Tuesday, October 29, 2013

Founder Yasin Bhatkals Aide Vakas Behind Mastermind Patna Blasts

રાંચીથી આવેલા IMના ૧૨ આતંકીએ પટણા બ્લાસ્ટ કર્યા
- પટણા પોલીસે આપેલી માહિ‌તી, તહસીન-વકાસ માસ્ટરમાઈન્ડ


પટણાના ગાંધી મેદનમાં ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની રેલીમાં બોમ્બ વિસ્ફોટ માટે રાંચીથી ૧૨ આતંકવાદી પટણા આવ્યા હતા. પટણાથી રાંચી પહોંચેલી પોલીસ ટુકડીએ સોમવારે સાંજે આ રહસ્ય પરથી પડદો ઊંચક્યો. પટણા પોલીસના જણાવ્યા અનુસાર ઈન્ડિયન મુજાહિદ્દીન(આઈએમ)ના સ્લીપર સેલના આતંકીઓ વિસ્ફોટો કર્યા પછી રાંચી પરત ફર્યા.

જો કે પોલીસે એ ન કહ્યું કે આ માહિ‌તી તેમને ધરપકડ કરાયેલા આતંકી ઈમ્તિયાઝ પાસેથી મળી કે બીજે ક્યાંકથી. પટણા પોલીસે કહ્યું કે એનઆઈએ સાથે મળીને પોલીસ વધુ રેડ પાડશે. એનઆઈએની ટીમે ઝારખંડ પોલીસ સાથે ચર્ચા કરી ભાવિ યોજના ઘડી છે.બીજી તરફ પટણામાં બિહાર પોલીસે બ્લાસ્ટનો કેસ ઉકેલ્યાનો દાવો કર્યો છે. એડીજીપી રાજેશ ચંદ્રાએ દાવો કર્યો કે આઈએમના આતંકી તહસીન ઉર્ફે મોનુ અને વકાસે હુમલા કરાવ્યા હતા. બન્ને પર ૧૦-૧૦ લાખનું ઈનામ છે. પટણામાંથી ઝડપાયેલા ઈમ્તિયાઝ અન્સારીએ એનઆઈએને કહ્યું કે તેની સાથે ત્રણ ટીમો પટણા પહોંચી હતી. તેમાં કુલ ૧૨થી ૧૮ લોકો હતા. પોલીસ બાકીનાને શોધી રહી છે. સોમવારે પટણાની ૨૦૦ હોટેલોમાં રેડ પાડવામાં આવી.

તહસીન જેડી-યુના નેતાનો સંબંધી

ગાંધી મેદાનમાં વિસ્ફોટ કેસમાં પકડાયેલો તહસીન અખ્તર ઉર્ફે મોનુ જેડી-યુના એક નેતાનો સંબંધી છે. તહસીન સમસ્તીપુરના જેડી-યુના નેતા તકી અખ્તરનો ભત્રીજો છે. તકી અખ્તર સમસ્તીપુર જિલ્લા લઘુમતી એકમના જિલ્લા અધ્યક્ષ રહી ચૂકયા છે. હાલમાં તેઓ જિલ્લાના મહાસચિવ છે. આ સંબંધમાં સંપર્ક કરવાનો પ્રયાસ કરતાં તકી અખ્તરે વાત કરવાનો ઇનકાર કરી દીધો છે. જોકે, પ્રાપ્ત માહિ‌તી અનુસાર તકી અખ્તરે પોલીસ મથકમાં લેખિતમાં આપ્યું છે કે મોનુ સાથે તેને કોઇ સંબંધ નથી.

ઇમ્તિયાઝને પકડનારને ઇનામ, ઇન્ડિયન મુજાહિ‌દ્દીને કાવતરું ઘડ્યું, ૨૦૦ હોટેલ પર દરોડા પાડ્યા, રાંચીમાં આઇએમનું સ્લીપર સેલ, સોમવારે પણ ગાંધી મેદાનમાંથી બોમ્બ મળ્યો આ વાંચવા માટે આગળ ક્લિક કરો...

No comments:

Post a Comment