Thursday, July 17, 2014

યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવા ભારતીય એરલાઈન્સને સૂચના

યુક્રેનના પૂર્વીય વિસ્તારમાં મલેશિયન એરલાઈન્સના વિમાનને ફૂંકી મરાયા બાદ ભારત પણ સક્રિય બની ગયું છે. ડાયરેક્ટર જનરલ સિવિલ એવિએશને આ વિસ્તારમાં ઓપરેટ કરતી એરલાઈન્સને સૂચના આપી છે કે, પૂર્વ યુક્રેનની હવાઈ સીમામાં પ્રવેશ ન કરવો. 

યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવા ભારતીય એરલાઈન્સને સૂચના 
યુરોપ તથા પૂર્વ અમેરિકાના વિસ્તારોમાં માત્ર એર ઈન્ડિયા અને જેટ એરવેઈઝની જ ફ્લાઈટો ઉડ્ડાણ ભરે છે. આથી, ડીજીસીએ સૂચના આપી છે કે, બંને એરલાઈન્સે યુક્રેનની હવાઈ સીમાનો ઉપયોગ ન કરવો. એર ઈન્ડિયાના કહેવા પ્રમાણે, યુક્રેનની હવાઈ સીમા પરથી ઉડ્ડાણ ન ભરવી, જેવી કોઈપણ આંતરરાષ્ટ્રીય સલાહનું તે પાલન કરશે.

Read More..

No comments:

Post a Comment