Thursday, August 7, 2014

પોતાની સંપત્તિ કરતાં ત્રણ ગણા દાનનો વાયદો કરી આવ્યા મોદી

રધાન મંત્રી નરેન્દ્ર મોદી ગત સોમવારે નેપાળના પ્રવાસના બીજા દિવસે પશુપતિનાથ મંદિરે ગયા હતા. ત્યાં તેમણે 2500 કિલો ચંદન અને 2400 કિલો ઘીનું દાન કરવાનું વચન આપ્યું છે. એ માટે અંદાજે 4.10 કરોડ રૂપિયા ખર્ચ આવશે. આ રકમ સરકારી ખાતામાંથી જશે કે મોદીના અંગત એકાઉન્ટમાંથી એ વાત પર હજુ રહસ્ય ગુંચાયેલું છે.
પોતાની સંપત્તિ કરતાં ત્રણ ગણા દાનનો વાયદો કરી આવ્યા મોદી
દાનની કિંમત
 
કર્ણાટક સરકારના કાવેરી હેંડીક્રાફ્ટ્સ એમ્પોરિયમની વેબસાઇટપર એક કિલો ચંદનની લાકડીની કિંમત રૂપિયા 16 હજાર દર્શાવવામાં આવી છે. આ હિસાબે 2500 કિલો ચંદનની કિંમત ચાર કરોડ રૂપિયા જેટલી થાય. 2400 કિલો ઘીની કિંમત પ્રતિ કિલો ચારસો રૂપિયાના ભાવે 9.60 લાખ રૂપિયામાં પડે. Read More...

No comments:

Post a Comment