Tuesday, October 29, 2013

Latest News Pakistani PM Accept Thay He Does Not Believe In Pak Army


પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરિફને પોતાની આર્મી ઉપર બીલકુલ ભરોસો નથી. અહેવાલો મુજબ આ વાત સ્વયં તેમણે 29 સપ્ટેમ્બરના ન્યુયોર્કમાં ભારતના વડાપ્રધાન ડૉ. મનમોહન સિંઘ સાથેની મુલાકાતમાં કબુલ કરી હતી. શરીફની આ ટીપ્પણી 'રેકોર્ડ ઓફ ડિસ્ક્સન'માં નોંધવામાં આવી છે. આ રેકોર્ડ વડાપ્રધાનના સહયોગીઓ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે અને તેને ટોચના સરકારી અધિકારીઓને સોંપવામાં આવશે. અંગ્રેજી અખબાર 'મેલ ટુડે'એ આ દસ્તાવેજના આધારે દાવો કર્યો હતો કે શરીફે પોતાની આર્મી અંગેની પ્રતિકુળ ટીપ્પણી ગંભીરપણે કરી હતી.

ન્યુયોર્ક પેલેસ હોટલના ચોથા માળ પર સ્ટેનફોર્ડ રૂમમાં થયેલી મુલાકાત ભારત-પાક. વચ્ચેના તણાવની (શસ્ત્રવિરામ ભંગ અને જમ્મુમાં આતંકી હુમલા) સ્થિતિ દરમિયાન થઈ હતી. અખબારે દાવો કર્યો છે કે આ વાચતીચમાં શરીફ સતત એવું જણાવી રહ્યા હતા કે, એલઓસી ઉપર તણાવનો ઉકેલ લાવતા પૂર્વે બન્ને દેશની આર્મીને સામેલ કરતા પૂર્વે ભારત-પાક. વિદેશ મંત્રાલયના અધિકારીઓએ વાતચીત કરવી જોઈએ.
પાક. વડાપ્રધાને સ્વિકાર્યું સત્ય, વાંચો આગળની સ્લાઈડમાં.

No comments:

Post a Comment