Monday, December 2, 2013

આંખોથી વરસે દરિયો : ‘મારી દીકરી અને જમાઇનું સપનું હતું કે આરૂષિનો પતિ જ અમારો દીકરો બનશે’

ઘર સાવ સુનું થઇ ગયું છે. દીકરી અને જમાઇ જેલમાં છે. તેમના હાથોમાં રમેલી, મોટી થયેલી ચુલબુલી આરૂષિ પણ ઘરમાં નથી. ઘરની દિવાલ પર ટિંગાયેલી તેની તસવીરો સતત તેની યાદ અપાવે છે અને આંખોમાં આંસુ આવી જાય છે. આ નિરાશ અને ગમગીન વાતાવરણમાં નુપૂરની માતા અને આરૂષિની નાની રડતી જ જાય છે. વાત ઓછી અને આંસુ વધારે છે.
પહેલાં તો એ વાત કરવા જ ના પાડી દે છે. તેને કોઇ પણ સાથે વાત કરતાં જાણે ડર લાગે છે. તેમને એમ લાગે છે કે અમે પણ તેમની વાતને જુદી જ રીતે રજૂ કરીશું. ઘણીવાર સમજાવ્યા બાદ તે વાત કરવા તૈયાર થઇ.

No comments:

Post a Comment