Friday, August 8, 2014

પાક. જાસૂસની જાળમાં ભારતીય જવાન: નગ્ન વીડિયોથી લપસ્યો

હૈદરાબાદના સિકંદરાબાદ રેલવે સ્ટેશનેથી એક જવાનની ધરપકડ કરવામાં આવી છે. જે પાકિસ્તાની મહિલાની જાળમાં ફસાઈ ગયો હતો અને લાંબા સમયથી સેનાને લગતી ગુપ્ત માહિતી પહોંચાડી રહ્યો હતો. પોલીસ અને સેના દ્વારા તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. કેન્દ્રનું ગુપ્તચર તંત્ર પણ આ મામલે સક્રિય બન્યું છે.
પાક. જાસૂસની જાળમાં ભારતીય જવાન: નગ્ન વીડિયોથી લપસ્યો
જાસૂસની જાળમાં ફસાયો જવાન 
 
40 વર્ષીય નાયબ સુબેદાર પાટનકુમાર પોદ્દાર 151 એમસી/એમએફ ડિટેચમેન્ટમાં સિકંદરાબાદ રેલવે સ્ટેશન પર તહેનાત હતો. પોદ્દાર વિરૂદ્ધ તૈયાર કરવામાં આવેલી રિમાન્ડ કેસ ડાયરી પ્રમાણે, તે પશ્ચિમ બંગાળના માલ્દા જિલ્લાનો રહેવાસી છે. પોદ્દાર પર આરોપ છે કે, તે ગત વર્ષે જુલાઈ માસથી એક પાકિસ્તાની જાસૂસને મહત્વપૂર્ણ માહિતી આપી રહ્યો છે. Read More..

No comments:

Post a Comment