્યકરોએ ફટાકડા ફોડીને અને મીઠાઈ વહેંચીને મોદીના નામની જાહેરાતને વધાવી લીધી હતી જેની એક તસવીરો.

કયા-કયા શહેર, કયા-કયા ગામડાંઓમાં નરેન્દ્ર મોદીની ઉજવણી કરવામાં આવી હતી આ વાંચવા માટે આગળ ક્લિક કરો...  Read more at visit@ http://www.divyabhaskar.co.in/

હિન્દુ Undivided ફેમિલી: મોદીનું સર્જન, અડવાણીનું વિસર્જન

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અંગે મહિ‌નાઓથી ચાલી રહેલું સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને હાંસિયામાં ધકેલીને પક્ષે શુક્રવારે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી દીધી છે. જાહેરાત પછી પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહે જણાવ્યું કે, લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને સંસદીય બોર્ડે સર્વસંમત્તિથી આ નિર્ણય લીધો છે. જાહેરાત પહેલા અડવાણીની અનુપસ્થિતિમાં પક્ષના સંસદીય બોર્ડની બેઠક યોજાઇ હતી.

જો કે, અગાઉ, તેઓ સંસદીય બોર્ડની બેઠકમાં સામેલ થવા માટે ઘરેથી રવાના થઇ રહ્યા હતા પરંતુ ગાડીમાં બેસતા જ પાછા જતા રહ્યા. પક્ષના નિર્ણયની જાહેરાત દરમિયાન જ અડવાણીએ રાજનાથને પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં રાજનાથના કામકાજની શૈલી અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સ્વાગત કાર્યક્રમ પછી અડવાણી પાસે આર્શીવાદ લેવા માટે મોદી તેમના ઘરે પણ ગયા હતા. આશરે અડધા કલાક સુધી ત્યાં રોકાયા પછી મોદી ટોચના નેતા અટલ બિહારી વાજપેયીના ઘરે જવા માટે રવાના થયા હતા. Read more at visit@ http://www.divyabhaskar.co.in/

Thursday, September 12, 2013

મોદીએ રમી ‘શતરંજી ચાલ’! દિલ્હીમાં રાજનાથે અડવાણીને કર્યા ‘મહાત’?

દિલ્હીમાં મોદીના નામને મંજૂરી આપવા માટે પક્ષપ્રમુખ રાજનાથસિંહ દિવસભર દોડધામ કરતા રહ્યા અને મોદી વિરોધીઓ સામે રીતસર કાકલૂદી કરી. અડવાણી જોકે અટલ રહ્યા. બીજી બાજુ ગાંધીનગરમાં મોદીએ તેમના વિરોધીઆને 'પોતાના’ કરવા માટે ફાયરફાઇટિંગનું કામ ફોન મારફત કર્યું. મોદી અને રાજનાથ દિવસભર સંપર્કમાં રહ્યા. એકથી વધુ વાર બંને પક્ષેથી ફાયરફાઇટિંગ અંગે વાત થઇ.

આટલા બધા રાજકીય ઉતાર-ચઢાવ વચ્ચે પણ નરેન્દ્ર મોદીનો દૈનિક ક્રમ અને સરકારી કાર્યક્રમ યથાવત રહ્યો. ગુરૂવારે સવારે પ.૩૦ વાગ્યે ઉગેલા મોદીના દિવસ દરમિયાન ભારતીય કિસાન મોરચાની મિટીંગમાં સવારે ૧૦થી ૧ વાગ્યા દરમિયાન તેમણે હાજરી આપી. બાદમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટ,બેંકિંગ અને સ્ટેચ્યુ ઓફ લિબર્ટી અંગેની ચાર સરકારી મીટીંગોમાં મોદીએ ભાગ લીધો.  Read more at visit@- http://www.divyabhaskar.co.in/

અડવાણીની ઐસી તૈસી, આજે મોદીના નામની જાહેરાત!: ઉજવણીની તૈયારી શરૂ

નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવાની જાહેરાત શુક્રવારે સાંજે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન થઇ શકે છે. ભાજપના સંસદીય પક્ષના બધા સભ્યોને શુક્રવારે દિલ્હીમાં જ રહેવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, વિવાદથી બચી શકાય તેના માટે જાહેરાત વખતે નરેન્દ્ર મોદી હશે નહીં. આ સાથે જ પક્ષના પ્રદેશના બધા હોદ્દેદારોને કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવ્યું છે. ઉજવણીની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે.

આ પહેલા ગુરુવારે પણ પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહ લાલકૃષ્ણ અડવાણી અને તેમની છાવણીના લોકોને મનાવવામાં વ્યસ્ત રહ્યા હતા. રાજનાથસિંહે પ્રથમ સુષમા સ્વરાજ અને પછી મુરલી મનોહર જોશી સાથે વાત કરી છે. સાથે જ સંઘના નિકટના એસ ગુરુમૂર્તિને અડવાણીને મળવા માટે મોકલ્યા હતા. પછી સંઘ પ્રમુખને ફોન કરીને ત્રણે નેતાઓ સાથે થયેલી મંત્રણાની માહિતી આપી હતી પરંતુ સંઘનું મંતવ્ય સ્પષ્ટ છે. અડવાણી માને કે ના માને મોદીના નામની જાહેરાત થવાની જ છે. ઠીક એવી રીતે જ જેમ ગોવામાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન મોદીને ચૂંટણીપ્રચાર સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. Read more at visit@- http://www.divyabhaskar.co.in/

Wednesday, September 11, 2013

'ઈન્દિરાના હત્યારાને ફાંસી થઈ તો શું રાજીવની હત્યા ન થઈ': દામિની કેસમાં કરાઈ દલીલો

મંગળવારે જ દિલ્હીની સાકેત કોર્ટે જાહેર કરી દીધું હતું કે, તમામ ચાર આરોપીઓ વિનય, અક્ષય, પવન અને મુકેશ  દોષિત છે. એટલે બુધવારે તેની સજા અંગે સુનાવણી થઈ હતી. આ અંગે વાદી અને પ્રતિવાદી પક્ષ તરફથી ધારદાર દલીલો ટાંકવામાં આવી હતી.

સરકારી પક્ષ દ્વારા માંગ કરવામાં આવી હતી કે, આ કેસને રેરેસ્ટ-ટુ-રેર ગણીને ચારેય આરોપીઓને ફાંસીની સજા ફમાવવામાં આવે. . બચાવપક્ષના વકીલોએ વિનંતી કરી હતી કે તમામની ઉંમર નાની છે, તેમને સુધરવાની તક આપવામાં આવે. વિશેષ કરીને પવન અને મુકેશને માટે દયાની માંગણી કરવામાં આવી હતી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/

Tuesday, September 10, 2013

ખુદ આસારામે જ મહિલા વૈધ્યને બોલાવવા મોકલ્યો હતો પત્ર

સગીર વિદ્યાર્થિની સાથે દુષ્કર્મના આરોપમાં જેલમાં બંદ આસારામે મહિલા વૈધ્યની માગણી કરીને જે પત્ર મોકલ્યો હતો તે અસલ છે. આસારામના વકીલોએ મંગળવારે તેની પુષ્ટિ કરી છે

 અગાઉ, વકીલોએ તેને બનાવટી ગણાવ્યો હતો. ખરેખર આસારામે ચોથી સપ્ટેમ્બરે કોર્ટને પત્ર મોકલ્યો હતો કે, તેમને ત્રિનાડી શૂલ નામની બીમારી છે. તેનો ઇલાજ તેઓ પોતાના જુનાં મહિલા વૈધ્ય નીતા પાસે કરાવવા માગે છે.
Read more visit@ http://www.divyabhaskar.co.in/

જોધપુરની એ રાતે આસારામે મારું બધું જ છીનવી લીધું: પીડિતાની આપવીતી

મારું જીવન પહેલાં જેવું રહ્યું નથી. એ રાત મારા જીવનમાં કેર બનીને આવી. હું ક્યારેય એ બધું ભૂલી શકીશ નહીં. આસારામે અમારાં સ્વપ્નો રોળી નાખ્યાં... કાલ સુધી હું સીએ બનવા માગતી હતી પરંતુ હવે આવા લોકોને પાઠ ભણાવવા માટે આઇએએસ બનીશ. એના માટે મને ગમે તેટલો ભારે સંઘર્ષ કેમ ન કરવો પડે. બસ આ ખરાબ સમય પસાર થઇ જાય.

આ ઉત્તર પ્રદેશનું એક નાનકડું શહેર છે. મેઇન રોડ પર એક ટ્રાન્સપોર્ટ કંપની અને તેના પર બે માળનું મકાન પોલીસની સુરક્ષામાં છે. Read more visit@ http://www.divyabhaskar.co.in/

Monday, September 9, 2013

બોય્ઝ હોસ્ટેલમાં થતું આવું કામ, પોલીસ જોઈને રહી ગઈ અવાક

હરિયાણાના રોહતકમાં એમડીયુના બોય્ઝ હોસ્ટેલમાં બહારના તત્વો ગેરકાયદે રહી રહ્યા હોવાની ફરિયાદના આધારે અધિકારીઓએ સવારના ચાર વાગ્યે હોસ્ટલ નં.6 હિમગિરી અને હોસ્ટેલ નં.7 ધોલાગિરીમાં રેડ પાડી હતી.


 પોલીસને સાથે રાખીને પાડવામાં આવેલી રેડમાં દરેક રૂમનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. રેડમાં માલૂમ પડ્યું કે મંજૂરી વગર અહીં એક રૂમમાં 2થી 4 વિદ્યાર્થીઓ રહેતા હતા. કેટલાક બહારના તત્વો પણ અહીં રહીને નશાની અવસ્થામાં મળી આવ્યા હતા. આ નજારો જોઈને એમડીયુના વહિવટદારોની ઉંઘ ઉડી ગઈ હતી. હોસ્ટેલમાં લગભગ અઢી કલાક સુધી દરોડાની કામગીરી ચાલુ રહી હતી. Read more at visit@
http://www.divyabhaskar.co.in  



દરેક રાજ્યો એગ્રી પોલિસી બનાવેઃ મોદીની સલાહ કે આદેશ?

દેશની પ્રથમ એવી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ એગ્રીકલ્ચર સમિટ (વૈશ્વિક કૃષિ સંમેલન)નો ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે ભવ્ય પ્રારંભ થયો હતો. જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના ખેડૂતોને જૈવિક ખેતી દ્વારા ઓર્ગેનિક કૃષિ પેદાશોથી દુનિયાના બજારો સર કરવાની સલાહ આપતાં કહ્યું હતું કે,દેશના તમામ રાજ્યોએ એગ્રીકલ્ચર ક્ષેત્રે એક્સપોર્ટ પ્રમોશન પોલિસી (નીતિ) બનાવવી જોઈએ.


 
ભારત માં કિસાન મૈત્રીપૂર્ણ નીતિઓની અનિવાર્યતા છે.તેમની ક્ષમતા અને પુરુષાર્થને પ્રોત્સાહિ‌ત કરાશે તો કિસાનો દેશના અન્નભંડાર ભરી દેશે એટલું જ નહીં પરંતુ વિદેશી હૂંડિયામણ પણ મેળવી આપશે. Read more at visit @ http://www.divyabhaskar.co.in/article/MGUJ-GAN-every-states-should-form-agri-export-police-says-modi-4370200-PHO.html

મોદીએ આપી ગણેશ ચતુર્થીની ભેટઃ રાજ્યમાં તાલુકા થયાં ૨૪૮

રાજ્યમાં ૧પમી ઓગસ્ટના રોજ નવા સાત જિલ્લાઓની વિધિવત્ રચના કર્યા બાદ રાજ્ય સરકારે નવા ૨૩ તાલુકાનો સોમવારે વિધિવત પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. હવે રાજ્યમાં કુલ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા કાર્યરત થયા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ૨૩ તાલુકાને નાગરિકો માટે ગણેશ ચતુર્થીની ભેટ ગણાવ્યા છે.


ભાજપે વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં નવા સાત જિલ્લા અને ૨૩ તાલુકાની રચનાની જાહેરાત કરી હતી ગત ૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા તાલુકા વિભાજન અમલી બનાવવાનું હતું પરંતુ તેમાં અનેક મુશ્કેલીઓ જણાતાં વિભાજનમાં વિલંબ થયો હતો. બીજીતરફ ગત ૧પમી ઓગસ્ટના રોજ સરકારે સાત નવા જિલ્લાનો પ્રારંભ કરી દીધો હતો પણ તાલુકાઓના વિભાજનમાં સ્થાનિક વિરોધના પગલે તાલુકાઓની રચના કરી શકાઇ ન હતી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/article-ht/MGUJ-GAN-new-declaration-of248-tehsils-of-gujarat-4370179-PHO.html

Saturday, September 7, 2013

આસારામ સાથે દસ વર્ષ પહેલા ગયેલો ‘શિવા’ આવી રીતે બન્યો અરબપતિ

જોધપુરમાં એક યુવતીનું જાતિય શોષણ કરવાના આરોપ હેઠળ હાલે સળિયા પાછળ ધકેલાઇ ગયેલા મૂળ પાકિસ્તાનના અને દેશના ભાગલા બાદ કચ્છના આદિપુરને પોતાની કર્મભૂમિ બનાવનારા વિવાદાસ્પદ ધર્મગુરુ આસારામે જેમ ઠેકઠેકાણે સાચી-ખોટી રીતે સંપત્તિઓ એકત્ર કરી છે તેમ તેના ખાસ ચેલા શિવાએ પણ ભચાઉ તાલુકામાં અંદાજે ૨૫૦થી ૩૦૦ એકર જેટલી જમીનો પોતાના નામે ટૂંકાગાળામાં એકઠી કરી લીધી હોવાનું જાણવા મળી રહ્યું છે.


દસ વર્ષ પહેલાં જ છાડવારાને છોડીને જતો રહેતો સવા રામા હેઠવાડિયા અત્યારે શિવા તરીકે આસારામ સાથે સંડોવાયેલો છે અને ભચાઉ તાલુકામાં ઘણી જગ્યાઓ પર તેણે જમીનો ખરીદી છે, જે જમીનોની કિંમત અત્યારે કરોડોમાં અંકાય છે. Read more at visit@- http://www.divyabhaskar.co.in/

આ વિદેશી કોલગર્લ્સ ગેસ્ટ હાઉસમાં ગ્રાહકોને કરતી ખુશ, છુપાવવું પડ્યું મોં

ગુડગાંવમાં પોલીસે એક ગેસ્ટ હાઉસ ઉપર રેડ કરીને સેક્સ રેકેટનો પર્દાફાશ કર્યો હતો. આ રેડમાં ત્રણ યવુતીઓ સહિત કુલ આઠ લોકોની ધરપકડ કરી હોવાના અહેવાલ છે. પોલીસે તમામ આરોપીઓને કોર્ટમાં હાજર કર્યા હતા જ્યાં તેમને 14 દિવસની ન્યાયિર હિરાસતમાં મોકલી આપવાનો આદેશ કરાયો હતો.


પોલીસને છેલ્લા ઘણા દિવસોથી ફરિયાદ મળી રહી હતી કે સેક્ટર-39 સ્થિત અનુપમ ગેસ્ટ હાઉસમાં સેક્સ રેકેટ ચલાવવામાં આવી રહ્યું છે. આ સેક્સ રેકેટનો પર્દાફાશ કરવા માટે પોલીસ મોકો શોધી રહી હતી. Read more at visit@- http://www.divyabhaskar.co.in/

હેલીકોપ્ટરથી આકાશમાંથી ગણશેજી પર પુષ્પવર્ષા

સુરતમાં સિટીલાઇટ હીરાપન્ના શોપીંગ કોમ્પલેક્ષ પાસે દર વર્ષે એચ. પી. ગ્રુપનાં યુવાનો ગણશેજીની સ્થાપનાં કરે છે. આ ગ્રુપ શનિવારે ગણશેજીની સવારી કંઇ અનોખી રીતે લાવ્યા હતા. સુરતમાં પ્રથમવાર જ રોબીન્સ નામક થ્રી સીટર હેલીકોપ્ટરમાંથી ગણેશજી પર પુષ્પવર્ષા કરી હતી.



સાત રાઉન્ડ ફરી હેલીકોપ્ટરમાંથી ગુલાબ અને ગલગોટાનાં ૪૦૦ કિલો ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. રોડ પરથી જતા હરકોઇ આ અનોખી યાત્રાનાં દર્શન કરવા ઉભા રહી ગયા હતા. આ રીતે હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવા પાછળના આયોજન માટે લગભગ ૧ લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય છે. Read more at visit@- http://www.divyabhaskar.co.in/

Friday, September 6, 2013

અમદાવાદમાં કોંગ્રેસની દાદાગીરી સામે પોલીસની દબંગગીરી

અમદાવાદમાં કોંગી કાર્યકરોએ બાળ્યું મોદીનું પૂતળું.
- આશ્રમ રોડ પર તોડફોડ, પૂર્વમાં સજ્જડ બંધ.
- અમદાવાદની સ્કૂલ-કોલેજો બંધ કરાવાઈ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત.

- શહેરનું હાર્દ સમું લાલ દરવાજા સજ્જડ બંધ, 10 એએમટીએસના કાચ ફૂટ્યા.
- અમદાવાદમાં 20 જેટલી એએમટીએસ બસોની હવા કાઢી નાંખી.



કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંધના એલાનને પગલે આજ સવારથી જ કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં ઉતરી ગયા હતા અને બંધ પળાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. કેટલીક જગ્યાએ કોંગી કાર્યકરો દ્વારા તોડફોડ કરવાનો તો ક્યાંક ટ્રેન રોકવાનો પ્રયત્ન કરાયો હતો. અમદાવાદની વાત કરીએ તો કોંગી કાર્યકરોએ સવારથી જ બળજબરીપૂર્વક બંધ પળાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેની સામે પોલીસ પણ આક્રમક બની હતી અને કાર્યકરોના બોચા પકડીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. જ્યારે એનએસયુઆઇના કાર્યકરોએ સવારથી જ શહેરની સ્કૂલ-કોલેજો બંધ કરાવી હતી. આ દરમિયાન એક જી.બી. શાહ કોલેજના પ્રિન્સિપાલને કેબિનમાં પૂરી દીધા હતા. તેમજ કેટલીક સ્કૂલોમાં સંઘર્ષ થયો હોવાના પણ સમાચાર સાંપડ્યા છે. જ્યારે અમદાવાદનું હાર્દ સમુ લાલ દરવાજા અને રિલિફ રોડ સજ્જડ બંધ રહ્યા હતા. તો વેજલપુરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટ્રેન રોકવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. Read more at visit @ http://www.divyabhaskar.co.in

ગુજરાત બંધઃ કોંગ્રેસી કાર્યકરોની ધરપકડ, ઠેરઠેર તોડફોડ, પથ્થરમા

ગુજરાતમાં આજે કોંગ્રેસ દ્વારા અપાયેલા બંધને લોકોનો જોરદાર પ્રતિસાદ સાંપડ્યો હોવાનો દાવો કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ ગુજરાત સરકાર પર આક્ષેપ લગાવ્યો હતો કે, તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો છે અને શાંતિપૂર્ણ બંધ પાળવા નીકળેલા 25 હજાર જેટલા કાર્યકરોની ખોટી રીતે અટકાયત કરી છે.


તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના સાત ધારાસભ્યોને બાદ કરતાં તમામ ધારાસભ્યોની અટકાયત કરવામાં આવી છે. ગાંધીનગરના મહિલા કાર્યકરો સાથે બીજેપીના કાર્યકરોએ ગાળાગાળી કરી હતી અને સાડી પણ ખેંચી હતી. Read more at visit @ 
http://www.divyabhaskar.co.in/

Tuesday, September 3, 2013

દિલ્હી ગેંગ રેપ : જુવેનાઇલ કાયદાના મર્મનો હળાહળ હ્રાસ

ગયા વર્ષે માત્ર દેશજ નહિ પણ સમગ્ર દુનિયાને ભયંકર આંચકો આપનારી દિલ્હીની ગેંગ રેપ ઘટનાના છ આરોપીઓમાનો એક આરોપી - જુવેનાઇલ એટલે કે તરુણ અથવા તો ટીનેજ હોવાના લીધે તમામ આરોપોમાં દોષી સાબિત થયો હોવા છતાં માત્ર ત્રણ વર્ષની સજાને પાત્ર બન્યો છે. આ "સજા" કોઈ સામાન્ય જેલમાં નહિ, પણ સુધારા ગૃહમાં કાપવાની રહેશે.



કોઈ પણ દેશમાં કે સંસ્કૃતિમાં કાયદાનો મૂળભૂત તર્ક એ હોય છે કે કોઈ પણ નિર્દોષના ભોગે દોષીને સજા ના થવી જોઈએ, અને આથીજ એ બાબતનું ધ્યાન રાખવામાં આવે છે કે ગુનેગારને સજા એવી રીતે થાય કે સમાજમાં દાખલો બેસે, જઘન્ય ગુનાઓ કરતા લોકો ખચકાય અને એકંદરે સામાજિક પોત જળવાઈ રહે. Read more visit @ http://www.divyabhaskar.co.in/