Thursday, September 12, 2013

અડવાણીની ઐસી તૈસી, આજે મોદીના નામની જાહેરાત!: ઉજવણીની તૈયારી શરૂ

નરેન્દ્ર મોદીને ભાજપ તરફથી વડાપ્રધાનપદના ઉમેદવાર બનાવવાની જાહેરાત શુક્રવારે સાંજે ત્રણથી ચાર વાગ્યા દરમિયાન થઇ શકે છે. ભાજપના સંસદીય પક્ષના બધા સભ્યોને શુક્રવારે દિલ્હીમાં જ રહેવાનું જણાવવામાં આવ્યું છે. જોકે, વિવાદથી બચી શકાય તેના માટે જાહેરાત વખતે નરેન્દ્ર મોદી હશે નહીં. આ સાથે જ પક્ષના પ્રદેશના બધા હોદ્દેદારોને કાર્યાલયમાં ઉપસ્થિત રહેવાનું જણાવવામાં આવ્યું છે. ઉજવણીની તૈયારીઓ પણ શરૂ થઇ ગઇ છે.

આ પહેલા ગુરુવારે પણ પક્ષના અધ્યક્ષ રાજનાથસિંહ લાલકૃષ્ણ અડવાણી અને તેમની છાવણીના લોકોને મનાવવામાં વ્યસ્ત રહ્યા હતા. રાજનાથસિંહે પ્રથમ સુષમા સ્વરાજ અને પછી મુરલી મનોહર જોશી સાથે વાત કરી છે. સાથે જ સંઘના નિકટના એસ ગુરુમૂર્તિને અડવાણીને મળવા માટે મોકલ્યા હતા. પછી સંઘ પ્રમુખને ફોન કરીને ત્રણે નેતાઓ સાથે થયેલી મંત્રણાની માહિતી આપી હતી પરંતુ સંઘનું મંતવ્ય સ્પષ્ટ છે. અડવાણી માને કે ના માને મોદીના નામની જાહેરાત થવાની જ છે. ઠીક એવી રીતે જ જેમ ગોવામાં રાષ્ટ્રીય કારોબારીની બેઠક દરમિયાન મોદીને ચૂંટણીપ્રચાર સમિતિના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા. Read more at visit@- http://www.divyabhaskar.co.in/

No comments:

Post a Comment