Monday, October 28, 2013

મોદીની હુંકાર રેલી પૂર્વે પટણામાં શ્રેણીબદ્ધ વિસ્ફોટોથી છના મોત, 83 ઈજાગ્રસ્ત

પટનાના ગાંધી મેદાનમાં રેલી સંબોધી: નીતીશ અને યુપીએ સરકાર પર નિશાન

ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીએ પટણામાં ઐતિહાસિક મેદાનથી હુંકાર કર્યો છે. તેમના નિશાન પર કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમાર હતા. મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના મિત્રો પરેશાન છે કે મોદી શહજાદા(રાહુલને) કેમ કહી રહ્યા છે. જો હું શહજાદા કહું છું તો તમને ખરાબ લાગે છે. એવી જ રીતે આ દેશને પણ આ વંશવાદથી ખોટું લાગે છે. કોંગ્રેસ વાયદો કરે કે તેઓ વંશવાદ છોડી દેશે, હું શહજાદા કહેવાનું છોડી દઇશ.

મોદીએ ભાષણની શરૂઆત ભોજપુરી ભાષાથી કરી છે. કેટલીક વાતો મૈથિલી અને મગધીમાં પણ કરી. આ ત્રણેય બિહારની મુખ્ય ભાષા છે. તેમણે ભાષણમાં સંપૂર્ણ તાકાતથી નીતીશ સરકાર પર પ્રહાર કર્યા. ખાસ કરીને ભાજપ સાથે ૧૭ વર્ષના સંબંધો તોડી નાંખનારા નીતીશકુમારની ટીકા કરી. પણ, એકેય વાર નામનો ઉલ્લેખ ન કર્યો. મોદીએ કહ્યું કે એક વર્ષ પહેલાં વડાપ્રધાન તરફથી અપાયેલા ડિનરના ટેબલ પર હું અને બિહારના મુખ્યમંત્રી સાથે હતા. તેઓ ભોજન નહોતા કરી રહ્યા. મેં કહ્યું ચિંતા ન કરો. કોઇ કેમેરાવાળો નથી. ભોજન કરી લો. ચૂંટણીમાં પક્ષના નેતા ઇચ્છતા હતા કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીને ચૂંટણીપ્રચારમાં લાવવામાં આવે ત્યારે મેં કહ્યું હતું કે બિહારમાં જંગલરાજ ન થવા દો. મોદી અપમાનિત થયા છે તો થવા દો. અમારા માટે પક્ષ કરતાં દેશ મહાન હોય છે.

No comments:

Post a Comment