Monday, October 28, 2013

7 Serial Bomb Blast Hunkar Rally Patna Railway Station

- મોદીની રેલીમાં ૭ વિસ્ફોટ, પનાં મોત
- ૮૩ ઘાયલ ; ૩૮ હોસ્પિટલમાં;૧૨ની હાલત ગંભીર
- પહેલો વિસ્ફોટ પટણા સ્ટેશન પર, બાકીના ગાંધી મેદાનમાં
- એનઆઈએ-એનએસજીની ટુકડીઓ પટણા પહોંચી


બિહારની રાજધાની પટણામાં ગુજરાતના મુખ્યમંત્રી અને ભાજપના વડાપ્રધાન પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીની હુંકાર રેલીને સંબોધન પહેલાં શ્રેણીબદ્ધ સાત બોમ્બ વિસ્ફોટ થયા જેમાં પાંચ લોકોનાં મોત થયાં, ૮૩ લોકો ઘાયલ થયા. ૩૮ લોકો હજુ હોસ્પિટલમાં છે જેમાંથી ૧૨ની હાલત ગંભીર છે. બાકીનાને મલમપટ્ટી કરી ઘરે મોકલી દેવાયા છે. દરમિયાન બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારે આતંકી હુમલાની શક્યતા નકારી નથી. તપાસમાં મદદ માટે નેશનલ ઈન્વેસ્ટિગેશન ટીમ(એનઆઈએ) અને નેશનલ સિક્યુરિટી ગાર્ડ(એનએસજી)ની ટીમો પટણા પહોંચી છે.

પોલીસના જણાવ્યા અનુસાર પહેલો વિસ્ફોટ સવારે ૯.૩૦એ પટણા રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૧૦ના શૌચાલયમાં થયો. આમાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે મૃત્યુ થયું. એ પછી સ્ટેશનથી માત્ર બે કિલોમીટર દૂર રેલીના સ્થળ ગાંધી મેદાનમાં શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા. ૧૧.૪૦થી ૧૨.૪પ વચ્ચે છ બ્લાસ્ટ થયા. વિસ્ફોટોને કારણે ચાર લોકો મૃત્યુ પામ્યા. એક વિસ્ફોટ બોમ્બ ડિફ્યુઝ કરતી વખતે થયો જેમાં બોમ્બ સ્કવોડનો એક જવાન ઘાયલ થયો. જે સમયે ગાંધી મેદનમાં વિસ્ફોટો થઈ રહ્યા હતા તે વખતે લાખો લોકો ત્યાં એકઠા થયા હતા. મંચ પરથી ભાષણ પણ ચાલી રહ્યું હતું. મોદીનો કાર્યક્રમ નિયત સમયે શરૂ થયો. કોઈ ગડબડ વગર પૂરો પણ થયો.

મોદીએ તેમના ભાષણમાં વિસ્ફોટોનો ઉલ્લેખ સુધ્ધાં ન કર્યો, પરંતુ અંતમાં લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી. પછીથી મુખ્યમંત્રી નીતીશકુમારે તેનાં વખાણ કર્યા. સાથે સાથે એમ પણ કહ્યું, સુરક્ષામાં કોઈ ચૂક થઈ નથી. રાજ્યની કે કેન્દ્રની ગુપ્તચર એજન્સીઓ તરફથી કોઈ ઈનપુટ મળ્યા ન હતા.

આગળ વાંચોઃ અન્યા 5 જીવીત બોમ્બ મળી આવ્યા

No comments:

Post a Comment