Wednesday, October 30, 2013

કોંગ્રેસની વિચિત્ર માંગણી: તળાવોમાં ખીલેલાં કમળ ઢાંકી દેવાની માંગ કરી

મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારીએ કોંગ્રેસની માગણી ફગાવી દીધી
- મધ્યપ્રદેશમાં તળાવોમાં ખીલેલાં કમળ ઢાંકી દેવા કોંગ્રેસની માંગ

મધ્યપ્રદેશમાં વિરોધ પક્ષ કોંગ્રેસે રાજ્યના મહાકોશલ, માલવા અને બુંદેલખંડ પ્રદેશોમાં આવેલાં તળાવોમાં ખીલેલાં કમળના ફૂલો ઢાંકી દેવાની ચૂંટણીપંચ પાસે વિચિત્ર માગણી કરી છે. કોંગ્રેસે પોતાની માગણીના સમર્થનમાં એવો તર્ક પણ આપ્યો છે કે, ખીલેલાં કમળથી મતદારો ભાજપના પ્રતીક તરફ અયોગ્ય રીતે આકર્ષાશે. જોકે, મધ્યપ્રદેશના ચૂંટણી અધિકારી જયદીપ ગોવિંદ દ્વારા કોંગ્રેસની આ માગણી ફગાવી દેવામાં આવી છે. ચૂંટણી અધિકારીએ જણાવ્યું કે કોંગ્રેસની માગણી મુજબ તળાવોમાં ખીલેલાં કમળનાં ફૂલો ઢાંકવાનું વ્યાવહારિક અને શક્ય પણ નથી.

ગોવિંદે પત્રકાર પરિષદમાં જણાવ્યું કે તળાવોમાં કમળનાં ફૂલો લાંબા સમયથી ખીલે છે અને કમળના આ ફૂલોને ચૂંટણી સાથે કોઇ લેવાદેવા નથી. કોંગ્રેસે તેની ફરિયાદમાં જણાવ્યું છે કે તળાવોમાં ખીલેલાં કમળનાં ફૂલોથી ભાજપને લાભ થશે અને રાજ્યમાં જ્યાં કમળની ખેતી કરવામાં આવે છે અને તેનું વેચાણ કરવામાં આવે છે, ત્યાંનાં બધાં તળાવો ઢાંકી દેવા માટે યોગ્ય આદેશો આપવાની પણ કોંગ્રેસે ચૂંટણીપંચ પાસે માગણી કરી છે.

આગળ જુઓ શું કહે છે ભાજપ આ અંગે

No comments:

Post a Comment