Monday, September 9, 2013

મોદીએ આપી ગણેશ ચતુર્થીની ભેટઃ રાજ્યમાં તાલુકા થયાં ૨૪૮

રાજ્યમાં ૧પમી ઓગસ્ટના રોજ નવા સાત જિલ્લાઓની વિધિવત્ રચના કર્યા બાદ રાજ્ય સરકારે નવા ૨૩ તાલુકાનો સોમવારે વિધિવત પ્રારંભ કરવાની જાહેરાત કરી છે. હવે રાજ્યમાં કુલ ૩૩ જિલ્લા અને ૨૪૮ તાલુકા કાર્યરત થયા છે. મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ નવા ૨૩ તાલુકાને નાગરિકો માટે ગણેશ ચતુર્થીની ભેટ ગણાવ્યા છે.


ભાજપે વિધાનસભાની ચૂંટણી ટાણે ગુજરાતમાં નવા સાત જિલ્લા અને ૨૩ તાલુકાની રચનાની જાહેરાત કરી હતી ગત ૨૬મી જાન્યુઆરીના રોજ જિલ્લા તાલુકા વિભાજન અમલી બનાવવાનું હતું પરંતુ તેમાં અનેક મુશ્કેલીઓ જણાતાં વિભાજનમાં વિલંબ થયો હતો. બીજીતરફ ગત ૧પમી ઓગસ્ટના રોજ સરકારે સાત નવા જિલ્લાનો પ્રારંભ કરી દીધો હતો પણ તાલુકાઓના વિભાજનમાં સ્થાનિક વિરોધના પગલે તાલુકાઓની રચના કરી શકાઇ ન હતી. Read more at visit@ http://www.divyabhaskar.co.in/article-ht/MGUJ-GAN-new-declaration-of248-tehsils-of-gujarat-4370179-PHO.html

No comments:

Post a Comment