Friday, July 25, 2014

UPSC વિવાદ: વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યો

યુપીએસસીની સિવિલ સર્વિસ પરીક્ષામાં સી સેટનાં મુદ્દે થયેલો વિવાદ વધુ ઉગ્ર બની રહ્યો છે. સરકારે આજે સંસદમાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને આશ્વાસન આપ્યું હતું કે ભાષાને આધારે તેમની સાથે કોઇ ભેદભાવ નહીં કરવામાં આવે, યુપીએસસી દ્વારા એડમિટ કાર્ડ જારી કરાયા છે તેનાથી ગભરાશો નહીં. પણ વિદ્યાર્થીઓ તેનાથી સંતુષ્ટ થયા નહતા અને એક વિદ્યાર્થીએ તો મુખર્જી નગરમાં આત્મદાહ કરવાની પણ કોશિશ કરી હતી.
UPSC વિવાદ: વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓને પોલીસે માર માર્યો
વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરાયો છે
 
'ભાષાકીય ભેદભાવ' સામે વિરોધ કરી રેહલા યુપીએસસી સિવિલ સર્વિસના વિદ્યાર્થીઓએ આજે સંસદ ભવન તરફ કૂચ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પોલીસે તેમને રોક્યા હતા અને પછી તેમને અટકાયતમાં લીધા હતા. વિરોધ કરનારાઓને પોલીસે સેન્ટ્રલ સેક્રેટરિએટ મેટ્રો સ્ટેશન પર અટકાવ્યા હતા અને ત્યાંથી પાર્લામેન્ટ સ્ટ્રીટ પોલીસ સ્ટેશને લઇ જવાયા હતા. Read More..

No comments:

Post a Comment