Tuesday, October 29, 2013

Diwali Trafalgar Square

દિવાળી એટલે ભારતનો સૌથી મોટો તહેવાર. વિશ્વના કોઇ પણ ખૂણામાં ભારતીયો વસતા હોય ત્યાં દિવાળીનું સેલિબ્રેશન અવશ્ય કરે જ. 
 
યુકેના લંડનમાં મોટી સંખ્યામાં ભારતીયો વસે છે. આથી લંડનમાં રહેતા ભારતીયો માટે લંડનના મેયર દ્વારા દર વર્ષે દિવાળી સેલિબ્રેશનનુ આયોજન કરવામાં આવે છે. 
 
ગત રવિવારે લંડનના પ્રખ્યાત ટ્રફાલગર સ્ક્વેયર ખાતે દિવાળી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં લંડનમાં વસતા હિન્દુઓ, શીખ અને જૈનો જોડાયા હતા. 
 
વળી, દીપાવલની આ શુભ અવસર પર અન્ય લંડનવાસીઓ પણ ભારે હરખભેર જોડાયા હતા. 
કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે લંડન બરો ઓફ હન્સ્લોના મેયર- કાઉન્સિલર સચિન ગુપ્તા, ભારતીય દૂતાવાસના કાર્યકારી હાઇકમિશનર ડો. વિરેન્દ્ર પૌલ ઉપસ્થિત રહ્યા હતા.
 
લંડનમાં ભારતીયોની દબંગ દિવાળી અંગે જાણવા અને એક્સક્લુસિવ તસવીરો જોવા માટે સ્લાઇડ બદલતા રહો...
 
(તસવીરોઃ સૂર્યકાંત જાદવા, લંડન)

No comments:

Post a Comment