Tuesday, October 29, 2013

Modi And Manmohansingh To Share Dias Today In Ahmedabad

મનમોહન-મોદી આજે એક મંચ પરઃ
- સરદાર પટેલના ૩૦ કરોડના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમનું આજે લોકાર્પણ
- શાહીબાગસ્થિત પ્રદર્શન વડાપ્રધાન ખુલ્લું મૂકશે
- કેન્દ્ર સરકારે સ્મારક માટે ૧૭ કરોડ ફાળવ્યા


સરદાર વલ્લભભાઈ પટેલ રાષ્ટ્રીય સ્મારકના આંતરરાષ્ટ્રીય મ્યુઝિયમનો મંગળવારે લોકાર્પણ કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમમાં વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ અને મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી એક મંચ પર હાજર રહેશે. વડાપ્રધાન અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર એક જ મંચ પર ઉપસ્થિત રહેવાની ઘટનાને પગલે રાજકીય ઉત્તેજનાનું વાતાવરણ સર્જા‍યું છે.

સરદાર સાહેબના મ્યુઝિયમનું લોકાર્પણ વડાપ્રધાન ડો. મનમોહન સિંઘ કરશે. પ્રોટોકોલ પ્રમાણે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. કેન્દ્રીય મંત્રી અને સરદાર સ્મારક ટ્રસ્ટના અધ્યક્ષ દિનશા પટેલે જણાવ્યું હતું કે મુખ્યમંત્રીને તેમણે આમંત્રણ પણ પાઠવ્યું છે અને ફોન દ્વારા પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. નરેન્દ્ર મોદીએ પણ કાર્યક્રમમાં હાજર રહેવાની ખાતરી આપી છે.

લોખંડી પુરુષ અને અખંડ ભારતના પ્રણેતા સરદાર વલ્લભભાઈ પટેલના જીવનચરિત્રને ચરિતાર્થ કરતું મ્યુઝિયમ શાહીબાગસ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ સ્મારક ભવનમાં બનાવાયું છે. રૂ. ૩૦ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા અદ્યતન ટેક્નોલોજી અને વિશષ્ટિ આકર્ષણો ધરાવતા આંતરરાષ્ટ્રીય કક્ષાના મ્યુઝિયમનું મંગળવારે વડાપ્રધાન ડો. મનમોહનસિંઘ લોકાર્પણ કરશે. સરદાર સ્મારકના પુન:નિર્માણ માટે કેન્દ્ર સરકારે રૂ. ૧૭ કરોડની સહાય કરી છે.

આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

No comments:

Post a Comment