Friday, September 13, 2013

હિન્દુ Undivided ફેમિલી: મોદીનું સર્જન, અડવાણીનું વિસર્જન

ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર અંગે મહિ‌નાઓથી ચાલી રહેલું સસ્પેન્સ ખતમ થઇ ગયું છે. પોતાના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને હાંસિયામાં ધકેલીને પક્ષે શુક્રવારે વડાપ્રધાનપદના ઉમેદવાર તરીકે નરેન્દ્ર મોદીના નામની જાહેરાત કરી દીધી છે. જાહેરાત પછી પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહે જણાવ્યું કે, લોકોની ભાવનાઓને ધ્યાનમાં રાખીને સંસદીય બોર્ડે સર્વસંમત્તિથી આ નિર્ણય લીધો છે. જાહેરાત પહેલા અડવાણીની અનુપસ્થિતિમાં પક્ષના સંસદીય બોર્ડની બેઠક યોજાઇ હતી.

જો કે, અગાઉ, તેઓ સંસદીય બોર્ડની બેઠકમાં સામેલ થવા માટે ઘરેથી રવાના થઇ રહ્યા હતા પરંતુ ગાડીમાં બેસતા જ પાછા જતા રહ્યા. પક્ષના નિર્ણયની જાહેરાત દરમિયાન જ અડવાણીએ રાજનાથને પત્ર પાઠવ્યો હતો. આ પત્રમાં રાજનાથના કામકાજની શૈલી અંગે નિરાશા વ્યક્ત કરી હતી. સ્વાગત કાર્યક્રમ પછી અડવાણી પાસે આર્શીવાદ લેવા માટે મોદી તેમના ઘરે પણ ગયા હતા. આશરે અડધા કલાક સુધી ત્યાં રોકાયા પછી મોદી ટોચના નેતા અટલ બિહારી વાજપેયીના ઘરે જવા માટે રવાના થયા હતા. Read more at visit@ http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment