Tuesday, October 29, 2013

Patna Blast Revenge Of Muzafarnagar Blast Bihar Police In Dock

સાત સભ્યોની એનઆઈએની એક ટીમ પહોંચી પટણા
આતંકવાદી કૃત્ય હોવાનું આવ્યું બહાર

પટણામાં ભાજપના વડાપ્રધાનપદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં વિસ્ફોટો પૂર્વે થયેલા વિસ્ફોટોની તપાસ ચાલુ છે. એનઆઈએના સાત સભ્યોની એક ટીમ પટણા પહોંચી છે. આ તપાસમાં આતંકવાદી કૃત્ય હોવાનું સામે આવી રહ્યું છે.
ડીજીપી અભયાનંદના કહેવા પ્રમાણે, તમામ વિસ્ફોટો માટે આઈઈડીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેમાંથી એક રાંચીના ધુર્વામાં રહેતો ઈમ્તિયાઝ છે. પોલીસને કાવતરા પાછળ આતંકવાદી ષડયંત્રના પૂરાવા મળ્યા છે. સંદિગ્ધોએ બાતમી આપી છે કે, આઈએમએ કરાંચીમાં નરેન્દ્ર મોદીની હત્યાનું કાવતરું રચ્યું હતું.
પટણા સિરિયલ બ્લાસ્ટ્સના તાર રાંચી સાથે પણ જોડાયેલા છે. પટણામાં વિસ્ફોટોમાં ઘટનાસ્થળેથી ઝડપાયેલા ઈમ્તિયાઝે પોલીસ સમક્ષ અનેક મહત્વપૂર્ણ ઘટ્ટસ્ફોટો કર્યા છે. ઈમ્તિયાઝ રાંચીના ધુર્વા સ્થિત સીઠિયો હેથાકોચાનો રહેવાસી છે. તેની ધરપકડ બાદ રાંચી પોલીસે ઈમ્તિયાઝના ઘરે રેડ કરી હતી. ઈમ્તિયાઝની નિકટતા ઈન્ડિયન મુજાહિદ્દીનના આતંકવાદી મંઝર ઈમામ તથા દાનિશની સાથે છે. તેમની વિરૂદ્ધ અનેક શહેરોમાં બોમ્બ વિસ્ફોટો કરવાનો આરોપ છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, ઈમ્તિયાઝે કબુલ કર્યું છે કે, મુઝફ્ફરનગરમાં થયેલી હિંસાનો બદલો લેવા માટે પટણામાં વિસ્ફોટો કરવામાં આવ્યા છે. આ અંગે તપાસનીશ અધિકારીઓએ ઔપચારિક રીતે કોઈ પુષ્ટિ કરી નથી.
અમદાવાદના વિસ્પોટોમાં રાંચીના બરિયાતૂમાં રહેતા મંઝર ઈમામ તથા દાનિશના નામો સામે આવ્યા હતા. એનઆઈએની ટીમો દાનિશને વડોદરા તથા મંઝરને રાંચીના કાંકે રોડથી ઝડપી લીધા હતા.
ગુપ્તચર તંત્રની નિષ્ફળતા ? કે બચાવવામાં આવી રહ્યાં છે અધિકારીઓને ? વિરોધાભાસી વિગતો અંગે વાંચવા માટે ફોટોગ્રાફ સ્લાઈડ કરો. 

No comments:

Post a Comment