Friday, July 18, 2014

અમરનાથ યાત્રિકોના બેઝ કેમ્પમાં તોડફોડ, 5,000 શ્રદ્ધાળુઓ ફસાયા

બાલટાલ બેઝ કેમ્પમાં શુક્રવારના ઉપદ્રવને કારણે અમરનાથ યાત્રાને અટકાવી દેવામાં આવી છે. બેઝ કેમ્પમાં કથિત છેડતી બાદ લંગરવાળાઓ (શ્રદ્ધાળુઓને જમાડનારાઓ) અને ઘોડાવાળાઓ વચ્ચે મારામારી થઈ હતી. વિવાદ એટલી હદે વકરી ગયો હતો કે, સીઆરપીએફે આંસૂ ગેસના ગોળા છોડવા પડ્યા હતા. આ અથડામણમાં 37 લોકો ઘાયલ થયા હતા. 
અમરનાથ યાત્રિકોના બેઝ કેમ્પમાં તોડફોડ, 5,000 શ્રદ્ધાળુઓ ફસાયા
 
ગેસના સિલિન્ડર બન્યા બોમ્બ

શુક્રવારે એક સ્થાનિકે શ્રદ્ધાળુની છેડતી કરી હતી. એક ઘોડાવાળો તેનો બચાવ કરવા લાગ્યો હતો. શ્રદ્ધાળુઓ સાથે થયેલી બોલાચાલીમાં તે ઘાયલ થઈ ગયો હતો. આથી ડઝનબંધ સ્થાનિકો તેના સમર્થનમાં બેઝ કેમ્પે આવી ગયા હતા અને તેમણે લંગરવાળાઓ પર હુમલો કરી દીધો હતો અને ટેન્ટ્સ પર પથ્થરમારો કર્યો હતો અને આગ લગાવી દીધી હતી.
 

No comments:

Post a Comment