Friday, October 25, 2013

હું દાળ અને કીમો સારી રીતે બનાવી શકું છું: ઓબામા

વૉશિંગ્ટનઃ પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફ સાથે ગુરુવારે વ્હાઈટ હાઉસમાં મુલાકાત દરમિયાન અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ પોતાના જુના સંસ્મરણોને વોગળ્યા હતા. 1980ના દાયકામાં પાક. મુલાકાત વખતે રૂમમેટની માતાએ તેને દાળ અને કીમો બનાવવાનું શિખવ્યું હોવાનું ઓબામાએ શરીફને જણાવ્યું હતું.

ઓબામાની આ વાત જાણીને શરીફે યુએસ રાષ્ટ્રપતિ અને પ્રથમ મહિલા મીશેલ ઓબામાને પાકિસ્તાનની મુલાકાત લઈ ત્યાંના વ્યંજનોનો આસ્વાદ લેવા માટે નોતરું આપ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે નવાઝ શરીફે ગુરુવારે વ્હાઈટ હાઉસ ખાતે ઓબામાની મુલાકાત લીધી હતી. પાક. પીએમ સાથેની સૌપ્રથમ મુલાકાત હોવાથી ઓબામાએ તેમના જુના સંસ્મરણોને યાદ કરતાં તેના રૂમમેટની માતાએ કેવી રીતે તેને દાળ અને કીમો બનાવતાં શીખવ્યું તે તેમણે પત્રકારોને હળવા મૂડમાં જણાવ્યું હતું. વધુમાં ઓબામાએ કહ્યું કે તેમના માટે તે એક યાદગાર ટ્રીપ હતી જેમાં પાક.ના નાગરિકો પ્રત્યે તેમને માન અને પ્રેમની લાગણી થઈ હતી. ઓબામાએ સંયુક્ત પરિષદમાં દાળ અને કીમાનો ઉલ્લેખ કરતાં નવાઝ શરીફના ચહેરા પર હળવું સ્મિત જોવા મળ્યું હતું.

ઓબામાએ પહેલા કર્યા વખાણ પછી કાઢી ઝાટકણી, વાંચો આગળની સ્લાઈડમાં...

No comments:

Post a Comment