Monday, October 28, 2013

નરેન્દ્ર મોદીની સુરક્ષામાં બિહાર પોલીસે કરી દગડાઈ?

મોદીને સુરક્ષા પૂરી પાડવા શિવાનંદ ઝાને પહેલેથી પટના મોકલાયા હતા
સભામાં બ્લાસ્ટ થશે તેવી ગુજરાત પોલીસને ખબર, પણ બિહાર બેખબર


પટનામાં રવિવારે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની સભામાં આતંકવાદી હુમલો થશે તેવી ગુજરાત પોલીસને મળેલી આગોતરી સૂચના બાદ તેમની સુરક્ષા માટે એડિશનલ ડિરેક્ટર જનરલ ઓફ પોલિસ શિવાનંદ ઝા, ડીઆઇજી બ્રિજેશકુમાર ઝા અને એસપી પ્રેમવીરસિંહને પટના મોકલવામાં આવ્યા હતા. આ ઇનપુટ અંગે બિહાર પોલીસને જાણ કરાઈ હોવા છતાં બિહાર સરકારના વલણને જોતા ગુજરાત પોલીસે મુખ્યમંત્રીની સુરક્ષા પોતે જ સંભાળવાનો નિર્ણય કર્યો હોવાનું ગુજરાતના સિનિયર પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.

ડીજીપી ઓફિસનાં સૂત્રોના જણાવ્યાનુસાર રાજ્યના ગુપ્તચર તંત્રને પંદર દિવસ અગાઉ સૂચના મળી હતી કે પટનામાં મોદીની સભા ખોરવી નાખવા કેટલાંક સંગઠનો પ્રયાસ કરી રહ્યાં છે. સામાન્ય રીતે મોદી જ્યારે રાજ્ય બહાર પ્રવાસે જાય ત્યારે તેમની નજીકનાં સુરક્ષા વર્તુળને તેમના સલામતી રક્ષકો સંભાળતા હોય છે અને તેઓ જે તે સ્થળે અગાઉથી પહોંચી જાય છે.

મુખ્યમંત્રીની સલામતી વ્યવસ્થામાં રહેતા ડેપ્યુટી એસપી અથવા એસપી જે તે રાજ્યની સલામતી વ્યવસ્થા ચકાસી સ્થાનિક પોલીસને સલામતી અંગે કેટલાંક સૂચનો કરતા હોય છે, પરંતુ મુખ્યમંત્રી સલામતી વ્યવસ્થા સંભાળતા અધિકારીના જણાવ્યાનુસાર પટનાની સભામાં થનારા હુમલા અંગે બિહાર પોલીસને જાણ કરી હોવા છતાં બિહાર પોલીસ અને સરકારનો ઠંડો પ્રતિભાવ હતો, જે સલામતી અધિકારીઓ માટે ચિંતાનો વિષય હતી.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

No comments:

Post a Comment