Monday, October 21, 2013

ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?

ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?
વરાછા એ. કે. રોડ ઉમિયા ધામ ખાતે રવિવારે મળેલી કારોબારીની બેઠકમાં સ્વયંસેવકો અને કારોબારીના અગ્રણીઓ વચ્ચે સામાન્ય બાબતે વિખવાદ થતાં હોબાળો મચી ગયો હતો. આ બબાલ એટલી આગળ વધી ગઈ હતી કે છેવટે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી. જોકે પોલીસ આવ્યા બાદ મામલો થાળે પડ્યો હતો.
ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?

સુરત ઉમિયાધામ પરિવાર દ્વારા પ્રતિ વર્ષે થતાં નવરાત્રી આયોજન અને મહા આરતીના કાર્યક્રમ બાદ ચંદની પડવા પછીના દિવસે આ કાર્યમાં સેવા આપનારા સ્વયંસેવકો માટે ભોજન સમારોહનું આયોજન કરવામાં આવે છે. તા. ૨૦ ઓકટોબર ને રવિવારે સાંજે આયોજિત આ ભોજન સમારોહની સાથે ઉમિયાધામ પરિવારના અગ્રણીઓની કારોબારીની મિટિંગ પણ રાખવામાં આવી હતી.
ઉમિયાધામમાં ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કડવા પાટીદારો આમને સામને?

આ ભોજન સમારોહમાં આવેલા સ્વયંસેવકો પૈકી કેટલાક કાર્યકરો સીધા કારોબારીની બેઠકમાં પહોંચી ગયા હતા. તેમજ તેઓ દ્વારા એવી માગણી કરવામાં આવી હતી કે, અમે વર્ષોથી સેવા આપીએ છે પરંતુ અમને માત્ર સ્વયંસેવક તરીકે જ રાખવામાં આવે છે, અમને કારોબારીમાં સ્થાન કેમ આપવામાં આવતું નથી ?

No comments:

Post a Comment