Monday, September 16, 2013

આસારામે જજ સમક્ષ કહ્યું: મને ઊંઘ નથી આવતી, નીતાને મોકલો

આસારામનો 'વૈકુંઠવાસ’ લંબાશે. જોધપુર સેશન્સ કોર્ટે તેમની કસ્ટડી ૧૪ દિવસ સુધી લંબાવી દીધી છે. એટલે કે ૩૦મી સપ્ટેમ્બર સુધી જેલમાં રહેશે. અગાઉ સોમવારે અદાલતમાં તેમને હાજર કરાયા ત્યારે તેમણે પોતે જ પોતાની રજૂઆત કરી હતી. આસારામે હાથ જોડીને જજને કહ્યું હતું કે 'મને નિંદર નથી આવતી, ત્રિનાડી શૂલ બીમારીનો દર્દી છું. સારવાર માટે વૈદ્ય નીતાને જેલમાં મોકલવાની મંજૂરી આપો. જવાબમાં જજ મનોજ વ્યાસે પૂછયું કે તમારા વકીલ કયાં છે?

આસારામ આમથી તેમ દેખવા લાગ્યા ત્યારે પીડિતાના વકીલે જણાવ્યું હતું કે આરોપીને અદાલતમાં રજૂ કરવાનો સમય નિ‌શ્ચિ‌ત નહિ‌ હોવાથી તેમના વકીલ આવી શકયા નથી. જજ આસારામને કહ્યું કે તેમ હાલમાં જેલ જાવ. બીમારી અંગે વકીલો સાથે વાત કરીશું.For more visit@ - http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment