Friday, April 4, 2014

અ'વાદ: 80 વિઘા જમીનના માલિકનો દીકરો ગેંગ સાથે ઝબ્બે, લૂંટ ટળી

અમદાવાદ પોલીસે આજે મધ્યપ્રદેશની ખૂંખાર ગેંગના પાંચ સભ્યોને બે લોડેડ પિસ્તોલ અને એક લોડેડ તમંચા તથા 25 કારતુસ સાથે ઝડપીને એક ખૂંખાર કારસ્તાન પાર પડતુ અટકાવ્યુ છે. જો પોલીસે સમયસૂચકતા ન બતાવી હોત તો અમદાવાદમાં બંદૂકની અણીએ જ્યોતિ ગોલ્ડ પેલેસ જ્વેલર્સમાં સનસનીખેજ લૂંટની ઘટના બની હોત. લૂંટારૂઓ જે આડેધડ ફાયરિંગ કરીને જે આડુ ઉતરે તેને ઠાર મારવાના પ્લાનિંગ સાથે આવ્યા હોવાથી પોલીસે બુલેટપ્રુફ જેકેટ પહેરીને લૂંટારૂઓને ઝડપી પાડ્યા હતા. આ લૂંટના કાવતરા પાછળ પંકજ ભોલુ અને ભુપેશ ઉર્ફે ભુપેન્દ્ર યાદવનું ભેજુ હતું. જેમાં પંકજ મધ્યપ્રદેશના ગીલાપુરા ગામના પુજારી અને 80 વિઘા જમીનના માલિકનો દીકરો હોવાનું સામે આવ્યુ છે.
આ ઘટનાની પોલીસ સુત્રોમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર પોલીસને બાતમી મળી હતી કે, જીજે.1. એવાય 4074 નંબરની સીએનજી રીક્ષામાં પંકજ ભોલુ ઉર્ફે રામનરેશ શર્મા તથા ભુપેશ ઉર્ફે ભુપેન્દ્ર યાદવ તેમના ત્રણ સાગરીતો સાથે કૃષ્ણનગર એસ.ટી. વર્કશોપના ખુલ્લા મેદાનમાં આઠેક વાગ્યે ભેગા થયા બાદ કૃષ્ણનગરમાં જ મહાકાળી માતાના મંદિર સામે આવેલા જ્યોતિ ગોલ્ડ જ્વેલર્સમાં સશસ્ત્ર હુમલો કરીને લૂંટ ચલાવવાના છે. આ પૈકીના પંકજ ભોલુ અને ભુપેશ પર તો મધ્યપ્રદેશમાં પોલીસે રોકડ ઈનામ પણ જાહેર કરેલુ છે.

No comments:

Post a Comment