Friday, October 11, 2013

મોદીની ‘મૅગ્નિફિસન્ટ’ મૂવઃ વિકસાવશે વહાણ ઉદ્યોગ!

દક્ષિણ કોરિયાના ભારત ખાતેના રાજદૂત લી જૂન્ગ્યુએ ગુરુવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની મુલાકાત લઇ તેમને દક્ષિણ કોરિયા આવવાનું આમંત્રણ આપ્યું હતું. દક્ષિણ કોરિયા અને ભારત વચ્ચેના રાજનૈતિક સંબંધોનું ૪૦મું વર્ષ ચાલી રહ્યું છે ત્યારે જૂન્ગ્યુએ મોદી સાથે સાંસ્કૃતિક અને શૈક્ષણિક ક્ષેત્રો ઉપરાંત આર્થિ‌ક-ઔદ્યોગિક ક્ષેત્રોમાં ભાગીદારીની સંભાવનાઓ અંગે ચર્ચા કરી હતી.
મોદીએ ગુજરાતમાં દક્ષિણ કોરિયાના દરિયાઇ વેપાર અને મેરીટાઇમ સ્ટેટ્સની જેમ વિકાસ કરવાની તત્પરતા દર્શાવી હતી. મેરીટાઇમ હ્યુમન રિર્સોસીઝ ડેવલપમેન્ટ માટે કોરિયાની મેરીટાઇમ યુનિવર્સિ‌ટી સાથે સહયોગ કરવાની, શિપ બિલ્ડિંગ ઇન્ડસ્ટ્રીઝના વિકાસ માટે દક્ષિણ કોરિયાનો સહયોગ મેળવવાની તૈયારી દર્શાવી હતી.
Read more at visit@-http://www.divyabhaskar.co.in

No comments:

Post a Comment