Friday, April 4, 2014

ચૂંટણી પહેલા મહત્વપૂર્ણ સર્વે: ભાજપને લીડ, કોંગ્રેસ ધ્વસ્ત

લોકસભાની ચૂંટણીમાં ભાજપને સારી એવી લીડ મળી શકે છે. એનડીટીવી તથા હંસા રિસર્ચ ગ્રુપ દ્વારા ગુરૂવારે પ્રથમ તબક્કાના સર્વે બહાર પાડવામાં આવ્યા હતા. 11 રાજ્યોની કુલ 283 બેઠકોમાંથી ભાજપ અને તેના ગઠબંધનને 160 બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને તેના ગઠબંધનને 54 તથા અન્ય દળોને 69 જેટલી બેઠકો મળી શકે છે. ગુરૂવારે મહારાષ્ટ્ર, બિહાર, ઝારખંડ, કર્ણાટક, રાજસ્થાન, તામિલનાડુ, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, સીમાંધ્ર તથા તેલંગાણાના સર્વે બહાર પાડવામાં આવ્યા હતા. 
શા માટે સર્વે છે મહત્વપૂર્ણ?

- સોમવારથી ચૂંટણીઓ ચાલુ થઈ જશે. શનિવારે સાંજથી ઓપિનિયન પોલ્સ બહાર નહીં પાડી શકાય. 
- લગભગ પંદર દિવસ પછી 'બ્રેક' પડશે ત્યારે મીડિયા હાઉસીસ અને ટેલિવિઝન ચેનલ્સ ઓપિનિયન પોલ્સ દેખાડી શકશે. 
- લગભગ તમામ રાજકીય પક્ષોએ ઉમેદવારો જાહેર કરી દીધા છે 
- લગભગ તમામ રાજકીય ગઠબંધનો નક્કી થઈ ગયા છે અને યુદ્ધ રેખાઓ ખેંચાઈ ગઈ છે. 
શું છે મહારાષ્ટ્ર-બિહાર ની સ્થિતિ વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

No comments:

Post a Comment