Monday, October 21, 2013

મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે

મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે
સુરતમાં સમસ્ત પાટીદાર ટ્રસ્ટ દ્વારા નિર્મિત થનાર એમએસ હોસ્પિટલના ભૂમિપૂજન કાર્યક્રમમાં સુરત આવેલા નરેન્દ્ર મોદીનું એરપોર્ટ પર સુરતના ભાજપી કાર્યકરોએ કેસરી સાફા પહેરીને ભવ્ય સ્વાગત કર્યુ હતું. નરેન્દ્ર મોદી પીએમ પદના ઉમેદવાર જાહેર થયા બાદ પ્રથમવાર સુરત આવ્યા હતા. જ્યાં મોદીને આવકારવા માટે ભાજપી કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
કાર્યકરોને સંબોધીત કરતા નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, 'હું ગુજરાતની બહાર ગયો ત્યારે ખબર પડી કે ગુજરાતના લોકો અને ગુજરાતની વિકાસ યાત્રાની આખા દેશમાં ચર્ચા થઈ રહી છે'. મોદીએ કાર્યકરોને આશ્વાસન આપતા જણાવ્યુ હતું કે, 'હું ગમે ત્યાં હોઉં અને ગમે ત્યાં રહું પરંતુ ગુજરાતની વિકાસ યાત્રા નહીં અટકે,  અને તમારા કોઈ પણ પ્રશ્નો પર હું કામ કરતો રહીશ'.
મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે
નરેન્દ્ર મોદીએ ભૂમિપૂજન સમારંભમાં જણાવ્યું હતું કે, ગુજરાતની વિશેષતા છે કે, ગુજરાતને પહેલેથી જ દાનવીરો મળ્યા છે. લાખા વણઝારાનું ઉદાહણ આપતા મોદીએ ગુજરાતના શ્રેષ્ઠીઓને બિરદાવ્યા હતાં. અને દાનના મહિમા તથા ગુજરાતીઓના દાનના વખાણ કર્યા હતાં. સંપતિનો સદઉપયોગ કેવી રીતે પાટીદાર સમાજે કર્યો તેની નોંધ લઈને પાટીદાર સમાજ દ્વારા થતા ઉત્તમોતમ કામને બિરાદાવ્યા હતાં.
મોદીનો હુંકારઃ મારા દિમાગમાં નાની વાતો જ નથી, ગુજરાતની વિકાસયાત્રા ક્યારેય નહીં અટકે
સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા ઉભી થનારી ૪૦૦ કરોડની ૧૩ માળની હોસ્પિટલના ભૂમિપૂજનમાં આવેલા મોદીએ જણાવ્યું હતું કે, પાટીદાર સમાજે મારો પડ્યો બોલ ઝીલ્યો છે. બેટી બચાવો આંદોલનથી લઈને હોસ્પિટલના નિર્માણ કાર્ય સુધીમાં પાટીદારોએ સમાજને નવો રાહ ચિંધ્યો છે. જેના માટે હું ગર્વ અનુભવું છે.
 

No comments:

Post a Comment