Friday, October 25, 2013

સોના માટે નહીં હથિયાર માટે થઈ રહ્યું છે ખોદકામ!

ઉત્તર પ્રદેશના ઉન્નાવ જિલ્લાના ડેડિયા ખેડા ગામમાં જમીન નીચે 1000 ટન સોનાનો ખજાનો દટાયેલો પડ્યો હોવાનું સપનું જોનારા સાધુ શોભન સરકાર કાયદાકીય વિવાદોમાં ફસાઈ શકે છે. જનતા દળ(યૂ)ના મહાસચિવ જાવેદ રજાએ શોભન સરકાર સામે ફરિયાદ દાખલ કરી છે. દિલ્હીના તુગલક રોડ પોલીસ મથકે સંત શોભન સરકાર અને તેમના શિષ્ય ઓમજી અને કેન્દ્રીય મંત્રી ચરણદાસ મહંત સામે અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવા અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

સોનાની શોધ માટે થઈ રહેલા ખોદકામ અંગે અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે ત્યારે કેન્દ્રીય સાંસ્કૃતિક વિકાસ પ્રધાન ચંદ્રેશકુમારી કટોચે જણાવ્યુ કે 'એએસઆઈ દ્વારા સોનું શોધવા માટે નહીં, પરંતુ 1857માં ભારતીયો દ્વારા ઉપયોગમાં લેવાયેલા હથિયારોની તપાસ કરવા માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે.

જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ શરદ યાદવે થોડા દિવસ પહેલા કહ્યું હતું કે, શું કોઈને સપવામાં આવેલી વાત સાચી હોઈ શકે? આવી વાત સાચી માનીને અંધવિશ્વાસને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે. હું વડાપ્રધાનને આ વિશે પૂછવા માગુ છું. અમારો પક્ષ ચરણ દાસ મહંત સામે ફરિયાદ દાખલ કરાવશે.

તો વારાણસીના વકીલ કમલેશ ત્રિપાઠીએ કોર્ટમાં એક અરજી દાખલ કરી છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે શોભન સરકાર અને તેમના શિષ્ય ઓમ બાબા અંધવિશ્વાસને પ્રોત્સાહન આપે છે. વકીલની અરજી પર ગુરુવારે સુનાવણી થશે.

આગળ વાંચોઃ શોભન સરકારના શિષ્ય ઓમ બાબાએ કહ્યું હું બાબા રામદેવ કે આસારામ નથી, ખજાનાની વાત સાચી પડશે

No comments:

Post a Comment