Monday, December 2, 2013

આણંદ: મોડીરાત્રે આઈશર-છોટા હાથી વચ્ચે અકસ્માત, 6નાં મોત

રવિવારે મોડીરાત્રે તારાપુર ચોકડી પાસે આવેલી ફાઉન્ટેન હોટલની સામે આઈશર ટ્રક અને છોટા હાથી વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં છના મોત નીપજ્યાં છે જ્યારે 18થી વધુ લોકો ઘાયલ થયા છે અને ઈજાગ્રસ્તોને આંણદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. જેમાં ચાર પુરુષ અને ત્રણ મહિલાના મોત નિપજ્યાં છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી વધુ તપાસ હાથધરી છે.

છોટા હાથીનો નંબર GJ-1-CZ-7097ની ગાડીમાં 25થી 30 લોકો સવાર હતાં જે તારાપુર ચોકડીથી વસામણા જઈ રહ્યાં હતાં. આ અકસ્માત કેવી રીતે થયો તેની પોલીસ વધુ તપાસ હાથધરી છે. છોટા હાથીમાં સવાર હતા તે તમામ લોકો મધ્યપ્રદેશના રહેવાસી હતી અને આ લોકો મજુરી માટે ગુજરાતમાં આવ્યાં હતાં. અકસ્માતમાં એક બાળકીનો ચમત્કારીક બચાવ થયો છે.

No comments:

Post a Comment