Wednesday, October 30, 2013

રાજકારણના રંગો:મોદીની ભૂલ દિનશા સુધારે:PM માગે સૂચનો!

વડાપ્રધાને ચૂંટણી ઢંઢેરા માટે કોંગ્રેસ પાસે સૂચન માગ્યાં
મનમોહનસિંહ એરપોર્ટથી સીધા જ પાલડી સ્થિત પ્રદેશ કોંગ્રેસ ભવને ગયા
યુપીએ-૧ અને યુપીએ-૨ દ્વારા કરાયેલા લોકોપયોગી કાર્યોને કારણે લોકસભા ૨૦૧૪માં યુપીએ-૩ સત્તા પર આવશે : પીએમ


વડાપ્રધાન મનમોહનસિંહ ગુજરાત આવતાની સાથે જ સીધા શહેરના પાલડી સ્થિત ગુજરાત પ્રદેશ કોગ્રેસ ભવને ગયા હતા. જયાં તેમણે પ્રદેશના નેતાઓને લોકસભાની ૨૦૧૪ની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાત અને દેશની જનતાના હિ‌તમા હોય તેવા પ્રજાલક્ષી મુદ્દાઓને ચૂંટણી ઢંઢેરામા સમાવી શકાય તે માટેના સુચનો કરવાની અપીલ કરી હતી.

વડાપ્રધાને એવો યુપીએ-૧, યુપીએ-૨ દ્વારા કરાયેલા પ્રજાલક્ષી કાર્યોને કારણે ૨૦૧૪મા પણ યુપીએ-૩ દેશનુ સુકાન સંભાળશે તેવો વિશ્વાસ વ્યકત કર્યો હતો. પ્રદેશ નેતાઓને સંબોધતા તેમણે વધુમા કહ્યુ હતુ કે એવા મુદ્દોઓને મોકલો કે જેથી છેવાડાના નાગરિકોના કલ્યાણ માટે વધુ પ્રતિબદ્ધતાથી અસરકારક કામગીરી કરી શકાય.

વડાપ્રધાને તેમના ટૂંકા પ્રવચનમા મહત્ત્મા ગાંધી અને સરદારની પવિત્ર ભુમિ પર આવતા આનંદ અને ગૌરવની લાગણી વ્યકત કરી હતી. તેમણે દેશ અને દુનિયાને રાહ ચીંધનાર મહાત્મા ગાધી અને સરદારની જન્મભુમિ એવી ગુજરાતની ધરતીને વંદન કર્યા હતા. તેમણે એવી લાગણી વ્યકત કરી હતી કે સરદારે સતત ૨પ વર્ષ સુધી જે ગુજરાત કોગ્રેસનું સુકાન સંભાળ્યુ હતુ તે કાર્યાલયે આવતા હું રોમાંચની લાગણી અનુભવુ છું.
આ અંગે વધુ વાંચવા માટે તસવીર પર ક્લિક કરોઃ

No comments:

Post a Comment