Wednesday, April 2, 2014

કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી બુધવારે ઉમેદવારીપત્રક ભરવા માટે રાયબરેલી પહોંચ્યા હતા. જે કારમાં સોનિયા ગાંધી બેઠા હતા,તેને કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ચલાવ્યા હતા. રાહુલ તેમના માતાને ખુદ ડ્રાઈવ કરીને કચેરી સુધી લઈ ગયા હતા. રસ્તામાં લોકોએ તેમનું અતિભવ્ય સ્વાગત કર્યું હતું. 
સામાન્ય રીતે રાયબરેલીના એરપોર્ટથી કચેરી સુધી પહોંચવામાં અડધી કલાક જેટલો સમય લાગે, પરંતુ સોનિયા ગાંધીને પહોંચતા દોઢ કલાકથી વધુનો સમય લાગ્યો હતો. એસપીજી જવાનોએ સતત તેમની સુરક્ષા વ્યવસ્થા સંભાળી હતી અને ઉત્સાહિત કોંગ્રેસી કાર્યકરોને કાબુમાં લેવા માટે તેમણે ભારે જહેમત ઉઠાવી હતી. રસ્તાની બંને બાજુએ લોકો ઊભા હતા. સોનિયા ગાંધીએ કારની બહાર આવીને લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. લોકોએ સોનિયા ગાંધી પર પુષ્પવર્ષા કરી હતી. 
રાહુલ ગાંધીએ ખુદ કાર ડ્રાઈવ કરી હતી.
એ સમયે પ્રિયંકા ગાંધી પણ હાજર રહેવાના હતા. જો કે, દિલ્હી ખાતે કોંગ્રેસના ઈલેક્શન વોરરૂમમાં તૈયારીઓ કરવાની હોવાથી તેઓ આવ્યા ન હતા. 
વિજયનો વિશ્વાસ 
ઉમેદવારી પત્રક ભર્યા બાદ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીએ પત્રકારો સાથે વાતચીત કરી હતી. સોનિયા ગાંધીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, ભૂતકાળમાં જે રીતે સાથ આપ્યો છે, એવી જ રીતે આ વખતે પણ સહયોગ કરશે અહીંથી ભાજપે અજય અગ્રવાલને મેદાનમાં ઉતાર્યા છે. સપાએ ઉમેદવાર જાહેર નહીં કરવાની વાત કરી છે. જ્યારે બસપાએ પ્રવેશસિંહને ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ હજુસુધી કોઈ ઉમેદવારના નામની જાહેરાત નથી કરી. 

No comments:

Post a Comment