Saturday, October 5, 2013

ગુજરાતમાં પટેલ 'પાવર': 'નીતિન પટેલને મોદીના નંબર ટુ જાહેર કર્યાં'



નરેન્દ્ર મોદી પછી ગુજરાતમાં નંબર-ટુ કોણ છે? એ સવાલનો જવાબ રાહુલ ગાંધી પણ શોધે છે. જોકે એ શોધવા માટે બહુ દૂર જવાની જરૂર નથી. તાજેતરમાં અમદાવાદમાં યોજાયેલા પટેલ સમાજના એક સામાજિક કાર્યક્રમમાં એનો જવાબ મળી જાય છે. 
 
આ કાર્યક્રમમાં ભાજપના વરિષ્ઠ નેતા પુરુષોત્તમ રૂપાલાએ ડંકાની ચોટ પર નાણામંત્રી નીતિન પટેલને મોદીના નંબર ટુ જાહેર કરી દીધા. એટલું જ નહીં, ઇશારા- ઇશારામાં એ પણ જણાવી દીધું કે નીતિનભાઈ નંબર વન પણ બની શકે છે. પુરુષોત્તમ રૂપાલા સાથે આ અંગે જ્યારે વાત કરી ત્યારે તેમણે કહ્યું કે કેબિનેટમાં ઓફિશિયલી નરેન્દ્રભાઈ મોદી પછી નીતિનભાઈ પટેલનું જ નામ છે. For more visit@- http://www.divyabhaskar.co.in/gujarat/

No comments:

Post a Comment