Wednesday, April 2, 2014

વિવાદિત નિવેદનોનું કેન્દ્ર છે મોદી : સંઘનો ગુંડો, મુસલમાનોને ગલુડિયાં સમજે

સંઘનો ગુંડો મોદી રાજનાથસિંહને ગુલામ બનાવીને રાખે છે : બેનીપ્રસાદ વર્મા
જેમ-જેમ ચૂંટણીની તારીખો નજીક આવી રહી છે, તેમ-તેમ રાજનેતાઓ પણ ભાષાના સ્તરે દિવસે-દિવસે નીચે ઉતરી રહ્યાં છે. જેમાં સભ્યતા અને સંસ્કારની તમામ સીમાઓ પાર કરવામાં આવી રહી છે. ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદી પર ચારે તરફથી હુમલાઓ થઈ રહ્યા છે. કોંગ્રેસના નેતા દિગ્વિજય સિંહે મોદી પર ખોટો જસ લેવાનો આરોપ લગાવતા કહ્યું કે તેમનું ચાલે તે વર્લ્ડકપમાં ભારતની જીત માટેનો જસ પણ મોદી લઈ લે.

જોકે, મોદી પર સૌથી મોટો હુમલો વિવાદાસ્પદ નિવેદનો કરવા માટે જાણીતા સમાજવાદી પાર્ટીના નેતા તેમજ ઉત્તર પ્રદેશના મંત્રી આઝમ ખાને કર્યો. આઝમ ખાને નરેન્દ્ર મોદીને કુતરાનું બચ્ચું કહી નાખ્યા. એક ચૂંટણી રેલીને સંબોધતા આઝમ ખાને મોદી અંગે કહ્યું કે કુતરાના બચ્ચાના મોટા ભાઈ નરેન્દ્ર મોદીજી, અમને તમારા અફસોરની જરૂર નથી. તો બીજી તરફ કોંગ્રેસી નેતા બેની પ્રસાદ વર્માએ પણ મોદી અંગે વિવાદાસ્પદ નિવેદન કર્યું છે. બેની પ્રસાદે કહ્યુ છે કે મોદી સંઘના મોટા ગુંડા છે.

કઈ જગ્યાના બાલ છે શિવરાજસિંહ?
કોંગ્રેસના મહાસચિવ મોહન પ્રકાશે ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદી માટે કહ્યું હતું કે, મોદીએ જિંદગીમાં સંસદનો દરવાજો જોયો નથી અને વડાપ્રધાન બનવાના સપના ઉજવે છે. તેઓ આટલેથી અટક્યા ન હતા અને કહ્યું હતું કે, મધ્યપ્રદેશના મુખ્યપ્રધાન શિવરાજસિંહ ચૌહાણ કહે કે તેઓ કઈ જગ્યાના બાલ છે? શિવરાજસિંહે ટિપ્પણી કરી હતી કે, નરેન્દ્ર મોદી મૂંછના વાળ છે, જ્યારે રાહુલ ગાંધી પૂંછના બાલ છે. તેના સંદર્ભમાં મોહન પ્રકાશે આ ટિપ્પણી કરી હતી.
સંઘનો ગુંડો છે મોદી: બેનીપ્રસાદ વર્મા
કેન્દ્રીય સ્ટિલ મિનિસ્ટર તથ ગોંડાની બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર બેનીપ્રસાદ વર્માએ વધુ એક વખત નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું છે. વર્માએ કહ્યું હતું કે,  મહાત્મા ગાંધીની હત્યા સંઘ અને ભાજપના કારણે થઈ હતી. મોદી સંઘનો ગુંડો છે અને રાજનાથસિંહ એનો ગુલામ છે. ભાજપ તેના વરિષ્ઠ નેતાઓનું અપમાન કરી રહી છે. તે સંઘ અને મોદીના હાથે વેંચાઈ ગઈ છે.
આઝમ ખાને તા. 31મી માર્ચે યુપીના ફૈઝાબાદમાં નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું હતું અને આરોપ મુક્યો હતો કે, મોદી મુસલમાનોને ગલુડિયાં સમજે છે. જેને ગાડીના પૈડાની નીચે કચડી શકાય. પહેલા સાબિર અલીને ભાજપમાં સામેલ કરવામાં આવ્યા અને પછી બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો હતો. તેની ઉપર ટિપ્પણી કરતા આઝમ ખાને કહ્યું હતું કે, સાબિર અલી તેમનું ઈમાન વેંચીને ભાજપમાં ગયા હતા. પરંતુ ભાજપે તેમને ફુટબોલ બનાવીને એવી કિક મારી કે તેઓ (સાબિર) ગલુડિયા બની ગયા.
આગળ વાંચોઃ ચૂંટણી પ્રચાર દરમિયાન નેતાઓ દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ ભાષણો
નોંધ – ભાષામાં ગેરશિસ્ત લાવવાનો અમારો કોઈ આશય નથી. નેતાઓ જે બોલે છે, તે તમારા સુધી યથાભૂત સ્વરૂપે પહોંચાડીએ છીએ. કોઈની લાગણી કે ભાવનાને દુભાવવાનો આશય નહીં. 

No comments:

Post a Comment