Saturday, August 2, 2014

પૂના ભૂસ્ખલન: દુર્ગંધ ફેલાતા લાશોનું પીએમ ન કરવા સલાહ

પૂણે જિલ્લાનાં માલિન ગામમાં ઘટેલી ભૂસ્ખલનની દુર્ઘટનાનો મૃત્યુઆંક વધીને શનિવાર સવાર સુધીમાં 73 થયો છે. કોઇ જીવિત વ્યક્તિને બહાર કઢાઇ હોય હોય તેવા કોઇ અહેવાલો નથી. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) અને અન્ય એજન્સીની ટીમોએ છેલ્લા ત્રણ દિવસમાં 23 લોકોને બચાવ્યા છે, જેમાં કાદવ અને કાટમાળ હેઠળ દબાયેલા ત્રણ મહિનાનાં બાળક રુદ્રનો પણ સમાવેશ થાય છે.
પૂના ભૂસ્ખલન: દુર્ગંધ ફેલાતા લાશોનું પીએમ ન કરવા સલાહ
લાશો પોસ્ટ મોર્ટમ કરવાની સ્થિતિમાં નથી
 
માલિન પાસેની સરકારી હોસ્પિટલમાં લાશોનાં ઢગલાથી દુર્ગંધ ફેલાઇ હતી. તેને જોતાં ડોક્ટરો ઇચ્છે છે કે લાશોનું પોસ્ટમોર્ટમ કરવાની જગ્યાએ તેમની ઓળખ માટે ફોટોગ્રાફ અને ડીએનએ સેમ્પલ જમા કરવામાં આવે. જીલ્લા વહીવટી તંત્રનું કહેવું છે કે આ અંગેનો નિર્ણય શનિવારે લઇ લેવાશે. Read More..

No comments:

Post a Comment