Wednesday, October 30, 2013

બ્લાસ્ટ પર મોદીની રાજનીતિ: પટણામાં મૃતકોના પરિવારને મળશે

બિહારમાં સાંત્વનાના જોરે મોદી મારશે માસ્ટર સ્ટ્રોક
બીજી નવેમ્બરે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી ચાર્ટર પ્લેનમાં જશે પટના


પટના બ્લાસ્ટ બાદ ભાજપ અને કોંગ્રેસ સહિત જેડીયુએ રાજનીતિ શરૂ કરી દીધી છે. બિહારમાં પગપેસારો કરવાના ભાગરૂપે નરેન્દ્ર મોદીએ નીતિશ કુમારને જડબાતોડ જવાબ આપવા કમર કસી છે અને એટલે જ હવે મોદીએ પટના બ્લાસ્ટમાં મૃત્યુ પામેલાં પરિવારને સાંત્વના આપવાનું નક્કી કર્યું છે. 2જી નવેમ્બરે મુખ્યમંત્રી પટના જઇને મૃતકોના પરિવારને મળશે.

ગઈકાલે જ જેડીયુના નેતા અને બિહારના મુખ્યમંત્રી નીતિશકુમારે નરેન્દ્ર મોદીને હિટલર સાથે સરખાવીને ભરપેટ ટીકા કરી હતી. હવે મોદીએ પણ નીતિશને કરારો જવાબ આપવા તૈયારી કરી છે. પટના બ્લાસ્ટમાં મૃતક પરિવારોને મળીને મોદી બિહારમાં મતદારોમાં સહાનુભૂતિનું મોજું પ્રસરાવીને આગવી રાજનીતિ ખેલશે. મોદીના આ માસ્ટરસ્ટ્રોકની જાણ થતા જ જેડીયુએ મોદીની આ મુલાકાતનો અત્યારથી જ ભારે વિરોધ નોંધાવ્યો છે.

આગળ વાંચોઃ બિહાર ભાજપના નેતા સુશીલ મોદીએ પણ મોદીની પટણા મુલાકાતના સંકેત આપ્યા, નીતિશ કુમારે મોદી પર શું ટિપ્પણી કરી

No comments:

Post a Comment