Thursday, October 3, 2013

ગુજરાતી ખેલૈયાઓ બન્યા મોદીના ચાહક: દોરાવ્યા શરીર પર ટેટુ

ગુજરાતી ખેલૈયાઓ બન્યા મોદીના ચાહક: દોરાવ્યા શરીર પર ટેટુ
નવલી નવરાત્રી આવી રહી છે. અવસરની ઘડીઓ ગણાઈ રહી છે. અને એવામાં ગુજરાતી યુવાધન નવલા નોતરામાં જુમવા ઉતાવળુ થઈ ગયું છે.

નવરાત્રી આવે એટલે યુવાઓ માટે નવીન રંગ, સંગ અને ઢંગ લઈ આવે. અને એ જ ઉત્સાહ અને એ જ ઉમંગ આ વખતે કંઈક નવા જ રંગરૂપ સાથે જોવા મળી રહ્યો છે. આ વખતે નવરાત્રીનાં રંગ કંઈક નવલા જ લાગી રહ્યાં છે. ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર જાહેર કરાયા બાદ દેશ અને ગુજરાતમાં મોદી પ્રેમીઓ રંગમાં આવી ગયાં છે.
નવલી નવરાત્રીનો રંગ 'ન.મો.'ને સંગ, જૂઓ ‘હોટ હોટ’ તસવીરો
નવરાત્રી માટે ટેટૂ એ કોઈ નવી બાબત નથી. દર વખતે નવરાત્રી દરમિયાન યુવાનો શરીરનાં વિવિધ ભાગો પર નીતનવા ટેટૂ બનાવતા રહે છે.
નવલી નવરાત્રીનો રંગ 'ન.મો.'ને સંગ, જૂઓ ‘હોટ હોટ’ તસવીરો
જો કે, આ વખતે કંઈક નવું જોવા મળી રહ્યું છે. આ વખતે નવરાત્રીની ફેશનમાં મોદી હોટફેવરીટ જોવા મળી રહ્યાં છે.

No comments:

Post a Comment