Saturday, April 5, 2014

'કિસી મા કે લાલ મેં હિંમત નહીં કે વો ગુજરાત મેં દંગે કરાયે...વહાં નરેન્દ્ર મોદી કી સરકાર હે'

યુપી ભાજપના પ્રભારી અમિત શાહે યુપીના બિજનૌરમાં એક વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે. જેમાં તેમણે જાટોને 'બદલો' લેવા આહ્વાન કર્યું છે. અમિત શાહે કહ્યું છે કે, કેન્દ્રમાં મોદીની સરકાર આવે એટલે યુપીમાં અખિલેશ સરકારની 'છુટ્ટી' નિશ્ચિત છે. સમાજવાદી પાર્ટીએ અમિત શાહના નિવેદનને વખોડી કાઢ્યું છે. બીજી બાજુ, ચૂંટણી પંચ પણ અમિત શાહના આ નિવેદનનો ખુલાસો માંગી શકે છે. 
 
 
સમાજવાદી પાર્ટીની સરકાર એમને વળતર આપે છે અને સંરક્ષણ આપે છે. જો તમે ભાજપને મત આપશો, તો દિલ્હીમાં ભાજપની સરકાર બનશે અને અહીં અખિલેશની સરકારની 'છુટ્ટી' નક્કી છે. એક મતમાં તમારા બે કામ થશે.  
 
શું કહ્યું અમિત શાહે?
 
ઈન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલા અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, અમિત શાહે મુજફ્ફરનગરના રાઝ્ઝરમાં જાટોની એક સભાને સંબોધી હતી. જેમાં તેમણે જાટોને 'બદલો' લેવા આહ્વાન કર્યું હતું. અમિત શાહે કહ્યું હતું કે, માણસ જમ્યા અને ઉંઘ્યા વગર રહી શકે. તરસ્યો અને ભૂખ્યો પણ રહી શકે છે. પરંતુ જ્યારે તેનું અપમાન કરવામાં આવે, ત્યારે તે જીવી નથી શકતો. અપમાનનો બદલો લેવો પડશે. યુપીની સપા સરકાર પર લઘુમતિઓના તુષ્ટિકરણનો આરોપ પણ શાહે મુક્યો હતો. 
 
શાહે ઉમેર્યું હતું કે, કોઈ માઈના લાલની હિંમત નથી કે ગુજરાતમાં હુલ્લડ કરાવી શકે. કારણ કે, ત્યાં નરેન્દ્ર મોદી છે. આ સમયે ભાજપના ધારાસભ્ય સુરેશ રાણા પણ હાજર હતા. તેમની ઉપર મુજફ્ફરનગરમાં હુલ્લડો ફેલાવવાનો આરોપ છે.  એએનઆઈના જણાવ્યા પ્રમાણે અમિત શાહે એવું પણ કહ્યુ હતુ કે, મોદીને પ્રધાનમંત્રી બનાવશો તો આગલા જ દિવસે મુલ્લા મુલાયમની સરકાર પડી જશે.
 
ભાજપની પ્રતિક્રિયા 
 
ભાજપના પ્રવક્તા નિર્મલા સિતારમણના કહેવા પ્રમાણે, અમિત શાહ પર આરોપ મુકતા પહેલા અને તેની સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરતા પહેલા કોંગ્રેસે તેની પાર્ટીના અધ્યક્ષા સોનિયા ગાધી સામે ચૂંટણી પંચમાં ફરિયાદ કરવી જોઈએ. તેઓ શાહી ઈમામને મળ્યા હતા અને કોંગ્રેસની તરફેણમાં મુસલમાનો મત નાખે તેવી અપીલ કરી હતી. 
 
અમિત શાહની કાર્યપદ્ધતિ અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

No comments:

Post a Comment