Tuesday, July 29, 2014

ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ અ'વાદમાં નમાઝ અદા કરતા મુસ્લિમો

ગઈકાલ સાંજે ચાંદની ગવાહી મળતા રાજ્યભરમાં આજે મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ-ઉલ-ફિત્રની ઉજવણી કરાઈ રહી છે. આજે સવારે અમદાવાદમાં સરખેજ રોઝા અને જામ મસ્જિદમાં મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરોએ ઈદની નમાઝ અદા કરી હતી. તથા એકબીજા ને ગળે મળી પ્રેમ અને ભાઇચારાના પર્વ રમઝાન ઈદની મુબારકબાદી પાઠવી હતી.
ઈદ-ઉલ-ફિત્રની ઉજવણીઃ અ'વાદમાં નમાઝ અદા કરતા મુસ્લિમો
ઈદના દિવસે લગભગ દરેક મુસ્લિમના ઘેર ઈદની વિશેષ વાનગી "ખીર કુર્માં" બનાવવામાં આવે છે. દૂધ, કાજુના ટુકડા અને મીઠીસેવનાં  મિશ્રણથી બનાવાયેલી આ મીઠી વાનગીનો ઈદની સવારે અલ્પાહાર કરવામાં આવે છે.  Read More..

No comments:

Post a Comment