Friday, September 6, 2013

અમદાવાદમાં કોંગ્રેસની દાદાગીરી સામે પોલીસની દબંગગીરી

અમદાવાદમાં કોંગી કાર્યકરોએ બાળ્યું મોદીનું પૂતળું.
- આશ્રમ રોડ પર તોડફોડ, પૂર્વમાં સજ્જડ બંધ.
- અમદાવાદની સ્કૂલ-કોલેજો બંધ કરાવાઈ, કાર્યકરોની પોલીસે કરી અટકાયત.

- શહેરનું હાર્દ સમું લાલ દરવાજા સજ્જડ બંધ, 10 એએમટીએસના કાચ ફૂટ્યા.
- અમદાવાદમાં 20 જેટલી એએમટીએસ બસોની હવા કાઢી નાંખી.



કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા ગુજરાત બંધના એલાનને પગલે આજ સવારથી જ કોંગ્રેસના કાર્યકરો મેદાનમાં ઉતરી ગયા હતા અને બંધ પળાવવાનો પ્રયત્ન કરવા લાગ્યા હતા. કેટલીક જગ્યાએ કોંગી કાર્યકરો દ્વારા તોડફોડ કરવાનો તો ક્યાંક ટ્રેન રોકવાનો પ્રયત્ન કરાયો હતો. અમદાવાદની વાત કરીએ તો કોંગી કાર્યકરોએ સવારથી જ બળજબરીપૂર્વક બંધ પળાવવાનો પ્રયત્ન કર્યો હતો, જેની સામે પોલીસ પણ આક્રમક બની હતી અને કાર્યકરોના બોચા પકડીને પોલીસ વાનમાં બેસાડી દીધા હતા. જ્યારે એનએસયુઆઇના કાર્યકરોએ સવારથી જ શહેરની સ્કૂલ-કોલેજો બંધ કરાવી હતી. આ દરમિયાન એક જી.બી. શાહ કોલેજના પ્રિન્સિપાલને કેબિનમાં પૂરી દીધા હતા. તેમજ કેટલીક સ્કૂલોમાં સંઘર્ષ થયો હોવાના પણ સમાચાર સાંપડ્યા છે. જ્યારે અમદાવાદનું હાર્દ સમુ લાલ દરવાજા અને રિલિફ રોડ સજ્જડ બંધ રહ્યા હતા. તો વેજલપુરમાં કોંગ્રેસના કાર્યકરો દ્વારા ટ્રેન રોકવાનો પ્રયાસ કરાયો હોવાનું પણ જાણવા મળ્યું છે. Read more at visit @ http://www.divyabhaskar.co.in

No comments:

Post a Comment