Friday, October 25, 2013

ઉતરી ગયો ધોનીની ડાર્લિંગનો ચહેરો, જ્યારે તે બન્યો હતો વિલન

ઝડપી બોલર મોહમ્મદ શમી અને વિનય કુમારની શાનદાર બોલિંગથી ભારતીય ટીમે શ્રેણીમાં પ્રથમ વખત સારૂ પ્રદર્શન કર્યું. તેમ છતાં સુકાની જ્યોર્જ બેઈલી (98) અને ગ્લેન મેક્સવેલ (92)ની આક્રમક બેટિંગની મદદથી ઓસ્ટ્રેલિયન ટીમ પડકારજનક સ્કોર નોંધાવવામાં સફળ રહી હતી. ઓસ્ટ્રેલિયાએ ચોથી વનડેમાં 50 ઓવરમાં 8 વિકેટે 295 રન બનાવ્યા હતા. શમીએ 3 અને વિયને 2 વિકેટ લીધી હતી. (જુઓ:- Photos: ધોનીના ઘર પર પથ્થરમારો, પરિવારજનો ચિંતામાં)
 
જોકે, વરસાદના કારણે મેચ ધોવાઈ ગઈ હતી. ભારતીય ઈનિંગ્સની પાંચમી ઓવરના પ્રથમ બોલ બાદ વરસાદનું વિઘ્ન આવ્યું હતું જેના કારણે મેચ પડતી મૂકવામાં આવી હતી. મેચ પડતી મૂકાઈ ત્યારે ભારતે 4.1 ઓવરમાં વિના વિકેટે 27 રન બનાવ્યા હતા. શિખર ધવન 14 અને રોહિત શર્મા 9 રને રમતમાં હતા.
 
મેચમાં વરસાદનું વિઘ્ન નડતા ક્રિકેટપ્રેમીઓ નિરાશ થયા હતા. આમાં ભારતીય સુકાની મહેન્દ્ર સિંહ ધોનીની પત્ની સાક્ષીનો પણ સમાવેશ થતો હતો. સુકાની ધોનીનો પરિવાર પણ મેચ જોવા માટે રાંચીના સ્ટેડિયમમાં હાજર રહ્યા હતા.
 
આગળ ક્લિક કરો અને તસવીરોમાં જુઓ, મેચ માટે પ્રેક્ષકોનો ઉત્સાહ અને કેવી રીતે વરસાદે ફેરવ્યું પાણી.....

No comments:

Post a Comment