Friday, April 4, 2014

બાબરી ધ્વંસ પૂર્વઆયોજિત : અ'વાદના સરખેજમાં બજરંગ દળના કાર્યકરોને અપાઇ હતી તાલીમ

લોકસભાની ચૂંટણીમાં મોદીની લહેર પર સવાર બીજેપીની મુશ્કેલીઓ ફરી વધી શકે છે. આ મુશ્કેલી ઉભી થઇ શકે છે અયોધ્યામાં વિવાદીત માળખું પાડી નાંખવાનાં મુદ્દે. મોદી જ્યાં બીજેપીનાં મેનિફેસ્ટોમાંથી રામ મંદિરનાં મુદ્દાને હટાવવાની કવાયત કરી રહ્યા છે ત્યારે એક સ્ટીંગ ઓપરેશનમાં ખુલાસો થયો છે કે અયોધ્યામાં વિવાદિત માળખાને યોજનાબદ્ધ રીતે પાડી નાંખવામાં આવ્યું હતું. પહેલા એવું કહેવામાં આવતું હતું કે આ ઘટના સ્વયંસ્ફૂર્ત હતી અને તેના માટે કોઇ યોજના બનાવવામાં નહોતી આવી. પરંતુ કોબરાપોસ્ટના સ્ટિંગમાં કંઈક અલગ જ ખુલાસો થયો છે. આ માટે વીએચપીએ પોતાનાં કાર્યકર્તાઓને અમદાવાદનાં સરખેજમાં તાલીમ આપી હતી,તેમ પણ સામે આવ્યું છે.

આ સ્ટિંગ કોબરાપોસ્ટ દ્વારા કરવામાં આવ્યું છે અને દૈનિક ભાસ્કરે સ્વતંત્ર રીતે આ બાબતને સમર્થન નથી આપ્યું. સ્ટીંગમાં એક નેતાના હવાલાથી એવું પણ કહેવાયું છે કે માળખું પાડી દેવાયા બાદ ડાયનામાઇટ પણ લઇ જવાયું હતું. કોબરાપોસ્ટનાં જણાવ્યા પ્રમાણે બીજેપીનાં વરિષ્ઠ નેતા એલ કે અડવાણી, યુપીનાં તત્કાલિન મુખ્યપ્રધાન કલ્યાણ સિંહ અને તત્કાલિન વડાપ્રધાન પી વી નરસિંમ્હા રાવને વિવાદિત માળખું પાડી દેવાની યોજના અંગે જાણ હતી. 
સ્ટિંગ ઓપરેશન અનુસાર, ખાસ વાત એ છે કે રામ મંદિર ચળવળ દરમિયાન ઉત્તર પ્રદેશમાં કાર સેવકો પર જે ગોળીબાર કરવામાં આવ્યો હતો, તે પણ સુનિયોજિત યોજનાનો જ એક ભાગ હતો. તેની પાછળ કથિત રીતે એવી રણનીતિ હતી કે જો અમુક હિંદુઓનાં મોત થાય તો તેનાથી રામ મંદિર મુદ્દાને વધારે હવા મળશે. કોબરા પોસ્ટે આ સ્ટિંગ માટે રામ મંદિર સાથે જોડાયેલા 23 મહત્વપૂર્ણ વ્યક્તિઓ સાથે વાત કરી હતી અને ચુપચાપ રીતે તેને રકોર્ડ કરી. આ લોકોમાં સાક્ષી મહારાજ, આચાર્ય ધર્મેન્દ્ર, ઉમા ભારતી, મહંત વેદાંતી અને વિનય કટિયાર જેવા નામ સામેલ છે.

સ્ટીંગ ઓપરેશનમાં પ્રમાણે આ યોજના કેવી રીતે ઘડાઇ હતી, વીએચપી, શિવ સેના કેવી રીતે સામેલ હતા- વાંચો આગળ
બાબરી મસ્જિદની તામિલથી શહીદી સુધીની તવારીખ Read More

No comments:

Post a Comment