Wednesday, October 30, 2013

યુવતીઓને કહ્યું, 'જરૂર પડશે તો ડૉક્ટર સાથે પણ સૂવું પડશે'

ઉજ્જૈનની આર.ડી. ગાર્ડી મેડિકલ કોલેજની 14 ટ્રેની નર્સ દ્વારા કોલેજના ત્રણ ઓફિસરો સામે તેમને સેક્સ રેકેટમાં ધકેલવા દબાણ વધારવાનો આરોપ લગાવ્યો છે. છેલ્લા ઘણાં સમયથી આ ઓફિસર્સના ત્રાસથી કંટાળેલી આ તાલીમાર્થી નર્સેસ દ્વારા પોલીસનો સહારો લેવામાં આવ્યો છે. પોલીસ પાસે પહોંચેલી આ નર્સેસે સીએમઓ, કોલેજના વ્યવસ્થાપક અને મેટ્રન પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પોલીસે કહ્યુ છે કે આ ત્રણેય ઓફિસરોએ તેમના પર સેક્સ રેકેટમાં સામેલ થવા જણાવવા કહ્યુ હતુ, અને અમારી મનાઈ કરવાથી તેઓએ અમારા અશ્લિલ એમએમએસ બનાવી ઈન્ટરનેટ પર અપલોડ કરી દેવાની ધમકી આપી હતી. નર્સેસ દ્વારા કરાયેલી ફરિયાદને ધ્યાનમા લઈ પોલીસે હાલ આ ત્રણેય ઓફિસર્સ સામે કેસ નોંધ્યો છે.

પોલીસમાં ફરિયાદ થતાનું જાણી આ ત્રણેય આરોપીઓ ફરાર થઈ ગયા હતા. જો કે મોડી રાત્રે મેટ્રેન મરિયમની પોલીસે ધરપકડ કરી છે. પ્રાથમિક પૂછપરછમાં મરિયમે પોલીસને માત્ર એટલુ જ જણાવ્યુ છે કે એવી કોઈ જ વાત નથી. આ નર્સેસ નાઈટ ડ્યૂટી કરવા ઈચ્છતી નથી. તેથી આ પ્રકારના આરોપ લગાવી રહી છે.

મરિયમની ધરપકડ બાદ પોલીસ હવે સીએમઓ કિશન કિડવાલ અને વ્યવસ્થાપક અશોક મહાકાલને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે. તો વળી નર્સ દ્વારા કરાયેલી ફરિયાદ બાદ કોલેજના સંચાલકો પણ હરકતમાં આવી ગયા છે. અને તેઓએ પોલીસ સ્ટેશને પહોંચી જઈ એક પરિપત્ર આપતા જણાવ્યુ છે કે યુવતીઓની વાતમાં વાસ્તવિક્તા હોવાની સંભાવના નહીવત્ છે. જો કે આમ છતા તેઓ પોતાના તરફથી પણ આ સમગ્ર મુદ્દાની તપાસ કરશે.
નર્સ યુવતીઓ ફરિયાદ કરતા વધુમાં જણાવ્યુ છે કે અમે સરદાર પટેલ કોલેજમાં અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઈન્ટર્નશીપ માટે અહીં આવી હતી. અને અહીંની ગર્લ્સ હોસ્ટેલમાં રહી તાલીમ મેળવતી હતી. અમારા આવવાના થોડા દિવસ બાદ સુપરિટેન્ડેન્ડ અશોક મહાકાલ અમારી પાસે આવીને અશ્લિલ વાતોની સાથે-સાથે અશ્લિલ હરકતો પણ કરવા લાગ્યા હતા.

આગળ વાંચોઃ જાદૂ-મંત્ર કરી પતિથી દૂર કરાવવાની ખાતરી આપી

No comments:

Post a Comment